ઈશ્વર Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વર

ઈશ્વર

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


ઈશ્વર

માયા હોસ્પિટલમાં પિતાજીના પલંગ પાસે પિતાજીની જ લખેલી કવિતાનીપુસ્તિકા વાંચતી હતી. માયાને એક એક કવિતા વાંચતા એવું લાગતું હતું કે પિતાજીએકવિતાઓમાં પોતાની લાગણીઓ ઠાલવી છે. માયાના પિતા ઈશ્વર જેને ઓક્સિજનમાસ્ક પહેરાવક્ સુવરાવી રાખ્યા છે. આજે જ સવારે આઈસીયુમાંથી બહાર લાવ્યાહતા. માયા પિતાજીની પાસે જ બેસીને પુસ્તક વાંચતી હતી. કવિતા વાંચતા આંખમાંઝળઝળિયા આવી ગયા હતા. કવિતા કોઈને ગમે કે ન ગમે, કોઈના હૃદયની વાત હોયતો એના હૃદયને પણ સ્પર્શી જાય કે કોઈને ઉપરથી પણ જાય. શબ્દો આ કવિતાના વાંચવા જેવા છે.સમય નથી કેમ, કોઈને મારા માટે,ખુશીઓ કેમ રોકાતી નથી મારા માટે...?ક્યારેક મળે જો મને ખુશી, તો ક્ષણ બે ક્ષણ,પછી ચાલી જાય, હાથ તાળી આપી, કોઈના માટે, પકડવા જાઉં પતંગિયાને ઉડી જાય પળભરમાં,એમજ ખુશી દેખાય, ને ઉડી જાય પળભરમાં, પીવા પાણી વલખા મારૂં ને આંસુ પીતો હતો,કોળિયો, માંડ મળેલો, ભૂખ્યાને આપી દે તો, વર્ષોના વર્ષો વિચારૂં એક જ વાત, સુખની ખુશીની... એક લહેરખી પણ,કેમથી સર્જી ઈશ્વરે મારા માટે.માયા વિચારતી હતી કે, પપ્પાને હરપળ કંઈક ઓછું પડ્યું છે, પણ ક્યારેય બોલ્યાનથી. પોતાની વાત કોઈને કરી નથી, પપ્પાની લાડલી માયાની આંખો છલોછલઆંસુઓથી ભરાઈ ગયેલી, એ સમજણી થઈ ત્યારથી પપ્પાની દરેક વાત સમજતીહતી, અને સમજીને જ બધું કરતી હતી, ઈશ્વર માટે તો માયા હૃદયની દરેક ધડકન છે.શ્વાસ અને ઉચ્છવાસ છે. આંખોનો પલકાર પણ તોય ઈશ્વર જાણતો જ હતો કે દીકરી છે.ક્યારેક તો જતી જ રહેવાની છે અને આંસુઓથી છલકતી આંખે, ધૂંધળું દેખાતા, આંખબંધ કરી આંસુ લુછ્યા અને પુસ્તક છાતી પર રાખી, અને બંધ આંખે બાળપણમાં ખોવાઈ ગઈ.

માયા જન્મી એ પહેલા જ ઈશ્વર અને આશાએ દીકરીનું નામ માયા રાખેલું.એ બન્નેને એક જ વાત મનમાં નક્કી હતી કે જો દીકરી જન્મે તો નામ ’માયા’ રાખશું અનેજો દીકરો જન્મે તો નામ ’મોહ’ રાખશું અને દીકરી જન્મી તો નામ માયા રાખ્યું. પતિપત્ની બન્ને ખુશ હતા કે ઈશ્વરે પહેલી કૃપા એ કરી કે સંતાન આપ્યું અને બીજી કૃપા એકરી કે દીકરી આવી, એ જન્મી ત્યારે ઈશ્વરે કહેલું કે ’મને તો ખાત્રી જ હતી કે દીકરી જજન્મશે’ ત્યારે આશાએ માત્ર સ્મિત આપેલું, સૂચક સ્મિત અને એ દ્વારા એ કહેવામાંગતી હતી કે મને ખબર છે તમે શું કહેવા માંગો છો, માયા ધીરે ધીરે મોટી થવા માંડી.ઈશ્વર જ્યારે સાંજે નોકરીએથી આવે એટલે માયાને સમય ખબર જ હોય કે, હમણાપપ્પા આવશે જ. ભલે ઘડિયાળમાં સમજણ ન પડે પણ, સમયની સુગંધ એને અણસારઆપે કે પપ્પા ક્યાંક આસપાસ છે હમણા આવશે જ અને પપ્પા, આવીને તરત જ તેડીલેશે, પછી બહાર લઈ જશે આંટો મારવા. પછી સાથે જમશું અને પપ્પાની સાથે રમતારમતા જ એમના ખોળામાં સૂઈ જવાનું. આ ક્રમ સ્કૂલે જવા માંડી ત્યાં સુધી એમજ રહ્યો.પછી થોડો બદલાયો. પછી સાંજે સખીઓ સાથે રમતી હોય, પછી પપ્પા પાસે આવે,જમવાના સમયે અને પછી ભણતા ભણતા સૂઈ જાય. પપ્પા, રોજ રાત્રે એ સૂવે ત્યારેએની બાજુમાં બેસી એના માથે હાથ ફેરવતા હોય, એ ક્રમતો ચાલું જ રહ્યો. એ ગમેતેવડી થઈ તોય પણ જ્યારે એ આઠમા ધોરણમાં આવી ત્યારે એક રાતે પપ્પા એ સૂતીહતી અને એમજ બાજુમાં બેસી માથા પર હાથ ફેરવતા હતા ત્યારે, માયાના ગાલ પરએક ટીપું પડ્યું, માયાને લાગ્યું, પપ્પા રોવે છે, એણે આંખ ખોલી પપ્પા સામે નજર કરીપપ્પાની આંખ બંધ હતી અને આંસુ પડતા હતા. માયા કંઈ જ ન બોલી, પોતે આંખ બંધકરી સૂઈ ગઈ અને એવો ડોળ કર્યો કે ઘસઘસાટ ઊંઘી ગઈ છે. આ જોઈ ઈશ્વર ત્યાંથી ઉઠીપોતાની પથારીમાં જઈ સૂઈ ગયો.

બીજા દિવસે રવિવાર હતો, પપ્પા ઘરમાં જ હતા, મમ્મીને ઘરનું બધું જ કામકરાવી, બપોરે માયા, પોતાની ચોપડી વાંચવા બેઠી, મમ્મી અંદર રૂમમાં જઈ સૂઈ ગઈપપ્પા, બહાર ડ્રોઈંગરૂમમાં બેઠા બેઠા લખતા હતા. એ વખતે માયા પોતાની ચોપડી એકબાજુ મૂકી બહાર પપ્પાની સામે આવીને બેઠી થોડીવાર તો ઈશ્વરને ખ્યાલ ન આવ્યો કેદીકરી માયા સામે આવીને બેઠી છે પણ થોડીવારમાં કોઈક બેઠું છે એવું લાગ્યું, એટલેઉપર જોયું, માયા બરાબર પપ્પાની સામે જ જોઈને બેઠી હતી. જેવું પપ્પાએ નજરમાંડીને બન્નેની આંખો મળી માયા ધારી ધારીને પપ્પાની આંખોમાં જ જોઈ રહી હતી.ઈશ્વરે દીકરીને પૂછ્યું કે બોલ માયા તારે કંઈ કહેવું છે...? પૂછવું છે...? તો માયા કહે,હા, પૂછવું જ છે, જાણવું છે, એમ કહી એણે એક મિનિટનો વિરામ લીધો અને વિચારતી હતી કે કઈ રીતે પૂછવું...? પછી એણે પૂછ્યું કે, ’પપ્પા હું જ્યારથી સમજણી થઈત્યારથી તમારી આંખોમાં સતત કંઈક ખાલીપો જોયા કર્યો છે. તમે સૌનો ખ્યાલ રાખોછો, મમ્મીને કંઈક ઓછું ન પડે, મને જે જોતું હોય મળે, તમારો પ્રેમતો ખોબલે ને ખોબલેમળે પણ, તમે ક્યારેય એવું જણાવવા દેતા નથી કે તમને શું જોઈએ છે, તમારા મનહૃદયમાં શાનો ખાલીપો છે જે આંખોમાં છલકાય છે’ ઈશ્વર ધ્યાનથી સાંભળી રહ્યો પછીબોલ્યો ’એવું તો કાંઈ નથી, ઘણી વાર એવું ન બને...? કે માણસની અપેક્ષા વધારેહોય...?’ માયા કહે ના તમારા કિસ્સામાં એવું નથી. ક્યાંક કાંઈક હૃદયના ખૂણે ધરબીરાખ્યું છે. આજે તમારી દીકરી, તમારી મિત્ર બનીને પૂછે છે, કાલ રાતથી મન મારૂંચકરાવે ચડ્યું છે, તમે મારા માથે હાથ મૂકી, આંસુ સારતા હતા, એમાંથી એક ટીપું મારાગાલ પર પડ્યું હતું, પપ્પા બોલો.

ઈશ્વર ધ્યાનથી માયાને જોયા જ કરતો હતો, એની આંખોના ખૂણા ભીના થઈગયા હતા અને એ બોલ્યો, બેટા કાલ રાતે મને એક કવિની વાત યાદ આવી ગઈ, એણેદીકરી માટે બહું જ સરસ કહ્યું હતું પોતાની દીકરીને વળાવતા જ, કે ’દીકરી તું પાછળવળીને વિદાય વેળાએ જોતી નહીં, અને જુવે તો તારા બાપની આંખોના આંસુ જોઈ,પીગળતી નહીં, તું તો મારો શ્વાસ છે, બહાર જવા માટે જ તું અંદર આવી હતી’ એ વાતતને જોઈ યાદ આવી બેટા તું હવે મોટી થઈ, થોડા જ વર્ષોમાં તું સાસરે જઈશ, મારૂં તો જીવન જ એ છે, સૌની ખુશી એ મારી ખુશી. તો માયા કહે, તમારા કિસ્સામાં એવુંકહેવાય કે કોઈનું દુઃખ એ મારૂં દુઃખ અને એનું દુઃખ દૂર થઈ જાય એટલે એની ખુશી એમારી ખુશી. મેં કેટલાય દુઃખી આત્માઓને જોયા છે કે એ લોકોને દુઃખ પડે એટલેઈશ્વરભાઈને દુઃખ સોંપે પછી આરામથી સૂઈ જાય અને તમે જ એનો પ્રશ્ન હલ કરીઆપો. એટલે એ ખુશ. કેટલાયને મેં જોયા છે અને નહીં જોયા હોય એ તો જુદા, પણ તમેતમારી જીંદગી જીવતા જ નથી...? લોકોની ખુશીમાં જ ખુશી...? તો ઈશ્વર કહે મનેતો એવું લાગે છે કે મને ઈશ્વરે લોકોનું જોવા જ મોકલ્યો છે. મેં જ્યારે મારા માટે કોઈપ્રયત્ન કર્યો છે કે અપેક્ષા રાખી છે તો એ હાથ તાળી આપી સરકી ગયું છે અને જો એ જપ્રયત્ન કોઈ માટે કર્યો હોય તો એ વ્યક્તિનું કામ થઈ ગયું છે. કેટલા કિસ્સા ગણાવું, આજો ને, ઈશ્વરે સંતાન આપ્યું એ પણ દીકરી, જે જતી રહેવાની, પછી ભલે દીકરી મટીનથી જતી, પણ એ અધિકારથી કહી ના શકાય તું જન્મી ત્યારે મેં તારી માંને કહેલું કે મનેતો ખાત્રી જ હતી, દીકરી જ આવશે, કારણ મને ખબર છે કે હું મારૂં કહી કંઈ મારી પાસેરાખી શકું અથવા તો મારી પાસે રહે એ તો ના જ બને. હું નાનો હતો ત્યારથી, જ્યાં મમત રાખું, એ સરકી જાય, એટલે હું લોકોની જ સેવા કરૂં છું. પણ તોય ક્યારેક એખાલીપાની લાગણી છલકી જાય, પણ બેટા, તું ચિંતા ન કરતી, ચાલ્યા કરે, જો તું આરામ કર, દીકરી, વાત સાંભળતા ખોવાઈ ગયેલી, એટલે જવાબ ન આપ્યો, એટલેઈશ્વરે બૂમ પાડી, ઓ માયા, અને માયા પપ્પાના પલંગ સામે ચોપડી વાંચતા વિચારેચડી ગયેલી. એ ઝબકી એને એમકે પપ્પા ભાનમાં આવી ગયા ને બોલાવે છે. જોયું તો,માસ્ક પણ તેમજ હતો. અને પપ્પા પણ સ્થિર હતા. સામે ડોક્ટર આવી ઉભા હતા. એઈશ્વરનો હાથ પકડી નાડ તપાસતા હતા એની આંખમાં પણ આંસુ હતા. માયા એકદમબોલી, સાહેબ તમે ઢીલા કેમ થયા...? તમારા માટે તો બધા જ દર્દી સરખા હોય, તોડોક્ટર કહે, આજે હું ડોક્ટર બની અહીં ઉભો છું એ આમના પ્રતાપે જ. એમણે મારાપિતાને મદદ ના કરી હોત તો હું ડોક્ટર ના બનત. બહાર જઈ જુવો, કેટલા માણસોહોસ્પિટલની બહાર છે, બધાની આંખો આ માણસે કોઈને કોઈ કારણસર ખુશીઓનાઆંસુથી છલકાઈ છે એ જ લોકો, ઈશ્વરભાઈ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે અને દુઃખનાઆંસુ છલકાવે છે. એ બધાએ મને કહ્યું છે વારા ફરતી કે ઈશ્વર સાહેબને બેઠા કરો,લોહી જોઈએ તો આપીયે, જીવન તેને આપીયે, તમે કહો ત્યાં દોડીએ પણ એમને ઉભાકરો, અને બેટા, હું ઝડપથી એમને સાજા કરીશ. કારણ કે આ સાજા નહીં થાય ત્યાં સુધીબહાર જે ટોળું છે એ નહીં જાય, માયાએ બહાર નીકળી નજર કરી તો વિશાળ મેદનીહતી, એને આશ્ચર્ય થયું કહે કે આટલા લોકો...? પપ્પા શું છે...? એમણે એવું તે શું કર્યુંછે...? તો ડોક્ટર કહે, મુક સેવા, એમણે આ બધાના એવા એવા કામ કર્યા હશે અપેક્ષાવગર કે, જેની કોઈ સીમા નહીં, આ બધા પાસે માત્ર એક જ અપેક્ષા કે પ્રેમથી બોલાવો,આ માણસ માત્ર પ્રેમના ભૂખ્યા છે.

બે દિવસમાં જ ડોક્ટરે ઈશ્વરને સારા કરવાનું નક્કી કર્યું, અને ત્રીજા દિવસનીસવારે, ઈશ્વરે આંખ ખોલી, સામે જ ડોક્ટર હતા, દીકરી હતી, પત્ની હતી, ડોક્ટરેમાસ્ક ખસેડ્યો, ઈશ્વરની આંખો સ્મિત સાથે ચમકી એમણે વારાફરતી બધાના હાથપકડ્યા અને માયા બોલી, પપ્પા તમે તો કેટલા મહાન છો, બહાર તો માનવ મહેરામણછે, તમે આંખ ખોલો એની રાહ જુવે છે. અમે એમને ખબર આપીયે, કે તમે ભાનમાં આવી ગયા.

થોડીવારમાં બહાર સમાચાર પહોંચ્યા, બધા ખુશ થઈ ગયા, બધાને ડોક્ટરેમળવાની વ્યવસ્થા કરી, લાઈન લાગી બધા એક પછી એક મળવા ગયા અને ઈશારાથીકહેતા હોય, સાહેબ, સાજા થઈ જાઓ, અને ઈશ્વરની આંખો અદ્‌ભુત પ્રેમ જોઈ છલકાઈજતી, બધા મળીને બહાર નીકળ્યા, રૂમતો આખો ફૂલોથી છલોછલ, મમ્મી અને દીકરીએફૂલ બધા ભેગા કર્યા, અને મુક્યા, માયા બોલી, પપ્પા, કેટલા બધા લોકો તમને પ્રેમ કરેછે...? હવે ખાલીપો નહીં રાખતા. એણે પપ્પાની સામે જોયું એમની આંખો બંધ હતી.હાથમાં પેન હતી અને નોટમાં લખ્યું હતું,

આજે જીવનમાં કોઈ ખાલીપો નથીદુઃખ દૂર થયો કે કોઈ મારૂં નથીહરપળ ઝંખ્યો છે પ્રેમ સૌ પાસેઆજે મન ભરીને ઠલવાયો, કોઈ રંજ નથી ઈશ્વર, સૌનું ભલું કરજો. માયાએ તરત ડોક્ટરને બોલાવ્યા, ડોક્ટરે કહ્યું, ઈશ્વર અંકલ, ઈશ્વર પાસે ગયા, માયા,પપ્પાની સામે જ જોઈ રહી, દુઃખ તો હતું સાથે સંતોષ હતો કે પપ્પાને કેટલો હૃદયથીઆનંદ થયો કે, જગતમાં કેટલા બધા મારા છે, એકલતા દૂર થઈ, સંતોષનું મૃત્યુ મેળવ્યું.