કયો લવ ?
ભાગ (૨૨)
પ્રસ્તાવના
“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.
પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.
“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?
જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૨૨
ભાગ (૨૨)
“ ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.
પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માગતી ન હતી.
રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.
પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”
“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”
( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૨૧ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૨૧) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.
SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....
પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.
ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઈરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.
રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.
રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.
રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.
પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”
રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યુ” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.
પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.
રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.
રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.
પ્રિયા ફિક્કી પડી જાય છે, પરંતુ તરત જ પોતાને સ્વસ્થ કરી લે છે....રુદ્ર અને પ્રિયા એક હોટેલમાં જઈ બેસે છે, ત્યાં લગ્ન કરવાં માટેની ઈચ્છા શું છે એ અગત્યની વાત પ્રિયા, રુદ્રને જણાવે છે, ત્યાં જ પ્રિયાને વાંકડિયા વાળ વાળો કુલદીપનો ફ્રેન્ડ હોટેલમાં દેખાઈ આવે છે, પ્રિયા, એ છોકરાની પાછળ ભાગતી હોટેલની બહાર આવી જતાં કુલદીપ અને તેનો ફ્રેન્ડ બાઈક પર સવાર થઈ રફતારમાં જતાં રહે છે…
અચાનક કુલદીપ કોલેજમાં મળી જાય છે, પ્રિયા સામે તે ઘણી વાર, પોતે ઘણો પ્યાર કરે છે એવું રટતો જ રહે છે, પ્રિયા પોતાનો પિત્તો ગુમાવતાં જોરદારનો ચાટો લગાવી દે છે. વિનીત પણ કુલદીપને સમજાવે છે...વાતને ઠંડી પાડવા રોનક ટ્રીપ માટેનું સૂચન કરે છે...રુદ્ર સાથે મળીને પ્રિયા કુલદીપ વિશેની હકીકત જણાવે છે...મોબ ડાન્સનો દિવસ આવી જ જાય છે.
મોબ ડાન્સ પત્યા બાદ પ્રિયાને બે અણજાણ રોબર્ટ અને સના, નામનાં છોકરા છોકરી સાથે મુલાકાત થાય છે. પ્રિયા આ ઘટનાની બધી જ વિગત સોનીને કહે છે, સોની તેને ચેતવા માટે ઘણું બધું કહી રાખે છે. રવિવારે અણધારી રીતે એક મોલમાં નીલ સર સાથે પ્રિયાની મુલાકાત થાય છે, જ્યાં પ્રિયા સાથે રુદ્ર પણ હતો.
નીલ સર સામે, રુદ્રને પોતાને ઈગ્નોર થવા જેવું લાગતા, તે મોલની બહાર નીકળી જાય છે. રુદ્ર, પ્રિયા સાથે નારાજ રહે છે...પ્રિયા બધી જ વાત કરીને રુદ્રને મનાવી લે છે, ત્યાં જ રોબર્ટનો ફોન આવે છે.
રોબર્ટનાં કહ્યા પ્રમાણે પ્રિયા સોની અને રોનક એક જુના બંગલે પહોંચે છે. ત્યાં સના, ત્રણેને બંગલાની અંદર લઈ જાય છે....રોબર્ટ અને રોનકની ઉશ્કેરાટમાં બોલચાલ થાય છે.
રોબર્ટ અને સના, પ્રિયા અને સોનીને બંગલાના પહેલા માળ પર લઈ જાય છે, જ્યાં સોની અને પ્રિયાનો આશ્ચર્યનો પાર ન હતો, તેઓ બંને એક છોકરીને એક સાંકળમાં બાંધેલી જુએ છે, જે બેહદ ખૂબસૂરત હતી...પ્રિયાના પૂછવા છતાં પણ રોબર્ટ કારણ નથી બતાવતો કે આ છોકરીને અહીં આવી રીતે કેમ બાંધવામાં આવી છે..!!
પ્રિયાને, રોઝ નામની છોકરીને અહીં બાંધીને કેમ રાખવામાં આવી છે તેનું કારણ ખબર પડે છે...પ્રિયાને હજુ પણ રોબર્ટની વાતમાં કોઈ રહસ્ય છુપાયેલું હોય તેવું જણાતું હતું...રોબર્ટને મળીને આવ્યા બાદ, ચા ની લારીને ત્યાં પ્રિયાને રુદ્ર અને તેનો બેસ્ટ ફ્રેન્ડ આદિત્ય મળે છે.
સોનીનો બર્થ ડે પ્રિયાના ઘરમાં રાખ્યો હોવાથી બધા ફ્રેન્ડો પ્રિયાના ઘરમાં ભેગા થાય છે ત્યાં જ આદિત્ય અને રુદ્રને પણ ઈનવાઈટ કર્યા હોય છે. આદિત્યને સોની ગમી જાય છે, તે સોની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે જાત જાતના નખરા કરે છે.
ત્યાં જ રોનકે પણ સોની માટે કોઈ સરપ્રાઈઝ રાખ્યું હોય છે...આદિત્ય પળવારની મુલાકાતમાં જ સોની સામે લગ્ન માટેનો પ્રસ્તાવ રાખી દે છે.......ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૨૧ જરૂર વાંચજો..)
હવે આગળ...........
“ જો સામેની હોટેલ દેખાય છે, ચાલને કંઈ તો ખાઈએ....” આદિત્યે કહ્યું.
આદિત્ય સામેની હોટેલ જ દેખાડી રહ્યો હતો, એટલામાં જ ત્યાંથી ઝડપતી પગલા ભરતી સોનીને જતી નિહાળે છે.
“ રુદ્ર આ સોની છે ને ? તે આમ ઝડપતી કેમ પગલા ભરે છે ? આદિત્યે ચોંકી ઉઠ્યો અને રુદ્રને ચિંતિત થતાં પૂછવા લાગ્યો.
“ હા સોની જ છે.” રુદ્ર પણ એવો જ અવાક થઈને નિહાળતો કહી રહ્યો હતો.
“અરે એમ ઊભો શું છે, ચાલ જઈએ..” આદિત્ય પગલા માંડતા, રુદ્રને પણ કહ્યું.
આદિત્ય અને રુદ્ર બંને ઝડપી પગલા ભરતા સોનીને ત્યાં પહોંચે એટલી જ વારમાં તો સોની ઓટોમાં બેસી જતી રહે છે.
આદિત્ય અને રુદ્ર ચાલી જતી ઓટોને દૂર સુધી જોતા જ રહી ગયા.
રૂદ્રે આદિત્યના ખબા પર હાથ મૂકતા કહ્યું, “આદિત્ય જસ્ટ ચિલ્લ યાર, તે તેના કદાચ બોયફ્રેન્ડ સાથે આવી હશે, ચાલ આપણે જઈએ હવે, પછી પ્રિયાને ફોન પર પૂછી લઈશ..”
“તારી પાસે સોનીનો નંબર છે..” આદિત્યે પૂછ્યું.
“આદિત્ય કેવી વાત કરે છે યાર મારી પાસે ક્યાંથી રહે સોનીનો નંબર ! હું પ્રિયાને ફોન કરું છું.” રુદ્ર મોબાઈલને કાન પર રાખતા કહ્યું.
“રુદ્ર આ સોનીનો બોયફ્રેન્ડ છે ને, જો બાઈક પર જાય છે.”
રુદ્ર અને આદિત્ય જ્યાં ઉભા હતાં એના થોડે દૂરથી રોનક બાઈક લઈને પસાર થયો હતો.
“અરે તું છોડ ને, એ બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે, થયું હશે કંઈ પણ, નારાજગી કે બીજુ કંઈ !!” આદિત્યનો ચિંતિત ચહેરો જોતા, રૂદ્રે કહ્યું.
“તું પ્રિયાને કોલ તો કર..” આદિત્ય ઉતાવળે સ્વરે કહેવાં લાગ્યો.
રૂદ્રે પ્રિયાને કોલ લગાવ્યો, પરંતુ સામેથી રીંગ વાગી રહી હતી, કોઈ રિસ્પોન્સ આપતું ન હતું.
“આદિત્ય યાર ચાલ હવે, પ્રિયા ફોન પણ નથી ઉંચકતી.” રૂદ્રે કહ્યું.
“ક્યાં ..?” આદિત્યે સહેજ પૂછ્યું.
“અરે હોટેલમાં, હમણાં જ તો કહ્યું તે કે તારે ખાવું છે..” રૂદ્રે વાતને યાદ અપવાતા કહ્યું.
“મને એમ કે તું પ્રિયાનાં ઘરે જવા માટે કહે છે...” દિમાગમાં ચાલતી વાત આદિત્યે કહી દીધી.
“અચ્છા બચ્ચુ, તો તુમ અબ મજનું બન ચુકે હો....યે કયું નહી કહેતે કી સોની કો મિલને જાના હે..” રૂદ્રે આદિત્યને એક હળવો ધબ્બો મારતા કહ્યું.
“હા ભાઈ ઐસા હી સમજ અબ..” આદિત્યે કહ્યું.
“ચાલ હોટેલમાં જઈને ખાઈ લઈએ. હું પ્રિયાને ફોન ટ્રાઈ કરતો રહું છું.” રૂદ્રે કહ્યું.
બંને હોટેલમાં જઈ, પેટપૂજા કરી લે છે. રૂદ્રે પ્રિયાનો ફોન ઘણો ટ્રાઈ કરે છે પરંતુ સામે છેડેથી કોઈ જવાબ ન મળતા, તે વ્હોટ્સએપ્પ પર મેસેજ છોડી દે છે.
આદિત્યનું તો એવું હતું કે તે અત્યારે જ સોનીને ત્યાં જઈ સોનીના હાલચાલ પૂછી ને આવે. પણ એ શક્ય ન હતું, કેમ કે માણસે પોતાની એક લિમીટ બાંધેલી હોય છે, “કેવું લાગશે ?”. પરંતુ હા, આદિત્ય માટે તો આ બધું શક્ય જ હતું, પરંતુ તેને અંદરખાને થોડો ડર સતાવતો હતો કે, “ સોની મને જોઈને ભડકી ના જાય ..!!” આદિત્યને સોની સાથે સારો સંબંધ બાંધવાનો હતો, અને કોઈ પણ કારણસર જોડવાનાં પહેલા જ તે તોડવા માગતો ન હતો.
રુદ્ર, આદિત્યને સમજાવી દે છે કે સોની ઠીક જ હશે, અને બંને ઘરે પહોંચવા માટે, ટ્રેન પકડી લે છે.......
બીજી તરફ સોની ઘરે આવે તો છે, પ્રિયાને હસતાં ચહેરે મળે પણ છે, પરંતુ રોનકે કયું સરપ્રાઈઝ રાખેલું એ વાતની અણસાર સુદ્ધા પણ આવવા દેતી નથી.
બીજે દિવસે સોની કોલેજમાં આવતી નથી. સોની તરફથી જ જાણવા મળ્યું કે આજે તબિયત સારી નથી એટલે તે કોલેજમાં આવશે નહિ.
લેક્ચર અટેઈન કર્યા બાદ પ્રિયાએ રુદ્રને કોલ કર્યો. રુદ્ર વાતવાતમાં સોનીના હાલચાલ પૂછી લીધા, એટલે રુદ્રને આદિત્ય માટેનો હાશકારો થયો.
પ્રિયા માટે હમણાં એક જ કામ હતું, તેને વિચારી જ લીધું હતું કે સોનીનો બર્થડે પત્યા બાદ એકવાર તે રોઝ નામની છોકરીને જરૂર મળવા જશે. અને તેને ઝટથી નિર્ણય લીધો કે તે અત્યારે જ રોઝને મળવા જશે.
તે વિરાર સ્ટેશન પર જઈ અંધેરી માટેની ટ્રેન પકડવા માટે ઊભી જ હતી, ત્યાં તેને પ્રિયા કહીને પોકારતો સ્વર સંભળાયો.
“હેલ્લો નીલ સર..” પ્રિયાએ કહ્યું.
“હાઈ પ્રિયા, તમે ક્યાં જવાના છો..?” નીલ સરે પૂછ્યું.
“હું અંધેરી સર..” પ્રિયાએ કહ્યું.
“ચાલો સાથે જ જઈએ, મને પણ બોરીવલી કામ છે.” નીલ સરે કહ્યું.
પ્રિયાને લેડીસ કમ્પાર્ટમેન્ટમાં જવું હતું, પરંતુ હમણાં બપોરના સમયે ટ્રેનમાં ભીડ પણ એટલી ન હશે એ વિચારે અને મોસ્ટ તો નીલ સર સાથે થોડીક વાતો કરવાનો પણ લાભ મળી રહેશે.
એમ પણ નીલ સર, સામે આવતા જ પ્રિયાનાં દિલ ની ઘંટી વાગી જ ઊઠતી.
એટલામાં જ ટ્રેન પણ આવી ગઈ. બંને જનરલ ડબ્બામાં ચઢે છે. ભીડ એટલી ન હતી, એટલે નીલ સર અને પ્રિયા સામસામે બારીને ત્યાં બેસે છે.
જેવી ટ્રેને ગતિ પકડી કે બારીમાંથી ઠંડો પવન આવવા લાગ્યો. પ્રિયાના વાળ ઉડવા લાગ્યાં. પ્રિયાની ઝીણી આંખો, સામે નીલ સર બેઠા હતાં એના તરફ જ હતી. પ્રિયાને એમ હતું કે નીલ સર પોતે કંઈક વાતની શરુઆત કરે. કારણકે ઉત્સાહિત થઈ, તે હમેશાં પોતે જ વાતની શુરુઆત કરતી હતી.
નીલ સર ફક્ત સ્માઈલ જ આપતા હતાં.
ત્યાં જ પ્રિયા સ્વગત જ બોલતી હતી, “ સ્માઈલ આપવા સિવાય બીજું કઈ આવડતું જ નથી લાગે, હા ખબર છે તમારી ડિમ્પલ વાળી સ્માઈલ અટ્રેકટીવ છે અને તમે પણ એટલા જ અટ્રેકટીવ...”
પ્રિયાએ પણ સ્માઈલ આપી પરંતુ ફક્ત હસવા માટે જ, અને ફરી સ્માઈલ આપતા જ મનમાં જ ખીંજાઈ રહી હતી, “ હેય ઈડીયટ, કંઈ તો બોલો !! બોરીવલી સુધી એવાં જ સ્માઈલ આપતા રહેશો કે શું??”
નીલ સર સ્માઈલ આપતા શબ્દો ઉચ્ચારવા જ લાગ્યાં હતાં ત્યાં તો પ્રિયાએ જ રાહ જોઈને બકી દીધું, “ સર તમને કોઈ ગર્લફ્રેન્ડ નથી..?”
અચાનક પૂછેલા સવાલથી નીલ સરે ફરી એવી જ સ્માઈલ આપી અને કહેવાં લાગ્યાં.
“હમ્મ, ગર્લફ્રેન્ડ રહેવી જરૂરી છે?”
જવાબ સાંભળી પ્રિયા ફરી સ્વગત જ કહેવાં લાગી, “ ન હોય તો મને ગર્લફ્રેન્ડ બનાવી દો ને....નીલ..લલલલ..”
“ના...ના જરૂરી નથી..” પ્રિયા એટલું કહી બારીનાં બહાર જોવા લાગી, થોડી સેકન્ડમાં જ ફરી નીલ સરના ચહેરે આંખ માંડતા કહેવાં લાગી, “ સર તમે કાફી હેન્ડસમ છો ને એટલે પૂછ્યું, તમારા પર કોઈ પણ છોકરી ફિદા થઈ જાય..”
નીલ સરને પ્રિયાના વાતોથી મજા આવતી હતી કે બીજું કંઈ હતું !! પરંતુ શબ્દો કમી અને સ્માઈલ જ આપ્યા કરતા હતાં.
“અરે ફિદા શું, મારી જ વાત કરી લો ને નીલ, હું પોતે જ દિવાની થોડી થોડી થઈ ગઈ છું..” પ્રિયા સ્વગત જ બોલતી જતી હતી. સાથે પોતાને જ ઉત્તર પણ આપી રહી હતી, “ પ્રિયાયાયાયાયા...મનમાં શું બોલ બોલ કર્યા કરે, હિંમત હોય તો નીલ સરનાં સામે જવાબ આપને !!”
રુદ્ર સામે જે ભાવ ખાવાના નખરા પ્રિયા કરતી જણાતી, તેવા જ ભાવ ખાવાના નખરા જાણે નીલ પોતાની સાથે કરી રહ્યો છે એમ પ્રિયાને લાગવા માંડ્યું. પ્રિયા ગતામણમાં જ ફરી મનમાં જ કહેવાં લાગી, “ આમની સામે કંઈ બોલવા જેવું નથી, તું ચૂપ જ રહે પ્રિયા..”
નીલ સર હેન્ડસમ તો હતાં જ, પરંતુ શાંત પ્રકૃતિનાં હતાં.
નીલ સરને પણ હવે જાણ થઈ હશે કે, પ્રિયા બોર થઈ રહી છે, તેને વાત કરવાની શરૂઆત કરી.
“પ્રિયા તમારો મોબ ડાન્સ સરસ હતો. લાસ્ટમાં મેસેજ પણ સારો અપાયો હતો, ડોન્ટ સ્મોક.” નીલ સરે ટોપિક કાઢતાં કહ્યું.
“હા સર થેંક યુ..” પ્રિયાએ કહ્યું.
બંનેને ટોપિક મળી જતા ઘણી વાતો કરી. એમા જ નીલ સર દ્વારા જ જાણવા મળ્યું, જે હાલમાં પ્રિયા માટે જાણવું ખૂબ જ જરૂરી હતું, કે એક નશા મુક્તિ માટેનું ફાઉન્ડેશન ખૂબ જ સારું કામ કરી રહ્યું છે અને ત્યાં સારી સારવાર અને સગવડો પણ, સારી એવી વ્યસની દર્દીઓને મળી રહે છે.
નીલ સર ને બોરીવલી સ્ટેશન ઉતરવું હતું, તેથી તે પ્રિયાને બાય કહી જતા રહ્યાં. અંધેરી સ્ટેશન સુધી પ્રિયાના દિમાગમાં રોઝ માટેના અનેકો સવાલો ઉઠતા હતાં. અને સાથે નીલ સર મળી જતા એક જ પ્રશ્ન આવતો હતો કે, નીલ મારા જેવી છોકરીને પણ ભાવ કેમ નથી આપી રહ્યાં...??”
અંધેરી સ્ટેશન આવતા જ, પોતાનાં વિચારોથી અળગી થઈ પ્રિયા ટ્રેનનાં ડબ્બામાંથી ઉતરી, પોતાની મંઝિલ રોઝ નાં તરફ પગલા માંડવા લાગી. પ્રિયા વિચારે ચઢી હતી કે રોબર્ટને ફોન નથી કર્યો, અને શું ખબર એ કેવો રિએકટ કરશે !!”
પ્રિયાએ ઈરાદાપૂર્વક ફોન નથી કર્યો, કારણકે એણે જાણવું હતું કે ખરેખરમાં ત્યાં શું ચાલી રહ્યું છે !! પ્રિયાને પણ મુસિબતને સામે ચાલીને લેવાની પહેલાથી જ આદત પડી ગઈ હતી, જો પોતે ના લેતી તો પણ તેના જીવનમાં મુશ્કેલીઓ પોતે દર્શન આપવા સમયસર આવી પહોંચતી. એટલે પ્રિયાને રોકી પણ કોણ શકે ?
પ્રિયા એક વાર આવી ગઈ હતી, તે બરોબર પેલા જર્જરીત બંગલાના ગેટ આગળ આવી પહોંચી. થોડો ડર લાગતો હતો, કે પેલો કુતરો તો ક્યાંક આજુબાજુ ફરતો તો નહિ હોય ને, કેમ કે તેનો ભસવાનો અવાજ એ દિવસે ઘણો ડરાવનો આવતો હતો, કાન સાથે દિલનાં ધબકારા પણ વધાવી દે એવો હતો.
પ્રિયા ગેટના બહારથી જ ડોકું ઉચું કરી કરીને અંદર ચારે દિશામાં નજર ફેરવે છે, પરંતુ કોઈ પણ બંગલાને ત્યાં દેખાતું ન હતું.
પ્રિયાએ ગેટનો દરવાજો ધીરેથી ખોલ્યો અને અંદર પસાર થઈ ગઈ, તે ધીમા પગલે ચાલી રહી હતી, પ્રિયાને પોતાને લાગી રહ્યું હતું કે, “ આજે જાણે પોતે ચોર તો નથી થઈ ગઈ ને..??”
એ દિવસનું બંગલાનું શાંત વાતાવરણ પ્રિયાને ખૂબ જ સારું લાગતું હતું, પરંતુ આજે, આ જ શાંતિમય વાતાવરણ પ્રિયાનાં મન ને અસ્વસ્થ થતાં ડરામણુ લાગી રહ્યું હતું.
પ્રિયા બંગલાનાં મેઈન દરવાજા પર પહોંચે છે , તે ખૂબ જ સાવચેતીથી અંદર પ્રવેશે છે, બધું જ એવું જ હતું, સોફાની જગ્યે સોફા, મંડપનાં ડેકોરેટવાળો સામાન નો ઢગલો, અને વધી ગયેલી ધૂળ....
પ્રિયા એટલું જોઈને ત્યાંથી ઝડપતી નીકળીને બહાર આવેલી દાદરને ત્યાં પહોંચી, પહેલે માળે ઝડપતી પહોંચે છે, તે પહેલાની જેમ જ એક રૂમ માં તાળું મારેલું હતું, અને બીજો રૂમ એવો જ અર્ધખુલ્લો આજે પણ જણાતો હતો, પ્રિયાએ ધીરેથી એ દરવાજાને ધક્કો માર્યો પરંતુ એ પહેલાની જેમ જ કરારતો અવાજ કરતો ખોલાયો. પ્રિયા સાવચેતીથી અંદર પેઠી, તેને જોયું કે રોઝને આજે પણ એવી જ રીતે સાંકળથી બાંધેલી હતી. તેને જોતા એવું લાગતું હતું કે તે ઘોર નિંદ્રામાં હતી. પ્રિયા ધીમા પગલે તેની નજદીક જઈને પલંગ પર બેઠી તેને નિહાળી રહી, તે આમ તેમ નજર કરવા લાગી. આખો રૂમ સામાન વગરનો ખાલી જણાતો હતો, પલંગ સિવાય બીજું કંઈ પણ નહી.
પ્રિયાને રોઝ સાથે વાતો કરવી હતી, પરંતુ રોઝ.....પ્રિયા નિસાસા સાથે રોઝને નિહાળવા લાગી.
પ્રિયા હવે રોઝની બાજુમાં જઈ બેસી ગઈ. તેને તે કેટલી મિનિટો સુધી શાંતિથી નિહાળતી રહી. રોઝ ઊંઘમાંથી જાગી ગઈ હતી, તેની આંખો ખોલતા જ સામે અજાણ્યો પ્રિયાનો ચહેરો તે પામે છે. પ્રિયા અને રોઝ અમુક સેકેંડ સુધી તો એકમેકને નિહાળ્યા કર્યું. ત્યાં જ સામે પ્રિયાએ જ શબ્દો ઉચાર્યા:
“હાય રોઝ, આઈ એમ પ્રિયા..પ્લીઝ આપ કુછ બોલો, મેં આપકો હી મિલને આયી હું....”
રોઝનાં ચહેરા પર કોઈ ભાવો જ દેખાતા ન હતાં. એણી આંખો એવી જ નિસ્તેજ લાગતી હતી.
થોડી વારમાં રોઝના હોઠોની કિનારીઓ સહેજ ખોલાઈ, એમ લાગતું હતું કે તે ઘણું બધું બોલવા માગતી હોય પરંતુ તે બોલી શકી નહી.
પ્રિયાએ સાંત્વના આપતા કહ્યું, “ હા રોઝ બોલો, આપ કુછ બોલ રહે થે.”
ઘણી કમજોર જણાતી રોઝે શબ્દો માંડ ઉકેલ્યા, “ તુમ ...યહા સે ચલી જાઓ..ઈન્લોગ અચ્છે નહીં હે..”
“કોન ઈન્લોગ...રોબર્ટ ??” પ્રિયાએ પોતાની ઝીણી આંખને મોટી કરતા વળતો પ્રશ્ન કર્યો.
રોઝે એનો જવાબ ફરી આપ્યો નહિ, પરંતુ તે પ્રિયાને આંગળી ચિંદીને પલંગની નીચે જોવા માટે ઈશારો કર્યો.
પ્રિયાએ નીચે ઊંધી થઈને પોતાનું માથું પલંગને ત્યાં નમાવ્યું. તે બેડની નીચે આમતેમ જોવા લાગી, પરંતુ પલંગના નીચે અંધારું જણાતું હતું તેથી ત્યાં કંઈ પણ દેખાયું નહીં, તે જોતી જ રહી, કંઈ મળે એજ આશામાં મિનિટો સુધી જોતી જ રહી, અને તેને ત્યાં જ કંઈક ચમકતું હોય તેવી ચીજ દેખાઈ આવી, પ્રિયા હજુ અંદર પેઠીને મહામહેનતે તે વસ્તુને કાઢ્યું.
પલંગનાં નીચે પેસ્તા જ પ્રિયાના હાથ પર તથા કપડા પર ધૂળ ચોંટી ગઈ હતી, જે ચીજ કાઢી હતી તે પણ ધૂળથી જ ભરેલી હતી, પ્રિયા ઝડપથી ઉઠીને પહેલા તેના હાથ અને કપડા પર લાગેલી ધૂળને બંને હાથો વડે ખંખેરી દીધી, અને પોતાનાં બેગમાંથી એક ટીસ્યુ પેપર કાઢી એ વસ્તુને પણ સાફ કરવા લાગી, તે એક નાનકડા હાર્ટ ના લોકેટ વાળી સોનાની ચેઈન હતી. પ્રિયાને ઓળખતા વાર ના લાગી. તેને આશ્ચર્ય સાથે મોઢામાંથી શબ્દો કાઢ્યા, “ આ ચેઈન તો...માઈ ગોડ...”
પ્રિયાએ પહેલા ચેઈન બાજું જોયું પછી રોઝનો ચહેરો નિહાળતા પ્રશ્ન કર્યો, “ યે ચેઈન આપકો કહા સે મિલી..?”
પ્રિયા કંઈક વધુ પૂછે કે રોઝ કંઈક બોલે એના પહેલા જ લાકડાનાં દાદરા પરથી કોઈ ભાગતું આવી રહ્યું હોય તેવો સ્વર સંભળાયો. પ્રિયા આ અવાજ સાંભળીને ફટાફટ દરવાજાના પાછળ છુપાઈ ગઈ, અને તે ચેઈન ને પણ પોતાનાં બેગ માં રાખી છુપાવી દીધી.
(ક્રમશઃ ...)