મીઠી યાદો PRAFUL DETROJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મીઠી યાદો

મીઠ્ઠી યાદો

ભાણવડ ભારત દેશના પશ્ર્વિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના જામનગર જીલ્લાના ભાણવડ તાલુકાનું એક નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે ગામની વચ્ચે આવેલી નદીના લીધે ગામના બે ભાગ પડે છે જેમાં દક્ષીણ તરફનો ભાગ રણજીતપરાના નામે ઓળખાય છે.

ભાણવડનું નામ પતન પછી ઈ.સ. ૧૩૧૩માં ભાણવડના સ્થાપક જેઠવા શાસક રાણા ભાણજી જેઠવા પરથી પડ્યું છે. નવાનગર રજવાડાના જામના આક્રમણ પછી તેના ફરતે કિલ્લેબંધી કરવામાં આવી હતી. ઘુમલી એક સમયમાં જેઠવા વંશની રાજધાની હતું અને હાલમાં તેનું પુરાતત્વીય સ્થળ ભાણવડથી ૬ કિમી દૂર આવેલું છે.

આશાપૂરા માતાજીનું મંદિર, ઘૂમલી નવલખો, સોનકંસારી મંદિર, કિલેશ્વર, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ, ગોપ ડુંગર (ગોપનાથ મહાદેવ મંદિર) વગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભગવાન કૃષ્ણે ગોકુળ-મથુરા છોડી દ્વારકા બનવી હતી. આ ભૂમિમાં અનેક મહાપુરુષો આવી ચુકયા છે. ત્યારે આ જીલ્લાના ભાણવડ પાસે પાંડવો વનવાસ બાદ અજ્ઞાતવાસ દરમ્યાન શિવલિંગ સ્થાપ્યું હતું. જયાં ભગવાન ઇન્દ્રએ પણ આ શિવલિંગની પૂજા-અર્ચના કરી હોવાનું મનાઈ છે. ત્યારથી આ સ્થળે બનાવાયેલ શિવાલયને ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે લોકો ભકિત-ભાવથી આસ્થાભેર માની પૂજા અર્ચના કરે છે. વળી આ સ્થળે વહેલી સવારે શિવલિંગની પૂજા કોણ કરી જાય છે.

તે કોઈ જાણી શકયું નથી. અને તેના પ્રમાણો પણ અહીના દર્શનાર્થીઓ અને મહંતને મળ્યા છે. કુદરતી વાતાવરણમાં વર્તુ-વેરાળી અને સોનમતી નદીના સંગમ સ્થાને આવેલા શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શ્રધ્ધાળુઓ પિતૃ તર્પણ માટે પણ આવે છે. અહી પાસેજ ભારતના સાડા ત્રણ જાગૃત ગણાતા સ્મશાનો પૈકીનું એક સ્થાન આ મદિર પાસે છે. જેને કારણે સંહારના દેવ મહાદેવના આ મંદિરે લોકો આસ્થાભેર આવી દર્શન આરતીનો લાભ લ્યે છે.

ભાણવડમાં પુરાતત્વની દ્રષ્ટીએ ઘણા બધા સ્થળો જોવા લાયક છે. પ્રાચીન સ્થળોમાં ઘુમલી તથા મોડપરનો કિલ્લો જોવા લાયક છે. આ ઉપરાંત અહીં શહેરમાં જ આવેલ પ્રખ્યાત વીર માંગળાવાળાની જગ્યા – ભુતવડ, ઇન્દ્રશ્વર મહાદેવનું મંદિર કે જે ત્રીવેણી તરીકે પણ ઓળખાય છે. તથા શહેરથી થોડે દુર આવેલ ગાયત્રી આશ્રમ. હમણાં બે ત્રણ અઠવાડીયા પહેલાં હું ઘુમલી તથા મોડપરના કિલ્લો જોવા ગયો હતો. ઘુમલી સવારના વહેલાં ગયા હતા, તથા મોડપરના કિલ્લે સાંજના સમયે.

ઘુમલીની વાત કરીએ તો પ્રાચીનતમ શહેર તથા રાજધાની. ભાણવડથી થોડે દુર આવેલ ઘુમલી ગામ એક વખતના સમયમાં ગુજરાતની રાજધાની રહી ચુકેલ. આશરે ૭મી સદીમાં ઘુમલી શહેર બાંધવામાં આવ્યું હતું. જેઠવા વંશમાં શ્રીનગર (પોરંબદર)થી ખસેડી અહીં ઘુમલીને જેઠવા રાજની રાજધાની બનાવવામાં આવી હતી. ભાણ જેઠવા હાર્યા ત્યાં સુધી ઘુમલી (આશરે ૧૩૧૩સુધી) રાજધાની તરીકે રહેલ, અને ત્યારબાદ તેને રાણપુર ખાતે ખસેડવામાં આવી. ઘુમલી ખાતે માતા આશાપુરાનું મંદીર આવેલ છે. આ મંદીર પણ પ્રાચની છે.

ઘુમલીમાં આવેલ નવલખો મહેલ ૧૧મી સદીમાં જેઠવા રાજવીઓ દ્વારા બનાવવામાં આવેલ. અહીં આવેલ સૂર્ય મંદીર ગુજરાતનું પ્રાચીનત્તમ સૂર્ય મંદીર મનાય છે. નવલખો એ સમયે નવ લાખના ખર્ચે બંધાયો હોવાનું મનાય છે, કદાચ આથી જ તેનું નામ નવલખો (નવ લાખ) રાખવામાં આવ્યું.

ભાણવડની દક્ષિણે વડનું જૂનું વૃક્ષ આવેલું છે, જે ભૂતવડ કહેવાય છે. તે વિશેની દંતકથા આ પ્રમાણે છે: જ્યારે ભાણ જેઠવા ઘુમલીમાં રાજ કરતો હતો ત્યારે હાલની ઘુમલીની જગ્યા પર તેને ફૂલોનો બગીચો હતો જે ભાણવડી કહેવાતો હતો, જે પરથી ભાણવડ નામ થઈ ગયું હતું. આ બગીચો ભાણ જેઠવાના માનીતા કાઠી માંગરાની દેખરેખ નીચે હતો.

માંગરાની ધાક એટલી બધી હતી કે કોઈ ડાકુ કે લૂંટારા જેઠવાના રાજમાં આવી શકતા નહી. માંગરો મિયાણીના હરસદ માતાનો ભક્ત હતો. માંગરાની ગેરહાજરીમાં વાળા ઉગા નામના કાઠી બહારવટિયો ઘુમલીના ઢોર-ઢાંખરને લૂંટી ગયો.

ભાણ જેઠવાએ લૂંટારુઓનો પીછો કર્યો અને ગીરની કાંઠા પર નારેદ આગળ તેમને આંતરીને પડકાર્યા. અહીં લૂંટારાઓએ ઘુમલીની ગાયો રાખેલી. ભાણ જેઠવાએ નજીકમાં પડાવ નાખ્યો અને બે સરદારો વચ્ચે લડાઈ કરવા જણાવ્યું જે પ્રમાણે જો ભાણ જેઠવા હારે તો ગાયો પાછી લઈ જશે અથવા જો હારે તો ગાયોનું ધણ લૂંટારાઓ રાખશે. લૂંટારાઓએ આ શરત માન્ય રાખી.

આ જગ્યાની નજીકમાં અલેચ ટેકરીઓની નજીક પાટણ ગામમાં પદમાવતી નામની કન્યા રહેતી હતી. માંગરાની ખ્યાતિ સાંભળીને તે તેને મળ્યા વગર તેના પ્રેમમાં પડી હતી અને તેણે નક્કી કર્યું હતું કે માંગરાને પતિ તરીકે નહી મળે તો ત્યાં સુધી તે દરરોજ શિવ મંદિરમાં પૂજા કરશે.

જ્યારે માંગરાએ મિયાણીમાં ઘુમલીની ગાયોના હરણની ઘટના સાંભળી ત્યારે તે ૧૨૦ ઘોડેસવારો સાથે ભાણ જેઠવાની પાછળ ગયો. તેઓ પાટણ નજીક થોભ્યા અને માંગરો મંદિરમાં આરામ કરવા માટે ગયો.

અહીં પદમાવતી પોતાની દરરોજની પૂજા કરવા આવેલી અને તે માંગરાને મળી. માંગરો તેની સુંદરતા જોઇ મુગ્ધ બન્યો અને પોતાનો પરિચય આપ્યો. બંનેએ એકબીજાનો પ્રેમ સ્વિકાર કર્યો અને માંગરાએ પાછા આવીને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. લૂંટારાઓ સાથેના યુદ્ધમાં ભાણ જેઠવા તરફથી માંગરો લડ્યો પણ તેનું હ્રદય તાજાં પ્રેમના કારણે કોમળ બન્યું હોવાથી તે પોતાના પૂરતા શોર્યથી લડી શક્યો નહી અને દુશ્મનો દ્વારા તેનો વધ થયો.

માંગરો યુદ્ધમાં મર્યા પછી ભૂત બન્યો અને નારેદ આગળના વડના ઝાડ આગળ જ્યાં તે હણાયો હતો ત્યાં જઇને વસ્યો. જ્યારે પદમાવતીએ માંગરાએ મોતના સમાચાર સાંભળ્યા ત્યારે તેણીએ પોતાના માતા-પિતાને ઉનાના પૈસાપાત્ર વેપારની પુત્ર સાથે પરણવાની સંમતિ આપી. જ્યારે લગ્નની જાન ઉનાથી પાટણ જવા નીકળી ત્યારે તેઓ વડના ઝાડ નીચે નારેદ આગળ રોકાયા. માંગરાના કાકા અરશી આ જાનના સરદાર હતા અને ઝાડની નીચે સૂતી વખતે તેમના પર માંગરાના આંસુ તેમના પર પડ્યા. માંગરાએ પોતાની કથા કહી અને અરશીને પોતાની સાથે જાનમાં લઇ જવા વિનંતી કરી અને જ્યારે અરશી કહે ત્યારે તે પાછો આવી જશે એમ સંમત થયો.

માંગરો અદ્રશ્ય રીતે જાનમાં જોડાયો અને જાદુ વડે વરને કોઢનો રોગ અને સાથે કુષ્ઠ રોગનો શ્રાપ આપ્યો. જાને આ વિશે અરશીની સલાહ માંગી અને અરશીએ માંગરાની કથા તેમને કહી. જાનના વડીલોએ માંગરા લગ્ન પદમાવતી સાથે કરવાની સંમતિ આપી પણ શરત મૂકી કે તેઓ લગ્ન પતી જતાં તેણીને પાછી લાવી દેશે. માંગરાએ યુવાન પુરુષનો રૂપ લીધો અને જાન આગળ ચાલી. ગામલોકોએ પદમાવતીને તેના પતિના રોગ વિશે જણાવ્યું. તેણી ઝરુખામાં બેઠી જાનને જોતી હતી અને માંગરાને ઓળખ્યો અને કહ્યું: જાને આવીયા જવાન, અલબેલા અરાઇ તાણી; એજ ઘોડો એજ એઢાણ, મિલે ભાલ્યો માંગરો.

પદમાવતીએ માંગરાના ભૂત સાથે લગ્ન કર્યું અને તેઓ તેમના ગામ પાછા ફર્યા. નારેદ આગળના વડના ઝાડ આગળ પહોંચ્યા પછી અરશીએ માંગરાને ત્યાં રહેવા જણાવ્યું અને પદમાવતીને તેને યોગ્ય પતિ સાથે પરણાવવા કહ્યું. માંગરાએ એ પ્રમાણે કર્યું અને પોતાનો પાળિયો વડના ઝાડ નીચે બનાવવાનું સૂચન કર્યું અને પોતે તેમને હંમેશા મદદ કરશે એવું વચન આપ્યું. જ્યારે ગામમાં લગ્ન થાય છે ત્યારે વર અને કન્યા અહીં આવીને માંગરાને શ્રીફળ ચડાવે છે અને ત્યારબાદ જ તેમની લગ્નવિધિ પૂર્ણ થયેલી ગણાય છે.