સલામ Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સલામ

સલામ

હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સલામ

સોમવાર આઠ તારીખે વુમન્સ-ડે ગયો ત્યારે અચાનક જ એક સરસ ઘટનાબની અને સલામ કરવાનું મન થયું. અને, હૃદયથી નીકળી ગયું વાહ...મનોહર એક નાનો કોન્સ્ટેબલ બહું વધારે ભણી ના શક્યો અને તાલીમ લીધી હતી,એનાથી પણ વિશેષ એના પિતા પણ પોલીસ ખાતામાં એટલે એમજ વારસાગત તકમળી ગઈ. પણ સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે, જે માત્ર કોન્સ્ટેબલ હોય જેને મોટાસાહેબો લગભગ હડધૂત જ કરતા હોય, મનોહર ચા લઈ આવ, મનોહર આ આપણાખાસ કહેવાય છે એમના માટે નાસ્તાની વ્યવસ્થા કર, વગેરે વગેરે, લગભગ પોલીસ સ્ટેશનમાં આવું જ જોવા મળે, એમની હાલત પટાવાળા જેવી જ હોય, પોલીસલાઈનમાં એક રૂમ-રસોડામાં રહેતા હોય, પગાર પણ એવો કાંઈ ન હોય.આ મનોહરને એક જ દીકરી-સંતાન એ નાની હતી ત્યારથી પિતાને જોતી. એ ઘણીવારકહેતી કે ’પપ્પા તમે તમારા સાહેબોથી આટલા ગભરાવ છો કેમ...? કાલે જ કેવુંથયું...? માંડ નોકરી પૂરી કરી ઘેર આવી જમવા બેઠા અને પોલીસ સ્ટેશનમાંથી માણસઆવ્યો અને કીધું સાહેબ બોલાવે છે મનોહરલાલ હાલો અને હજી એક કોળિયો માંડખાધો ને મૂકીને દોડ્યા, કામ શું હતું...? તો કે કોક મહેમાન આવ્યા છે, એને હોટલમાંસાચવો, આ કામ...? એવી શું ગુલામી...?’ મનોહર કાંઈ ન બોલી શક્યો અને આંખમાંઝળઝળિયા આવી ગયા અને દીકરીને માથે હાથ મૂકી બોલ્યો કે તું ચિંતા ના કર હવે પુરૂંજમ્યા વગર ઉભો નહીં થાઉં.

એક વાર તો એવું થયું કે આ પોલીસ સ્ટેશનના જે સાહેબ હતા એમના યઉપરી અધિકારી આવ્યા હતા. મનોહર આગલી રાતે મોડે સુધી પોલીસ સ્ટેશનમાં જહતો કારણ સાહેબે કહેલું કે કાલે સાહેબ આવવાના છે બધી સફાઈ અને ચોપડાં વ્યવસ્થિતરાખવાના છે. ખાલી નાસ્તો કર્યો હતો અને બીજા દિવસે સવારે આઠ વાગ્યામાં લુસ લુસનાસ્તો કરીને ભાગતો હતો, દીકરી બોલી પપ્પા, તમે માંદા પડશો, તમારા સાહેબો બેઠાબેઠા ખાય, હુકમો કરે અને તમે તોડાસ કરો, આજેય એવું જ થાશે તમે ભૂખ્યા રહેશોઅને ઓલા આવેલા મોટા સાહેબ અને તમારા અહીંના સાહેબ ટેસથી જમતા હશે અનેતમે ભૂખ્યા ડાંસ એ લોકોને સાહેબ સાહેબ કરી પીરસતા હશો, તો મનોહર કહે, બીજલબેસ તું ચિંતા ન કર, હું ખાઈ લઈશ, એમ કહી નીકળી ગયો, બીજલની મા તો સાવ રાંકબોલે નહીં, પણ દીકરી બોલે એને રોકે નહીં, બપોરે બે વાગ્યા ત્યારે દીકરી કહે મા ટિફિન ભર, હું લઈને જાઉ છું, પપ્પાને જમાડવા, મા કહે, એમને નહીં ગમે બેટા તુંરહેવા દે. તો બીજલ કહે ’મા, સાહેબો ટેસથી જમતા હોય અને મારા બાપા જી હજુરિયાનીજેમ ભૂખ્યા ઉભા હોય ઈ મને નહીં ગમે, ભર ટિફિન.’ મા એ ટિફિન ભર્યું અને બીજલટિફિન લઈને ગઈ પોલીસ સ્ટેશન અને એણે ધાર્યું’તું એ જ થયું, અંદર રૂમમાં સાહેબોજમતા હતા અને પપ્પા હાથ પાછળ રાખી ઉભા હતા. બીજલ ટિફિન સાથે ત્યાં સુધીપહોંચી જ ગઈ અને બોલી પપ્પા, આ બધા જ જમે છે તમે બે દિવસથી જમ્યા નથી અનેઉભા છો લ્યો ટિફિન તમે જમી લ્યો તમને તો કોઈ નહીં કહે જમવાનું અને તમે ભૂખ્યારહેશો. મનોહર તો મુંજાય, ન દીકરીને કાંઈ કહી શકે કે ના સાહેબોને, પણ જે મોટાસાહેબ આવેલા ભૂપતસિંહ એ જમતા જમતા ઉભા થયા અને બીજલના માથે હાથ મૂકીબોલ્યા, આનું નામદીકરી, બાપનું પેટમાં એને જ બળે, મનોહરલાલ તમે જમી લો,દીકરી સાચું કહે છે, મારી દીકરી પણ મને આમજ ખખડાવતી. આટલું બોલી ચૂપ થઈગયા, જાણે દુઃખતી નસ દબાઈ હોય, મનોહર ખસે નહીં કારણ કે એના આ જ પોલીસસ્ટેશનના સાહેબ કહે, તો ખસાય ને...? એ તો વિચિત્ર હતો ડોળા કાઢે, ત્યાં ભૂપતસિંહબોલ્યા, દલપતસિંહ, મનોહરને જમી લેવા દો, આવું કોઈ દિવસ ના કરાય, એ માણસબે દિવસથી જમ્યો નથી...! આવું શું કામકરાવ્યું તમે...? એટલે બીજલ કહે સાહેબ,હવે વધારે એમને કાંઈ ન કહેશો, તમે તો હમણા જતા રહેશો પણ કાલ, આ કાકા મારાપપ્પાનો વારો કાઢી નાંખશે, પછી ભૂપતસિંહે કહ્યું કે, દલપત આવું ના કરો, મારા ગયાપછી મનોહરને કાંઈ ના કહેતા હું પછી આ દીકરીને જ પૂછીશ, તો દલપત કહે નાસાહેબ નહીં કરૂં. પછી ભૂપતસિંહે જમ્યા પછી બીજલને પૂછ્યું, બેટા તું ભણે છે...? તોબીજલ કહે, હા સાહેબ આઠમામાં છું. તો ભૂપતસિંહ કહે, સરસ ભણજે, તારા પપ્પાનુંધ્યાન રાખજે, હું પાછો આવીશ, તને ખાસ મળવા બોલાવીશ તું મને મળવાઆવીશને...? તો બીજલ કહે ચોક્કસ સાહેબ.આ ઘટના પછી એક સુધારો થયો કે મનોહરની માથેથી દબાણ ઘટી ગયું, સમયસરજમવા ભેગો થાય, રાતે ફરજ પરથી આવે પછી કોઈ પાછો બોલાવે નહી, પણ ભૂપતસિંહસાહેબ બે મહિને એકવાર આવે અને અચૂક બીજલને તો મળે જ. બીજલ ભણવામાંબહું જ હોંશિયાર, બીજલ એસએસસી પાસ થઈ પછી ભૂપતસિંહે મનોહરને ઘેર આવીકહ્યું કે, મનોહર તમે બન્ને હા પાડો તો આ દીકરીને હું શહેર લઈ જાઉં...? મારે એનેસરસ ભણાવવી છે. મારી દીકરી તો નાનપણમાં જ માંદગીને કારણે ઈશ્વર પાસે ગઈ,તો મારૂં એ સપનું પુરૂં કરૂં, આ દીકરીને ભણાવું, તો મનોહર અને એમના પત્નીએઆનંદથી હા પાડી પછી મનોહરથી ના રહેવાયું અને કહેવાઈ ગયું કે ’સાહેબ તમે લઈજાઓ એનો અમને જરાય વાંધો નથી પણ અમે ખર્ચામાં પહોંચી વળીએ એ રીતે ભણાવજો.’ આ સાંભળી ભૂપતસિંહ સાહેબે ઉંડો શ્વાસ લીધો, એની આંખમાં આંસુઆવી ગયા અને દબાતા સ્વરે બોલ્યા, મનોહર એ હવે મારી પણ દીકરી જ છે. તમારેએક પૈસાના ખર્ચની ચિંતા કરવાની નથી બધી જ જવાબદારી મારી એ ભણીગણી મારૂંસપનું સાકાર કરી અને હું ધારૂં છું એ બની જાય પછી તમને સોંપી દઈશ બસ...! એરજાઓમાં વાર તહેવારે અહીં આવતી રહેશે તમે નિશ્ચિત થઈ નોકરી કરો.

બીજલ પાસ થઈ ગઈ પછી ભૂપતસિંહ અને એમના પત્ની આવીને એને લઈગયા. મા-બાપને ય થયું કે ભગવાને જ સાહેબને મોકલ્યા, આપણી દીકરીની તો જીંદગીબની જશે. બીજલ ભૂપતસિંહ સાહેબને ઘેર દીકરી તરીકે ગોઠવાઈ ગઈ, ભૂપતસિંહઅને રાજકુંવરબાને દીકરીની ખોટ હતી એ પૂરાઈ ગઈ. સગી દીકરીની જેમજ રાખી,ભૂપતસિંહે તો સરસ કોલેજમાં એડમીશન અપાવ્યું, એ સરસ ભણવા માંડી, ભૂપતસિંહેબીજલને સમજાવી દીધું કે ’જો બેટા મારે તને બહું મોટી પોલીસ ઓફિસર બનાવવી છેઅને એ માટે જે તાલીમલેવાની હોય જે જે પરીક્ષા આપવાની હોય એ બધી જ તૈયારીકરજે. મને ભરોસો છે તું બહાદૂર છે, નિડર છે અને તારામાં માનવતા ભરેલી છે.’ભૂપતસિંહ પોલીસ ખાતામાં બહું જ ઉચ્ચા હોદ્દા પર હતા પણ એમને કોઈ મળે તોએમથાય કે આ વ્યક્તિ પોલીસ ખાતામાં કઈ રીતે હોઈ શકે, સાહિત્યના માણસ, માનવતાઠાંસી ઠાંસીને ભરેલી અને એ જ પાઠ એ બીજલને શીખવાડતા.

બીજલ ગ્રેજ્યુએટ થઈ અને પોલીસ ખાતામાં તાલીમશરૂ કરી, એ વખતે એમણેકહેલું કે જો બેટા તું તારા પિતાને નહીં કહેતી કે તું પોલીસ ખાતામાં જોડાવાની છે. બીજલદર વર્ષે વારંવાર મા-બાપને મળવા જાય, આખું ગામરાજી થાય, મા-બાપને તો દીકરીનારંગરૂપ કપડા જોઈ આનંદનો પાર ન રહે. એ લોકો દીકરીને પૂછે પણ ખરા કે તું શાનુંભણે છે...? તું શું બનવાની છે...? તો બીજલનો એક જ જવાબ હોય, ’સમય આવ્યેખબર પડશે જ અને ત્યારે તમને ગૌરવ થશે.’

બીજલે ધીરે ધીરે બધી જ પરીક્ષા પાસ કરી દીધી અને અંતે પોસ્ટિંગ આવ્યું, હજી તો શરૂઆત હતી, એના પછી પણ એની ઉચ્ચ હોદ્દા માટે પરીક્ષા આપવની તૈયારીચાલુ જ હતી અને એ શ્રેષ્ઠ નંબરે જ આવતી. એની કુનેહ, ધગશ મજબૂત પ્રભાવશાળીવ્યક્તિત્ત્વને હિસાબે વખણવા લાગેલી, એ સાથે એની નમ્રતા, વિવેક, વાતચીતનીશૈલી બધાને પ્રભાવિત કરતી. સાથેના અને સિનિયર ઓફિસરોનો એનો વહેવાર પણસારો હતો એટલે કોઈને પણ એના માટે લાગણીભર્યું માન થાય. કોઈને એના માટે આડોઅવળો વિચાર ન આવે અને કોઈપણ સહેજેય એના માટે આડુઅવળું બોલે તો બીજાલોકો એની ધૂળ કાઢી નાંખે. ડીપાર્ટમેન્ટમાં કામબાબતે સખત ચુસ્ત તેમછતાં માનવતાભર્યોઅભિગમ, ફરિયાદીની વાત પણ પ્રેમથી સાંભળે, ગુનેગારને પણ સમજાવીને વાત કરે અને વાત કઢાવે. એ સાથી કાર્યકરોને સમજાવે કે આપણી સાથેના માણસની ભલે પોસ્ટનાની હોય પણ ઉંમર મોટી હોય તો એ આપણા વડીલ છે એમવર્તન કરો, પ્રેમથી વાતકરો, કોઈની મજબૂરીનો લાભ ના ઉઠાવો, બધા એમકહે કે ભૂપતસિંહ સાહેબે મેડમને સરસ તૈયાર કર્યા છે.

આમને આમએ... પીઆઈ બની ગઈ અને ભૂપતસિંહે ગોઠવેલું એમજ એનુંપોસ્ટિંગ એના જ ગામના પોલીસ સ્ટેશનમાં થયું. એના ગામના પોલીસ સ્ટેશનમાં તોચર્ચા થવા માંડી કે આ પોલીસ સ્ટેશનના હેડ એક બહેન બનીને આવવાના છે. કોઈબીએમમેડમછે. કહેવાય છે કે આમતો સ્વભાવના બહું જ સરસ છે, માનવતાવાદી છેપણ કામબાબતે કોઈ જ સમાધાન કરતા નથી. મનોહરસિંહને એના સાહેબે કહ્યું, હુંકાલથી જાઉ છું. હવે નવા સાહેબ આવે છે. કોઈ બીએમમેડમછે. મનોહર તો હાજી, હાજી કરી સાંભળ્યા કરે. એક દિવસ સવારે પોલીસ સ્ટેશનમાં બધા જ હાજર હતા, નવા સાહેબનું સ્વાગત કરવાપોલીસ સ્ટેશન પણ શણગારેલું, બધાને ખબર હતી બહેન દસ વાગે આવવાના છે,ગામવાળા પણ વિચાર કરે કે આ પોલીસ સ્ટેશનના સાહેબ કોઈ બહેન છે જોઈએ તોખરા...? કોણ છે...? એટલે ગામભેગું થયેલું. બેબાજુ લાઈનમાં આખો સ્ટાફ ઉભેલો,મનોહર સૌથી મોટા એટલે આગળ રાખેલા, થોડીવારમાં જીપ આવી ઉભી રહી, પહેલાતો ભૂપતસિંહ ઉતર્યા અને પાછળ પોલીસ ડ્રેસમાં બીજલ. માથે ટોપી, કાળા ચશ્મા,મસ્ત યુનિફોર્મ, કમરે રીવોલ્વર, હાથમાં લાકડી, કોઈ ઓળખી ના શકે પણ સખતપ્રતિભાશાળી, એ પહેલું પગથિયું ચડી અને ભૂપતસિંહ સામે જોયું એમણે ડોકું હલાવી હા પાડી એટલે તરત વાંકી વળી ટોપી ચશ્મા ઉતાર્યા અને મનોહરના ચરણસ્પર્શ કર્યા, એ જ વખતે મનોહરના પગ પર આંસુનું ટીપું પડ્યું, મનોહર કહે, અરે મેડમનહીં, મનેપગે ના લાગો, પછી બીજલ ઉભી થઈ, આંખોમાં આંસુ છલકે, મનોહર જોઈ જ રહ્યા,એની આંખ પણ ભરાઈ ગઈ, અને બોલ્યા, ’આ તો...’ ત્યાં જ ભૂપતસિંહ બોલ્યા,તમારી દીકરી બીજલ. બાપ-દીકરી ભેટ્યા, એ સાથે બધાની આંખો છલકાઈ ગઈ,ગામવાળા પણ રાજી થઈ ગયા, તાળીઓ પાડી અને ફૂલ વરસાવ્યા, બીજલે બધાનેવંદન કર્યા અને અંદર ગઈ, ચાર્જ સંભાળ્યો. બધા મનોહરને અભિનંદન આપવા લાગ્યાકે તમારી દીકરીએ તો ગામનું નામરોશન કર્યું અને તમને તો ગૌરવ અપાવ્યું. વાહતમારી દીકરી. તો મનોહર કહે, આ બધી જ શુભેચ્છા સાહેબને આપો. એમણે જ આકર્યું છે. ભૂપતસિંહ કહે, મેં તો મારૂં સપનું પુરૂં કર્યું અને આજે મહિલા દિવસે જ અહીંએને ચાર્જ સોંપ્યો, બસ હવે મને આનંદ થશે, મનોહરસિંહ. હવે નિરાંતનો શ્વાસ લ્યો,અને જીવનભરનો આનંદ લ્યો. મનોહરસિંહ સાહેબના પગમાં પડી ગયા અને બોલ્યા તમે તો મારૂં જીવતર સુધારી દીધું. એટલે ભૂપતસિંહ કહે આ તો દાખલો છે કે દીકરીઓપણ આગળ આવી શકે છે દીકરી જન્મે તો દુઃખી ના થાવ અને આગળ વધારો, કંઈક બનાવો.

બીજલે બધું જ સાર્થક કર્યું એના વિસ્તારમાં પ્રેમઅને સારા વહેવાર સાથેગુનેગારોને સુધાર્યા, ગુનાહિત પ્રવૃત્તિ અટકાવી ઘરેલું હિંસા અટકાવી, કોઈને પણ અન્યાયના થવા દે આખા વિસ્તારમાં એની કાર્યશૈલીની વાહ વાહ થઈ ગઈ, પછીના વર્ષોમાં તોબીજલ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, બીએમમેડમના લોકો દાખલા આપવા માંડ્યા, એકસેલીબ્રીટી બની ગયા, ખરેખર ગુનેગારો માટે સખત અને નિર્દોષ માટે નરમ. ગુનેગારોમાંતો રાડ પડી જાય, અને નિર્દોષ સહન કરનાર લોકોને સહારો મળી જાય.આવી દરેક મહિલાને સલામછે... સત્તા સાથે માનવતા, નમ્રતા, ન્યાય અને ચોક્કસકાર્યશૈલીની આગવી પ્રથા બીજલે પાડી.