મારે લગન કરવા છે! Patel Swapneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારે લગન કરવા છે!

મારે લગન કરવા છે!

આપણી સંસ્કૃતિ, વારસો, આપણી માનવજાતિ, આપણા ગ્રંથો આપણા ધાર્મિક પુસ્તકો અને સમુદાયો વગેરે બધાયનો આધાર હોય તો એ છે “લગ્ન” અથવા “મેરેજ”.લગ્ન જ ના હોય તો પ્રજાઉત્પત્તિનો પ્રશ્ર્ન જ ઉભો થતો નથી.સૌપ્રથમ વાર જ્યારે પૃથ્વીનુ સર્જન “બ્રહ્માજી” એ કર્યુ ત્યારે પ્રજા ઉત્પત્તિ માટે “રાજા મનુ અને શતરૂપા” દેવી એ પ્રજાત્પત્તિનુ બીડુ ઉપાડ્યુ હતુ.આજના ટેકનોસેવી જમાનામાં ૨૧મી સદીના બુધ્ધિજીવી મનુષ્યોએ ટેકનોલોજીથી દુનિયાને નાની કરી છે પણ એક પ્રશ્ર્ન હજુય મુંઝવે છે કે લગ્ન કરવા પણ “લવ મેરેજ અથવા અરેન્જ મેરેજ” વિકલ્પમાંથી શું પસંદ કરવું !

આપણી સંસ્કતિ અને જમાનામાં માં પાછળ જઈએ તો વેદિક જમાનામાં લોકો લવ મેરેજ કરતા હતા, જેમાં ઉદાહરણ લઈએ તો “દુશ્યંત અને શકુંતલા” અને આવા ઘણા ઉદાહરણો મળી જાય જેમાં રાજમહેલોમાં રાજાઓ પોતાની રાજકુંવરીઓ માટે સ્વયંવરનુ આયોજન કરતા અને રાજકુવરી પોતાને મનગમતા વરનુ અથવા રાજાનુ ચયન કરતી.આ ઉદાહરણોને “લવ મેરેજ”(આજના જમાનાની દ્રષ્તિએ)ની શ્રેણીમાં મુકી શકાય કે નહી એ એક પ્રશ્ર્ન તો છે જ પણ તેના ઉકેલ પછી મેળવતા નીચેની વાતો પર ધ્યાન લઈ જઈએ.

૨૧મી સદીના બે-ત્રણ દાયકા આગળ જઈએ તો આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે લોકો અરેન્જ મરેજ કરતા , જેમાં એક પરિવાર , પોતાની છોકરી માટે સારુ કુટુંબ શોધતા અને છોકરાને છોકરી બતાવવામાં આવતી અને છોકરા-છોકરીની સહમતિથી , કેટલાક કિસ્સાઓમાં તો છોકરીને ખબર પણ ના હોય કે એના લગ્ન પાક્કા થઈ ગયા છે અને છોકરાનો ફોટો પણ જોયો ના હોય અને આમ માતા-પિતા પોતાના અનુભવો, પુછપરછ અને વરકુટુંબ વિશે જાણી અને સમજીને પોતાની વહાલસોયી દીકરીને એ ઘરે પરણાવી દેતા. હવે નવો જમાનો આવ્યો, પેઢી દર પેઢી વિકાસ અને ટેકનોલોજી એટલી વધતી ગઈ કે હવેના જુવાનિયા પોતાની પસંદની, છોકરી સાથે લગ્ન કરે છે જેમાં છોકરા-છોકરીના માતા-પિતાના, એકબીજા કુટુંબ સાથેના ગથબંધન કરતાં એ બે પ્રેમી વચ્ચેનો પ્રેમ જ એ સબંધનો ગથબંધન હોય છે જેને આજની ભાષામાં “લવ મેરેજ” કહેવામાં આવે છે.

“લવ મેરેજ” અને “અરેન્જ મેરેજ” શબ્દોથી ભાગ્યે જ કોઈ અજાણ હોય, બંને વિશેષણોનું અને વિશેષણોથી બનતા એ સબંધોનું પોતપોતાનું વિશેષ મહત્વ છે. આ બન્નેને પોતપોતાના નફા-નુકસાન અને ફાયદા-ગેરફાયદા પોતપોતાના વિચારની દ્રષ્તિએ અલગ-અલગ રહેલા હોય છે.મહત્વ આ વિચારો અને સંદર્ભોનુ મહત્વ એટલે વધારે છે કે આ સબંધો આખી જીંદગીભર નિભાવવાના છે અને તે પણ હસતા હસતા, જીવનમાં સુખ આવે કે દુઃખ એકબીજાનો સાથ નિભાવતા નિભાવતા આખી જિંદગીને ખુશીથી જીવવું એ દરેક વ્યકિતનું સ્વપ્ન હોય છે.અંતે ખુશી માટે જ તો વ્યકિત પરિશ્રમ કરતો હોય છે.હવે લવ મેરેજ અને અરેન્જ મેરેજ સંદર્ભે વાત કરીએ તો,

લવ મેરેજમાં શુ હોય કે તમે એકબીજાને જાણો, સમજો, અનુભવો, એકબીજાની સાથે પોતાની ફીલીંગ શેર કરો અને જાણી સમજીને પ્રેમના તરંગમાં એકબીજાના થઈ જાવ.

“HAPPY IS THE MAN , WHO MARRIES THE GIRL, HE LOVE,

HAPPY IS THE MAN, WHO LOVE THE GIRL, HE MARRY”

ઉપરની અંગ્રેજી પંકિત અથવા ક્વોટેશન કહેવા માંગે છે કે, વ્યકિત સુખી છે જ્યારે એ એવી છોકરી સાથે લગ્ન કરે, જેને એ પ્રેમ કરે છે અને નીચેની પંકિત કહેવા માંગે છે કે વ્યકિત સુખી છે કે જ્યારે એ વ્યકિત, એ છોકરીને પ્રેમ કરે જેને એ પરણે છે.આ પંકિતમાં લવ મેરેજ અને અરેન્જ મેરેજના સબંધોનુ હાર્દ રહેલું છે.સામાન્ય રીતે જોવા જઈએ તો મેરેજ કેવા પણ હોય પણ એ મેરેજ અથવા લગ્નમાં પ્રેમ નામનું પારેવું હોવું એટલું જ આવશ્યક છેકે જેમ જીવવા માટે શ્ર્વાસનું ચાલવુ જરૂરી છે.

આમ તો લવ મેરેજ અને અરેન્જ મેરેજ જેવું કાંઈ હોતુ નથી, માત્ર હોય છે એટલું કે “love after marriage & love before marriage”.લવ મેરેજ અને અરેન્જ મેરેજનું તોલમાપ કરવા જઈએ તો પર્સનલ વ્યુ પ્રમાણે આ બે વિષયો પ્રત્યેની પોતપોતાની વ્યકિતગત ખેંચતાણ હોય છે.લવ મેરેજના પક્ષે આ વાતો સાંભળવા મળે કે...

આપણે જે વ્યકિત સાથે આખી જીંદગી ખુશીથી જીવવાની છે એ વ્યકિતનો નિર્ણય, કોઈ વ્યકિત એક મુલાકાતમાં કેવી રીતે લઈ શકે!? આપણે એ વ્યકિતને જાણતા નથી, એના શોખો શું છે? એની પસંદગી કેવી છે? એનુ વ્યકિતત્વ કેવુ છે? એનુ ચારિત્ય કેવું છે?એનો સ્વભાવ કેવો છે? એના સંસ્કારો કેવા છે? આટલુ બધુ શુ એક જ મુલાકાતમાં કેવી રીતે જાણી શકો!? આતો હમણા જ મુલાકાત થઈ અને હમણા જ કરી લીધી, આવું કઈ રીતે પોશાય!

લવ મેરેજમાં તમે તમારા લવર સાથે કેટલાય વર્ષો સાથે વિતાવ્યા હોય, એકબીજા સાથે ફર્યા હોય, એકબીજાના શોખો, એકબીજાની પસંદગીની જાણ હોય, એનો સ્વભાવ કેવો છે ,એનુ વર્તન કેવું છે, એમની વૃતિ કેવી છે આ બધાની જાણકારી પહેલેથી જ હોય.તમે એ વ્યકિતને નજીકથી જાણી શકો,જે અરેન્જ મેરેજમાં પોસિબલ જોવા નથી મળતું. તો વ્યકિત પાસે સમય છે ,સમજવાનો અને વિચારવાનો કે શું આ પર્સન સાથે હું મારુ આખુ જીવન વિતાવી શકું? કે નહી.અરેન્જ મેરેજમાં બે પરિવાર વચ્ચેનો સબંધ હોય જ્યારે લવ મેરેજ એક હદયનો બીજા હદય સાથે સબંધ હોય છે, જેને એક પ્લસ પોઈન્ટ ગણી શકાય.

અરેન્જ મેરેજ કરવામા રૂચિ રાખતા વ્યકિતઓનો મુદ્દો એ હોય છેકે ,”આપણા મા-બાપે આપણા કરતાં દુનિયા વધુ દુનિયા જોઈ છે, તેઓ આપણો સ્વભાવ ,આપણી પસંદ, નાપસંદ બધુ જાણે છે અને દુનિયાદારીની સમજવાળા આપણા માતા-પિતા કઈ રીતે ખોટા હોય શકે?! અને ખોટા જ હોય તો તેમના સબંધો હમણા સુધી કેમ ટકી શક્યા!? સામાન્યબુદ્ધિથી વિચારવા જઈએ તો આપણા માતા-પિતા એવું થોડુ ઈચ્છવાના કે મારા સંતાન નુ બુરુ અથવા ખરાબ થાય.”

ચાલો તમારી વાત માન્યા કે તમારા માતા-પિતાએ તમારા કરતા વધારે જોયુ છે, પણ શું તમારો જવાબ હા હશે કે શું તમને એ વ્યકિત સાથે પ્રેમ થશે જ!? પ્રેમ થાય એ લોટરી બધાયની નથી લાગતી સમજજો.તમે કહેશો કે લવ થાય કે ન થાય અમે સાથે રહીશું. સાચે!? જેની સાથે પ્રેમની આપ-લે નથી તેની સાથે કોઈ આખી જીંદગી વિતાવી શકે! ચાલો એક દાખલો આપું, “જ્યારે તમે બીમાર હો અથવા જાણે તમને તાવ આવતો હોય તો તમને એક એવી વ્યકિતનો સાથ હોવો જોઈએ કે જેના ખભા પર તમે તમારુ માથુ નાખી ને રડી શકો...ડોકટર પાસે તો આપણે પછી જશુ પણ પહેલા એ વ્યકિત સાથે પોતાનો દર્દ શેર કરીશું .એ સબંધમાં પ્રેમ જ ન હોય તો તમને એ સાથી ક્યાંથી મળવાનો જેની સાથે તમે તમારા દુઃખ-દર્દ વહેંચી શકો! જેને તમે તમારા લાઈફની બધી વાતો કહી શકો, એના સાથે હસી શકો અને જીવન સાચા માઈના માં જીવી શકો.અરેન્જ મેરેજ પછી તમે તમારા દરેક સુખ-દુઃખ શેર કરવા તમારા માતા-પિતા પાસે નથી દોડવાના! કેમકે તમે જાણો છો કે તમારા માતા-પિતાની ઉંમર તમારા કરતા ૨ ગણી તો હશે જ, અને તમારી ૨૫ વર્ષની ઉંમરે તમારા માતા-પિતા ૫૦-૬૦ એ પહોંચે,કહેવુ તો ન જોઈએ પણ આખી જીંદગી તમારા માતા-પિતા તમારી સાથે નથી રહેવાના, પણ એ સમયે એ વ્યકિત જેની સાથે તમે પરણ્યા છો એ પ્રેમીનો સાથ હોવો જરૂરી બને છે.તમે કહેશો કે “compromise” કરી લેશુ તો મિત્રો ભુલી જજો તમે એ સ્ટેજમાં રહી શકો, આટલા ફાસ્ટ જમાનામાં ,જમાનો તો સ્ટ્રેસ આપે જ છે અને જો મેરેજનુ ફળ પણ સ્ટ્રેસ જ હશે તો તમને “depression” ની હાલતમાં પહોંચતા કોઈ રોકી નહી શકે.તેથી “compromise” નો પ્રશ્ર્ન જ ઉભો થવો ન જોઈએ.

જો તમે અરેન્જ મેરેજ પણ કરતા હો તો એ વ્યકિત સાથે લગ્ન પહેલા ટાઈમ પસાર કરો અને જાણો વ્યકિતના સ્વભાવને કે શુ તમે એ વ્યકિત સાથે દિલ ખોલી ને વગર ગભરાટે વાત કરી શકો, એમની સાથે ચાલી શકો? લગ્ન કરતા પહેલા બે વખત વિચારજો. પેરેન્ટસના નિર્ણયે હામાં હા ભરવી હોય તો ન કરે નારાયણ પણ કોઈ પણ પ્રોબ્લેમ આવે, મેરેજ લાઈફ જેવી પસાર થવી જોઈએ એવી પસાર થતી નહોય, એકબીજાના મોંઢાય જોવાના ગમતા નહોય, depression માં હોવ તો ક્યારેય ફરિયાદ કરતા નહિ, આ પ્રકારની લાઈફ થઈ જશે તો તમે રડશો, રડવા માટે કદાચ માતા-પિતાનો આશ્રય પણ કદાચ નહોય, તમે એકલા હોવ એવું અનુભવશો અને અંતે બિયર-દારૂના રવાડે ચઢી પોતાનુ “depression” દુર કરશો તો એ વાત ભુલી જજો,એવું ક્યારેય બન્યુ નથી કે એનાથી ટેન્શન દુર થાય ઉલટુ વધશે.

જેમ એક સિકકાની બેબાજુ હોય એમ લવ મેરેજ અને અરેન્જ મેરેજ ના બીજા પાસા જોવામાં આવે તો,લવ મેરેજ થાય તો એનો પાયો જ અસત્ય પર ટકેલો હોય છે.તમે કહેતા હશો કે એતો સાચો પ્રેમ કરતા હોય તો ખોટું બોલવાનો પ્રશ્ર્ન જ ક્યાંથી આવ્યો? તો એકવાત સમજી લો કે જે વ્યકિત સાથે લવ થાય છે એને ગુમાવવો ન પડે એટલા માટે છોકરી સામે છોકરો દેખાડો કરતો હોય છે.પોતાના પાસે બાઈક ના હોય તો ફ્રેન્ડ પાસે ઉધાર લઈને અને બાપા પાસેથી ઉછીના રૂપિયે પેટ્રોલ પુરાવી છોકરીની ખુશામત કરતા હોય છે.ઓછીનું શર્ટ, પેન્ટ, બુટ, બાઈક લઈને પટાવવાનો પ્રયત્ન આજના “બોય ફ્રેન્ડ –ગર્લ ફ્રેન્ડ”ની ફેશનમાં રંગાયેલો નવયુવાન આવું જ કરતો સ્પષટ પણે જોઈ શકાય. કામશાસ્ત્ર પરથી કહેવામાં આવે તો છોકરો એ જોઈને attract થાય અને છોકરી વાતોથી impress થતી હોય છે અને એ વાતોથી સપનાની દુનિયાનુ નિર્માણ કરતી હોય છે.છોકરો મોટીમોટી વોતોથી છોકરીને ફસાવે કે મારુ ફેમીલી અમીર છે, મારી બહેન ના લગ્ન ફોરેનમાં થયા છે અને હુ મારા કુટુંબમાં સૌનો લાડકો છું , આવી વાતો અને ખુશામતોથી છોકરી, છોકરાના પ્રેમમાં પાગલ થઈ જાય અને છેવટે લગ્ન પહેલાના શારીરિક સબંધોનો ભોગ બની છેલ્લે દુઃખી થતી હોય છે કારણ કે યુવાનીના સમયે મેચ્યોરિટી ઘણી ઓછી હોય છે.

અરેન્જ મેરેજમાં ઉંમરનો તફાવત જોવા મળે અને જેથી પતિ અને પત્ની એકબીજાની ઈજ્જત કરતા જોવા મળે છે જે લવ મેરેજમાં જોવા નથી મળતું.અરેન્જ મેરેજ ફેમિલી દ્વારા કરવામાં આવતો હોય તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બંન્ને ફેમિલી મળીને ઉકેલ લાવે છે જેનો વિકલ્પ લવ મેરેજમાં નથી.લવ મેરેજમાં એકબીજાને પ્રેમ કરવામાં વ્યકિતઓ એટલા વ્યસ્ત હોય કે છોકરાની ફેમિલી અને માતા-પિતાના સ્વભાવને જાણવાની ટ્રાય પણ કરતા નથી અને પછી જ્યારે સાસુના કહેવા પ્રમાણે સાડી પહેરવી પડે ત્યારે પરિસ્થિત એટલી હદે બગડતી હોય કે લવર કહી દે કે મને તારી મા સાથે નથી ફાવટુ,”આ ઘરમાં હુ નહી કે તારી મમ્મી નહી” નકકી કરી લે. આવા સંજોગો અરેન્જ મેરેજમાં જોવા નથી મળતા.કારણકે બે ફેમિલી વચ્ચે સબંધો હોય તેથી વહુ સાસુને આદર આપે છે અને સાસુ, વહુ ને પોતાની દીકરી જેવો પ્રેમ કરે છે.

અરેન્જ મેરેજમાં લગ્નપછીની રાતે બંન્ને અહંકારોનો ત્યાગ કરે છે અને પછીના વર્ષે એકબીજાને સમજે છે અને પછીના વર્ષે છોકરાના આવવાથી પ્રેમ વધતો જ જાય છે.જે લવ મેરેજમાં ભાગ્યે જ જોવા મળે.