માં Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માં

‘માઁ’

હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


’માઁ’

વિજય આજે બે વર્ષે ઘેર આવ્યો હતો. સવારે આવ્યો ને તરત જ પત્નીને કહ્યુંકે મા ક્યાં છે...? તો પત્ની શીલા કહે મંદિરે ગયા છે. એ બપોરે જ આવશે. તમેનાહીધોઈ તૈયાર થઈ જાઓ, વિજયે કહ્યું, જમવાના સમય સુધીમાં તો આવી જશે ને...? તો શીલા કહે કાંઈ કહેવાય નહીં. ઘણીવાર તો જમીને ત્યાં જ રહે છે સાંજે છેક આવે.તમે અચાનક આવી ગયા એટલે એ તો એમના નિત્યક્રમ પ્રમાણે જ જતા રહે. તમે કહ્યુંહોત તો ચોક્કસ જવા ના દેત. વિજય બહું જ સમજદાર હતો એ એની પત્નીના કહેવાનીરીત, ચહેરાના હાવભાવ અને શરીરના હલનચલનની ભાષા પરથી ઘણું સમજી શક્યો,છતાં કંઈ જ બોલ્યો નહીં અને નહાવા જતો રહ્યો. નાહીધોઈ તૈયાર થયો અને એણેઆખા ઘરમાં ફરી બધું જ જોયું, અંદર એક રૂમમાં નજર કરી એ રૂમમાં એક પાણીનુંમાટલું, બાજુમાં પીત્તળનો પ્યાલો હતો અને થાળી-વાટકો ઉંધા પડેલા હતા. પાટીનોખાટલો હતો અને એના પર ફાટેલી ચાદર, ફાટેલો ચોરસો અને ગોદડુ હતું. એ રૂમ એણેઅંદરથી બંધ કર્યો અને નાનું કબાટ ખોલ્યું. જેમાં બે-ચાર કપડાં હતા મા ના. સહેજફાટેલા, એક દાતણ પડ્યું હતું. એ નાનો હતો ત્યારે મા જે ડબીમાં પૈસા રાખતી હતી એડબી પડી હતી એ જોઈ અંદર એકેય પૈસો નહોતો. એણે પછી પલંગ પર હાથ ફેરવ્યો તોમાથાના ભાગે એક નોટબુક જેવું દેખાયું. એ એણે બહાર કાઢી અને પાના ઉથલાવવામાંડ્યો, તો જોયું કે માએ એમાં ઘણું બધું લખ્યું હતું. એણે એ નોટબુક લઈ લીધી. એણેઆખો રૂમ જોયો પહેલો ઝાટકો તો એ લાગ્યો કે એક નોકરને જેવો અલગ રૂમ આપવામાંઆવ્યો હોય એવો રૂમ હતો. ઘરના છેવાડે વિજયની આંખમાં આંસુ આવી ગયા. એનેથયું, કેટલા જતનથી મા એ આ ઘર બનાવેલું, કેટલા સપના જોયેલા, અને એ મા આઘરમાં પછવાડેની ઓરડીમાં સડે છે...? એ કાંઈ જ ના બોલ્યો, એણે એ નોટબુક લઈલીધી. રૂમમાંથી બહાર નીકળ્યો અને ચૂપચાપ પોતાના બેડરૂમમાં ગયો, પોતાનો બેડરૂમતો કેવો સરસ હતો, એ/સી હતું, સરસ ૫લંગ હતા, બધું જ સરસ હતું અને ક્યાં મા નોએ ભંડકીયા જેવો રૂમ, એ ઘણું બધું સમજી ગયો એણે પત્નીને કહ્યું, હું રૂમ બંધ કરી સૂઈજાઉં છું મને ઉઠાડતા નહીં હું મારી મેળે બહાર આવીશ. પત્ની કાંઈ ના બોલી, વિજયેબારણું અંદરથી બંધ કરી દીધું હતું.વિજયને સુવું તો હતું જ નહીં, એણે તો શાંતિથી બેસી નોટ વાંચવી હતી. એણે શાંતિથી નોટબુકનું પહેલું પાનું ખોલ્યું, મા એ શરૂઆત જ એવી રીતે કરી હતી જાણે દીકરા સાથે વાત કરતી હોય.

’બેટા વિજય, કેમ છે તું...? મજામાં તો છો ને...? તું છેલ્લે બહું જ નારાજથઈ ગયેલો જ્યારે તારી ઓફિસમાં એક સાથીદારે તારા ટિફિનમાંથી દાળ શાક ખાધાત્યારે એણે કહેલું કે તારા મમ્મીની રસોઈ અમારા ઘર જેવી જ બને છે અને થોડા સમયમાંજ તને ખબર પડી ગઈ હતી કે હું બહાર બે-ચાર ઘેર રસોઈ કરૂં છું.’ પણ બેટા શું કરૂં...? હું ભણી તો નહોતી અને તારા પિતાજીના અચાનક અવસાન પછી હું તારી પરવરીસ કેવી રીતે કરૂં...? એટલેતને સવારની સ્કૂલમાં મૂક્યો હતો. તું સવારે સ્કૂલેજાય પછી હું બે-ચાર ઘરે કપડાં-વાસણ, સાફસુફી અને રસોઈ કરવા માટે જતી હતી.તારી ફી, કપડાં-ભણવાનું અને તને સ્કૂલમાં સાથે નાસ્તો આપવા, ઘરમાં અનાજ પાણીમાટે પૈસા તો જોઈએ ને...? એ મને આ ચાર ઘરના કામમાંથી મળતું ઘણીવાર એલોકોને ત્યાં નાસ્તા બનાવું તો એ લોકો મને ઘેર લઈ જવા આપતા તારા માટે જ અને હુંતારી આગળ ખોટું બોલતી હતી કે મેં બનાવ્યો નાસ્તો તારા માટે. તને જરાય ઓછું નઆવે એટલે તને હંમેશાં રવિવારે ફરવા લઈ જતી. બહાર તને ભાવે એ ખવડાવતી,મને એમ હતું કે તું ખૂબ ભણે સારૂં કમાય પછી તને પરણાવું અને પછી બધું છોડી,આરામની જીંદગી જીવું. પણ બેટા નસીબમાં જે લખ્યું હોય એ કોણ ભૂસી શકે. તને સારીનોકરી તો મળી જ અને પશાકાકાની સલાહથી છોકરી પસંદ કરી તને પરણાવ્યો.શરૂઆતમાં વહુએ મારી ચાકરી કરી, તારી નોકરીમાં પ્રગતિ પણ થવા માંડી અને એ જકંપનીએ તને પરદેશ મોકલ્યો. તેં મને જતાં જતાં કહેલું કે મા મારી જીંદગી બની જાય એમાટે હું જાઉં છું. તું ના કહે તો નહીં જાઉં, પણ મેં તને કહ્યું બેટા જા, તારી જીંદગી બનાવ,તું ગયો, પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ, તું ગયો પછી ત્રીજા મહિને વહુ મા બનવાનીહતી, પણ એણે તનેય વાત ના કરી અને પેટમાં દીકરી હતી એટલે એણે પડાવી નાંખ્યું.મને દુઃખ થયું, તારો અવારનવાર ફોન આવે પણ વહુ વાત કરવા જ ન દે. એ ગમે તેબહાનું કાઢી કહી દે કે મા ઘરમાં નથી. ભલે હું સામે જ બેઠી હોઉં. બેટા, એણે તો મનેઆ ભંડકિયા જેવા રૂમમાં ગોંધી રાખી છે. રોજ સવારે કચરાપોતા હું કરૂં છુ, કપડાંધોવાનું મશીન છે એટલે એ ધોતી હતી. મારૂં જમવાનું એ ઢાંકીને મારા રૂમમાં મૂકી દે.બેટા, હું તને મૂકીને ક્યારેય જમી નથી, કે તું મા સામે બેઠી ન હોય તો ક્યારેય જમ્યોનથી. પણ હું આંસુડા સારતી. જે થાળીમાં મુક્યું હોય એ ખાઈ લેતી.

સમય બહું જ કપરો થવા માંડ્યો હતો. ના તારી સાથે વાત થાય, ના તનેકાગળ લખાય, તને કેમ કહું...? તારી મા ની શું પરિસ્થિતિ છે...? હું તો તને ફોન પરબધું જ ખોટું કહું, મા મજામાં છે, બરાબર જમે છે, તમે કહેલું એમ કપડા લઈ આવ્યા છે,મા તો રાજાપાઠમાં જ છે હું બરાબર સેવા કરૂં છું, તમને ભરોસો નથી...? વગેરે વગેરે. પણ રાજાપાઠ તો શું ભિ ખારી પાઠમાં જીવું છું. કપડાં તો જે ફાટેલા છે એ જ છે. હવે તોબેટા સવારે ઘરનું કામ પતાવી હું મંદિરે ચાલી જાઉં છું. ત્યાં સેવા કરૂં છું, ત્યાં જ રામરોટીસદાવ્રતમાં ગરીબો સાથે જમી લઉં છું અને ઓટલે સૂઈ જાઉં છું. રાત્રે ઘેર આવું છું અનેરોજ આ નોટમાં તારી સાથે વાત કરૂં છું.

મેં સાંભળ્યું છે તું આવવાનો છે પણ ક્યારે એ ખબર નથી. બેટા, મારી તબિયતસારી નથી, આપણા ભાઈકાકા ડોક્ટર છે એમણે કહ્યું કે મને ક્ષય રોગ એટલે કે ટીબીથયો છે. હવે તો મંદિરમાં ય મને આઘી બેસાડે છે. બેટા, મને નથી લાગતું કે હું જાજુંરહું. ભાઈકાકા દવા તો કરે છે પણ એ દવાઓ સાથે ખોરાક એવો જોઈએ જે મળતોનથી. બેટા એકવાર તારૂં મોઢું જોઈ લેવાની ઈચ્છા છે. બસ, પછી ભલે ભગવાન મનેબોલાવી લે ઉપર તારા પિતાને કહી શકું કે તમારા દીકરાને સરસ કમાતો કરી દીધો છે.બેટા, મારી આ ઈચ્છા પૂરી કરજે. પણ તું વહુને કાંઈ કહેતો નહીં તને મારા સમ છે. એયકોકની દીકરી છે, એના મા-બાપને દુઃખ થાશે. બસ તારૂં મોઢું જોવાની બહું જ ઈચ્છાદીકરા, તું જલ્દી આવજે, ચાલ હું જાઉ છું મારે મંદિરે જાવું છે.વિજય આ વાંચીને ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડ્યો અતે અંતરથી રાડ નીકળી ગઈ રોતા રોતાજ ’એ મા... તેં મારૂં જીવન બનાવ્યું પણ તારૂં જીવન મેં બગાડ્યું.’ વિજયને મનોમનઅફસોસ થવા માંડ્યો કે મારી મા એ લોકોના ઠામવાસણ-કપડાં ધોઈ, રસોઈ કરી,પોતાની ખુશીઓ ભૂલી મને મોટો કર્યો અને હું એના અંતરની વેદના ના સમજી શક્યો...?મારી મા એ બધું જ મને ગમતું કર્યું...? મેં એને ગમતું શું કર્યું...? મા મને હંમેશાં કહેતીતારે શું જોઈએ છે...? તને ગમે છે...? તું જમ્યો...? તને આ ભાવ્યું...? તારે બહાર જાવું છે...? મેં માને ક્યારેય ના પૂછ્યું તને શું ગમે છે...? તારે શું જોઈએ છે...? હું મારી વહુને શું કહું...? જ્યાં હું જ કાચો પડ્યો.

વિજય સાચવીને નોટબુક એક જગ્યાએ મૂકી બહાર નીકળ્યો અને કહ્યું હું આવુંછું. એમ કહી મંદિર તરફ ગયો. મંદિરે પહોંચ્યો અને મા ને શોધવા માંડ્યો, એણેપૂજારીને પૂછ્યું, શાંતા મા ક્યાં છે...? તો પૂજારી કહે, ’ઓલા ઝાડ નીચે, એ સુતા, તુંવિજય છે...?’ વિજયે હા પાડી તો પૂજારી કહે, ’બેટા શાંતા માની તબિયત લથડતી જાયછે તું ઈલાજ કર એનો. વિજય દોડ્યો, અને મા પાસે જઈ ખભે હાથ મૂકી હલાવી કહ્યુંમા ઉઠ મા જો હું આવી ગયો, દીકરાનો અવાજ કઈ મા ના ઓળખે, મા તો વિજળીનાઝબકારાની જેમ ઉભી થઈ ગઈ અને વિજયને વળગાડી દીધો. ખભે અને રોતા રોતાબોલવા લાગી ’આવી ગયો બેટા, બસ હવે મને શાંતિ.’ વિજય બોલ્યો મા હવે તને સાજીકરી દઈશ, તને જવા ના દઉ, તેં મારૂં જીવન બનાવ્યું ને...? હવે હું તને જીવનની મજા આપું.’ એણે મા ને બેઠી કરી પહેલા ભાઈકાકા ડોક્ટર પાસે ગયો, બધી વાત જાણીભાઈકાકાએ કહ્યું, ટીબીનો ઈલાજ તો થાય જ. હવે તું છે ને...? થઈ જશે. વિજયે માની દવા ચાલુ કરી સેનેટરીયમમાં રાખી, મા ને હરતી ફરતી કરી દીધી. આખા ઈલાજદરમ્યાન મા ની સારસંભાળ દરમ્યાન પોતાની પત્નીને એક પણ શબ્દ કહ્યો નહીં અને એમૌનમાં જ પત્ની બધું સમજી ગઈ, મા એકદમ સ્વસ્થ અને મસ્ત થઈ ગયા પછી ખોળોપાથરીને આંસુ સાથે માફી માગી અને કહ્યું કે તમે કહેતા હતા કે એ કોઈની દીકરી છે,પણ હું તમારી દીકરી ના થઈ શકી, મને માફ કરો. શાંતા મા તો વિશાળ હૃદયના માફપણ કરી દીધી.

દરેક દીકરાએ સમજવાની જરૂર છે. મા ને તમારે સાચવવાની છે. એના ગમાઅણગમા, જરૂરિયાત બધું તમારે જોવાનું છે. મા એ તમારા માટે જે કર્યું છે એથી વિશેષતમે કરો, ધન માટે લક્ષ્મીમાતા પાસે જાઓ છો, જ્ઞાન માટે સરસ્વતી મા પાસે જાઓ છો,રક્ષણ માટે કાલિકા મા પાસે જાઓ છો, જ્યારે તમારી જનેતાના ચરણમાં તો આ બધું જછે માત્ર એને સાચવો, સર્વ દેવી મા તમારા પર પ્રસન્ન રહેશે.