Prem aetle Prem books and stories free download online pdf in Gujarati

પ્રેમ એટલે પ્રેમ

પ્રેમ એટલે પ્રેમ

એક વ્યક્તિ કઈ રીતે પ્રેમ બતાવવાનું શીખી શકે? શું મનોવિજ્ઞાનનો અભ્યાસ કરીને? જાતે પુસ્તકો વાંચીને? કે પછી રોમેન્ટિક ફિલ્મો જોઈને? જોકે એનાથી તો ભાગ્યે જ કોઈ પ્રેમની ભાષા શીખી શકે. કોઈ પણ વ્યક્તિ સૌથી પહેલાં પોતાના માબાપ પાસેથી પ્રેમ કરતા શીખે છે. માબાપની તાલીમ અને તેમના નમૂનાથી તેઓને પ્રેમના પાઠ શીખવા મળે છે.

પ્રેમ, સંવેદના, લાગણીને કે જે તે વ્યક્તિને આને માટે જવાબદાર ગણવાને બદલે સાથે ગાળેલ સમયનું સુખ યાદ રાખીને બદલાયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરવો એ જ સત્ય છે. પ્રેમ આપણે માટે નથી અથવા આપણે પ્રેમ માટે નથી’ કે પછી ‘પ્રેમ નકામી બાબત છે’ કે પછી ‘લવ ઇઝ બ્લાઇન્ડ’જેવા વાક્યપ્રયોગો કરવાને બદલે સાથે ગાળેલા સમયને સન્માન આપી એમાં સમજણપૂર્વક ટકવું કેસમજપૂર્વક નીકળી જવું એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.

પ્રેમ શાશ્વત છે, પ્રેમની અભિવ્યક્તિ સમયાંતરે બદલાતી રહે છે. એમાં દાખલ થનારી વ્યક્તિઓસમયાંતરે જુદી હોય છે. એક સમયે જે વ્યક્તિને છાતી ફાડીને પ્રેમ કર્યો હતો એ વ્યક્તિને આજે મળોત્યારે સમજાય કે આ વ્યક્તિ પાછળ સમય અને સંવેદનાની બરબાદી આટલી જરૂરી નહોતી!

આસમજણ ખોટી નથી કે એ સમય પણ ખોટો નહોતો. પ્રેમની લાગણી, અભિવ્યક્તિ કે અનુભૂતિ ખોટી નથી.માણસનું મન અને બે વ્યક્તિનો એકબીજા સાથે તાલમેલ નહીં સાધી શકતો સમય એકબીજાને દૂર કરેછે. પ્રેમ કરવાનું છોડી દેવાને બદલે પ્રેમ કરવાની રીત બદલવી જરૂરી છે. ગઇ કાલ સુધી જે પ્રેમ હતોએ આજે મૈત્રી હોઇ શકે. ગઇ કાલ સુધી જે મૈત્રી હતી એ આજે પ્રેમમાં પલટાઇ શકે. શક્યતાનેઆવકારવી એ માણસ હોવાની સાબિતી છે.

જ્યારે બાળકો ઘરમાં પ્રેમ ભરેલો માહોલ જુએ છે, માબાપને પ્યારથી ખવડાવતા, દેખભાળ રાખતા, અને પ્રેમથી વાતચીત કરતા જુએ છે, દરેક વાતે તેઓની અંગત કાળજી લેતા જુએ છે ત્યારે, બાળકો પ્રેમનો ખરો અર્થ શીખે છે. માબાપો બાળકોને ખરું-ખોટું પારખતા શીખવે છે એમાંથી પણ બાળકો પ્રેમના પાઠ શીખે છે.

સાચો પ્રેમ લાગણીથી પણ ટપી જાય છે. આપણામાં સાચો પ્રેમ હશે તો, ભલે સામેની વ્યક્તિ આપણા પ્રેમની કદર ન કરે તોપણ, તેના પ્રત્યે પ્રેમ બતાવીશું અને હંમેશાં તેનું ભલું જ કરીશું.

આવું બાળકોના કિસ્સામાં હંમેશાં જોવા મળે છે. માબાપ બાળકોને પ્રેમથી ઠપકો આપે ત્યારે, તેઓ એની કદર કરતા નથી. તોપણ, માબાપ તેઓ પર પોતાનો પ્રેમ વરસાવતા રહે છે. સાચો પ્રેમ બતાવવામાં સૃષ્ટિના સર્જનહાર પરમેશ્વરે ઉત્તમ નમૂનો બેસાડ્યો છે.

પ્રેમ એટલે ગહન પણ અવર્ણનીય આનંદની પરાકાષ્ઠા, પ્રેમ એટલે જીવનની ગઝલ ને ઘેલી લાગણીઓથી ઓપતો, પ્રેમ એટલે સમયાન્તરે વધુ ને વધુ નવપલ્લવિત થતો ઊર્મિઓનો મેળો, પ્રેમ એટલે એક્બીજાંને પરસ્પર ખોવાડી દેતો શ્રુંગારમય રસ, પ્રેમ એટલે સ્નેહના અમૃતબિંદુઓની અમર્યાદિત સરવાણી
પ્રેમ એટલે મનનાં ઊંડા મહાસાગરમાં ઉદ્ભવતાં પરિણય ના દિવ્ય મોતી, પ્રેમ એટલે શેરડીનો મીઠો રસ જે ક્ક્ત પ્રેમીઓ જ સમજી શકે, પ્રેમ એટલે બે દિલોની લાગણીઓનુ સુભગ મિલન.

સામાન્યત: સ્ત્રીઓને એવી ફરિયાદ હોય છે કે એ જેને પ્રેમ કરે છે તે - પતિ કે પ્રેમી, પોતાની લાગણીને શબ્દોમાં અભિવ્યક્ત નથી કરી શકતા. તો સ્ત્રીને એ સંબંધમાં હંમેશાં કંઇક ખૂટતું લાગે છે, જ્યારે પુરુષ માટે શબ્દોમાં અભિવ્યક્ત થવું એ જીવનમાં સૌથી અઘરી બાબત હોઇ શકે છે.

પુરુષ બાકીનું બધું કરી શકે છે, પરંતુ પોતાની લાગણીને સ્પષ્ટ રીતે શબ્દોમાં અભિવ્યક્ત કરવામાં એને ક્યાંક અસલામતી કે અહમ્ નડે છે.

તમારા પ્રેમમાં તમારી લાગણીમાં કોઈ ફર્ક ન પડવો જોય. બસ તમરું દિલ રાત દિવસ એવું અનુભવે- આજ ફીર જીને કી તમન્ના હૈ, આજ ફીર મરને ક ઈરાદા હૈ..... જાણે કે બધી અનુભૂતિ એક સાથે અનુભવાતી હોય છે.

રાધા-કૃષ્ણ, મીરાં-મોહન, રામ-હનુમાન, સનાતન પ્રેમના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રેમમાં કઈ લેવાની ભાવના ન હોવી જોઈએ પરંતુ આપવું આપવું અને આપવું.. સમર્પણ ની ભાવના હોય ત્યાં જ પ્રેમ મળે.

પ્રેમ એ પરમાત્મા જેવો છે.. જેને કદાચ જોયો કોઇએ નથી, પણ એની અનુભુતિ તો બધા એ કરી જ છે..!! અને આ અનુભુતિ ને વર્ણવા શબ્દો વામણા લાગે છે.. મારી દ્ર્ષ્ટીએ બન્ને પક્ષ ના નિર્ભેળ આનંદ ને પ્રેમ ની પરાકાષ્ઠા કહી શકાય..પણ પ્રશ્ન એ થાય છે કે પ્રેમ ની કોઇ પરાકાષ્ઠા હોઇ શકે.!!?

એ તો હર પળ, હર ક્ષણ એક નવી જ અનુભુતિ છે..!! પ્રેમ ના દરિયા મા કદી ઓટ ના હોય..પ્રેમ નું ઝરણું તો અંતર માં અનંત વહ્યા જ કરે ને..''હું'' અને ''તું'' ના ભાવ થી પર.. અસીમ અને અપરંપાર..!!

પ્રેમ જીવવા માટેનું એકમાત્ર કારણ અને જીવનનો એક માત્ર ઉદ્દેશ છે. જ્યારે માણસ એમ વિચારે કે પ્રેમે તેને છોડી દીધો છે ત્યારે તે ગાંડાની હદે અધીરો બની જાય છે. પ્રેમના કારણે જ તો આપણે જીવી શકીએ છીએ.

પ્રેમ આપણાં માંથી આંખો દ્વારા વહે છે, મન દ્વારા વહે છે, પણ આપણે તેનો અનુભવકરતાં નથી. પ્રેમનો અનુભવ કરવા માટે આપણે આપણી અંદર ઉતરવું પડે. જ્યારે તમે સાચા પ્રેમનોઅનુભવ કરો છો ત્યારે તમે એવી સ્થિતીમાં ચાલ્યા જાવ છો જેનું શાબ્દિક વર્ણન શક્ય નથી.તમારી જીભડી કામ કરતી બંધ થઈ જાય છે અને તમેકોઈને કંઈ કહી શક્તા નથી.તમે એવા આનંદથી વિભોર થઈ જાઓ છો જે બીજી બધી લાગણીઓથી પર છે,શ્રેષ્ઠ છે.

બંધ આંખે નિહાળવુ કોઇને એ પ્રેમ છે, વિરહમાં કોઇના ઓગળવું એ પ્રેમ છે
મનોજગતમાં કોઇ વ્યાપ્ત તે તો પ્રેમ છે, માત્રને માત્ર કોઇને માટે જીવવું એ પ્રેમ છે, કોઈને પોતાના જીવનનો હિસ્સો બનાવવો અને પોતે કોઈના જીવનનો ભાગ બનવુ તેનું નામ પ્રેમ છે.

પ્રેમ ની સર્વોચ્ચ સ્થિતિ એટલે કૃષ્ણ-રાધા જેવો શુધ્ધ પ્રેમ. ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કા હો બંધન જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મનપ્રેમ નો અર્થ છે સંપૂર્ણપણે સ્વીકાર કરવો. તેની પાસે થી કોઈ અપેક્ષા ન રાખવી. માત્ર આપવુ જ એ પ્રેમ છે, તેના બદલામાં કંઈક મેળવવાની તમન્ના એ પ્રેમ નથી.

અઢી અક્ષરનો શબ્દ "પ્રેમ" વાસ્તવમાં શું છે?એ કદાચ જ કોઈ સમજી શક્યું છે.પ્રેમ એ એક આહલાદક ભાવના..,માનવ જીવન દરમ્યાન અનુભવાતો એક મધુર આવેગ..,સમાજને આપણા જીવન ને ધબકતુ રાખનાર એક રસાયણ..,એક જાતનુ અમૃત..ને ઘણું કે જે શબ્દોમાં ઢાળવું મુશ્કેલ છે.એમ તો પ્રેમ કહેવા માટે બોલવા માટે કેટલો સરળ શબ્દ..પણ એને સમજાવવો કે વ્યાખ્યા આપવી એ આ જગત માંનુ સૌથી અઘરુ કાર્ય.

પ્રેમ આપવા માટે છે? માંગવા માટે છે? પોતાના લોકો વચ્ચે વહેચવા માટે છે?
કે માત્ર અનુભવવા માટે છે? આ જાણવુ પણ અઘરું છે..પ્રેમ એટલે માત્ર શારીરીક આકર્ષણ નહી પણ " પરસ્પરની હૂંફ ભરેલી લાગણી".જે સાહજીક હોય છે. કાળજી, જવાબદારી,આદર,માન, પરસ્પર કંઇક કરી છુટવાની ભાવના અને એકબીજા ના ઉત્કર્ષની ઝંખના એ જ પ્રેમનો સંકેત છે.

પ્રેમને દુનીયા ભરના સાહિત્યકારો,કવિઓ,લેખકો,સંગીતકારો અને ચિત્રકારો એ પોતાનિ રચનાઓ દ્વારા સર્વોચ્ચ સ્થાને મુક્યો છે. છતા પ્રેમ તો પ્રેમ જ છે..જેને જેટલો સમજાય એટલો એનો દાયરો રહે છે.

પ્રેમ જ્યાં જેની વચ્ચે ઉદભવે એ માત્ર હાથ માં હાથ પરોવી ચાલતા પ્રેમીઓ જ હોય એ જરુરી નથી..જ્યાં બે માનવી વચ્ચે અડગ શ્રધ્ધા હોય,લાગણીની સમજ હોય,મન ના વિચારો ને વાંચવાની શક્તિ હોય.

આંખનો પલકાર પણ અનુભવવાની ચાહત હોય,કંઇક ચમત્કારીક ભાવનાઓ નો ઉદભવ હોય ત્યાં એ સમજૂતી ને પ્રેમ કહી શકાય..જે સમાજનાં ઘણા બધા સબંધો વચ્ચે રહેલો છે.

પ્રેમ એ એક સ્નેહ રૂપી આકાશ છે,જેમા ઘણા રંગ ઉદભવે છે,એકબીજા માં ભળે છે અને નવા રંગો સર્જાય છે. પ્રેમ એ સમભાવ માથી ઉદભવે છે અને એમા હ્રદયનો વિનીમય જરૂરી રહે છે.

પ્રભુ એ જ્યારે હ્રદય આપ્યું છે તો એમા પ્રેમ નો રસ પણ એ ભરી જ આપે છ આપણે માત્ર અને માત્ર એ રસ ને બહાર કાઢી બને એટલી જગ્યા એ ભેળવવો જરુરી છે.

પ્રેમ..એટલે ..કદાચ લખી શકાય...પણ સાચા અર્થમાં જયરે એનો અનુભવ થાય ત્યારે એ શબ્દોથી પર જ હોય. પ્રેમ એટલે ત્યાગ...એ વાત પણ સંપૂર્ણ રીતે કયાં સાચી છે? ત્યાગ કર્યો ...એવી કોઇ ભાવના થી એ પર હોય છે.

અણુ એ અણુમાં નિર્ભેળ આનંદ....જાગે....કયાય કોઇ શંકા આશંકા..કશુ જ નહી.. પ્રેમ હમેશા આનંદ જ અર્પે. એ મસ્તી મીરા કે રાધાની અનુભૂતિ...આપણે સૌ તો એ વાત જ કરી શકીએ.

અહેસાસ તો બહુ દૂરની વાત છે. આપણા માટે.. એ અહેસાસ થાય ત્યારે આવા કોઇ પ્રશ્નો સંભવી શકે નહીં. જોકે આ તો અલૌકિક પ્રેમની વાત થઇ. જોકે પ્રેમમાં વળી લૌકિક કે અલૌકિક શું? છતાં હકીકતમાં એ કક્ષાએ પહોંચવાની આપણી ક્ષમતા કેટલી? કેટકેટલા કોઠાઓ.... મનના.. સમાજના.. વહેવારના...સંબન્ધોના...

એ વિરલ અનુભૂતિની એક ઝાંખી માત્ર .... છતાં આપણે સૌ પ્રેમની અપરંપાર વાતો કરીએ છીએ..કેમકે આખરે આપણે સૌ માનવી છીએ..અને માનવીમાત્રને કોઇની લાગણીની..

કોઇની હૂંફની સતત જરૂર અને અપેક્ષા રહેતી હોય છે. થોડા ઓછા સ્વાર્થી બની શકીએ..થોડો બીજાનો વિચાર કરી શકીએ....લેવા કરતા આપવાની ભાવના કેળવી શકીએ...કોઇ મારે માટે શું કર્યું કે શું કરે તેને બદલે હુ કોઇ માટે શું કરી શકુૢ એવો સતત વિચાર..

ભાવના મનમા જાગે. એ પ્રેમનો જ એક અંશ..... અને કોઇને આપવાથી જે આનન્દ મળે એ અનુભવવા લાયક..સાચો આનન્દ...જે આપણે સૌ આસાનીથી મેળવી શકીએ...અને ઘણીવાર મેળવતા હોઇએ છીએ..અનુભવતા હોઇએ છીએ..... બસ..એટલુ જ....

પ્રેમ કોઇ કહીને કરવાની વસ્‍તુ નથી. એ તો બસ આપોઆપ જ થઇ જાય છે. પ્રેમ એક ખુબસુરત અહેસાસ છે. જેનું કોઇ જ નામ જથી હોતુ. કહયા વિના જ એકબીજાની વાતને સમજવી.

દુઃખ એકને અને એ પીડાનો અનુભવ કોઇ બીજુ જ કરે. દુર હોવા છતા પાસે હોવાનો અહેસાસ. કાંઇક એવુ કે જેની દરેક વાત આપણને સાચી લાગે. કોઇક એવુ કે જેના દરેક શબ્‍દો આપણા દિલ સુધી પહોંચે. કાંઇક એવુ કે જેના આવવાથી આપણા જીવનમાં જડમુડથી પરિવર્તન આવી જાય.

કાંઇક એવુ કે જેના આવવાથી દુનિયાનો તમામ સમસ્‍યાઓનું નિવારણ મળવા લાગે. કાંઇક એવુ કે જેના આવવાથી જીવનનું તમામ દુઃખ સાવ નિમ્‍ન બની જાય અને જીવન જીવવું સહેલુ બની જાય.

બહું ઓછા લોકોને આવા પવિત્ર પ્રેમનો અનુભવ થતો હોય છે. બહું ઓછા લોકોને આવો અલૌકીક સ્‍નેહ મળે છે. આવો સંબંધ એક એવો સંબંધ છે કે જેને આપણે ઇચ્‍છવા છતા તોડી શકતા નથી.

જયારે ઋણાનુબંધ વાળી વ્‍યકિત શ્રેષ્‍ઠ સ્‍થાને હોય, પ્રેમી હોય અને જે આપણને યોગ્‍ય પંથ પર લઇ જઇને એ જ પંથ પર ટકાવી રાખનાર હોય ત્‍યારે માનવુ કે આપણો આ ભવ સફળ થઇ ગયો.

આપીને જે મેળવીએ છીએ તે અણમોલ હોય છે..અને જ પ્રેમની શરૂઆત... એ જેટલી વિકસી શકે તેટલા એ રસ્તે આગળ વધી શકાય.... અહી આપવાનો અર્થ પણ વિશાળ સન્દર્ભમાં જ લઇ શકાય ન?

છતાંયે આજે એ સંતો અમર છે જેઓને કોઈ ડીગ્રી લેવી પડી ન હતી, મારા તમારા દિલોમાં, ઘરોમાં, ગલી ગલીઓમાં આજે પણ રાજ કરે છે પછી ભલે તેઓ સુકા ઘાસની બનેલી ઝુંપડીમા રહીને ભિક્ષા માંગીને મરચુ રોટલી ખાઈને પ્રભુ ભક્તિ કરી હોય.

અને જે લોકો પાપના કામો કરીને પણ મરી ગયા તેઓ પણ જીવે જ છે મારા તમારા મનમાં, બુધ્ધિમાં, વિચારોમાં, કામોમાં, લખાણોમાં વગેરે વગેરે ચાલાકીના, બે-ઈમાનીના, વ્યભિચારના, અંગપ્રદર્શનના, ખુનખરાબાના, યુધ્ધોના, માનવસંહાર ના વગેરે વગેરે પાપના કામો રુપે ટીવીમા, પેપરોમાં, મેગેઝીનોમાં, પિક્ચરોમાં, પુસ્તકોમાં, વગેરે વગેરે.

પ્રેમ કોઇ વ્‍યકિતના શરીરને નહી પરંતુ આત્‍માને થાય છે. પ્રેમ વ્‍યકિતની ખુબીને નહી પરંતુ ખામીને થાય છે. પ્રેમ વ્‍યકિતની બાહય સુંદરતા નથી જોતો. પણ આંતરીક સુંદરતાને અનુભવે છે. પ્રેમ કરવો સહેલો છે. પરંતુ કોઇના પ્રેમને સમજો એટલો જ મુશ્‍કેલ છે.

પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્‍કેલ છે. સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ. જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓળખીએ છીએ. જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે. પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્‍વીકારનાર કોઇ એક જ હોય છે.

પ્રેમનો સંબંધ એ લોહીના સંબંધથી અનેક ગણો મહાન છે. જીવનમાં પરિસ્‍થિતિ ભલે બદલાય. પરંતુ સાચો પ્રેમ કદી બદલાતો નથી. સાચો પ્રેમ એ નિરંતર વહેતા પાણીના પ્રવાહ જેવો હોય છે.

તે પોતાનો રસ્‍તો આપોઆપ જ કરી લે છે. વ્‍યકિત જયા પણ સાચો પ્રેમ અનુભવશે ત્‍યા આપોઆપ જ તણાતો રહેશે. પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે. જે રીતે સરિતા સાગરમાં ભળીને એક થઇ જાય છે.

એ જ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ એકબીજામાં ભળીને એક થઇ જાય છે. જયા સાચો પ્રેમ હોય છે ત્‍યા વિશ્વાસ આપોઆપ જ આવી જાય છે. પણ જયા વિશ્વાસ જ નથી હોતો. ત્‍યા કદિ સાચો પ્રેમ પાંગરતો નથી.

જીવનમાં પ્રેમની બુનીયાદ જ નબળી હશે તો જીવનભર એ પ્રેમને ટકાવી રાખવો મુશ્‍કેલ બની જાય છે. દરેક સંબંધનું એક સત્‍ય હોય છે. બે વ્‍યકિતના સત્‍ય જયારે એક થાય છે ત્‍યારે જ સાત્‍વિક પ્રેમનું નિર્માણ થાય છે. પ્રેમ એટલે એકબીજામાં ઓગળવાની આવળત. સંબંધમાં સત્‍ય કેવુ છે.

એના પરથી જ પ્રેમની આવરદા નકકી થાય છે. આપણને ખબર હોવી જોઇએ કે આપણી વ્‍યકિતને આપણી પાસેથી શુ જોઇએ છે. પ્રેમનાં સત્‍યનું પણ લોહી જેવુ છે. જો બ્‍લડગ્રુપ સરખુ ન હોય તો લોહી ચડતુ નથી. એજ રીતે પ્રેમનું સત્‍ય જો સરખુ ન હોય તો પ્રેમ લાંબો સમય ટકતો નથી.

અમુક લોકો મૌન રહે છે. એનો અર્થ એવો નથી કે એને કંઇ કહેવુ નથી. કહેવુ તો હોય છે. પણ એના મૌનને સમજનાર કોઇ હોતુ નથી. આવો પ્રેમ મૌનને પણ સમજી શકે છે.

(સંકલન)

PRAFUL DETROJA

prafulpatel.rajkot@gmail.co

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED