સાસુ માં Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

સાસુ માં

સાસુ... માઁ

હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સાસુ... માઁ

આજે તો સંધ્યાને જાણે બહું જ મોટો જંગ જીત્યાનો આનંદ હતો. એ જંગમાંએને લાગતું હતું જાણે જગ જીતી લીધું. આજે સાસુમા એમના ઘેર રહેવા જવાના હતા.આમ તો સંતોષબહેન એમના પતિના અવસાન પછી એકલા જ રહેવા ઈચ્છતા હતા પણએમના એકના એક દીકરા અક્ષતના આગ્રહને માન આપી અહીં દીકરાને ઘેર આવીગયા હતા. અક્ષતનો દીકરો અંશ દાદીનો બહું જ વ્હાલો અને હેવાયો હતો. એણે જદાદીને કહેલું કે દાદાજી નથી ને એટલે તમારે એકલા નથી રહેવાનું. જો કે આ આખી વાતમાં સંધ્યાને જરાય રસ નહોતો. એને એમ હતું કે સાસુમા અમારે ઘેર રહેવા આવશેતો અમારા ઘરમાં તકલીફ થશે. અત્યારે ઘરમાં જે મારો હુકમ ચાલે છે એ નહીં ચાલેસાસુમાનો પુત્ર અને પૌત્ર બન્ને એમના પક્ષમાં રહેશે. અક્ષત તો માવડીયો છે જ અને હવેઅંશ દાદીના ખોળેથી નહીં ઉતરે.

આમ જો જુવો તો સંતોષબહેન એટલે મા શારદા, યા સરસ્વતી કે મા અંબાનોઅવતાર લાગે. સૌના પ્રત્યે સદ્‌ભાવ, સદાય હસતા અને સદાય જતું કરતા, કાંઈક થાયતો તરત કહે કે હશે સંજોગો નહીં હોય, ઈશ્વરને મંજુર નહીં હોય, એની કાંઈક મજબૂરીહશે, કોઈનો દોષ તો લાગે જ નહીં બધું જ સારૂં અને બધા જ સારા, દરેક વાતમાં સંતોષ. ભલે સંતોષ હોય સંતોષબહેનને અને એ હંમેશાં ભલમનસાઇ જ રાખતા હોય પણ આખરે તો સાસૂ જ ને...? આપણા સમાજની એક મોટામાં મોટી તકલીફ એક જ છે કેન હોય ત્યાંથી નવા તુક્કા કાઢી, નવા સમીકરણો બેસાડી દે. અમૂક લોકોની વિચારસરણીજ નકારાત્મક હોય છે. જેને આપણે નેગેટીવ થિન્કિંગ કહીયે છીએ. બધું ઉંધું જ દેખાય.ભલે દસમાંથી સાત વાતમાં ખોટા હોય પણ ત્રણ વાર સાચા હોય એટલે ઢોલનગારાવગાડે અને કહે, જોયું...? મારૂં કહેવાનું બરાબર જ હોય, તમને મારી કદર જ નથી. હુંહંમેશાં સાચી જ હોઉં છું કે સાચો જ હોઉં છું. એટલે આમાં એવું જ થયું, સંતોષબહેનએટલે એના જેવી સાસુ મળવી એ નસીબની વાત છે એવું લોકો કહે, પણ જ્યારે અક્ષતનુંસંધ્યા સાથે નક્કી થયું ત્યારે સંધ્યાની માએ દીકરીના કાન ભરવાના શરૂ કર્યા, ’જો દીકરીઆ તારી સાસુ, બહું જ મીઠડી છે એની વાતમાં આવી નહીં જાતી અને તારા વરનેવશમાં રાખજે. એ એની મા નો જ થઈને રહેશે, તારો ચણોય નહીં આવે, તારા વરનેસારૂ છે કે નોકરી બીજા શહેરમાં છે એટલે તારે તકલીફ નહીં તમારે તો ક્યારેક જ મળવાનું થશે એટલે ચિંતા નથી તમે ક્યારેક અહીં આવો કે એ લોકો ક્યારેક ત્યાં આવેતો પ્રેમથી વર્તવાનું, પણ જો એ લોકો ત્યાં સાથે રહેવા આવી જાય તો સાચવવાનું કારણકે તો બધો જ દોરીસંચાર તારી સાસુના હાથમાં આવી જશે. એ એવી મીઠડી છે ને...?ઉંદરની જેમ ફૂંક મારી મારીને તારો સંસાર કોતરી ખાશે ને તને ખબરેય નહીં પડે. ત્યારેતારો હાથ ઉપર જ રાખવાનો.’

આ પરિસ્થિતિમાં જ સારા સારા દંપતીઓના દમ નીકળી જતા હોય છે. દરેકમા ને પોતાની દીકરીની ચિંતા હોય જ, એ સ્વાભાવિક છે, પણ એમણે એ ના ભૂલવુંજોઈએ કે પોતે કોકની દીકરી છે એમણે શું જોયું છે...? પોતે પોતાનો સંસાર તો જીવી કેમાણી ના શક્યા પણ પોતાની દીકરીનો સંસાર શું કરવા શરૂ થાય એ પહેલા જ બાળીનાંખતા હશે...? આવી કાનભંભેરણીથી જ સંધ્યાને પોતાની ભલી સાસુ માટે પૂર્વગ્રહબંધાઈ ગયેલો.

સંતોષબહેન આજે એમના ઘેર વતન પાછા જવાના હતા. બે દિવસ પહેલા જએમણે પોતાના દીકરાને કહેલું કે ’બેટા મને એમ થાય છે કે હવે હું થોડો સમય આપણેગામ ઘેર જાઉં, ઘર પણ સાવ અવાવરૂ પડ્યું હશે મને તારા પિતાની બહું જ યાદ આવેછે, ઘરના ખૂણે ખૂણે એમની યાદો છુપાયેલી છે. એમની સાથે ગાળેલી દરેક વાત એજગ્યાઓને સ્પર્શીને, ત્યાં બેસીને મારે વાગોળવી છે, હું શનિવારે જઈશ, કાલે બાજુવાળીભૂરીને ફોન કરીને કહી દઈશ કે ઘર સાફ કરી રાખે.’ દીકરાને હૃદયમાં ઝાટકો તો લાગ્યોજ એ બોલ્યો પણ ખરો, ’મા શું કામ તારે જાવું છે...? થોડા દિવસ ખમી જા ને, અંશનેસ્કૂલમાં રજા પડે એટલે આપણે બધા જ સાથે જઈશું.’ આ વાત અક્ષતની પત્ની સંધ્યાનેતો જરાય ગમી નહીં, એને મનમાં થતું હતું જવા દે ને જતા હોય તો, શા માટે રોકેછે...? એનો ચહેરો જ બધું કહીં આપતો હતો. આ સંતોષબહેને તો જોયું જ પણ, નજોયું કર્યું, અને બોલ્યા, ’હા બેટા તારી વાત સાચી તમે લોકો અંશને રજા પડે એટલેઆવજો આપણે સાથે ત્યાં રજાની મજા માણશું, પણ મને જવા દે બેટા, મારો જીવ તોત્યાં પહોંચી જ ગયો છે માત્ર શરીર અહીં છે’ અને દીકરાએ કચવાતા મને હા પાડી હતી,એ ય જાણતો હતો કે મા અહીથી જાય છે એનું કારણ સંધ્યા જ છે. સંધ્યાએ જાણતાઅજાણતા, પરોક્ષ-પ્રત્યક્ષ વર્તન જ એવું કર્યું હતું કે મા જાય જ.

સંતોષબહેને બેગ તૈયાર કરી લીધી, બધા જ કપડાં ગોઠવી લીધા, અને ટેબલપર પડેલી, પારિવારિક છબી હાથમાં લીધી, પોતે, પતિ, દીકરો, વહૂ અને ચારેયનીવચ્ચે અંશ બેઠેલો હતો. સંતોષબહેને આંસુ છલકતી આંખે પૌત્રના માથે હાથ ફેરવ્યોઅને બોલાઈ ગયું, બેટા તું દાદી પાસે આવજે હોં...! અને ફોટા સામે જોતા જોતાબોલતા હતા ને અવાજ આવ્યો, ’નહીં આવું’ સંતોષબહેન ઝબકી ગયા, પાછળ જ ઉભો હતો, અંશ. સંતોષબહેને એને ખોળામાં લઈ બેસી ગયા અને કહેવા લાગ્યા ’ના બેટા,એવું ના કરાય, તું આવું કહીશ તો મારૂં કોણ...?’ (આ દાદી-પૌત્રની વાત ચાલતી હતીત્યાં સંધ્યાએ રૂમ પાસેથી પસાર થઈ અને એણે સાંભળ્યું. એ વિચારવા લાગી કે હું અહીં આડસમાં ઉભી ઉભી સાંભળું તો ખરી મારી સાસુ મારા છોકરાના કાન ભરશે. જતાજતા મારા માટે ઉંધુ-સીધુ ભરાવશે, એટલે એ તો ત્યાં જ ઉભી રહી) તો અંશ કહે,દાદીમા સાચું કહેજો તમે મારી મમ્મીના ત્રાસને કારણે જાઓ છો ને...? તો દાદી કહે,નારેના, તારી મા એ તો મારૂં કેટલું ધ્યાન રાખ્યું છે, મને સવારે સમયસર ચ્હા-નાસ્તોઆપે, પૂજાની તૈયારી કરી દે, મારા કપડાં રોજ તૈયાર કરી મૂકી દે, સમયસર જમવાનુંઆપે, બહાર જાય તો કહીને જાય, તો દીકરો કહે, પણ કહેવાની રીત કેવી હોય છે...?તમારૂં કેટલું અપમાન કરે છે...? પપ્પાની સામે સારી રહે પછી મોઢા બગાડે, તો દાદીકહે ના બેટા મમ્મી માટે કોઈ દિવસ એવું ના વિચારાય, એવું બોલાય પણ નહીં, દરેકનીકહેવાની રીત જુદી હોય, તારી મા ના હૃદયમાં મારા માટે પ્રેમ અને માન તો છે જ,ખાલી એના બોલવા પરથી તને એવું લાગે તારી મા તો બહું જ સારી છે. હું તો બધાનેકહું, મારી વહૂ તો લાખોમાં એક છે. આજે તારા પપ્પાને ઘરની કોઈ ચિંતા છે...?બહારની ખરીદી પણ તારી મા જ કરે છે ને...? એણે કોઈ દિવસ તારા પપ્પાને કહ્યું,શાકભાજી લઈ આવો, કપડાં ઈસ્ત્રીમાં આપી આવો, અનાજ પાણી લઈ આવો, બધું જપોતે કરે છે ને...? બાકી બીજી વહૂઓ તો પતિદેવને હુકમો જ કરતી હોય, તારા બૂટતૂટી ગયા હતા તો તારે કહેવું પડ્યું...? નવા બૂટ જોઈએ છે એ જ લઈ આવીને...?બારણાની બહાર સંધ્યા આ સાંભળતી હતી, એ જ વખતે એની આંખમાં આંસુ છલકાયા,અંશ કહે, દાદી હું તમારી સાથે આવીશ, તો દાદી કહે ના, એવું નહીં કરવાનું, તારી માને તારા વગર ન ગમે એક મા પોતાના દીકરા વગર ના રહી શકે. તો અંશ કહે, મારાપપ્પા તમારા દીકરા જ છે ને તો તમને તમારા દીકરા વગર ગમે...? તો દાદી કહે, બેટાએ હવે મોટો થઈ ગયો, તું નાનો છે, તો પણ અંશના સવાલો ખૂટતા નહોતા વળી પાછોબોલ્યો, તમે પપ્પાને ભાવતું બનાવો છો, એ પ્રેમથી ખાય, મને ભાવતું બનાવો, અનેખવડાવો તો મારી મા વાંધો લે, તરત કહે, એને એવું નહીં ભાવે તમે રહેવા દો હુંખવડાવીશ તો દાદી કહે, બેટા જેમ તારા પપ્પાની હું મા છું, એને શું ગમે મને ખબરહોય, એમ જ એ તારી મા છે મારા કરતા એને તારી વધારે ખબર હોય, બેટા, મા માટેકોઈ દિવસ બોલાય નહીં, એની લાગણીઓનું ધ્યાન રાખવાનું, મને તો સંધ્યા બહું જગમે છે, મારી દીકરી જેવી છે, હું જાઉં પછી એને જરાય હેરાન નહીં કરવાની. આટલુંસાંભળતા જ બહાર ઉભેલી સંધ્યાથી ડૂસકુ ભરાઈ ગયું, અને અંદર આવીને સાસુમાનીબેગમાંથી કપડાં કાઢવા માંડી, અને બોલી, તમારે ક્યાંય નથી જવાનું, સંતોષબહેન તો જોઈ રહ્યા કે આ શું થયું...? સંધ્યા, પગમાં પડી ગઈ, અને બોલી, હું નકામી છું, તમનેબહું હેરાન કર્યા છતાં તમારા મોઢામાંથી લાગણી જ છલકે છે, આજે મને સમજાયું કેશાંતાબા સાચું કહેતા હતા કે સંતોષ જેવી સાસુ તો નસીબદારને જ મળે, પણ મારી માસાવ નકામી, મને ચઢાવી મારી. ત્યાં ફરી સંતોષબહેન બોલ્યા મા ને કોઈ દિવસ એવુંના કહેવાય, એમને દીકરીનું પેટમાં બળે, એ સારા જ છે. સંધ્યાએ બેગ ખાલી કરી કપડાંગોઠવી દીધા અને કહી દીધું તમારે ક્યાંય જવાનું નથી, એક વાર કહી દ્યો, તમે મને માફકરી, તો સંતોષબહેન કહે મને તારા માટે કોઈ દ્વેષ નથી, તારો કોઈ વાંક નથી, તો માફી શું કામ...? આ તો માનવસહજ વર્તન છે, તું ભલે મારી વહૂ છે પણ ભગવાને આમમને દીકરી નથી આપી તો તારા સ્વરૂપે આવી, ચાલ રડ નહીં, હું હમણા નહીં જાઉં,બસ...? તો સંધ્યા કહે, ક્યારેય નહીં જાઓ અને ઘેર જશું તો સાથે, સંતોષબા માની ગયા.

સાંજે ડાઈનીંગ ટેબલ પર સાસુમા, સંધ્યા અને પૌત્ર અંશ બેઠા પ્રેમથી વાતોકરતા હતા અક્ષત આવ્યો ને દૃશ્ય જોઈ આશ્ચર્યમાં પડી ગયો, એ વિચારે રોજ તો માએકલી રૂમમાં બેઠી પાઠ વાંચતી હોય, અને આજે આ બધા સાથે...? અને મા તોજવાની હતી, એનું આશ્ચર્ય જોઈ સંધ્યા બોલી, વિચારો નહીં આવો, હવે ’મા’ ક્યાંયનહી જાય, તો અક્ષતને નવાઈ લાગી અને બોલ્યો, ’મા’...? તું તો લહેકાથી સાસુમાકહેતી હતી ને...? આજે ’મા’ શું થયું...? તો સંધ્યા કહે, હું કહું...? તો સંતોષબહેન કહે, ના, ભૂસી નાંખ જુના પાના, આપણે જીવનની મીઠી વાતોના નવા પાના શરૂકરીએ. આનંદ કરીએ. ત્યારપછી આ લોકો ક્યારેય જુદા નથી પડ્યા.દરેક મા એ દીકરીને લગ્ન પહેલા સારી વાતો જ શીખવવી જોઈએ એ ધ્યાનમાં રાખો, સાસુ એ મા પણ છે...(કથાબીજ માટે આભાર ’એકમેક’ વડોદરા)