આ અમારા ઈવડા ઈ ! Gopali Buch દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ અમારા ઈવડા ઈ !

 • આ અમારા ઇવડા ઇ !
 • અમે લખવાં બેઠાં હતાં ને અમારા ઈવડા ઈ જમવા માટે જરા ઊતાવળા થયા. " મારે કામ છે તો હું પછી ચા બનાવી પી લઇશ . જમવું નથી "એમ કહી અમે હવાલો દીકરીબાઈને સોંપ્યો .

  દીકરી બેનને જરા રમત સૂઝી અને અમને પ્રશ્ન કર્યો. " હૈ મા , તને ક્યારેય પાપા એ " આઇ લવ યુ " કીધું છે ? (મોટી થાય એટલે દીકરીઓ પણ ટાંટિયાં ખેંચમા માહીર થઇ જાય છે )
  આટલું પુછતાં તો બાપ - દીકરીની આંખો સામસામે મસ્તીમાં મલકી ઊઠી જે અમારાથી છાનુ ન રહ્યું.

  જી હોય તે પણ અમારી દુખતી રગ દબાઈ ગઈતી ઇ નક્કી હતું. ને અમારા હૈયામાં ઊકળતો લાવા ફાટયો ." કપાળ તારુ ! એમને જ પુછ. એમને નવરાશ જ ક્યાં હોય છે ? પુછ કે છેલ્લું પિકચર ક્યારે જોવા લઈ ગ્યા ? પુછ કે ....'' વિગેરે વિગેરે .....
  જે લગભગ બધી જ સ્ત્રીઓ કરતી હોય એમ જ અમારુ રેકોિર્ડંગ ચાલુ થઈ ગયું.

  અમારા ઈવડા ઈ તો પહેલાં વાકયે જ રૂમની બહાર નીકળી ગ્યા .અમે દીકરી ને કીધું પણ ખરું કે '' જોયું ? સાંભળવું ન પડે એટલે ભાગી ગયા '' .

  ત્યાં અચાનક જ રૂમનો દરવાજો ખૂલ્યો અને અમારા ઇવડા ઇ હાથમાં ગરમા ગરમ ચા ના કપ સાથે રૂમમા દાખલ થયા.
  અમારા હાથમાં ચા નો કપ મુકતા ધીમેકથી બોલ્યા , "લ્યો પીવો. જો આને તમે " લવ યુ " ગણી શકતા હોવ તો !'

  વળી બાપ - દીકરીની આંખો સામસામે હેતથી મલકી ઊઠી.
  અને મારા હોઠ પણ :)

  ગોપાલી બુચ

 • આ અમારા ઈવડા ઈ !!!
 • તમને થાહે કે આ બુન આઈવા પાછા,પણ હું કરું બાપલિયા,મારેય તે કાંક તો હળવુ થાવુંને ?

  વાત જાણે કે એમ બની કે આ અમારા ઈવડા ઈ ઓસિંતા ઝ અમારા બેડરુમની ભીંત્યું લાઇગ્યા માપવા.અમે ઈમને ટગરટગર જોઇ રયા.એમેય અમારો ટાંટિયો ભાંઇગ્યોતો તે બીજુ તો અમારે કાંઇ કામ હતુ નહી તે અમને ય તે રશ પઈડો કે હું લેવાને આવી મેનત કરતા હઇશે ?તે અમે પુછી માઈરું કે,' હું માપો ?આપડે હવે બાપા કાંઇ કબાટ બબાટ નત કરાવા હોં.
  અને આ અમારા ઈવડા ઇ એ જે જવાબ દીધો,અમે તો રાઝી રાઝી થૈ ગ્યા કે હાલો,ઝાતી જિંદગી એ અમારા માન થ્યા ભાઈ.
  આ અમારા ઈવડા ઇ ક્યે કે આંઇ મારે છ બઐ છની ફોટો ફ્રેઇમ મુકવી છ.ામે તો ફુલ્યા ન સમાણા હોં.

  વાત ઝાણે એમ કે અમારી ખબર કાઇઢવા અમારા મામા આઈવાતા.મામાને એવો વહેમ ગરી ગ્યોસે કે ઇમને લેવા પુસ્પક વિમાન આવશે.અમને આમ નાનપણ્થી ઇમની હારે થાવાની ટેવ.જુનાગઢમા અમે જીદ કરી બધે ઈમની હારે જાતા.વઢ ખાતા ઇ નોખી વાત.પણ જાતા તો ખરા જ. તે અમે આંઇ પણ બોલી ગ્યા કે તે અમને હારે લેતા જાજો પુસ્પકમા હોં.નશીબ પાધરાં તે મામાએ ફટ કરતી હા ભણી નાખી.

  ઈ અમને યાદ આઈવું, કે આ દિવાલું એટલે મપાતી લાગે છ. અમને થ્યું કે હાલો ઈ બાને તો ઈ બાને પણ આપણો ફોટ્ટો તો લાગશે.તે અમે અમારા ઈવડા ઇ ને હરખમા કહીયે દીધું કે ,;ઓલો ફેઈસબુકમા અમારો પ્રોફાઈલ ફોટો અમને બહુ ગમે સે હોં, તો તમે ઈ ફોટો મઢાવજો '.

  ને અમારા ઈવડા ઈઈઈઈ.....!
  અમારા ઈવડા ઈ અમને ક્યે 'ઘેલી થામા ગાંડી,આંઇ કાંઈ તારો ફોતો થોડો આઈવશે ? આંઇ તો હુ તારા મામાનો ફોટો મુકાવીશ કે ધન ભાઈગ મારા કે તને હારે લેતા ગ્યા'.....

  ગોપાલી બુચ

  *

  આ અમારા ઈવડા ઈ !

  અમે નાશતામા ગમે ઈ ખાઈએ,ઇમા ઇમનુ હુ બગડી જાહે! અમને ઇ નત હમજાતું.હવાર હવારમા ઇ ઝમવા બેઠા ને અમને તે વળી હુ કમત હુઇઝી કે અમે ઇમની હારે નાશતો કરવા બેઠા !
  ઇ અમારી ડીશું હામે જોઈને બોઇલા વિના નો રયા,"તારા જેવી મે બાઈ માણા નથ જોઇ હોં.તી આમ ડીશમા કારેલાંનુ હાક લઈને તી ખવાતું હઈશે?સમસિથી ઇયતે !આમ ઝીભમા કાંઈ હવાદ આઇવે કે બન્ને એક જ હવાદની શે તે કાંઈ ફરક નઈ લાગતો હોય ,કાં ?"

  હું લાગેસ તમને ? ?અમે ઇને બાકી મેલિએ ?
  અમે હામુ છાશિયું કઇરું,"તે વળી તમે કેટલી બાઈ માણા જોઇ ઈ ક્યો તો ઝરા એટલે અબઘડી ઈ બધીઓની હું ય તે ભાળ કાઢું કે નમુનીઓ હુ ખાય્સ નાશતામા !તમે ઈ બધીયું હાઈરે કે'દી ભાણુ માંડ આઈવા ?
  ને રઈ આ હવાદની વાત,તે હત્તાવી વરહથી તમ જેવા માણા હાઈરે રેતાં હોઈએ ને ,તે બધી કડવાશ કોઠે પઇડી ગઈ હોય્,હુ હઇમજા તમે ?

  આ અમારા ઈવડા ઈ છે.કાંઇ ચુપ બેહે ?ફટ્ટ કરતાક ને ફાઈટા,"ઈમને ?હારુ તય્યેં.આ હાંજે ઘીરે પુગીશ તે પડિકી ઝેર લેતો આવીશ.ફાકજે ડીશુંમા લઈને ઇનેય તે !"

  મારુ હારુ .... આ તો ખોટુ થઈ જ્યું.

  ગોપાલી બુચ.

  આ અમારા ઈવડા ઈ !
  આજ હવાર હવારમા વળી અમને ય તે હું કમતી સુઈજી કે અમે ઈમને ઉઠતાં વેત કીધું કે ,"જે શી ક્રિષ્ન !અમે આશા કરીએ કે આજનો તમારો દિ' હારોજાય".
  ફટ્ટ કરતા હામા ફાઈટા" કાં !આજ તુ આખો દિ' બહાર રેવાની ?

  ગોપાલી બુચ

  આ અમારા ઇવડા ઈ !

  ગયે મહિને અમે પરિષદના અધિવેશનમા ભુજ ગ્યાતા.અમે ભુજથી પાછાં આવ્યા ને હજી તો ઘરમા પગ દીધો ત્યા એમનુ લશણ પુરાણ ચાલુ થ્યું,"કાલથી મારા જમવામા રોજ લશણ તો જોઈશે જ"
  વાહ,અમે ય તે હરખાણા કે હાલો,ઈ અમારી વાત હાંભળીને જાત હારુ કાંક વચારતા તો થ્યા.ને ઈ ય તે રોજ હાંજે જમવા બેહે ને થાળીમા લશણ છે કે નહી ઇ પહેલું જુએ.ને કાંઈ બે હાથે ખાય.ચટણી ય હોતી જોઇએ ને માથે ઘીમા હાંતળેલુ ય તે ખાય.
  અરે,લશણની ટોપલી ય તે રોજ ચકાશે અને હજી તો બહો ગ્રામ લશણ પઈડું હોય ત્યા અમારા ઈવડા ઈ મારા હાળા લશણ લીઆવીઆ જ હોય.હું ય તે રાજી થાવ હોં,કે હાલો અમારો એટલો ભાર ઓછો.
  તે આજે પસ્તી કાઢવાં અમે બેઠાં ને અમે જે દિ'ભુજથી પાછાં ગુડાણા તે દિ'નું પેપર હાથમાં આઈવું ને અમારી ડાગળી શટકી. અમને હમજાઈ ગ્યું કે અમારી પૂજનિય સાસુમાના ગગાને લશણ હારું અટલી પ્રિત હુ કામે ને બંધાણી ?આજથી લશણ ખાવા તો હુ,ઈને ઘરમા દેખવા ય તે નો દઊં.

  ઈ મુઆ છાપામા મોટું મથાળું હતું

  "રોજ લશણ ખાવાથી મહિલાઓ વધુ માત્રામા આકર્ષાય છે "

  ગોપાલી બુચ.

  આ અમારા ઈવડા ઈ !

  આજ હવાર હવારમા અમે ય તે ઈમને બરાબરના પજવાવાનુંમ નક્કી કઈરીને ઈમાની પાંહે ગયાં .અમે અમારા મુઢાના ડાઘા ઈમને બતાઈવાં ણે પુઈછું ,”આ ભાળો છ ને?”ઓણ સાલ ઓઈલા દાક્તર અઈવાતા તે ઈ કેતા કે નવી સામડી લગાડ દે તે આ હંધાય ડાઈઘ વૈયા જાહે .મુઈ થોડી હારી દેખાવું તો તમને તે હારું લાગે.

  અમાર ઈવડા ઈ તો રાજીના રેડ થઇ જ્યાં.ઈ ક્યે ,લે ,તે ઈમાં પુછછ હું?ગાંડી,ઈને પ્લાસટીક હરજરી કેવાય.હા,આમ ય કાળીમહા દેખાય તે જીરિક ઉજળી લાઈગીશ.કરાવ તું તાર .

  અમે તો ઓળઘોળ થયાં ઈમની ઉપર કાંઈ !હળવેક થી કીધું કે ઈ દાકતર લાખ રૂપિયા ખરચ કેતાતા .

  હટ હાથમાંથી સા નો કપ હેઠો મેલીને અમને ક્યે ,ઓયે રે...તું તો કાંઈ રૂપાળી લાગછ હમણાની .તારી પાંહે તો ઓલ્યા અમિતાભની વહુવારુમ ય તે પાણી ભરે .

  બોલો લ્યો ? હુ કેવું અમારા ઈવડા ઈ ને !

  ગોપાલી બુચ.

  gopalibuch@gmail.com