માદરે વતન
- હરેશ ભટ્ટ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
માદરે વતન
ગોપાલ એકદમ હરખાતો દોડતો આવ્યો અને બાપાની પાસે જઈને ખાટલાપર બેઠો. બાપા જયરામે કહ્યું ’બેટા કેમ આટલો બધો હરખાય છે...?’ શ્વાસ હેઠો બેસેએટલે કહેજે. બે ક્ષણ પછી ગોપાલ બોલ્યો કે, તમારા ખાસ ભાઈબંધ ચેલાકાકા આઈવાછે અને રોકાવાના છે, હવે તો આઠ-દસ દી’ તહેવારોના જ દિવસો છે ને એટલે. બાપા,ઈ હમણા જ આવ્યા, પાદરે બસમાંથી ઉતર્યા ને મને મળ્યા કે તરત જ વાંસામાં ધબ્બોમાર્યો ને મને કહે કે શું કરે છે જયરામ...? મેં કીધું કે ’બેઠા હશે ફળિયામાં હાલો ઘેર,તમને જોઈને રાજી થાશે’ તો કહે ’પછી આવું છું એને કે જે ઈ ન આવે હું જ આવીશશાંતિથી બેસસું ઘણી વાતુ કરવી છે’. આટલું બોલતા બોલતા ગોપાલે જોયું તો બાપાનીઆંખમાં આંસુ છલકાઈ આવ્યા. ગોપાલ કહે બાપા શું થયું...? કેમ ઢીલા થઈ ગયા,કાકા અહીં આવવાના છે, કાકી પણ સાથે જ હતા, જયરામે ખાલી માથું હલાવી હાપાડી કહ્યું, ’બરાબર, ઘણા વખતે ચેલો આવ્યો, ઈયે કાકીને લઈને અને પાછો રોકાવાનોછે. બાકી તો સવારે આવે ને સાંજે તો ક્યારે નીકળી જાય ખબરેય ન પડે, વિઠ્ઠલકાકા કહેત્યારે ખબર પડે કે ચેલો આવીને ગયો, આ વખતે રોકાવાનો છે અને પાછું તને કીધું કે ઈમને મળવા આપણે ઘેર આવશે...! બહું કરી.’ બાકી, એણે તો મારી હારે બોલવાનું જબંધ કરી દીધેલું ગોપાલ કહે પણ બાપા તમે બે તો નાનપણના ભાઈબંધ, સ્કૂલમાં બધાતમારી ઈર્ષા કરતા, આજે ય બધા તમારી ભાઈબંધીના દાખલા આપે છે, ચતુરકાકા તોકહેતા હતા કે ’જયરામ અને ચેલાભાઈએ તો લગન કરવાનું જ બાકી રાખ્યું હતું, એવાછેડાછેડી બાંધીને ફરતા પણ આ ચેલાભાઈ શહેર ગયો ઈ વખતે બે ભાઈબંધોમાં ગાબડુંપડ્યું, એમને બેયને અમુક વાતનો વાંધો પડતો’. આ સાંભળી જયરામે દીકરા ગોપાલસામે જોયું અને ઉંડો નિસાસો નાંખી ડોક ધુણાવ્યું. તો ગોપાલ કહે, બાપા શું થયું હતું કહોને, કેમ તમારી ભાઈબંધીમાં તિરાડ પડી...? તમે બેય છેક કોલજ સુધી સાથે ભણ્યા,બન્ને સારામાં સારા ટકા મેળવી ફર્સ્ટ ક્લાસમાં પાસ થયા, ચેલાકાકા શહેર ગયા નોકરીકરવા, નોકરી તો તમને ય મળતી હતી, પણ તમે ન ગયા, અને તમારા બે વચ્ચે ઉગ્રબોલાચાલી થઈ, બસ ત્યારપછી તમે એકબીજા સાથે બોલ્યા નથી, તો જયરામ કહે,એમન કહે કે અમે બોલ્યા નથી, હું તો આજે ય એના ઘેર જાઉં છું, વિઠ્ઠલકાકા હારે બેસુ,અને એ ચેલાની વાતું કરે, વખાણ પણ કરે ને ફરિયાદો ય કરે કે, ’મારે આ ઉંમરે ઢસરડા કરવા પડે છે, બાકી જયરામ તું ડાહ્યો, ભલે ભણ્યો પણ અહીં જ રહ્યો, તારા બાપાને તેંઆરામ આપ્યો, તારી બહેનોને ય તેં સાચવી, અને આ ચેલો, એનામાં જ ખોવાયેલો.’ હશે ગોપાલ, ઈ એમનું જુવે, આપણે શું...? ઈ આવીને નીકળી જાય એમાં હું શુંકરૂં...? એક વાર તો મને ખબર પડી કે ચેલો આવ્યો છે તો હું એના ઘેર મળવા ગયો તોવિઠ્ઠલકાકા કહે, ઈ તો અડધો કલાક માટે આવ્યો હતો, નીકળી ગયો મને નવાઈ લાગીકે એવું શું હશે...? અને અઠવાડિયા પછી ખબર પડી કે એની જમીનમાંથી આ આંબાનાઝાડ પાસેનો ટૂકડો છે ઈ કાઢવો છે. કાંઈક પૈસાની જરૂર પડી હતી. વિઠ્ઠલકાકાએ કહ્યું મારી પાસે ક્યાં એટલા પૈસા છે...? તો ચેલાએ જ કહેલું કે ઓલો છેવાડાનો કટકો કાઢીનાંખો.’ તો વચ્ચે જ ગોપાલ બોલ્યો, ’પણ બાપા ઈ જમીન તો આપણી છે’ તો જયરામેએની સામે જોઈ માથું ધુણાવી નિસાસો નાંખી કહ્યું કે, ’દીકરા, ઈ જ જમીન પહેલાએમની હતી, મને વિઠ્ઠલકાકાએ વાત કરી એટલે મેં કહ્યું કે, ’આ લ્યો પૈસા એ જમીન હુંખેડીશ.’ અને મેં લીધેલી. આજેય મેં મારા નામે કરી નથી. ચેલાના નામની જ છે. હુંપૈસાની મદદ કરૂં તો લે નહીં અને વિઠ્ઠલકાકા આમે કોઈને વેંચી નાખે તો એ મને ગમેનહીં, કારણ બે હતા કે આપણી અને વિઠ્ઠલકાકાની જમીન સળંગ છે અને એમાં આઆંબાના ઝાડવાળો ટૂકડો કોઈને વેંચે તો અમારા બે વચ્ચે કોઈ ત્રીજું આવે અને ઈ મારેકરવું નહોતું. એટલે મેં લઈ લીધી, પણ ચેલાને આજની તારીખમાં ખબર નથી કે ઈ કટકો આપણી પાસે છે. હા, એ ખેતીની આવક આપણી જ હોય છે. એમાં જરાય નાનહીં, આ વાત કોઈને ખબર નથી. ગોપાલ તો સાંભળતો જ રહ્યો અને બન્ને વાતવાતમાં શૂન્ય મન્સક થઈ ગયા, જયરામ તો વિચારોમાં ખોવાઈ ગયો, એને એ દિવસોયાદ આવ્યા જ્યારે બન્ને કોલેજ કરી અભ્યાસ પતાવી ઘેર આવ્યા.
જયરામ અને ચેલાભાઇ બંને એમના માં-બાપના એકના એક દીકરા અનેબંનેને એક એક બેન જયરામની બેન બબલી અને ચેલાભાઈની બેન કમલી. એય બેસખીઓ... જ્યારે કમલીએ એની કોલેજમાં સાથે ભણતા બાબુ સાથે પરણવાની વાતએના બાપાને કરી ત્યારે ચેલાભાઇએ મોટાભાઈ તરીકે બહુ જ વાંધો ઉઠાવ્યો. અને ત્યાંસુધી કહી દીધું કે, જો તેં મારી ઇચ્છા વિરુધ્ધ આ પગલું ભર્યું છે તો તું મારી બહેન નહિં,હું તારો ભાઇ નહિં... બાબુ બાજુના ગામનો જ હતો. ભાટીયાથી ખંભાળીયા જેટલાઅંતરે એમના ગામ. અને બાબુ પાછો ભણતો સારૂં, એને કલેક્ટર થવું હતું. બાબુનાઘરવાળાને કોઇ વાંધો નહોતો. પણ ચેલાભાઇ કહે કે એ આપણાં ગોત્ર-ગામના નથીએટલે નહિં, એટલે પેલો ઝઘડો એણે બહેન સાથે કર્યો... વાત ત્યાં અટકી, પછી જ્યારેએને શહેરમાં નોકરી મળી ત્યારે એ જયરામને મળવા ગયો. એને કહ્યું, ’જયલા કાલઆપણે શહેર જાઇએ નોકરી તો તને ય મળે જ છે. આપણે કાંઇક બનશું.’ તો જયરામ કહે ના, મારે ગામ છોડવું નથી. આટલું સરસ ગામ છે. આટલું મોટું ઘર છે. આટલીજમીન છે હું ખેતી કરીશ, વિકાસ કરીશ. હું શહેર આવું અને વૈતરૂ મારા બાપા કરે એમને નહિં ફાવે. ત્યારે ચેલાભાઇ બહુ જ ગુસ્સે થયેલો. એને કહી દીધું હતું કે તું ગામડીયોજ રહે. ભણ્યો શું કરવા...? તો જયરામે કહેલું, ભણીને આપણી પણ ખેતી વિકસે...આપણી જ ખેતીનો આપણે જાતે ધંધો કરી શકીએ. અહીંયા પણ વધારે કમાઇ શકાય,વધારે ઉપજ, સારો ભાવ, વધુ આવક થાય જ...? કોઇ ગામડીયો સમજી છેતરે નહીં,અને બાપા છે, મારી બબલી છે એને ય વળાવવી છે. તો ચેલાભાઇ કહે આ બબલી અનેમારી કમલી બેય સરખી છે એણે ય કોકને પસંદ કરી લીધો હશે જ તને કહેશે નહીં. તોજયરામ કહે, હાં... આ કમલીએ જે બાબુને પસંદ કર્યો છે એનો જ ભાઈ શંકર, એ તોદાક્તર થવાનો છે. અમે તો હાં પાડી, ઘર સારૂં છે, શું ખોટું...? તો ચેલો ગુસ્સે થયોઅને તાડુક્યો. તમે બધા નકામા છો. પછાત છો, જીવતા જ નથી આવડતું, સડો અહીંજ... વિચાર્યા વગર બહેનને ગમે ત્યાં આપો ને દુઃખી થાજો. એમ કહી છણકો કરીજતો રહ્યો, અને જતા જતાં બોલ્યો કે આપણા સંબંધ પૂરા, તું શહેર આવતો નથી,બબલી અને કમલીને ટેકો કરે છે, તો કર, આપણા સંબંધો પુરા.
બસ ત્યારથી એ બંને બોલતા બંધ થયા, પછી તો વિઠ્ઠલકાકાએ કમલીના લગ્નબાબુ સાથે કર્યા અને એ જ દિવસે જયરામે પોતાની બહેન બબલીના લગ્ન શંકર સાથેકર્યા. પણ આ પ્રસંગે ચેલાભાઇ આવ્યો નહિં, એણે બહેન સાથે સંબંધ તોડી નાંખ્યા.ત્યારથી બબલી અને કમલી રક્ષાબંધનના દિવસે રાખડી જયરામને જ બાંધે... અનેજયરામભાઈ તરીકેનો બધો વહેવાર બંનેને સરખો જ કરે. અને કમલીના સાસરામાં પણબધા જયરામને જ ભાઈ તરીકે પુરું માન આપે. જયરામતો આ બહેનોને સાચવે, આબાજુ વિઠ્ઠલકાકાને સાચવે, એમના ખેતરોનું ધ્યાન રાખે. પાક ઉતરાવે, વેંચી આવે અનેચૂકતે પૈસા હિસાબ સાથે વિઠ્ઠલકાકાને આપે. પણ આ કોઇ વાત વિઠ્ઠલકાકા પોતાનાદીકરા ચેલાભાઇને ન કરે. કારણ એને તો એમાં ય વાંકુ પડે. આજે ઘણાં વરસે ચેલાભાઇ કે જે શહેરમાં ચંદ્રકાન્ત તરીકે ઓળખાતા હતા. એ ગામમાંપાછા ફર્યા. એમનો દીકરો તો શહેરમાં જ હતો. પણ ચેલાભાઇ અને ડાહીબેન પાછાઆવી ગયા. ડાહીબેન પણ ભણેલા. શહેરી સાજ-સજાવટવાળા ત્યારે આ જયરામનાપત્ની ગૌરી ભલે ગામમાં રહ્યા પણ એય ઠાઠવાળા. એય ભણેલા હતા, અને જયરામસાથે એય માનતા હતા કે ભણતર ગામમાં કામે લગાડીએ, ખેતી વિકસાવીએ, ગામવિકસાવીએ અને ખટપટ, દોડધામ વગર શાંતિનો રોટલો ખાઇએ.ચેલાભાઇ ઘેર ગયા અને પિતાજીના પગમાં પડ્યા, ડાહીબેને તો ઘરમાં જતાં જ કામઉપાડીલીધું. રસોડે લાગી ગયા, બાપાએ પૂછ્યું કે, ’બેટા કેટલું રોકાવાનો છો... આ સાતમ આઠમ કરીને જાઈશને...?’ આટલું પૂછ્યું અને ચેલાભાઇ ઢીલો થઇ ગયો. બાપાનાખોળામાં માથું નાંખી રોઇ પડ્યો. વિઠ્ઠલબાપાએ માથે હાથ ફેરવી કહ્યું, કેમભાઈ શુંથયું...? તો ચેલાભાઇ કહે, બાપા હું થાકી ગયો છું, બધું છોડી પાછો આવી ગયો છું.હવે પાછો જાવાનો જ નથી. તમારી પાસે જ હવે તમે આરામ કરો, હું ખેતર અનેકારોબાર સંભાળીશ. આ સાંભળી વિઠ્ઠલકાકાની આંખો પણ ભીની થઇ ગઇ અને ચેલાને વળગી પડ્યા. અને માં એ રસોડામાં સાંભળ્યું તો એ વહુને ભેટી રોઇ પડ્યા અનેબોલ્યા, વાહ તમે તો રહી રહીને અમારૂં જીવતર સુધારી દીધું... ચેલો સ્વસ્થ થઇ બેઠોઅને બાપાને પૂછ્યું કે, આ ખેતી એની ઉપજ એનું વેંચાણ, હિસાબ બધું તમે કેવી રીતેકરો છો...? તમે જાતે વેંચવા જાઓ છો...? તો બાપા કહે, તને નવાઇ લાગશે પણવાવણીથી વેપાર સુધી બધું જ તારો ભાઇબંધ જયરામ સંભાળે છે, વાવણી મને પૂછીનેકરે. કાપણી કરાવડાવે, મારી હાજરીમાં એને વેંચીને બધા પૈસા મને આપી જાય. તારીબહેનને ય એજ સાચવે છે. કમલીને ભાઇની ખોટ લાગવા નથી દેતો, અને મને અનેતારી બા ને તારી ખોટ નથી લાગવા દેતો. ઇ તો ઇ જ છે.હવે ચેલાભાઇને એમ થઇ ગયું કે, હું જયરામ પાસે ક્યાં મોઢે જાઉં, એ કેટલો મહાન છેઅને હું કેટલો નિમ્નકક્ષાનો... એણે મોટું મન રાખ્યું, અને મેં શહેરની લાલચમાં સાંકડુંમન રાખ્યું. તો ય જાઇશ તો ખરો જ. એટલે એણે બાપાને કહ્યું, હું જાઉં છું જયરામ પાસે, એના પગમાં પડી જાઈશ. માફી માંગી લઇશ, એના ઉપકારો તો હું નહિં ભૂલું,એ મહાન છે, એમ કહી એ તો દોડ્યો, જયરામને ઘેર...
ચેલાભાઇ જયરામને ઘર પહોંચ્યા ત્યારે જયરામ અને દીકરો ગોપાલ સામસામેબેઠા હતા, ડેલીમાં ચેલાભાઇ આવીને ઉભો રહ્યો અને ગોપાલની નજર પડી અને એણેબાપાને ઢંઢોળ્યા. એને કહ્યું, ’જુઓ ડેલીએ કોણ આવ્યું...? જયરામે જોયું અને ઉભો જથઇ ગયો. બે ય એકબીજાની સામે આંખમાં આંસુ સાથે જોઇ રહ્યા અને ચેલાભાઇનીસામે જયરામે હાથ ફેલાવ્યા અને ચેલાભાઇ દોડીને ભેટી પડ્યા. અને પાંચ મિનિટ સુધીતો વળગીને રોતા રહ્યા. અને ચેલાભાઇ બોલતા રહ્યા કે, જયલા મને માફ કરી દે...’ મેંતારી સાથે ગેરવર્તન કર્યું, છતાં તેં મારા માં-બાપ, વેપાર-ખેતી અને કમલી બધાનું ધ્યાનરાખ્યું. કોઇને મારી ખોટ લાગવા ન દીધી. તો જયરામ કહે પણ મને તારી કેટલી ખોટલાગી...? હશે ભૂલી જા બધું, એ કહે કે કેટલું રોકાવાનો છો...? તો ચેલાભાઇ કહે હવેજવાનો જ નથી. અહીં જ છું, હવે તારી સાથે જ... આપણે ખેતરે સાથે જાશું, હવેપેલાની જેમજ બધું સાથે, શહેરમાં કમાવાનું ખરું પણ શાંતિ નહીં, આરામથી રોટલો નખવાય. દોડધામ, ચિંતા, કેટલું બધું...? ત્યારે અહીં આરામ-શાંતિ, સંબંધો બધું જ છે.આ મને ખત્તા ખાધા પછી ભાન થયું, હાં બોલ બબલી અને કમલી કેમ છે...? તો જયરામ કહે, મજામાં, આ રક્ષાબંધને મારા ઘેર જ બંને આવશે, તું તે દિવસે સવારેઆવી સરપ્રાઇઝ આપજે. જો જે, કમલીની શું હાલત થાય છે, અને હવે તું અહીં જરહેવાનો છે તો તને આપણી ખેતીનું બધું જ સમજાવી દઇશ. એટલું કહી બેગમાંથી એકકવર કાઢીને આપ્યું, અને કહ્યું કે, આ આંબાવાળી જમીન જે કાકાને વેંચવા કહેલું એના કાગળ છે. હજી તારા નામની જ છે. લે રાખ... આ આપણાં ખેતર વચ્ચે કોઇ આવેનહિં એટલે મેં લઇ લીધી, પણ તારી જ છે. ચેલાભાઇ તો જોઇ જ રહ્યો, શું બોલે...?એટલું જ બોલ્યો કે તારી સામે હું કેટલો વામણો છું.
રક્ષાબંધને તો જાણે ઉત્સવ છવાઇ ગયો. કમલી જયરામને ઘેર હતી અને અચાનકભાઇને જોઇ ભેટી જ પડી. એણે ઘણાં વર્ષે ભાઇને રાખડી બાંધી અને બોલી, મારે બેભાઇ, તો બબલી બોલી મારે પણ બે ભાઈ, એણે પણ ચેલાને રાખડી બાંધી, અનેમનાવ્યો ઉત્સવ. છેક રક્ષાબંધનથી આઠમ સુધી. એ ગામમાં આનંદ છવાઇ ગયો.
કેવું છે...? ગામના લોકો પોતાના ફાર્મ છોડી શહેરમાં જાય અને શહેરીઓઆનંદ કરવા ફાર્મહાઉસ બનાવે. જો કે, ઘણાં લોકો ભણી ગણી ખેતર સંભાળે છે,કોકની ગુલામી કરવી એના કરતાં પોતાની ખેતી સંભાળી, નવતર શૈલીથી વિકસાવીનિરાંતનો રોટલો ખાવો સારો, શહેરના લોકો બહાર રહેવા જાય છે. મકાનો બનાવનારાજાહેરખબર કરે કે, પ્રદુષણમુક્ત વાતાવરણમાં, કુદરતના ખોળે ઘર બનાવો... તો પછી જેમના ઘર ગામડાંમાં જ આવા વાતાવરણમાં છે એમણે શું કરવું જોઇએ...? ગામનાછોકરાઓએ ભણીને ખેતી વિકસાવવી જોઇએ. બધી વાતમાં કાપ આવશે, અનાજપાણીમાં નહિં, ખોરાક જોશે જ, એમાં મંદી નહિં આવે, માટે વિચારો...