Viragna Kiran devi books and stories free download online pdf in Gujarati

વિરાંગના કિરન દેવી

વીરાંગના કિરણ દેવી

“નારી” ને બિચારી ગણીને કે પછી નીસહાય ગણવાની ભૂલ ક્યારેય કરવી નહીં. તે સમય આવ્યા કાલી કે દુર્ગા જેવા રોદ્ર સ્વરૂપમાં આવે ત્યારે જ તેની તાકાત અને મનોબળનો અનુભવ થાય છે.

અકબર દર વર્ષે દિલ્લીમાં નારોજ ના મેળાનું આયોજન કરતો હતો,જેમાં તે સુંદર યુવતીઓ ને પસંદ કરતો હતો,અને તેમને દાસી બનાવતો. એક વાર અકબર નારોજ ના મેળા માં બુરખો પેહરી દેખાવડી સ્ત્રીઓ ને શોધી રહ્યો હતો, અને ત્યારે જ તેની નજર મેળા માં ફરતી કિરણ દેવી ઉપર પડી,

તે કિરણ દેવી ના સુંદર સ્વરૂપ પર મોહિત થઈ ગયો, કિરણ દેવી મેવાડ ના મહારાણા પ્રતાપના નાના ભાઈ શક્તિસિંહની પુત્રી હતી, અને તેમના લગ્ન વાંકાનેરના પ્રસિદ્ધ રાજપૂત વંશ માં પૃથ્વીરાજ રાઠોડની સાથે થયા હતા.

અકબરે કિરણ દેવી વિષે માહિતી એકઠી કરી તેને ખ્યાલ આવ્યો કે આતો મારાજ સેવકની પત્ની છે, એટલે તમને પૃથ્વીરાજ રાઠોડ ને લડવા મોકલી દીધા, અને કિરણ દેવીને પોતાની દાસીઓ દ્વારા મહેલ માં આવવા આમંત્રણ મોકલ્યું,

કિરણ દેવી રાજા અકબર ના મહેલમાં આવે છે અને ત્યાં તેનું સ્વાગત થયું ત્યાર બાદ રાજા અકબર તેને કહે છે કે ”હું તમને મારી પત્ની બનવા ઈચ્છું છું” તેમ બોલતો બોલતો અકબર આગળ વધ્યો, તો કિરણ દેવી પાછળ હટી....અકબર આગળ વધતો ગયો, અને કિરણ દેવી પાછા પગે હટવા લાગી. અંતે દીવાલ જ આવાની હતી, કિરણ દેવી અકબરની નિયત ઓળખી ગયા હતાં. તેને કાંઈ સુજતું ન હતું.

“ભાગીને ક્યાં જઈશ“ આટલું બોલી અને અકબર હસવા લાગ્યો, “આવો મોકો પાછો ક્યારે મળશે, તારી જગ્યા પૃથ્વીરાજ ના ઝુપડા માં નથી મારા મહેલ માં છે”, ”હે ભગવાન,” કિરણ દેવી એ મનમાં ને મનમાં વિચાર્યું”, ”આ રાક્ષસથી મારી ઈજ્જ્ત કેમ બચાવવી?”, તેના મનમાં આગ લાગી ગઈ, આ નરાધમ માણસ મટી ને રાક્ષસ થઈ ગયો છે, “હે ધરતી માતા, કોઈ મેલા માણસના હાથથી અપવિત્ર થવા કરતા સીતા માતા ની જેમ મને પણ તમારી અંદર સમાવી દો.

ચિંતા થી બોલતા પોતાની આંખો માંથી આંસું નીકળવા લાગ્યા, અને નીસહાય બની ધરતી તરફ જોવા લાગી, ત્યારે તેની નજર કાલીન ઉપર પડી. તેને કાલીન નો ખૂણો પકડી જોર થી તેના માથામાં મારી દીધું, આમ કરવાથી અકબર જે કાલીન ઉપર ચાલતો હતો તે, પગ લપસવાથી પાછળ ની તરફ પડી ગયો,

“યા અલ્હા,” તેના એટલા કહેવાથી કિરણદેવીને સંભાળવાનો મોકો મળી ગયો અને તે કુદી ને અકબરની છાતી ઉપર બેસી ગઈ અને પોતાની કમર માંથી તલવાર કાઢી તેને અકબરના ગળા પાસે રાખી અને બોલી, હવે બોલો રાજા, તમારી છેલ્લી ઈચ્છા શું છે? કોઈ યુવતી થી પોતાની હવશ મટાડવી છે કે બીજું કઈ, એકલા મહેલ માં તલવાર સાથે અને ગુસ્સે થયેલી કિરણદેવી થી અકબર ડરી ગયો .

આ ઘટના પર એક કવિ એ તે સ્તિથિ નું ચિત્ર વિચારતા આ ઘટના ને આ રીતે શબ્દ માં વર્ણન કર્યું છે,

“મને માફ કરી દયો માતા દુર્ગા”, મુગલ સમ્રાટ અકબર કરગર્યો, “તમે નક્કી દુર્ગા છો કોઈ સાધારણ નારી નથી. હું તમારી પાસે મારા જીવન ની ભીખ માંગું છું, જો હું મરી જઈશ તો આ દેશ અનાથ થઈ જશે, “ઓહ “, કિરણ દેવી બોલ્યા, “દેશ અનાથ થઈ જશે, જયારે આ દેશ માં મ્લેચ્ય આક્રાંત નતા આવ્યા ત્યારે આ દેશ ના માથા પર કોય નો હાથ હતો શું? “ના આવી વાત નથી “ અકબર ફરી કરગર્યો” પણ આજે દેશ ની કઈંક આવી સ્થિતિ છે કે મને કઈ થઈ ગયું તો આ દેશ બરબાદ થઈ જાશે,”

ત્યારે કિરણ દેવી એ કીધું “અરે મુર્ખ દેશ ને બરબાદ તો તું કરી રહ્યો છે,” તારા મારવાથી આ દેશ બચી જશે, તારા જેવા ખોટી નીયતનો માણસ જીવે તેના કરતાં તો તું મોત ને લાયક છે.

મહારાણા જેવા ઘણા છે, અત્યારે અહિયા સ્વતન્ત્રતાના ઉપાસકો”, “ હા છે”, તે પાછો બોલ્યો “ પણ આર્ય ક્યારેય કોઈ નું નમક ખાયને નમકહરામી નથી કરતા,” “નમક હરામી”, કિરણદેવી બોલ્યા” તું કહેવા શું માંગે છે ? ત્યારે રાજા અકબર કહે છે કે તારા પતિ એ રામાયણ પર હાથ રાખી ને કસમ ખાધી હતી, મરતા સમય સુધી વફાદારી કરીશ અને તે પણ મારે ત્યાં ભોજન કર્યું હતું, અને જો તું મને પણ મારીશ તો તે વિશ્વાસઘાત અથવા નમકહરામી કરી કહેવાય.

વિશ્વાસઘાતી સાથે વિશ્વાસઘાત કરવો કોઈ અધર્મ નથી, રાજન,” કિરણદેવી પાછા બોલ્યા” તું ક્યાં દુધે ધોયેલો છે,?”હા હું દુધે ધોયેલ નથી પણ મને માફ કરી દો” હિંદુ ધર્મ ના ૧૦ લક્ષણ માંથી એક લક્ષણ માફ કરવું પણ છે,એટલે તમને તમારા ધર્મ ની કસમ મને ગાય સમજી માફ કરી દયો,

પાપી તારી તુલના અમારી પવિત્ર ગાય સાથે ના કર,”પછી તે થોડી શાંત થઈ ગઈ,”જો આજે તારી મુત્યુ અને મારી કટાર વચ્ચે ધર્મ અને પવિત્ર ગાય ને ના લાવ્યો હોત તો હું તને સાચેજ મારીને પૃથ્વી નો ભાર હળવો કરી નાખત, પછી ચેતવણી આપી ને બોલી,”આજે ભલે આખું ભારતતારી સામે જુકતું હોય ?

પણ મેવાડ નો સિસોદિયા વંશ આજે પણ પોતાનું મસ્તક ઉચું કરી ને ઉભું છે, હું તેજ રાજ્વંશ ની કન્યા છું, મારી નસો માં બાપા રાવલ અને રાણા સાંગા નું લોહી વહે છે,અમે રાજપૂત સ્ત્રીઓ પોતાના મુત્યુ થી વધારે પોતાની ઈજજ્ત ને માનીએ છીએ, અને તેના માટે મરી પણ શકીએ અને મારી પણ શકીએ છીએ.

જો તું આજે બચવા માંગતો હોય, તો તારી માં અને કુરાન ની સાચી કસમ ખાઈ ને હવેથી નારોજ મેળો નઈ લગાવ અને કોઈ પણ સ્ત્રી ની ઇજજત નઈ લુટ, અને જો તને આ સ્વીકાર ના હોય તો,હું અત્યારે જ તારા પ્રાણ લઈ લઈશ. ભલે તે હિંદુ ધર્મ અને ગાય ની કસમ આપી હોય, મને મારા મૃત્યુ નો ભય નથી.

અકબર ને વાસ્તવ માં અનુભવ થયો કે તે મૃત્યુ ની પાસે જકડાય ગયો છે, જીવન અને મુત્યુ નો સમય ચુકી ગયો હતો,તેને માં ની કસમ ખાઈ ને કિરણદેવી ની વાત માની લીધી, મને મારી માં ની કસમ આજ થી હું દુનિયાની બધી જ સ્ત્રી ને મારી દીકરી સમજીશ,અને કોઈ પણ સ્ત્રી ની સામે આવથી મારું માથું જુકી જશે,ભલે તે કોઈ નવજાત કન્યા હોય કુરાન ની કસમ ખાઈ ને કવ છું, કે આજે જ નારોજ નો મેળો બંધ કરાવવા માટે અલાન કરીશ.

વીર પતિવ્રતા કિરણદેવી એ દયા કરીને છોડી દીધો,અને તરત જ પોતાના મહેલ માં ચાલી આવી,આ રીતે એક પતિવ્રતા અને સાહસી સ્ત્રી એ પોતાના પ્રાણો ની બાજી લગાવી ને પોત્તાની ઈજ્જત બચાવી, પરંતુ આવનારા ભવિષ્ય ની નારી ની ઈજ્જત પણ બચાવી લીધી,અને તેના પછી વાસ્તવ માં નારોજ મેળો બંદ થઈ ગયો,અકબર જેવા સમ્રાટ ને પણ મેળો બંદ કરવા માટે વિવશ કરવા વાળી આ વીરાંગના નો સાહસ પ્રસંશનીય છે,

નારી ને અબળા સમજવામાં આવે છે તે બહુ મોટી ભુલ છે. એજ નારી સમય આવ્યે કોઈ પણ મુસીબતનો સામનો કરતાં અચકાતી નથી. પોતાના સ્વમાન માટે મોતને પણ વહાલું કરી કે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED