પ્રેમ પેલેસ PRAFUL DETROJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ પેલેસ

પ્રેમ પેલેસ

તાજ લેક પેલેસ

જે લેક પેલેસ અગાઉ જગ નિવાસ તરીકે જાણીતી હતી. ૮૩ રૂમ અને સ્યુઈટ્સથી બનેલી આ વૈભવશાળી હોટેલ સફેદ આરસપહાણ થી બનેલી છે. લેક પેલેસ ભારતના રાજસ્થાન રાજયમાં આવેલા ઉદયપુર શહેરના પીચોલા તળાવની વચ્ચે આવેલા જગ નિવાસ ટાપુ પર સ્થિત છે, તે ૪ એકરમાં (૧૬,૦૦૦ એમ ૨) છવાયેલો છે.

આ હોટલ પોતાના મહેમાનોને શહેરના જેટી થી લાવવા લઈ જવા માટે સ્પીડ બોટ ચલાવે છે. આ હોટલ ભારતમાં અને વિશ્વમાં સૌથી રોમેન્ટિક હોટેલ તરીકે નામના મેળવી છે.

તેનું બાંધકામ સન ૧૭૪૩ થી ૧૭૪૬માં મહારાણા જગત સિંઘ દ્વિતીય દ્વારા મેવાડ ના શાહી પરિવાર આગેવાની નીચે કરવામાં આવ્યું હતું. આ મહેલનું નિર્માણ પેહલા એક શાહી ઉનાળાના નિવાસ સ્થાન તરીકે થયો હતો માટે તેને જગ નિવાસ સ્થાન તરીકે ઓળખાતો હતો.

સૌથી મહત્વની બાબત એ કે મહેલનું નિર્માણ પૂર્વાભિમુખ કરવામાં આવ્યું છે, એની પાછળનો ઉદ્દેશ, સવારે ઉઠીને ત્યાં રેહતું વ્યક્તિ સૂર્યની પૂજા કરી શકે.

રાજાના વંશજો મહેલનો ઉપયોગ હિલસ્ટેશન તરીકે કરતા જેમાં તેઓ બાદશાહી દરબારનું આયોજન કરતા, આ મહેલના રૂમ ઉપર એક વર્તુળ છે તેનો વ્યાસ લગભગ ૨૧ ફૂટ, ૬.૪ મીટર છે. માળની રચના કાળા અને સફેદ આરસ લગાડીને કરવામાં આવી છે, દિવાલોને અનોખી રીતે શણગાર અને વિવિધ રંગીન પત્થરોથી ગુંબજ ખુબ જ સુંદર દેખાય છે.

૧૮૫૭માં ભારતીય સિપાહીઓ દ્વારા કરવામાં આવેલા બળવા દરમિયાન અનેક યુરોપીયન પરિવારો નીમાચ નાસી ગયા અને મહારાણા સ્વરૂપ સિંહ દ્વારા તેમને આશ્રય આપવામાં માટે ટાપુ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પોતાના મહેમાનોને સુરક્ષિત રાખવા માટે, રાણા નગરની તમામ બોટ નાશ કર્યો જેથી બળવા-ખોરો ટાપુ સુધી પહોંચી શકે નહિ.

ભગવત સિંગે આ જગ નિવાસ મહેલને ઉદયપુરની પેહલી વૈભવ-શાળી હોટેલમાં ફેરવવાનો વિચાર કર્યો અને કોન્ટ્રાક્ટર ડીડી જે એક અમેરિકન કલાકાર છે તેને આ કાર્યમાં સલાહ માટે હોટલ પ્રોજેક્ટ ડિઝાઈન તરીકે નિમણુક કરી. ડીડી પાસેથી મળેલી માહિતી પરથી ઉદયપુરના મહારાજા આ પ્રોજેક્ટની જાણકારી ભેગી કરી.

સન. ૧૯૪૧માં તાજ હોટેલ્સ રીસોર્ટ્સ અને મહેલો દ્વારા આ જવાબદારી ઉપાડી લેવાઈ અને ૭૫ નવા રૂમો નું નિર્માણ કરવામાં આવ્યું. તાજ ગ્રૂપના જમશેદ ડી. એફ. લામ આ મહેલ ના નવીનીકરણ અને સુરક્ષાના કાર્યમાં ભાગ લીધો હતો અને તેમની દેખરેખ હેઠળ તેમને આ હોટેલ નું નવીનીકરણને ઉચ્ચ ધોરણે પોચાડનાર આ હોટેલના અને ભારતના સૌથી પેહલા જવાન મેનેજર બન્યા. સન. ૨૦૦૦ માં તેનું ફરી નવીનીકરણ કરવામાં આવ્યું. આ હોટલમાં કામ કરતા "રોયલ બટલરો " મૂળ મહેલમાં કામ કરતા અનુયાયીના વંશજો છે.

શાહી નિવાસસ્થાન અને વૈભવશાળી હોટેલ તરીકે લોર્ડ કર્ઝન, વિવીયન લેઈ, રાણી એલિઝાબેથ, ઈરાન ના શાહ, નેપાળના રાજા અને પ્રથમ મહિલા જેકલીન કેનેડીની પસંદગીની મહોર લાગી છે. આ મહેલ નો ઉપયોગ ઘણી ફિલ્મોમાં શૂટિંગ તરીકે થતો હતો.

૧૯૫૯માં ફ્રિટ્ઝ લેંગે પટકથાઓ બનાવી એશ્ચનાપુરનો શેર, ચંદ્ર મહેલ જેવો ભારતનો મકબરો અને બનાવટી નગર એશ્ચનાપુર ના મહારાજા. ૧૯૮૩માં જેમ્સ બોન્ડ ફિલ્મ ઓક્તોપસ્સિ જેમાં મૌડ એડમ્સે ઓક્તોપસ્સિની ભૂમિકા ભજવી હતી ફિલ્મ માટે ઉદયપુરના જગ મંદિર અને મોન્સૂન પેલેસનો ઉપયોગ કરાયો હતો. ૧૯૮૪ બ્રિટિશ ટેલિવિઝન ક્રાઉનમાં જ્વેલ શ્રેણીમાં નવાબ મિરાત ના ગેસ્ટ હાઉસ તરીકે બતાવામાં આવ્યો હતો.

૨૦૦૧ સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત બોલીવુડ ફિલ્મ યાદે, ૨૦૦૬ તારસેમ સિંઘ દ્વારા નિર્દેશિત ફિલ્મધ ફોલનું શુટિંગ ત્યાં થયું હતું. ૨૦૧૩ યે જવાની હૈ દીવાની ફિલ્મનું પણ અહીં બનાવામાં આવ્યું હતું.

વિશ્વ અદાલત (શાંતિ મહેલ)

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ સામાન્ય રીતે વિશ્વ અદાલત કે આઇસીજે તરીકે ઓળખાય છે એ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન) ની પ્રાથમિક ન્યાયિક શાખા છે. તેનું કાર્યાલય શાંતિ મહેલ, ધ હેગ, નેધરલેન્ડ્સમાં આવેલું છે.

આ કોર્ટ રાજ્યો દ્વારા રજૂ થયેલ દેશો વચ્ચેના કાનૂની વિવાદો સ્થિર કરવાની, યોગ્ય અધિકૃત આંતરરાષ્ટ્રીય શાખાઓ, એજન્સીઓ અને યુએન જનરલ એસેમ્બલી દ્વારા રજૂ થયેલા કાનૂની પ્રશ્નો પર સલાહ અને અભિપ્રાયો પૂરા પાડે છે.

મણીમંદિર (વાઘ મહેલ)

મણિ મંદિર મંદિર સ્થાપત્ય એક અદભૂત નમુનો છે જે ગુજરાત ના મોરબી જિલ્લા ના મોરબી માં આવેલ છે , Wellingdon Secretariat ના નામે પણ ઓળખાય છે.

વાઘ મહેલ તરીકે ઓળખાતું આ માળખું ૧૯૩૫ માં ના મોરબી ના મહારાજા શ્રી વાઘજી ઠાકોર બનાવેલ છે. ૧૩૦ રૂમ તથા વચ્ચે મદિર આવેલ છે.

જેમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજી ના મંદિર છે, ત્યારના સમય માં 30 લાખ ના માતબર કહી શકાઈ એવો ખર્ચો થયો હતો.

ઘણી બધી વાતો પણ જોડાયેલ છે આ મંદિર સાથે કહેવાઈ છે "મણી" નામ ની છોકરી ની યાદ માં આ તાજમહેલ સમાન સ્મારક છે. ૧૯૭૯ માં આવેલ મચ્છુ નદી ના ભયંકર જળ હોનારત ને તો આ સ્મારક સહન કરી ગયું પણ ૨૦૦૧માં આવેલ જોરદાર ભૂકંપ માં આ પથ્થર નો અદભુત નમુનો ના ટકી શક્યો ને ત્યારે આ સમારક મોરબી તાલુકા ના વહીવટ નું મુખ્ય સ્થળ હતું ને બધી મહત્વ ની સરકારી કચેરી ઓ મની મંદિર માં હતી.

ભૂકંપ માં જર્જરિત થયેલ સમારક નું સમારકામ ચાલુ છે ને જેનું અંદાજીત ખર્ચો ૨૦ કરોડ થાશે ને ત્યા એક મ્યુઝીમ સ્વરૂપે ગુજરાત ને સૌરાષ્ટ્ર નો કલા ને સંસ્કૃતિ ની સાચવણી થાશે. આ સમારકામ ની જવાબદારી મોરબી ના રાજવી પરિવારે લીધી છે.

આમેરનો કિલ્લો

આમેરનો કિલ્લો એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરથી ૧૧ કિમી દૂર આવેલો છે. આજના જયપુરમાં રાજધાની સ્થળાંતરીત થઈ તે પહેલાં આ આમેરનો કિલ્લો તેની શહેર ક્ચવાહા વંશના રાજાની રાજધાની હતું. કલાત્મક શૈલી, હિંદુ અને મુસ્લિમ કળા તત્વોનો સંગમ અને તેની વૈભવશાળી અને નવાઈ પમાડતી કલાત્મકતા માટે જાણીતો છે.

આમેર નો કિલ્લો મૂળતો મીણાઓ દ્વારા તેમની કુળ દેવી અંબામાના નામે તેમના દ્વારા સ્થાપિત શહેર આમેરમાં બંધાવવામાં આવ્યો હતો. અંબામાને તેઓ ઘટ્ટા રાની અર્થાત ઘાટની રાણી નામે ઓળખતા. હાલમાં વિહરમાન કિલ્લો અગાઉના ખંડેર બનેલા માળખા દ્રારા (અકબરના સેનાપતિ- નવરત્નોમાંના એક) રાજા માનસિંહ પર ૧૫૯૨ બનાવવામાં આવ્યો હતો.

ત્યાર બાદ જય સિંહ પહેલાએ તેને ફરી બંધાવ્યો. ત્યારથી લઈને, જ્યાં સુધી સવાઈ જયસિંહ બીજાનાં સમય દરમ્યાન કચવાહાઓએ પોતાની રાજધાની જયપુર ના ખસેડી, ત્યાં સુધીનાં ૧૫૦ વર્ષનાં ગાળામાં આવેલા વિવિધ શાસકોએ આમેરમાં અનેક પરિવર્તનો કર્યાં.

આમેરના કિલ્લા તરીકે ઓળખાતું માળખું શરૂઆતમાં એક મહેલ સંકુલ હતો. તે શરૂઆતના આમેરના કિલ્લામાં હતો જેને આજે જયગઢનો કિલ્લો કહે છે.

કોટકિલ્લાથી સુસજ્જ એવા ગલિયારાથી આમેર સાથે જોડાયેલ, જયગઢ કિલ્લો આમેર સંકુલની ઉપર એક ટેકરી પર આવેલ છે, અને લાલ રેતીયા (બલુઆ) પથ્થર અને આરસથી બનેલ છે. તે માઓથા તળાવની સન્મુખ આવેલ છે અને કચવાહા રાજાઓના ખજાના ભંડાર હતો.

આખા કિલ્લા-સંકુલ સમાન જ, આમેર કિલ્લો પણ લાલ રેતીયા (બલુઆ) પથ્થર અને આરસથી બનેલ છે. આ કિલ્લાની બાંધકામ શૈલી અનોખી છે- બહારથી, પ્રભાવી કઠોર અને રક્ષણાત્મક દેખાતું માળખું, અંદરથી ખૂબ જુદું છે.

અંદરથી, અતિઅલંકૃત, હિંદુ અને મુસ્લિમ શૈલીના મિશ્રણની વૈભવી આંતરીક સજાવટ ધરાવે છે. કિલ્લાની અંદરની દિવાલો ભીંત ચિત્રો,ફ્રેસ્કો, અને રોજિંદા જીવનને દર્શાવતી ચિત્રકલાઓથી મઢેલી છે. અન્ય દિવાલો આરસની ઝીણી કોતરણી, મોઝેક, અને મહીમ અરિસા કામ દ્વારા જડાયેલ છે.

આમેરનો કિલ્લો ચાર ભાગમાં વંહેચાયેલો છે. કેંદ્રીય ભાગથી આ દરેક ભાગમાં દાદરા દ્વારા પહોંચી શકાય છે, કે પહોળા માર્ગે પહોંચી શકાય છે જે દરેક ભાગ સુધી પહોંચે છે. આ માર્ગોનો ઉપયોગ હાલમાં હાથીઓ દ્વારા પ્રવાસીઓને ઉપર સુધી પહોંચાડવા માટે થાય છે.

આમેર કિલ્લાનો મુખ્ય પ્રવેશ દ્વાર, સૂરજપોળ, જાલેબ ચૌક સુધી લઈ જાય છે, આ મુખ્ય ચોક છે અહીંથી મહેલ તરફ જતી દાદર શરૂથાય છે. પ્રાચીન સમયમાં, યુદ્ધથી પાછી ફરતી સેનાઓની સલામી અહીં અપાતી.

આ કિલ્લાના પ્રવેશદ્વારથી થોડી આગળ એક નાની પગથી કાળી મંદિર તરફ લઈ જાય છે., જેને શિલા દેવી તરીકે પણ ઓળખાય છે અને તે તેના વિશાળ ચાંદીના સિંહો માટે પ્રસિદ્ધ છે. આ સિંહોનું ઉદ્દગમ અને તેનું કારણ હજી પણ અજ્ઞાત છે. કાળી મંદિર તેના ચાંદીના દરવાજા અને તેની ઉત્કીર્ણ કોતરણી માટે પ્રસિદ્ધ છે.

કથાઓ અનુસાર, મહારાજા માનસિંહ-૧ એ બંગાળના રાજા સામે વિજય માટે કાળી માની પૂજા કરી હતી. કથા અનુસાર કાળી મા તેમના સ્વપ્નમાં આવ્યાં અને જેસ્સોરના (હવે બાંગ્લા દેશમાં) સમુદ્રપટમાંથી તેમની મૂર્તિ કઢાવી યોગ્ય મંદિરમાં સ્થાપના કરવા જણાવ્યું.

આ વાર્તામાં કેટલું તથ્ય છે તે તો ચકાસણી નો વિષય છે. જોકે, એમ કહેવાય છે દરિયાના પટમાંથી મહારાજાએ તે મૂર્તિ મેળવી અને તેની સ્થાપના મંદિરમાં કરાવી. આ મંદિરના દ્વાર પર આવેલી ગણેશજીની મૂર્તિ જે એક પરવાળાના ખડકમાંથી કોતરાયેલી છે તે મુખ્ય પ્રવાસી આકર્ષણ છે.

જોન્ગમ્યો

જોન્ગમ્યો એ એક કોન્ફ્યુશિયન સમાધિ છે. આ સમાધિ કોરિયન જોસિયોન વંશ (૧૩૯૨–૧૮૯૭)ના રાજાઓ અને રાણીઓને સમર્પિત છે. યુનેસ્કો અનુસાર આ સમધિ જાળવાયેલી સૌથી જૂની કોન્ફ્યુશિયન શાહી સમધિ છે. અહીં ૧૪મી સદીમાં આરંભાયેલી પરંપરાઓ હજી પણ ચાલુ છે.

આવી અન્ય સમાધિઓ કોરિયાના ત્રિરાજ કાળમાં પણ અસ્તિત્વ ધરાવતી હતી પણ તેનું સંવર્ધન થયું નથી. ૧૯૯૫માં જોન્ગમ્યો સમાધિને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં ઉમેરવામાં આવી.

જોન્ગમ્યો દક્ષિણે આવેલા ચેન્ગડકગુન્ગ અને ચેન્ગ્યોગગુન્ગની (તે નામના બે મહેલો) નજીકમાં આવેલું છે. જોસિયોન સમયમાં આ બંને જોડાયેલા હતા. પણ ત્યાર બાદ જાપાની વસાહતવાદીઓએ તે બેની વચમાં રસ્તો બાંધી તેમને જુદા કર્યા હતા. સમાધિને પાછા જુના સ્વરૂપે આણવાના પ્રયત્નો ચાલુ છે.

આ સમાધિની મુખ્ય ઈમારતનું બાંધકામ ઑક્ટોબર ૧૩૯૪માં કરવામાં આવ્યું હતું જ્યારે જોસિયોન રાજા તીજોએ તેની રાજધાની સીયોલમાં ખસેડી. ઈ. સ. ૧૫૯૨–૯૮ દરમ્યાન જાપાને કરેલા કોરિયા પરના આક્રમણમાં તેનો નાશ થયો. ૧૬૦૮માં તેને ફરી બાંધવામાં આવ્યું.

૧૩૯૪માં જ્યારે તીજો રાજાના આદેશ પર આ ઈમારત બાંધવામાં આવી ત્યારે તે એશિયાની સૌથી લાંબી ઈમારત હતી. તેના મુખ્ય ખંડ જોન્ગયોનમાં સાત ઓરડા હતા. દરેક ઓરડો એક રાજા અને તેની રાણીમાટે આરક્ષિત હતો. ત્યાર બાદ રાજા સેનોન્ગ(ઈ.સ. ૧૪૧૮-૫૦)ના આદેશ અનુસાર તેનું વિસ્તરણ કરવામાં આવ્યું અને યોન્ગયોન્ગજીયોન (શાહી એશો-આરામ ધરાવતો ખંડ)નામનો ઓરડો બાંધવામાં આવ્યો.

ઈમારત વિસ્તરણની આ પરંપરા આગળ ચાલુ રહી અને આ સમાધિ પશ્ચિમથી પૂર્વ તરફ વધતી ગઈ. નવા નવા રાજાની યાદગિરી રૂપે નવા ખંડો ઉમેરાતા કુલ ૧૯ ખંડ બન્યા. ઈ.સ. ૧૫૯૨-૯૮ દરમ્યાન થયેલા જાપાની આક્રમણ સમયે ચાલેલા સાત-વર્ષી યુદ્ધમાં આ સમાધિને બાળી નાખવામાં આવી હતી. તેનું પુનઃબાંધકામ ૧૬૦૧માં થયું અને તે આજ સુધી ટક્યું છે.

જુના રાજાઓના સ્મરણ-તખ્તાઓને સામાન્ય માણસના ઘરમાં સંતાડીને આક્રમણ સમયે બચાવી લેવામાં આવ્યા હતા. રાજાના મરણ પછી ત્રણ વર્ષે તેના સ્મરણ - તખ્તાને સમાધિસ્ત કરવામાં આવતા. અત્યારે અહીં ૧૯ રાજાઓના અને ૩૦ રાણીઓના સ્મરણ તખ્તાઓ છે. દરેક ઓરડાઓ એક્દમ સાદગીથી બાંધવામાં આવ્યા છે. માત્ર બે જ રાજાઓના તખ્તાઓને અહીં સમાધિસ્ત કરવામાં નથી આવ્યા.

આ સ્મરણ તખ્તા સિવાય રાજાઓની ઉપલબ્ધિઓની તક્તિ પણ મુકવામાં આવી છે. અત્યારે જીયોન્ગજીયોન (કોરિયા રાષ્ટ્રીય ખાજાનો ક્રમાંક ૨૨૭) એ સુધી લાંબી પારંપારિક કોરિયન વાસ્તુ ધરાવતી ઈમારત છે.

જોન્ગમ્યો જેર્યેની વિધિના એક ભાગ તરીકે અહીં "જોન્ગમ્યો જેર્યીક" નામનો પ્રાચીન શાહી વાદ્ય અને નૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવે છે. સંગીતકારો, નૃત્યકારો અને બુદ્ધિજીવીઓ અહીં કોન્ફ્યુશિયન વિધિ પ્રમાણે વર્ષમાં પાંચ વખત જોન્ગમ્યો દાઈજે (શાહી સમાધિ વિધિ)નામની વિધિ કરે છે.

હાલના સમયમાં આ વિધિઓનું પુનર્નવીનીકરણ કરાયું છે. જોન્ગમ્યો દાઈજે ને મહત્વ પૂર્ણ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર (ક્રમાંક ૫૬ - કોરિયા સરકારની યાદિ પ્રમાણે)તરીકે ગણવામાં આવી છે. અને દર વર્ષે મે મહિનામાં તેનુ આયોજન થાય છે.

આ ઉત્સવમાં પારંપારીક દરબારી સંગીતને શાહી દરબારી સંગીત વૃંદ ( કોરિયા સરકારની મહત્વ પૂર્ણ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર કમાંક ૧) દ્વારા વગાડવામાં આવે છે. આ સંગીતનું મૂળ ચીનમાં છે. ગોર્યો (ઈ.સ. ૯૧૮-૧૩૯૨)ના સમય દરમ્યાન તેને ચીનથી કોરિયામાં લવાઈ હતી. રાજા સેનોન્ગએ ઈ.સ. ૧૪૪૭ અને ઈ.સ. ૧૪૬૨માં હ્યાન્ગાકના આધારે નવા સંગીતની રચના કરી.

મહાકાળી ગુફાઓ

મહાકાળી ગુફાઓ (મરાઠી: महाकाली गुंफा) (કોડિવિટે ગુફાઓ તરીકે પણ જાણીતી) એ ખડકમાંથી બનાવેલી ઈસ પૂર્વે ૧લી થી ઈસ ૬થી સદીની ૧૯ ગુફાઓ છે.

આ બૌદ્ધ મઠ મુંબઈનાં પરાં અંધેરીના પશ્ચિમ ભાગમાં આવેલ છે. આ સ્થાપત્ય ખડકમાંથી કોતરેલી ગુફાઓનો બે સમૂહ ધરાવે છે - ૪ ગુફાઓ ઉત્તર-પશ્ચિમ અને ૧૫ ગુફાઓ દક્ષિણ-પૂર્વમાં આવેલી છે.

મોટાભાગની ગુફાઓ વિહારઅને સાધુઓ માટેનાં ઓરડાઓ ધરાવે છે, પણ દક્ષિણ-પૂર્વની ગુફા ક્રમાંક ૯ ચૈત્ય છે. ઉત્તર-પશ્ચિમની ગુફાઓ મોટાભાગે ૪થી-પમી સદી દરમિયાન બનાવવામાં આવી છે જ્યારે દક્ષિણ-પૂર્વની ગુફાઓ વધુ જૂની છે. અહીં ખડકોને કોતરીને પાણી સંગ્રહ કરવાની ટાંકીઓ પણ બનાવેલ છે.

આ ગુફાઓ કાળા બેસાલ્ટ ખડકોને કોતરીને બનાવવામાં આવી છે. સૌથી મોટી ગુફા (ક્રમાંક ૯) બુદ્ધના સાત રૂપો અને બૌદ્ધ કથાઓના પાત્રો ધરાવે છે પણ આ બધાં ખરાબ સ્થિતિમાં છે.

આ ગુફાઓ જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ અને સીપ્ઝ (SEEPZ)ના જોડાણ પર રહેલી છે. આ સ્થળથી અંધેરી-કુર્લા રોડને મહાકાળી ગુફા રોડ નામ આપવામાં આવ્યું છે. અંધેરી સ્ટેશનથી અહીં આવવા માટે BESTની સીધી બસ મળી રહે છે. આ ગુફાઓ તેની આજુ-બાજુ થઈ રહેલ દબાણને કારણે ભયજનક સ્થિતિમાં છે.

જોગેશ્વરી ગુફાઓ

જોગેશ્વરીની ગુફાઓ એ પ્રાચીન હિંદુ અને બૌદ્ધ ધર્મના ગુફા મંદિરો છે. જે મુંબઈમાં જોગેશ્વરીમાં આવેલ છે.

આ ગુફાઓ ઈ.સ.૫૨૦ થી ૫૫૦ની છે. ઈતિહાસકાર અને વિદ્વાન વોલટર સ્પિંક ના મત અનુસાર જોગેશ્વરીની ગુફાઓ ભારત માં આવેલી જુનામાં જુનાં અને મોટામાં મોટાં હિંદુ ગુફા મંદિરો છે.

આ ગુફાઓ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની બાજુમાં આવેલી છે, આ વિસ્તાર દબાણથી ઘેરાયેલો છે અને તેનો મંદિર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આ ગુફાઓ તેની ભયજનક સ્થિતીના કારણે લુપ્ત થઈ રહી છે અને ચામાચીડિયાંઓથી ભરાયેલી છે.

કોતરોથી ભરાયેલ આ ગુફાઓમાં લાંબી સીડીઓ વડે મુખ્ય ખંડમાં પ્રવેશી શકાય છે, તેમાં ઘણાં સ્તંભો અને અંતમાં લિંગ આવેલ છે. આ ગુફાઓની દિવાલોમાં દત્તાત્રેય, હનુમાન, ગણેશજી ની મૂર્તિઓ કોતરેલી છે, ત્યાં બે ચોકીદારો પણ છે.

આ ગુફાઓમાં જોગેશ્વરી(યોગેશ્વરી) ની મૂર્તિ અને પગલાંઓ આવેલા છે, જેનાં પરથી આ વિસ્તારનું નામ પડેલ છે. જોગેશ્વરીને કેટલાક મરાઠી લોકોની કુળદેવી ગણાય છે, વેપાર માટે ગુજરાતથી આવેલા લોકો પણ આ દેવીને પૂજે છે.

સ્વર્ગીય ગુફા

સ્વર્ગમાં ગુફા એ વિયેતનામમાં આવેલી એક ગુફા છે. જે ડોંગહોઇ ના ૬૦ કિ.મી. ઉત્તર-પશ્ચિમી અને હનોઈ ના ૪૫૦ કિમી દક્ષિણે આવેલી છે. સ્થાનિક મદદે ૨૦૦૫માં આ ગુફાની શોધ કરી. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ તે ૨૦૦૫ થી ૨૦૧૦ સુધીમાં શોધવામાં મદદ કરી હતી. તેઓએ ૨૦૧૦ માં જાહેરાત કરી હતી કે, ગુફા ૩૫ કિ.મી. લાંબી-ઊંડી છે. તેની સુંદરતા કારણે, તેને સ્વર્ગ કહેવામાં આવે છે. તે એશિયાની સૌથી લાંબી ગુફા છે.