સમય - સમજણ - જતન Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમય - સમજણ - જતન

સમય - સમજણ - જતન

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


સમય - સમજણ - જતન

આપણું જીવન કેટલું ભૌતિક થઇ ગયું છે...? કોઇને કોઇ માટે સમય નથીહોતો એ તો સમજ્યા પણ જ્યારે માં-બાપને બાળક માટે સમય ન હોય એ તો કેટલું કપરૂંલાગે...? એવું કહેવાય છે કે, માં-બાપ એવું કહે બાળકના ભવિષ્ય માટે અમે આટલુંવૈતરૂં કરીએ છીએ, એ સુખી થાય એને અમારા જેટલી હાડમારી ન ભોગવવી પડે પણઝીણવટથી વિચારશો તો ખ્યાલ આવશે કે, આ વાતનો અંત જ નથી. બદલાતો સમય,જરૂરિયાતો, સુખ-સગવડો અને આ સાથે વધતી જતી મોંઘવારી... આજે માં-બાપભેગા મળી મહિને પચ્ચીસ કે ચાલીસ હજાર કમાઈ લાવતા હશે તો એનું બાળક મોટું થઇપરણશે ત્યારે એ બે પતિ-પત્નીએ આજથી પચીસ વર્ષ પછી એંસી નેવું હજાર કમાવાપડશે. (આ તો ઓછામાં ઓછા કહ્યા) એટલે આનો અંત જ નથી. સુખ-સગવડો,દેખાદેખી, હુંસાતુસી, ’અમે સાયકલ લીધી’ થી માંડી ’અમે કાર લીધી...’ સુધીનું ગર્વચાલવાનું જ છે. એમાં સંબંધ, લાગણી, પ્રેમ, વ્હાલ આવતું જ નહિં હોય, આપણે આજે જ એક સરસ કિસ્સાની વાત કરવી છે, પ્રિતેશની વાત...

માં-બાપનું એકનું એક સંતાન પ્રિતેશ. એનો જન્મ થયો ત્યારે માં-બાપનેઆનંદનો પાર ન હતો. એક તો ઘેર દીકરો જનમ્યો અને બીજું વાંઝિયાપણાનું મ્હેણું નરહ્યું, કારણ રીતેષ લતાના લગ્નના સાત વર્ષ સુધી સંતાન નહોતું, બધા લતાના સાસુનેપૂછ્યા કરતા કે લતાને સારા સમાચાર નથી...? ભલે રિતેષ-લતા બીજા શહેરમાં રહેતાહતા પણ વારંવાર સાસુમા પૂછ્યા કરે ને સલાહ આપ્યા કરે અને આ પ્રિતેશનો જન્મથયો એટલે એ ચર્ચાઓ, પંચાત, મ્હેણાં બંધ થઇ ગયા. રીતેષ-લતા એક બાળકના માંબાપ થયા અને એ પણ દીકરાના... જો કે, એક વાત એ લોકોએ નક્કી કરી કે હવે બીજુંનહીં... આપણે પ્રિતેશનું જ ધ્યાન રાખી તૈયાર કરીશું, બહું થયું...

આ વાત પતી ગઇ. સમય ચાલવા માંડ્યો, વર્ષો વિતવા માંડ્યા. પ્રિતેશ જુવાનથઇ ગયો. ભણી લીધું અને દૂર બીજા રાજ્યના મોટા શહેરમાં નોકરી મળી. આજેપ્રિતેશ જવાનો હતો, બે દિવસ પછી એને નોકરી પર હાજર થવાનું હતું. મમ્મી બેઠીબેઠી સાંત્વન આપતી હતી. લત્તા રોતા રોતા કહેતી હતી કે, આજે પહેલીવાર એકલોબીજા પ્રદેશમાં દૂર દૂર મારો પ્રિતેશ જશે, ભલે કંપનીએ ઘર આપ્યું છે પણ સમયસર ખાઈ લેશે, કોણ જમાડશે...? કોણ ધ્યાન રાખશે...? તો માસી કહેતા, લત્તા હવે એ મોટો થયો છે તું ચિંતા નહિં કર, એને નોકરીમાં કાયમી થવા દે. પછી એને પરણાવીદઇશું એટલે વહુ એનું ધ્યાન રાખશે. આ વાત સાંભળતો હતો ત્યારે જ પ્રિતેશની આંખમાંઆંસુ છલકાઇ ગયા. એ માસીએ જોયું એટલે માસી ઉભા થઇ પ્રિતેશ પાસે આવ્યા અનેકહ્યું કે, ’બેટા હવે તું રોવા બેઠો...? આમ માં-દિકરો બેય રોયા કરશો તો કેમ ચાલશે...?આવું તો થવાનું જ, તારા માં-બાપ પણ નોકરી માટે એમના માં-બાપને છોડી આ શહેરમાં આવ્યા હતા. અને હવે તું જાઈશ, એવું હશે તો તારા માં-બાપ રજા લઇ તારી સાથે રહેવા આવશે.’ માસી સમજાવતા હતા પણ પ્રિતેશના આંસુ એ માટે ન્હોતા, બીજાજ દુઃખના હતા. એ કંઇ જ ન બોલ્યો અને આંખ બંધ કરી બેસી રહ્યો, અને અતિતમાં ખોવાઈ ગયો.

પ્રિતેશ જ્યારે આઠ-નવ વર્ષનો હતો ત્યારની વાત હતી. એ ઘરના ઓટલાપર એકલો બેઠો હતો, મનમાં ગુસ્સો હતો, એ સ્કૂલેથી આવ્યો. બાજુવાળા આન્ટીએઘર ખોલી આપ્યું, પછી અંદર ટેબલ પર નાસ્તો પડ્યો હતો એ બતાવ્યો ને કહ્યું કે, ચાનાસ્તો કરી દૂધ પી લેજે હોં... હું જાઉં છું, તો પ્રિતેશ કહે તમે કેમ જાઓ છો...? તોઆન્ટી કહે તારો ભાઈબંધ ટીકુ આવ્યો ને... એને નાસ્તો કરાવવો છે, પછી બહાર લઇજઇશ, એટલે જાઉં છું. પ્રિતેશ સાંભળી રહ્યો અને દુઃખી થયો, મનમાં થયું કે ટીકુ કેટલોનસીબદાર છે. એની મમ્મી નોકરી નથી કરતી, એ ભણેલા છે પણ ટીકુ માટે થઇને અને મારી મમ્મીને સમય જ નથી. જ્યારે જુઓ ત્યારે ’પ્રિત... નાસ્તો મૂક્યો છે, ખાઈલે..., પ્રિત જમવાનું મૂક્યું છે જમી લે ઝડપથી..., પ્રિત તૈયાર થઈ જા, બહાર નાસ્તાનોડબ્બો મૂક્યો છે, દફતરમાં મૂકી દે, અને એ મારે ચૂપચાપ એકલા જ કર્યા કરવાનું.’

બાળકને આવી બધી વાતનો ધક્કો બહૂ જ લાગે. આપણને થાય કે તમેદેખાદેખીમાં એટલા બધા કેવા ભૌતિક સુખની પાછળ ભાગો છો કે બાળકનું ધ્યાન નરાખી શકો...? બાળકને પ્રેમન આપી શકો...? બાળકને થોડો સમય ન આપી શકો...?અરે એ નાસ્તો કરતો હોય અને બાજુમાં બેસી માત્ર પાંચ મિનિટ વ્હાલ કરી માથામાંવાંસામાં હાથ ફેરવી નાસ્તો કરાવો તો બાળકને બીજું કાંઈ ન જોઇએ, બાળકને રમતો,ટીવી, સીડી, સાયકલ બધું અપાવો પણ વિના મૂલ્યે છલકાવી શકાતો પ્રેમના આપો તોશું થાય...? એ તો સાંજે ય એકલો નાસ્તો કરે, બેઠાં-બેઠાં હોમવર્ક પતાવી લે, ભણવામાંપહેલો નંબર, એકલો બેઠો વાંચતો હોય કે લખતો હોય, પણ શાંત અને એકલો...કારણ કે, જન્મના એક વર્ષ પછી જ તો ઘોડિયા ઘર, બાલમંદિર અને ઘોડિયા ઘર, સવારેસ્કૂલે જાય, બપોરે રીક્ષાવાળો ઘોડિયા ઘરમાં મૂકી દે, ત્યાં જમે, સૂઈ જાય, સાંજે મમ્મીલઇ જાય, પછી ધીરે ધીરે મોટો થયો, એટલે સાંજે ઘેર રહેતો થયો, બાજુવાળા આન્ટીઘર ખોલી આપે, મમ્મી સવારે ટેબલ પર નાસ્તો મૂકીને જ ગઈ હોય, આન્ટી ફ્રીજમાંથી દૂધ કાઢીને આપી દે, એ નાદાન બાળક ચૂપચાપ એકલું એકલું ખાઈ લે, મન થાય તોબીજા છોકરાઓ સાથે રમે નહિં તો હોમવર્ક કરે.આજે એ કંઇ જ કર્યા વગર બહાર ઓટલા પર બેસી રહ્યો હતો, ચહેરો ગુસ્સાવાળોહતો. ઘુઘવાયેલો હતો, મમ્મી આવી અને નજરો નીચે ઢાળી બેસી રહ્યો. મમ્મીએઆવતાની સાથે જ પૂછ્યું, નાસ્તો કર્યો...? દૂધ પીધું...? હોમવર્ક કર્યું...? એ બધીવાતનો જવાબ ડોકું ધુણાવી આપ્યો કે, હાં કર્યું... પછી મમ્મીને થયું આનો ચહેરો આવોકેમછે...? શું થયું...? એ નજીક આવી પ્રિતેશ સામે જોવા માંડી, પછી નીચી નજરરાખી બેઠેલા પ્રિતેશને દેખાયું કે મમ્મી નજીક આવીને ઉભી છે, એટલે એણે ધીમે રહી ઉપર જોયું, પછી પૂછ્યું, ’મમ્મી, તું નોકરી કરે છે એમાં તને કલાકના કેટલા પૈસામળે...? મમ્મીને બહું જ નવાઈ લાગી, કારણ આવું કોઈએ પૂછ્યું નથી... અને આકોઈ નહીને આવો સવાલ કરે છે...? તોય કશું જ કર્યા વગર મમ્મીએ કહ્યું કે, એકકલાકના પચાસ રૂપિયા, પછી પ્રિતેશ આ સાંભળી આંખો ઝીણી કરી, કંઇક વિચારવાલાગ્યો, અને આંગળીના વેઢા ગણવા માંડ્યો, મમ્મી આ બધું જ જોઈ રહેલી, પછીએકદમ પ્રિતેશ બોલ્યો તું મને પચીસ રૂપિયા આપી શકે...? ઉછીના... હું મારી બચતભેગી થશે એટલે પાછા આપી દઈશ. મમ્મી કંઇ જ ન બોલી, પર્સ ખોલી પચીસ રુપિયાગણી આપી દીધા... પ્રિતેશ લઈ ઉભો થઈ પોતાના રૂમમાં જતો રહ્યો, લત્તા ત્યારે કંઇજ ન બોલી, પછી રાત્રે પ્રિતેશ સૂવા જતો હતો ત્યારે કહ્યું કે, ક્યાંય નહીં વાપરૂં, યોગ્ય જ કરીશ, એમ કહી સૂઈ ગયો...’

સવારે બધાં ઉઠ્યા, રાબેતા મુજબ તૈયાર થવા માંડ્યા, અને ટીફીન, ડબા લઇજવા માટે તૈયાર થયા. બારણે પહોંચ્યા ત્યારે પ્રિતેશે મમ્મીને કહ્યું કે, ’મારી પાસે પચ્ચીસરૂપિયા હતા, મેં તારી પાસેથી પચીસ લીધા એટલે મારી પાસે પચાસ રૂપિયા થયા, લે આ પચાસ રૂપિયા...’ એટલે મમ્મી કહે શું લાવવું છે...? તું કહે તો એમને એમ લેતી આવું,પૈસા તારી પાસે રાખ. તો પ્રિતેશ કહે ના મમ્મી કંઈ લાવવું નથી, તેં કહ્યું ને તને કલાકનાપચાસ રૂપિયા મળે...! અને તું એક કલાક ઓફીસમાંથી વ્હેલી નીકળે તો પચાસ રૂપિયાકપાઈ જાય બરાબર...? મમ્મી કહે હાં, પછી પ્રિતેશ કહે તો મમ્મી આજે તું એક કલાકવ્હેલી નીકળજે, તારા પચાસ રૂપિયા જે કપાશે એ હું તને આપી દઉં છું, તું સાંજે એકકલાક વ્હેલી આવ, મારે તારો એક કલાક જોઈએ છે. તારી સાથે બેસીને જમવું છે, મનેએકલા જમવું નથી ગમતું, મમ્મીની આંખમાં સહેજ ઝળઝળીયા આવી ગયા, પણ શુંકહે આ બાળકને...? ભલે કહી જતી રહી, સાંજે વ્હેલી આવી અને પ્રિતેશની ઈચ્છાપુરી કરી. પ્રિતેશ એ દિવસે આનંદથી જમ્યો અને નિરાંતે સૂઈ ગયો. બીજા દિવસથી પાછું એનું એજ... અને પછી એવો કલાક પ્રિતેશને ક્યારેય ન મળ્યો. આમને આમ મોટો થઈ ગયો, ભણ્યો સળંગ, પ્રથમ નંબરે અને કોલેજમાં ફર્સ્ટ ક્લાસ અને આજે તો નોકરી માટે જશે.

પ્રિતેશ માસીની વાત સાંભળી મનમાં વિચારતો હતો કે, વર્ષો પહેલાં મનેમમ્મીએ એક કલાક આપે તો પપ્પાને તો સમય હતો જ નહીં, અને એને વતાવાય જનહીં, મોટા અધિકારી એટલે ઘરમાં ય રોફ હોય, એ તો ઓફીસમાં જતા રહેલા, ’મારે ઉતાવળ છે’ એમ કહી પ્રિતેશ એનો સામાન લઇ નીકળી પડ્યો, કોઈ મૂકવા તો આવવાનું જ નહોતું, સમય ક્યાં છે...? પ્રિતેશ એકલો જ ગયો.

પ્રિતેશ નોકરીમાં વ્યવસ્થિત સેટ થઇ ગયો, કંપનીએ ઘર આપ્યું હતું. ઘરમાં જપ્રિતેશે અનાજ-પાણી રાખ્યા હતા, મહારાજ રસોઇ કરવા આવે એ પ્રિતેશને જમાડીને જાય, રાત્રે પ્રિતેશને ગરમાગરમ એજ જમાડે, આમને આમ નોકરી કરતાં વર્ષ નીકળીગયું, મમ્મીએ એક-બે વાર કહ્યું કે, એક-બે દિવસ રજા લઇ અહીં આવ, પ્રિતેશ ખાલીખાલી હાં પાડતો, અને મનમાં કહેતો કે, શું આવું...? વચ્ચે એકવાર આવ્યો હતો ત્યારેતમે લોકો તો ઓફીસે જતા રહ્યા હતા, એના કરતાં અહીં એકલો જ બરાબર છું...

એક દિવસ પ્રિતેશના મમ્મી-પપ્પાએ કહ્યું કે, અમારે ત્રણ દિવસની રજા આવેછે, તો અહીં આવ. તો પ્રિતેશ કહે નાં, તમે અહીં આવો, બહુ જ આગ્રહ કર્યો પછી એબંને તૈયાર થયા. પ્રિતેશે ફ્લાઈટની બે ટિકિટ મોકલી, ટ્રેનમાં આવવા-જવામાં જ દોઢદિવસ થાય, એના કરતાં આ દોઢ કલાકમાં તો અહીં જ આવી જાય, ત્રણ દિવસ પૂરા મળે.

પ્રિતેશ ગાડી લઇ એરપોર્ટ ગયો, મમ્મી-પપ્પાને રીસીવ કર્યા, આનંદથી ઘેરપહોંચ્યા, ફ્રેશ થયા અને જમવા બેઠાં. ત્યારે પ્રિતેશને મમ્મીએ કહ્યું, તારે ઓફીસ કેટલાવાગે જવાનું...? તો પ્રિતેશ કહે આમ તો ૯.૩૦ વાગ્યે પણ ત્રણ દિવસ નહિં, તમેઆવ્યા છો તો માત્ર તમારી સાથે જ... જમીને તમે આરામ કરજો, બપોર પછી આપણેફરવા જઈશું, રાત્રે બહાર જમીશું, અને ઘેર આવીશું. કાલે બાજુના હીલ સ્ટેશને જઇશું,રાત્રે પાછા પરમ દિવસે સરપ્રાઈઝ. તો મમ્મી કહે, તને આટલી રજામાં તકલીફ નહીંથાય...? તો પ્રિતેશ કહે મમ્મી નોકરીએ લાગ્યો પછી આ પહેલીવાર રજા લઉં છઉં, મનેકોઇ તકલીફ ન થાય, અને થાય તો ય શું...? મારા માટે આ ત્રણ દિવસ અણમોલ છે,જીંદગીમાં પૂરા ત્રણ દિવસ પહેલીવાર તમારી સાથે ગાળી શકીશ, ત્રણ કલાક પણતમારા મને મળ્યા નથી, કારણ તમને સમય નહોતો, પણ મને સમય છે, માણસનેજીવનમાં બે વાર પ્રેમ-હૂંફ-સહવાસ જોઈએ. એક બાળપણ અને બીજું વૃધ્ધત્વ. તમેનિવૃત્ત થશો પછી એકલતા તમને ખાવા આવશે. પણ ચિંતા નહીં કરતાં, હું તમારૂંવૃધ્ધત્વ જાળવી લઈશ. તમને એકલતા ક્યારેય નહીં લાગવા દઉં, મેં જે નાનપણમાં અનુભવ્યું છે એ તમને ઘડપણમાં નહીં અનુભવવા દઉં, આ સાંભળી લત્તાની આંખોભરાઈ આવી, દોડીને પ્રિતેશને વળગી પડી અને રોતા રોતા બોલવા માંડી કે દીકરા માફકરજે, અમે તને જીવનભર બધું જ આપ્યું પણ લાગણીભર્યો સમય ન આપ્યો, તો પ્રિતેશકહે હવે એ વિચારવાનું છોડો, આપણે સાથે જ છીએ, લત્તા કહે, તારા માટે એક છોકરીજોઈ છે, તું જોઈ લે, તને ગમે તો હાં પાડે એટલે તારા લગ્ન લઇએ. પછી તમે બે તમારૂંજીવન જીવો, તો પ્રિતેશ કહે, એમ નહીં મારા લગ્ન થઇ જાય અને તમે નિવૃત્ત થાઓત્યારપછી તમારે અમારી સાથે જ રહેવાનું... ત્યાં તમારો સમય નહિં જાય, અહીં મનેજે બાળપણમાં નથી મળ્યું એ મળશે, તમને આ ઉંમરે જે જોઇએ એ મળશે, આપણેસમય પ્રેમથી વિતાવીએ. માં-બાપને આંસુ હરખના છલકાયા કે દીકરો કેટલો સમજુંછે...? અને દુઃખ પણ થયું કે અમે સમય ન આપી શક્યા પણ એ આપશે.

નોકરી કરતાં દરેક માં-બાપને વિનંતી છે કે, બાળકના આનંદ-પ્રેમ, વ્હાલસહવાસના ભોગે કોઇ જ ના કરો. બાળકને ભૌતિક સુખ જ નથી જોતું, તમારી લાગણીસાચી હશે કે બાળકને શ્રેષ્ઠ બનાવીએ, પણ એટલું યાદ રાખજો, એને સમય આપજો.પાસે બેસી વાંસામાં-હાથ ફેરવજો, વ્હાલ કરજો એને એકલતા લાગવા નહિં દેતા, બધાપ્રિતેશ ન હોય, કોઈ કદાચ મોટા થઈ કહી પણ દેશે કે, ’તમે મને સમય આપ્યો છે...?તે અમે આપીએ...?’ પછી વૃધ્ધાશ્રમ શોધવો પડશે ને વગોવાશે બાળક, સમજો...