મારી પહેલી નીલામી Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

મારી પહેલી નીલામી

મારી પહેલી નીલામી

હેલો, હું ખુશ્બુ. ચાલો હું તમને વર્ષ ૨૦૧૨માં લઇ જવું જયારે હું યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલ માં રહીનેએમબીએ ના બીજા વરસમાં અભ્યાસ કરતી હતી. મારા કાકા નો દીકરો મને અને મારી કઝીન બહેન જે ૧૨ સાયન્સ અભ્યાસ કરતી હતી અમને બંનેને લેવા આવાવનો હતો, કારણ કે બીજા દીઅવસે એમની સગાઇ હતી. કેટલાય દિવસ થી અમે એમની સગાઇ ની રાહ જોતા હતા કે ક્યારે છોકરી ગામડે અને ક્યારે લગ્ન થાય . એટલે અમે બધા ખુબજ ખુશ હતા. એ અમને લેવા આવ્યો ,અમે ગાડી માં બેસી ગયા અને ઘરે જવા માટે ગાડી રવાના થઇ. હોસ્ટેલથી ઘરે જતા હોય ત્યારે આનંદ કઈંક અલગ જ હોય અને એમાય કાલે ભાઈની સગાઇ એટલે તો પૂછવું જ શું?

શું ભાઈ જલસા? મજાને કાલે તો સગાઇ નહીં! કાલથી ડબ્બી ગુલ. એમ જ વાતો કરતા હતા અને ભાઈએ કીધું કાલે તને જોવા આવવાના છે. બાપુજી કહેતા હતા કે જો સારું ઠેકાણું મળી જાય તો ભાઈ બહેન ના મેરેજ સાથેજ કરી નાખવા છે. શું???? મને જોવા આવવાના છે? ક્યાંથી? આ વાત સાંભળીને સાતમાં આસમાન પરથી ડાયરેક્ટ પાતાળ લોક માં પોચી ગઈ. મારું મગજ બલેન્ક થઇ ગયું કારણકે આ વિષે તો કઈં વિચાર્યું જ ના હતું અને આમ અચાનક લગ્ન? આંખો માં પાણી આવી ગયા ખબર ના પડી શું બોલું . હું ચુપ થઇ ગઈ ઘર સુધી કઈ જ ના બોલી. હું હજી એક સ્ટુડન્ટ હતી કેવી રીતે આ બધું કેવી રીતે હેન્ડલ કરીશ? એવા કેટલાય પ્રશ્નો મનમાં થવા લાગ્યા. અમે ઘરે પહોચ્યા. ઘરે જઈને પણ બધું અજુગતું લાગતું હતું બધા જોવા આવવાના છે એમની જ વાત કરતા હતા કે સારા અંજળ હોય અને ગમી જાય તો સારું. બેન-ભાઈ બન્નેની સહ્ગાઈ એક જ દિવસે થઇ જાય, કવું સારું! જાણે કાલે જ મારે આ ઘર છોડીને જતું રેહવાનું હોય એવું લાગ્યું અને મારી આંખ માંથી ગંગા જમુના વહેવાનું ચાલુ થઇ ગયું. આંસુ બંધ થવાનું નામ જ ના લે. રડી રડી ને આંખો સોજી ગઈ.

ઘરે પહોચતા જ કાકી એ કહ્યું બેન કાલે જોવા આવવા ના છે આઇબ્રો , વેકસ ને મોઢે કઈ કરાવવાનું હોય તો કરી આવો પાર્લરમાં જઈને. ઓહ વેકસ!! પેલા છોકરાએ એ કરાવ્યું હશે? નહીં . તો મારે જ કેમ કરાવવાનું? છોકરા ના હાથ માં ગમે તેટલી રુંવાટી હોય તો ચાલે પણ છોકરીના હાથ તો કલીન જ હોવા જોઈએ ફેઈસ પણ કલીન જ હોવો જોઈએ આવું કેમ? છોકરા ને એમની બધીજ નબળાઈઓ સાથે સ્વીકારવાનો કારણ કે એ છોકરો છે! જયારે છોકરી ઓ તો સુંદર અને પરફેક્ટ જ હોવી જોઈએ.

ભાભીએ પૂછ્યું કઈ સાડી પહેરસો? બધા એ કહ્યું જે કલર વધારે ઉઠે અને રૂપાળી લાગે એ સાડી પહેરજે. મારો શ્યામવર્ણ છે,પણ જોવા આવે છે એટલે તો રૂપાળા જ દેખાવવાનું !હોય તોયે ભલે અને નો હોય તોયે. છોકરો ભલે કોલસા જેવો હોય પણ બાઈ તો બગલા જેવી જ હોવી જોઈએ. ભાભીએ બેડ પર સાડીનો ઢગલો કર્યો તેમાંથી ત્રણ સાડી પસંદ કરવામાં આવી. અ વારાફરતી પહેરી જો જે વધારે સારી લાગે એ પહેરજે. અને પછી ચાલુ થયું સારા દેખાવાનું રીહર્શલ અને તેમાંથી એક સાડી પસંદ કરવામાં આવી. મનમાં ઘણા સવાલો ઉઠતા હતા જોવા આવે ત્યારે આવા નાટક કેમ ? જેવા હોએઈ એવા જ કેમ ના દેખાવવું? આવા ખોટા મોહરા કેમ પહેરવાના? શું સુન્દર હોવા માટે રૂપાળા હોવું જરૂરી છે?

એમબીએ ના ક્લાસમાં હું જયારે પ્ર્સેનટેશન આપતી હોય ત્યારે મારો કોન્ફિડેન્સ એકદમ હાઈ હોય. બધાજ ધ્યાનથી સંભાળતા હોય અને ક્લાસ માં પણ હોશિયાર અને આદર્શ વિદ્યાર્થી તરીકે ની છાપ . પણ આંજે મારો કોન્ફિડેન્સ બિલકુલ ઝીરો હતો . હું ખુબજ ડરતી હતી કારણકે મારે સુંદર દેખાવવાનું હતું અને આ સમાજ રૂપી ક્લાસ ની સુંદરતાની વ્યાખ્યામાં હું ફીટ બેસતી ન હતી. પાતળું શરીર, શ્યામવર્ણ અને માધ્યમ દેખાવ. અહી મારી આવડત, વિચારો કે જ્ઞાન નું કોઈ જ મહત્વ ન હતું. અહી તો મારો બાહ્ય દેખાવ કેવો છે એના ઉપરથી લગ્ન કરવા માટે ની સામે વાળાની હા કે ના નું સર્ટીફીકેટ મળવાનું હતું. અને હું આ દુનિયા ની સહુથી નબળી વ્યક્તિ હોય એવું લાગયું.એક બાજુ આંખ માં આંસુ અને બીજી બાજુ ગુસ્સો પણ આવતો હતો .

બીજે દિવસે વહેલા ઉઠી ઘરમાં બધી તૈયારી ચાલુ થઇ રોજ નું કામ પતાવી બધું વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવ્યું સોફા, નવી ગદલી, નવી કાર્પેટ અને રસોડા માં પણ નવા કાચ ના ગ્લાસ, નવી ટ્રે, નવી પ્લેટ ,નવી ચમચી વગેરે બધું જ ગોઠવાય ગયું . હવે મારે તૈયાર થવાનું હતું મને સાડી પહેરતા પણ નહતી આવડતી અને તૈયાર થતા પણ નહતું આવડતું જે હજી પણ નથી આવડતું. ત્યાં મારા ફોઈ આવ્યા જે તૈયાર કરવામાં એક્ષ્પર્ટ. મને થોડી શાંતિ થઇ. એમને મને સાડી પહેરાવી એમનું બ્રેસલેટ, વોચ, પેડલ સેટ પહેરાવી તૈયાર કરી મારી આંખ માંથી સતત આંસુ વહેવાનું ચાલુજ હતું. કેટલાંય વિચાર મનમાં આવતા હતા. મારે અચાનક બધું જ છોડી ને જતું રહેવાનું. નવું ઘર નવા માણસો કેવી રીતે રહીશ ? બધાને છોડવાના વિચારથી જ મન સતત રડતું હતું . મારે તો ચશ્માં એટલે લેન્સ પહેરવાના. ચશ્માં હોવા એ પણ કલંક જેવું લાગતું હતું. રડી રડી ને આંખો લાલ થઇ ગઈ .લેન્સ પહેર્યા અને પછી તો રડાય પણ નહી કેમેય કરીને આંસુ રોક્યા.

પપ્પાને ફોન આવ્યો મહેમાન ઘરેથી નીકળી ગયા છે. બસ હવે મહેમાન આવે એની જ રાહ જોઇને બધા હોલમાં બેસી ગયા. બધા એટલા એલર્ટ થઇને બેઠા હતા જાણે કે કોઈ મહાન હસ્તી આવવાની હોય!! દીકરીના પરિવાર માટે છોકરાવાળા એટલે તો ભગવાન જ!! એટલી સરભરા તો ભગવાન ખુદ આવે તો એમની પણ ના થાય.

હું થોડી વારે ને થોડી વારે અરીસામાં જોઉં કેવી લાગુ છું? વાળ બરાબર છે ?સાડી બરાબર છે ? ફરી પાછો પાવડર લગાડું!! રૂપાળા દેખાવવાનું છે એટલે !! પપ્પાને પાછો ફોન આવ્યો મહેમાન ગામમાં આવી ગયા છે . મારા પપ્પા ને એ લોકો દરવાજે ગોઠવાય ગયા મહાન હસતી ના સ્વાગત માટે અને હું રસોડા માં જતી રહી જ્યાં પહેલેથી જ બધું તૈયાર રાખેલું છે.ઘરના દરવાજા પાસે ગાડી ઉભી રહી અને મહેમાન અંદર આવ્યા. છોકરો એમના પપ્પા, મમ્મી , ભાઈ, ભાભી, પરણેલી બહેન અને નાની ભત્રીજી(મને થયું પાડોશી કેમ ના આવ્યા?). મહેમાન સાથે મારા પપ્પા, ફૂવા-ફોઈ , ભાઈ એમ કુલ મળીને બાર વય્ક્તિ થી આખો હોલ ભરાય ગયો અને વાતચીત ચાલુ થઇ .

રસોડામાં પાણી ભરેલા ગ્લાસ્સ ની ટ્રે તૈયાર થઇ જે મારે લઈને બધાને આપવા જવાનું હતું. મેં છેલી વખત સાડી સરખી કરી અને બારી ના કાચના રીફ્લેક્શન માં મારું મોઢું જોયું. પછી બધાને પૂછ્યું કઈ બાજુ થી પાણી આપવા નું ચાલુ કરું? પહેલા કોને આપું? એ પણ મોટું કન્ફ્યુંસન!! ટ્રે ઉપાડી. ઓ બાપરે!!! એટલું બધું વજન ? મેં ઊંડો શ્વાસ લીધો અને રસોડાની બહાર નીકળી. નજર નીચે હતી ઉંચુ જોવાની હિમત ના હતી કારણકે મારી નીલામી થતી હોય એવું લાગ્યું અને હમણાં મારી કીમત બોલવામાં આવશે. સામે બેઠેલા મને વસ્તુ તરીકે જોતા હોય એવું લાગ્યું . હાથ ધ્રુજતા હતા અને કાપો તો પણ લોહી ના નીકળે એવી હાલત થઇ . જો ધરતીમાતા જગ્યા આપે તો ત્યાજ સમાઈ જવાની ઈચ્છા થઇ. આજે સમજાયું કે ભરી સભા માં દ્રૌપદી ની શું હાલત થઇ હશે ! અને આ એકવીસમી સદીનું વસ્ત્રાહરણ હોય એવું લાગ્યું. આટલું અપમાનિત તો ક્યારેય નહતું લાગ્યું. ફટાફટ પાણી આપી અને રસોડા માં જતી રહી.

રસોડામાં પહેલેથી જ નાસ્તા માટેની ટ્રે તૈયાર થઇ રહી હતી. ચેવડો, કેસર પેંડા બે જાતની વેફર વગેરે બધું જ સાવચેતી પૂર્વક પ્લેટમાં ગોઠવવામાં આવ્યું.બધી જ પ્લેટ ચેક કરવામાં આવી કઈ રહી તો નથી જતું ને. નાસ્તા ની ટ્રે તો પાણી ની ટ્રે કરતા પણ વધારે મોટી અને વજનદાર પહેલા સ્ટેજ કરતા બીજું સ્ટેજ વધારે અઘરું હતું કારણકે પેલા પ્લેટ થી ભરેલી ટ્રે ટીપોઈ પર મુકવાની અને તેમાંથી એક એક લઇ બધાને સર્વ કરવાની! હે ભગવાન!! ફરીથી ટ્રે ઉપાડી ઊંડો શ્વાસ લીધો હોલમાં જઈને ટ્રે ટીપોઈ પર મૂકી હોલમાં એકદમ શાંતિ હતી મેં એક પછી એક નાસ્તો આપવાનું ચાલુ કર્યું. છોકરા ના પાપાએ મારી સામે જોઈ ને પૂછ્યું, કેસરના પેંડા છે કે માવાના?અને હસ્યા. હું ઝબકી ગઈ. મેં કહ્યું દુધના છે કેસરવાળા એટલું કહી બીજું કઈ ના પૂછ્યું એટલે ફરીથી રસોડામાં જતી રહી. હાંસ!! હવે ૧૦-૧૫ મિનીટ શાંતિ . હવે ખાલી પ્લેટ મારે લેવા જવાની નહતી એ સારું હતું.બધા એ નાસ્તો કરી લીધો મારો ભાઈ પ્લેટ લઇ આવ્યો.અને મેં ફરીથી પાણી આપ્યું.

થોડી વાર એમજ વાતચીત ચાલી અને પછી મને કેહવામાં આવ્યું રૂમ માં બેસ છોકરા સાથે વાત કરવા માટે. બધાની સામે હોલમાંથી ચાલીને હું રૂમ માં ગઈ ખુબ જ અજુગતું લાગતું હતું અને શરમ પણ આવતી હતી.રૂમમાં પહેલેથી જ એક ખુરસી મુકવામાં આવી હતી. મેં લાઈટ પંખા ચાલુ કર્યા. અને છોકરાના આવવાની રાહ જોઇને ઉભી રહી. છોકરો અંદર આવ્યો હસતું મોઢું રાખી મેં એમની સામે જોયું ને કહ્યું "જેશ્રીકર્શ્ન" પછી ખુરશી તરફ જોઇને કહ્યું બેસો. એ બેસી ગયો અને હું થોડે દૂર બેડ પર નીચું જોઇને બેસી ગઈ. ક્યારેક ક્યારેક ઊંચું જોઈ લઉં. થોડીવાર માટે શાંતિ છવાય ગઈ. એને પૂછવાનું સારું કર્યું શું નામ? શું કરો છો? કેટલા ભાઈ? કેટલી બેન? તમારો હોબી શું? વગેરે હું બધા પર્શ્નના જવાબ આપતી ગઈ અને બોલતા બોલતા ક્યારેક એમની સામે જોઈ લઉ અને ફરી પછી નીચું જોઈ ને બેસું. એમના સવાલ પુરા થઇ ગયા ફરી શાંતિ છવાઈ ગઈ. એમને પૂછ્યું તમારે કઈ પૂછવાનું હોય તો? મેં કહ્યું ના ના. ફરીથી શાંતિ છવાઈ ગઈ મારા મનમાં તો એમજ કે મારે તો ખાલી પૂછે એનો જવાબ આપવાનો. એ મારા પૂછવાની રાહ જોતો હતો. અચનક મને રીઅલાઈઝ થયું કે મારે પણ પૂછવાનું હોય મને પણ એનું નામ કે કઈ ખબર નહતી. મેં નામ અને અત્યારે શું કરોછો એવા એક બે સવાલ પૂછ્યા. ફરી પછી શાંતિ છવાઈ ગઈ અને અમારી મીટીંગ પૂરી થઇ. એ ફરથી હોલ માં જઈને બેસી ગયો અને હું રસોડામાં જતી રહી .

રસોડામાં કાકી મસાલાવાળી ચા બનાવતા હતા જે મારે આપવા જવાની હતી. ટ્રે માં એક બાજુ રકાબી ગોઠવવામાં આવી ને બીજી બાજુ કપ. ઊંડો શ્વાસ લીધો ને ટ્રે ઉપાડી ચાલવાનું શરુ કર્યું ત્રીજા સ્ટેજમાં તો સહુથી મોટો પ્રોબ્લેમ થયો! કારણકે હાથ ધ્રુજતા હોવાથી ચિનાઈ માટી ની બનેલી રકાબી એકબીજા સાથે અથડાવવાથી અવાજ આવતો હતો. બને તેટલી ઝડપથી મેં ચાલીને ટ્રે ટીપોઈ પર મૂકી ને જેવો રકાબીમાં કપ મુક્યો કે તરત જ જેમ ભૂકંપ આવે ને ટેબલ પર પડેલા કપ રકાબી નો અવાજ આવે તેવો અવાજ મારી હાથની ધ્રુજારીને કારણે આવ્યો. બને તેલી ઝડપથી ચા આપી હું રસોડામાં જતી રહી. અને મને ગંગા નાયાનો એહસાસ થયો કારણકે હવે મારો રોલ અહી પૂરો થઇ ગયો હતો.