પરીવર્તન Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરીવર્તન

પરિવર્તન

હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પરિવર્તન

અભિજીત સતત વિચારતો રહેતો કે મા આટલી બધી શાંત કેમ છે...? ઘરનાદરેક સભ્યોની દરેક વાતમાં હા, મા ને પોતાના કોઈ શોખ નહીં હોય...? એને કોઈઅરમાન નહીં હોય...? ક્યારેય કોઈ વાતનું મન નહીં થતું હોય...? કંઈક લેવું, ખાવું,સમજાવવું પોતાનો કોઈ શોખ નહીં...? આવું કેમ હશે...? મા પહેલેથી જ આવીહશે...? આ બધા જ વિચારોથી અભિજીત બહું જ વ્યથિત હતો. હમણા ગયા સપ્તાહેજે મધર્સ-ડે ગયો ત્યારની જ ઘટના છે. એ વિચારતો હતો કે મા ને આ રવિવારે શુંઆપું...? પણ એ જનમ્યો, સમજણો થયો ત્યારથી એણે ક્યારેય જોયું નહોતું કે મા એક્યારેય કોઈ ગમો-અણગમો બતાવ્યો હોય કે પોતાની કોઈ ઈચ્છા વ્યક્ત કરી હોય, એ સતત વિચારતો હતો.

એ સતત વિચારતો હતો કે, મા ને હું શું આપું, એમ વિચારતો વિચારતો એએક બહું જ જાણીતી મહિલા સંચાલિત શોપમાં દાખલ થયો. એને મનમાં હતું જ કે મારેકાંઈ મા માટે વસ્તુ લેવી હોય તો ત્યાંથી જ લઉ અને ના સમજણ પડે તો ત્યાં જે વડીલબેઠા છે એમને વાત કરીશ, સલાહ લઈશ એટલે રસ્તો જડી જ જશે. આમ વિચારી એદુકાનમાં દાખલ થયો અને સામે જ સંયુક્તા માસી મળ્યા. સંયુક્તાબહેને અભિજીતને જોયો અને એ જ વખતે મનમાં વિચારવા માંડ્યો કે આ છોકરાને જોયો છે, અભિજીતદુકાનમાં દાખલ થઈ બધું જોવા માંડ્યો અને સંયુક્તાબહેન એની નજીક ગયા અને પૂછ્યુંકે ભાઈ મારી ભૂલ ના થતી હોય તો તું સરલાનો દીકરો જ ને...? તો અભિજીત કહે’હા... પણ તમે...?’ એટલે સંયુક્તાબહેન કહે ’તું બહું જ નાનો હતો ત્યારે હું તારે ઘેરઆવેલી, અને ત્યારે તને જોયેલો, હું અને તારી મા સાથે ભણતા...’ પછી એકદમ એદુકાનના સંચાલક બહેન પાસે ગયા અને કહે કે ’તરલા આ આપણી સરલાનો દીકરો, શુંનામ બેટા તારૂં...?’ તો અભિજીતે પોતાનું નામ કહ્યું અને નમસ્તે કર્યા, તરલા તો એનીસામે જ જોઈ રહી અને હળવેથી ઉભા થઈ અભિજીતના માથે હાથ મૂક્યો અને એનીઆંખમાંથી આંસુ છલકાઈ ગયા, અભિજીતે એમને હાથ ઝાલી બેસાડ્યા, અને કહ્યું,’માસી, આમ ઢીલા કેમ થઈ ગયા...?’ આ વખતે સંયુક્તાની આંખો પણ ભીની થઈગઈ. અભિજીત તો આ દૃશ્ય જોઈ જ રહ્યો, પછી તો એનાથી ના રહેવાયું એણે પૂછી જનાંખ્યું બન્ને માસીને મારી નમ્ર વિનંતી છે કે તમે માંડીને વાત કરો આમ રડ્યા ના કરો નહીં તો હું પણ રડી પડીશ.

તરલા અને સંયુક્તા બન્ને બેઠા અને સામે અભિજીતને બેસાડ્યો, પછી પૂછ્યું,’બેટા તારી મા કેમ છે...?’ તો અભિજીત કહે, ’એને શું તકલીફ હોય...?’ એને તો આજગતમાં બહું જ સારૂં લાગે છે, એને બધું ફાવે, બધું ભાવે, અને બધે ફાવે, કોઈપણપરિસ્થિતિને સ્વીકારી લે છે, મને લાગે છે આજે મને મારા મનમાં ધોળાતા અનેકપ્રશ્નોના જવાબ મળી જ જશે, બોલો, આપશો ને...? તમે લોકો તો બાળપણની સખીઓ છો.

બે ઘડીનું મૌન છવાઈ ગયું પછી સંયુક્તા બોલી, તારી મા ની ખાસ સહેલી તોઆ તરલા અમારા સખી મંડળમાં તરલા-સરલાની જોડી કહેવાય. સરલાને શોધવી હોયતો તરલાને શોધવી પડે અને તરલાને શોધવી હોય તો સરલાને. પણ પછી તો સંજોગોનુંએવું વાવાઝોડું આવ્યું કે બધું જ, ખોરવાઈ ગયું, એ વાત જ કરવા જેવી નથી. આટલું કહી સંયુક્તા અટકી ગઈ, અભિજીત આ સાંભળી વિચારવા લાગ્યો કે એવું તો કેવુંવાવાઝોડું આવ્યું...? પછી એણે તરલાબેન સામે જોયું અને કહ્યું, માસી તમે કહોને...?તરલાએ અભિજીતના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, ’અમારામાં સૌથી બોલકી હતીસરલા, સદાય હસતી, મજાકમાં તો પાવરધી, દરેક વસ્તુ એની પસંદગીની જ જોઈએ,ખાવાની પણ શોખીન, પાણીપૂરી જુવે ને ગાંડી થઈ જાય. અમે લોકો ચોક્કસ જગ્યાએપાણીપૂરી ખાવા જતા. એ બહું જ શોખીન હતી, અને જે વસ્તુ એને ન ગમે એની સામે એ જુવે પણ નહીં. અમે કાંઈ ખાઈએ ને એને ના ભાવતું હોય તો એ અમને કહે તમનેભાવતું હોય તો તમે એ ખાવ હું તો આ જ ખાઈશ, કપડામાંય એની પસંદગી ચોક્કસ.’

આ સાંભળી અભિજીત તો અવાક થઈ ગયો, એની સ્થિર વિચારમાં ખોવાયેલીઆંખોને જોઈ તરલા એકદમ બોલી, ’એય ક્યાં ખોવાઈ ગયો...?’ તો અભિજીત કહે,’તમે જે કાંઈ કહ્યું એ મારા મગજમાં ઉતરતું જ નથી. કારણ મેં મારી મા ને જે રીતે જોઈછે એ રીતે તો આમાની એકેય વાતનો મેળ બેસતો જ નથી. તમે કહો છો મા તમારાબધામાં સૌથી બોલકી, પણ મારી મા તો ભાગ્યે જ બોલે છે. તમે કહો છો સદાય હસતી,તો મારી મા ને ખિલખિલાટ હસતા તો શું...? અમસ્તી પણ હસતી નથી જોઈ. મજાકકોઈની કરે નહીં અને એને પસંદગી જેવું કાંઈ જ નહીં પપ્પા કે મારા દાદી જે કહે એ કરે,જે આપે એ પહેરે, એને દરેક વાતની હા જ હોય, અને બહાર ખાવાની તો વાત જનહીં. ઘરમાં જ બધાને જે ભાવે એ જ બનાવે અને જે બધા માટે બને એ જ ખાય.પોતાની પસંદગીનું તો ક્યાંય નામ નિશાન નહીં, તમે મારી મા ની જ વાત કરો છો કેબીજા કોઈની...?’

ઉંડો શ્વાસ લઈ તરલા બોલી, તારી માની જ વાત કરીએ છીએ, તારા નાનાનાનીની એક માત્ર દીકરી, એના કાકાને તો કોઈ સંતાન હતું જ નહીં અને તારા નાનાજી અને એમના ભાઈ એટલે કે તારી મા ના કાકા, એ બન્નેને તો બાળપણથી મા-બાપનહોતા એટલે એ લોકો કોઈકના સહારે મોટા થયેલા, પછી સ્વતંત્ર રહ્યા, પરણ્યા,પોતાના ઘર માંડ્યા, એટલે તારા નાનાને એમ થાય કે મેં જે નથી જોયું, નથી માણ્યું,નથી પહેર્યું, નથી ખાધું એ બધું દીકરીને આપું. એને તકલીફ ના પડે. મારા મા-બાપ નહોતા એના તો છે ને...? પણ, જીવનમાં પરિવર્તન આવતું જ રહે છે. તારા નાનાનાની મોટા હતા એટલે એમને લોકો બન્ને બહારગામ ગયેલા ત્યારે જીવલેણ અકસ્માતએમની કારને નડ્યો અને સ્થળ પર જ બંને મૃત્યુ પામ્યા. તારી માં કાકાને ઘેર હતી એટલેબચી ગઇ. સરલા તો સાવ અવાક થઇ ગઇ. એનું બોલવું હસવું બધું જ સુકાઇ ગયું. હવેએ જાણે નિરાશ્રીત બની ગઇ. એના કાકાનો સ્વભાવ નરમ પણ કાકીનો સ્વભાવ વધારેસખત અને દબાણવાળો, એને કારણે તારી માં સાવ જ અંતર્મુખી થઇ ગઇ. એનું હસવાનું,રમવાનું, મનગમતું પહેરવાનું, ગમતું ખાવાનું, બધું જ બંધ થઇ ગયું. એણે એના બધાજ શોખ મારી નાંખ્યા. એક લાડકોડમાં હસતી ખીલતી દીકરી જાણે કામવાળી બની ગઇ. જાણે ગુલામડી... અમે ય નહોતા મળી શકતા એને.

હાં, કાકાને કારણે એ ગ્રેજ્યુએટ તો થઇ ગઇ, કાકાને એનું બહું જ પેટમાંબળતું. ક્યારેક તો કાકા ભત્રીજી એકલા હોય ત્યારે એને ખૂબ ભેટતા અને રોતા રોતાકહેતા કે, ’બેટા તને જરાય સુખ ન આપી શક્યો. તું તો જાણે એક આકાશમાં મુક્ત ઉડતાપંખીને પકડીને પાંખો કાપી પાંજરામાં પૂરી દે એવી બની ગઇ. મને માફ કરજે, પણ તુંજોજે સાસરામાં બહુ જ સુખી થઇશ. આ જગતનો નિયમ છે, જેણે બહુ જ દુઃખ જોયું હોય એને પછી સુખ મળે જ.’

સરલાના લગ્ન થયા, ઘર સારું મળ્યું, સાસુ-સસરા, પતિ બધા જ સરસ. તારીમા બધાની સેવા કરે. પણ એના મનમાં બેસી ગયેલી બીક, થડકારો, ભીરૂતા ક્યારેય નગઇ. ક્યાં એ નાનપણની સરલા અને ક્યાં પછીની સરલા. આટલું બોલી તરલાએ ઉંડોશ્વાસ લીધો, પોતાના આંસુ લૂંછ્યા. અભિજીત પણ રડતો હતો એને વાંસામાં હાથફેરવી પાણી પીવડાવ્યું, અને કહ્યું, બેટા તું તારી માં ને આવતીકાલના મધર્સ ડે પર કંઇક ભેટ આપવા માંગે છે ને...? તો તું પરિવર્તનની ભેટ આપ. તારા નાના નાનીના ગયા પછી જે એનામાં પરિવર્તન આવી ગયેલું, એમાં ફરી પરિવર્તન લાવ અને હસતી ખીલતીકરી દે, બસ એક મા ને આવી વિશેષ ભેટ કોઈ ન હોઈ શકે. તું આમાંથી કોઇપણ ભેટઆપીશ તો એ હસીને સ્વીકારશે, એને મૂકી દેશે કબાટમાં. પણ તું મેં કહ્યું એવી ભેટઆપીશ તો એ એના હ્યદયમાં ભરી લેશે.અભિજીતે આખી વાત સાંભળી અને ભાવવિભોર થઈ ગયો. સંયુક્તા અને તરલાનાચરણ સ્પર્શ કર્યા પછી વચન આપ્યું કે માસી હું પરિવર્તન લાવીશ, અને બહું જ ટૂંકા ગાળામાં મારી મા ની ખુશાલી અનેકગણી વધી જાય. એમ જ હસતી ખીલતી થઈ જાયએ માટે સરસ કાર્યક્રમ કરીશ. તમને ત્યારે બોલાવીશ, એ વખતે તો મા ની ખુશીનો પારનહીં હોય, એમ કહી આશીર્વાદ લઈ નીકળી ગયો.

ઘેર જઈ સાંજે પિતાજીને કહ્યું કે, ચાલોને થોડી વાત કરવી છે આપણે બે બહારજઈએ... એટલે-બન્ને બહાર ગયા, એક જગ્યાએ બેસી અભિજીતે પિતાજીને બધી વાતકરી, પિતાજી પણ રડી પડ્યા, અને કહ્યું, હાલનો દિવસ આપણે ઉજવશું તારી મા નોદિવસ. ઘેર જઈને પિતાજીએ પોતાના મા-બાપને પણ વાત કરી, એ લોકોને પણ આઘાતલાગ્યો કે આપણી વહુ એટલે આટલી અંતર્મુખી છે...? ચાલો એ સંસ્કારી, વહૂ-દીકરીની ખુશીઓ પાછી લાવીયે.

બીજા દિવસે સરલાને એના સાસુ-સસરાએ જ કહ્યું, આપણે બધા બપોર પછીફરવા જઈએ છીએ, સરલાને એટલા પ્રેમથી કહ્યું કે, એ તો રોવા જેવી થઈ ગઈ, બપોરપછી બધા નીકળ્યા, પહેલા તો કપડાની દુકાને ગયા, સારા સારા ડ્રેસ જોયા, અભિજીતેકહ્યું, આજે તારે જ પસંદ કરવાના છે, કોઈ તને એમ નહીં કહે કે આ પહેર, સરલાએ બેડ્રેસ પસંદ કર્યા તો પતિદેવ બોલ્યા, બીજા બે પસંદ કર, ના ના કરતા લેવડાવ્યા જ.ત્યાંથી નીકળી સરલાની જ પસંદગીની જગ્યાએ પાણીપૂરી ખાવા ગયા. અભિજીતે કહ્યું,ચાલ મા આપણે પાણીપૂરી ખાઈએ, સરલા તો જોઈ જ રહી, અને જે પ્રેમથી એણેપાણીપૂરી ખાધી એ જોઈ પરિવારના સૌની આંખ ભીંજાઈ ગઈ, પછી પાછા સરલાનીપસંદગીના ગાર્ડનમાં ગયા, ત્યાં પણ આનંદ કર્યો, એ સાંજે આટલા ઘણા વર્ષે ખીલખીલાટહસી અને એટલી હદે હસી કે રોવું આવી ગયું. એ સાંજ સરલાની યાદગાર બની ગઈ.રાત્રે ઘેર જઈ પતિદેવે સરલાને કહ્યું, કેવી મજા આવી...? તો સરલા બોલી, વર્ણન જ નથાય, ત્યારે પતિદેવે કહ્યું, આ તારા દીકરાની મધર્સ-ડે ભેટ હતી.

અને બીજા જ રવિવારે અમસ્તો જ મિલન સમારંભ રાખ્યો, સરલાની બે ખાસસખી, તરલા અને સંયુક્તાની મદદ લઈ બધી જ નાનપણની સખીઓને બોલાવી, એસરલા માટે તો સરપ્રાઈઝ હતું, એ દિવસનો એનો આનંદ અકલ્પનિય હતો અને એનેહસતી-ખીલતી, મજાક કરતી જોઈ એની સખીઓ અને પરિવારના સૌની આંખો આનંદથીછલકાઈ ગઈ, તરલાએ અભિજીતને કહ્યું, કે વાહ બેટા, તે તારી મા ને સરસ ભેટ આપી, પરિવર્તન લાવીને, જીવનમાં ખુશીઓ પાછી લાવીને...