ઘેલછા Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘેલછા

‘ઘેલછા’

હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


‘ઘેલછા’

મોસમ બદલાય ત્યારે સવારે વાતાવરણમાં ફોગ હોય, ફૂલો અને વૃક્ષોનાપાંદડા પર ઝાકળ હોય, રસ્તા પર ઘણીવાર એવું બને કે સામેનું માણસ કે વાહન અમુકઅંતરે દેખાય જ નહીં. માત્ર અવાજ આવે. એટલે જ તો આવા વાતાવરણમાં વાહનચાલકોલાઈટ ચાલુ રાખતા હોય છે. આ વાતાવરણની અસરના કારણે, બાકી ઉંમરની અસરનાકારણે, આંખોમાં તકલીફ થાય, ધુંધળુ દેખાય, અને જાણે વાતાવરણમાં ઘુમ્મસ હોયએવું જ લાગ્યા કરે પણ કાન સતેજ હોય, એવું કહેવાય છે કે જ્યારે એક ઈન્દ્રિય નબળીપડે ત્યારે બીજી ઈન્દ્રિયો મજબૂત બની જાય. જેમ કે આંખ નબળી પડી ગઈ હોય તોધ્રાણેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય વધુ કામ કરતી થઈ જાય. ઘણાને ઓછું દેખાય કે કદાચ નદેખાય તો અવાજ અને સ્પર્શથી વ્યક્તિને ઓળખી જતા હોય છે.

આવી જ એક વ્યક્તિની વાત કરીએ, સુકુમાર. આજે સીત્તેર વર્ષ થયા, સવારેવહેલા ઉઠી ચાલવા જવાની આદત હતી, રોજ નીકળી પડે, મોટું ચક્કર મારી ઘરપાસેના ઉદ્યાનમાં જાય ત્યાં ફરે, મિત્રો સાથે વાતો કરે અને પછી ઘેર જાય, પણ પછીઆંખોની તકલીફને કારણે માત્ર બગીચામાં જ ફરે કલાક જેવું અને પછી બાંકડા પરબેસે, થોડા અવાજ પરથી ખ્યાલ આવે કે દૂરના બાંકડા પર કોઈ મિત્ર છે, એટલે બૂમપાડે, ’કાં... શું ચાલે છે, ફલાણાભાઈ’ સામેથી પ્રતિસાદ પણ મળે.

આ સુકુમાર એક દિવસ વહેલી સવારે ચાલવાનું પતાવી શાંતિથી બાંકડા પરબેઠા હતા, અને એક કન્યાનો અવાજ સંભળાયો, ’અમીત હું તને વિનંતી કરૂં છું કે, મનેભૂલી જા, મારી જીંદગીથી દૂર ચાલ્યો જા, આપણા બન્ને વચ્ચે સંબંધ હતો એ વાત સાચીપણ, હવે મારા લગ્ન થઈ ગયા છે, હવે હું એક ઘરની પુત્રવધૂ છું, કોઈની પત્ની છું, તુંતારૂ પણ જીવન બરબાદ કરે છે અને મારો સંસાર બગાડવા બેઠો છે. મારૂં લગ્નજીવનબહું જ સરસ ચાલે છે. મારા પતિ પણ મને બહું જ પ્રેમ કરે છે. આપણા બન્નેનો પ્રેમરહેશે, પણ આ ઘેલછા છોડ, મને મારૂં સાંસારિક જીવન જીવવા દે. ત્યારે અમીત બોલ્યો,’આપણે ત્રણ વર્ષથી એક સાથે છીએ એકબીજાને મળ્યા વગર રહી શકતા નહોતા, અનેઆમ કોઈ બીજું તને લઈ જાય એ કેમ સહન થાય...?’ તો કન્યા કહે, ’તેં મને જ્યારે જ્યારે લગ્ન માટે પૂછ્યું છે ત્યારે ત્યારે મેં તને કહેલું કે લગ્ન વડીલો નક્કી કરે, હું ઘરમાંવાત કરીશ કે અમીત મને ગમે છે તમે હા પાડો તો મારી ઈચ્છા છે એની સાથે લગ્નકરવાની, અને મેં વાત કરી હતી પહેલા મમ્મીને પછી મમ્મીએ પપ્પાને કરી, પણ

બધાનો મત એવો હતો કે ના બેટા અહીં અટકી જા, મને દુઃખ બહું જ થયેલું પણવડીલોની વાત પહેલા માનવાની, અને એ ઘટના પછી ઘણા દિવસે મેં તને ના પાડેલી કેઆ નહીં થાય, તેં એ દિવસોમાં મને આલિંગન આપતા હદ ઓળંગવાનો પ્રયત્ન પણકરેલો પણ મેં ના પાડી હતી, અને કહયું હતું કે એ બધું લગ્ન થાય તો અને પછી, પણ એના થયું, હવે, મારા લગ્ન થઈ ગયા છે, તું પણ બીજી છોકરી સાથે સંસાર માંડ, તનેસારી નોકરી મળી છે, તું એમાં જીવ પરોવ, પ્લીઝ મારો સંસાર ના બગાડ, તું રોજ રોજફોન કરે છે.કોઈને કોઈ બહાને મારા ઘર સામે આવી ઉભો રહે છે, એ મને નથી ગમતું, મેં, ભૂલ કરી કે પ્રેમમાં પડી, તને મેં એટલે જ ફોન પર મળવાની હા પાડી કે હું તનેમળીને સમજાવું, મારા પતિ બિઝનેસ ટૂર પર છે એટલે હું સવારે આવી શકી.’ તોઅમીત કહે, તો ચાલ આજનો દિવસ સાથે ગાળીયે, ના, મારા સાસુ-સસરા છે એ રાહ જુવે, અને આમેય હવે, ખોટું કહેવાય, હું જાઉં છું. તું મને ભૂલી જા. હવે ફોન નહિં કરતો કે ઘર સામે આવતો નહીં, મેં મારા પતિને સગાઈ વખતે કહેલું કે હું એક છોકરાનાપ્રેમમાં હતી, તારૂં નામ પણ ખબર છે, એટલે હવે તો એમને કહીશ કે તું હેરાન કરે છે,અને એ કદાચ પોલીસમાં ફરિયાદ પણ કરે, માટે તું તારા રસ્તે હું મારા રસ્તે...?!આટલું બોલી, કન્યા ભાગી ગઈ, અમીત શાંત બેસી રહ્યો, આ બધો વાર્તાલાપ સુકુમારબેઠા હતા. એની પાછળ ઝાડીમાં જ થયેલો એટલે એમણે બધું જ સાંભળ્યું.

અમીત પાંચ-દસ મિનિટ શાંતિથી બેઠો પછી નિસાસો નાંખી ઉભો થયો અનેઝાડીમાંથી બહાર આવી સુકુમારની બાજુમાં જ બેઠો, સુકુમારને ખ્યાલ આવ્યો કે આ એજ અમીત છે. સુકુમાર બહું જ શાંતિથી બોલ્યા કે આ ઘેલછા છે પ્રેમ નહીં, શારીરિકઆકર્ષણ છે, લાગણી નહીં, એ વખતમાં તેં જ્યારે કન્યાને આલિંગન આપતા હદઓળંગવા પ્રયત્ન કર્યો ત્યારે જો કન્યાએ છૂટ લેવા દીધી હોત તો એ સંતોષ પછી આઘેલછા ન હોત ભલે તું કબૂલ ના કરે પણ પ્રેમના અંચળા પાછળ, શારીરિક ઘેલછા છે,ત્યારે અમીત કહે, વડીલ માફ કરજો પણ તમને પ્રેમ શું એ ખબર નથી, અમારા પ્રેમનેતમે નહીં સમજી શકો, તમે કોઈ દિવસ પ્રેમ કર્યો છે...?

સુકુમારે ઉંડો નિસાસો નાંખ્યો, અને કહ્યું, તું જેટલી ઉંમરનો છે ને એ જ ઉંમરે, એ પણ મારી ઘેલછા જ હતી, પણ હા, તારી જેમ શારીરિક ભોગની ઘેલછા નહોતી,શુધ્ધ પ્રેમ હતો, આલિંગન તો દૂરની વાત થઈ, પણ સ્પર્શ શુધ્ધા નહોતો કર્યો. અમેનિયમિત મળતા, સાથે જ ભણતા હતા, તમારો પ્રેમ તો ત્રણ વર્ષનો હતો અમે તો બારવર્ષ સાથે ભણ્યા, હર્યા, ફર્યા, અને એ પણ ખબર હતી કે કદાચ વડીલો ના પાડે તો...?હૃદયમાં પ્રેમ રાખીશું, એકબીજાનું જીવન ઉજાળીશું. કોઈને નડશું નહીં, અમારી જ્ઞાતિએક જ હતી, અમારા બન્નેના વડીલો એકબીજાને ઓળખતા કોઈ જ્ઞાતિ, ગોળ, કે ગોત્રનો પ્રશ્ન હતો જ નહીં કે જેના કારણે સંબંધ ન થાય. પણ આર્થિક અને સામાજિકદરજ્જો અમને નડી ગયો, એ કન્યાના પિતા જ્ઞાતિનું સમાજનું મોટું માથું, ઘેર નોકરચાકર,બંગલા-ગાડી, અને અઢળક પૈસો એની સામે મારા પિતા કશું જ નહીં. સામાન્ય નોકરિયાતઅને અમારે તો કોઈ જ વાહન નહીં, બસમાં ફરીયે, એ કારણે અમારો સંબંધ ના થયો,પછી તારી જેમ હું પણ નહોતો રહી શકતો, કારણે એ મારૂં બહું જ ધ્યાન રાખતી, એસમય અનુસાર પૂછી લે મને, ’સુકુ’ તું જમ્યો...? બપોરે ક્યારેક એના ઘેર ગયો હોઉં તોનાસ્તો કરીને જ નીકળું, મને નાની નોકરી મળી ત્યારે ય એ ખૂશ થઈ ગયેલી અને કહેતીકે, મારા બાપૂજીને ભલે ગાડી હોય પણ આપણે સાઈકલ લેશું અને ફરવા જાશું, કેટલાસપના જોયા હતા, પણ વડીલોની આજ્ઞા, સંસ્કાર ઘડતર, અને એકબીજાના જીવન સુખમાટે પ્રેમનું બલિદાન આપી દીધું, પણ એ ઘેલછા નહોતી, સાચો પ્રેમ હતો, તમારા જુવાનિયામાં લગભગ ઘેલછા હોય છે. જો સાચો પ્રેમ હોય, તો હૈયામાં રહેવાનો જ છેએકબીજાની સુખાકારી ઈચ્છો ને...? તું મળવાનું, એ તરફ જવાનું, જોવાનું બંધ કરી દે,અરે આટલી મોટી જીંદગી પડી છે તારા માટે આ કન્યા નસીબમાં નહી હોય, જેનું નસીબતારી સાથે સંસાર માંડવાનું હશે એ આવશે જ. એટલે તારા આ પ્રેમને, હૃદયમાં બંધરાખ, એને ખૂબ પ્રેમ કરજે, એ તને પ્રેમથી નવરાવી દેશે. જેમ મારૂં થયું, અમે એકબીજાનોપ્રેમ હૃદયમાં જાળવ્યો, અને પોતપોતાનો સંસાર માંડ્યો અને મારી પત્નીએ મને એટલોપ્રેમ કર્યો કે કોઈ ના કરે, અને હવે એ પરિસ્થિતિ છે કે એ થોડા દિવસ પણ આઘીપાછીથાય તો હું એના વગર રહી શકતો નથી, મેં મારી પત્નીને પણ મારા પ્રેમની વાત કરીહતી, ત્યારપછી અમે સામસામે ઘણીવાર મળ્યા, મેં મારી પત્નીને પરિચય પણ કરાવ્યો,એણે એના પતિનો પરિચય કરાવ્યો, એના પતિ અને મારી પત્ની બન્ને જાણતા હશે, પણમૌનની મજા જૂદી છે, પછી તો એ લોકો જામનગર છોડી જતા રહ્યા, ખબર નહીં ક્યાંહશે, પણ અમે સુખી છીએ. માટે બેટા, તું આ ઘેલછામાંથી બહાર આવ, તારી નોકરીનવી છે, છોકરી મળશે. ભવિષ્યનું વિચાર, ભૂલી જા આ કન્યાને, આજથી નવી જીંદગીશરૂ કર, મન હળવું કરી નાંખ. સુકુમારની વાતથી અમીત એકદમ હળવો થઈ ગયોઅને વાત બરાબર મન હૃદયમાં ઉતરી ગઈ. એને હૃદયમાં લાગ્યું કે આ વડીલ સાચું કહેછે ઘેલછા જ છે, પછી એ ઉંડો શ્વાસ લઈ બેઠો, અને કહ્યું, તમારો આભાર, હું બધુંભૂલી, આજથી નોકરીમાં મન પરોવીશ. ઘરમાં મા-બાપ પર ધ્યાન આપીશ,આવનારીને સુખી કરીશ, વડીલ આપનું નામ શું...? તો એણે કહ્યું, સુકુમાર અને મારી પત્નીનું નામ, સંધ્યા. પછી અમીત કહે તમારી પ્રેમિકાનું નામ...? તો સુકુમાર કહે,એને તો દસકાઓ વીતી ગયા, એ ના પૂછ, તારા મા-બાપ કોણ...? તો અમીત કહે પિતાજી અભિલાષભાઈ અને માતા અનસુયા. આ સાંભળી સુકુમારનો ચહેરો સહેજ બદલાઈ ગયો, પછી કહે, અભિલાષભાઈ તો અહીંથી અમદાવાદ ગયા હતા. તો અમીતકહે હા પણ નિવૃત્ત થયા પછી એમને અહીં વતનમાં રહેવું હતું એમનું માનવું હતું કેનગર જેવી કોઈ જગ્યા નહીં, એટલે અહીં આવ્યા અને એ પણ નિમિત્ત હું બન્યો મને નોકરી અહીં મળી.

સુકુમાર, બોલ્યો ચાલો તો છૂટા પડીયે...? બેટા, સુખી થાજે. અમીતને સમજાયુંનહીં કે આ વડીલે એકદમ ચહેરો અને વાત કેમ સંકેલી લીધી. આમ વિચારતા એવડીલને જતા જોઈ રહ્યો.

ઘર જઈ પોતાના કામમાં પરોવાયો, આજે તો નાહીધોઈ, તૈયાર થયો.માપાસે જમવાનું માંગ્યું, પછી બોલ્યો, ચાલો નોકરીએ જાઉ. આજથી નવી જીંદગીની નવી શરૂઆત, એમ કહી મા ને પગે લાગ્યો અને નીકળ્યો, મા વિચારે કે રોજ સૂનમૂન રહેતો,પરાણે ખાતો-પીતો, દીકરો આજે એકદમ કેમ બદલાઈ ગયો...? બે-ત્રણ દિવસ પછી અમીત રવિવારે સવારે સંગીત સાંભળતા કંઈક વાંચતો હતો, રૂમમાં મા એ આવીને પૂછ્યું, તારા આ પરિવર્તનનું કારણ શું...? ઓલી છોકરીના લગન પછી તો તું સાવમુંગો થઈ ગયેલો, અચાનક શું થયું...? તો કહે, બગીચામાં એક વડીલ મળેલા, એમણેભાન કરાવ્યું કે મારો આ પ્રેમ એક ઘેલછા હતી. તારી આવનારી પત્ની માટે પ્રેમ રાખ,હું પણ તારી જેમ પ્રેમમાં હતો, અમે બંને એકબીજાને ભૂલી ગયા, આજે સુખી છીએ. તો મા કહે વાહ, કોણ હતા એ વડીલ...? હું એમનો આભાર માનીશ. તો અમીત કહે એમનું નામ સુકુમાર, એમની પ્રેમિકા એમને સુકુ કહેતી, પણ એમણે એ પ્રેમિકાનું નામના કહ્યું, આ સાંભળી અમીતની મા નો ચહેરો પણ બદલાઈ ગયો, અને કહ્યું લે નાસ્તોકરી લે, એમ કહી જતા રહ્યા, અમીત વિચારમાં પડ્યો કે, આ વડીલોને શું થયું હશે...?મા નો ચહેરો પણ બદલાઈ ગયો...! વાચકો તમે વિચારો શું હશે...?