કહાની Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કહાની

કહાની

વાર્તાઓ ઘણી બધી સાંભળી હશે નહિ, નાના હતા ત્યારથી આજે વોટ્સએપ માં ફોરવર્ડ થઇ ને આવતી વાર્તાઓ સુધી ની આપણો પનારો છે. સ્કૂલ માં ભણતા ત્યારે પણ મુદ્દાઓ પર થી મોરલ સ્ટોરી લખવા નાં પ્રશ્નો પૂછાતા રહ્યા હતા. ડ્રામા માં પણ જ્યારે ભાગ લેવાયો હોય ત્યારે સ્ક્રીપ્ટ ની એક એક લાઈન કેવી રીતે બોલવી તે પણ સ્ટોરી નાં પ્લોટ અનુસાર જ બોલાતું. સિનેમા હોલ માં અને ઘરે આવતી સીરીયલો માં પણ વાર્તા જ તો દેખાડાય છે. એ પછી ‘ભાગ મિલ્ખા ભાગ’ હોય કે, ગુજરાતી મુવી ‘થઇ જશે!’ બેક ગ્રાઉન્ડ માં તો હકીકત અથવા તો કાલ્પનિક વાર્તા નો જ પ્લોટ હોય છે.

પહેલા નાં જમાના માં દાદા-દાદી બાળકો ને વાર્તા કહેતા. સ્કૂલ માં શનિવારે વાર્તા સ્પર્ધા ઓ રચાતી. પણ આજની આ જનરેશન ને એ દાદા-દાદી કે મમ્મીની વાર્તાઓ નથી ગમતી, પણ આ વાત માં કઈ ગર્વ લેવા જેવું નથી. આ વાત અમુક અંશે એ પણ સાબિત કરી દે છે કે તમારી વાર્તા કહેવાની શૈલી અથવા તો વાર્તા કરતાં બાળક ને કાર્ટુન અથવા તો મોબાઈલ ની ગેમ્સ વધુ આકર્ષી શકે છે. બાળક ની સમજણ મુજબ તેને ઉદાહરણ આપી ને જ સમજાવાય છે તેથી મોરલ સ્ટોરીઝ નો સહારો લેવાય છે.

આ જીવન પણ એક વાર્તા જ છે. બસ, આપણે તે રીતે જીવવું પડે કે આપણી વાર્તા બેસ્ટ સેલર બની જાય. હાં, તમે સફળ થયેલા અથવા તો અસફળ થયેલા કોઈ પણ, આજના કે વર્ષો પહેલાના માણસ ને લઇ લો. ક્યાંક આશ્ચર્ય માં નાખી દે તેવી, તો ક્યાંક સીધી સપાટ રસ વિનાની, ક્યાંક આપણ ને દોડતા કરી દે તેવી પ્રેરણાત્મક વાર્તાઓ મળી જ રહેશે. પોતાની જિંદગી પણ વાર્તા જ છે. સ્ટીવ જોબ્સ, અબ્દુલ કલામ, મહાત્મા ગાંધી, કિરણ બેદી, સચિન, બેન્જામીન ફ્રેંકલીન આ બધા જ સફળ માનવી ઓ છે. પણ આ લોકો પણ નિષ્ફળ તો ગયેલા જ પછીથી સફળતા મળી અને તેની કહાનીઓ રૂપે બયોગ્રફીઓ માર્કેટ માં આવી.

કોઈ પણ સફળ માણસ ની કહાનીઓ જોશો તો બે વસ્તુઓ હંમેશા ઉડીને આંખે વળગશે જ, સફળતા નો પાયો જ કદાચ આ બે વસ્તુઓ માંથી કોઈ એક હશે. તે છે પોતાનાં કામ પ્રત્યે પ્રેમ અથવા તો પોતાની જાત સાથે કામ પુરા કરીને દેખાડવા નો પડકાર. આ બંને રસ્તા ચોક્કસ સફળતા તરફ જ જાય છે. બીજા રસ્તા માં એવું પણ બને કે કોઈ ને દેખાડવા માટે ની પણ ચેલેન્જ હોય છે.

સ્ટીવ જોબ્સ ને એવું જ કઈક થયેલું, તેણે તે વાત ની ચીડ હતી કે, તેને દતક લેવામાં આવ્યો છે. તેથી તે કેટલેક અંશે દેખાડવા પણ માંગતો હતો કે તે શું કરી શકે છે. અને ક્યાંક અંશે તેણે પોતાનું ગમતું કામ મળી ગયું હોવાથી સોનામાં સુગંધ ભળ્યા જેવું થયું અને તેનું પરિણામ mac અને iPhone છે.

દરેક સફળ અને નિષ્ફળ માણસ પાછળ કહાની તો હોય જ છે, અબ્દુલ કલામ એવું કહેતા કે, “સફળ માણસ કરતા નિષ્ફળ માણસો ની કહાની વાંચો, તેનાથી તમને પ્રેરણા મળશે.”

આપણે જ્યારે સફળ લોકો ની બાયોગ્રાફી વાંચીએ છીએ ત્યારે જણાય છે કે કઈક અલગ-અલગ પ્રકાર નાં વળાંકો આવતા હોય છે. આપણ ને પણ વાંચીને ક્યારેક આંચકો આવે છે, જેમ કે, સ્ટીવ જોબ્સ ને એપલ(પોતાની કંપની) માંથી જ બહાર કરી દેવામાં આવ્યો હતો. પણ ત્યાર પછી પણ તેની મહેનત તેણે આગળ લાવી જ ને ! એમ જ નદીની શરૂઆત જ્યાંથી થાય છે ત્યાં તે બહુ સાંકડી અને નાની હોય છે. પરંતુ જેમ જેમ તે આગળ વધે તેમ પહોળી અને મોટી નદી માં પરિવર્તન પામે છે. આપણા જીવન માં પણ કોઈ મહાન કાર્ય ની શરૂઆત એ જ રીતે થાય છે. જે રીતે નદીનું પાણી હંમેશા આગળ વધતું જ રહે છે. એ જ રીતે કોઈ વ્યક્તિ પોતાનાં જીવનમાં નિરંતર પરિશ્રમ કરતા આગળ વધે તો ચોક્કસ તેણે સફળતા મળે છે.

જો આપણે પણ આગળ વધવું હશે તો, નીકળી પડવું પડશે, પોતાને ગમતું કામ અને પોતાની જાત ને ચેલેંજ કરીને. આ બે આગળ વધવા માટે નાં પાયાના સિદ્ધાંતો કહી શકાય. અને તો આપણી પણ કહાની કોઈને પ્રેરણા આપશે.

આજે એક સફળ માણસ ની નાની એવી કહાની કહેવી છે અને તે તેના પ્રત્યે કેવા સમર્પિત હતા તે કહેવું છે. હાં, અમિતાભ બચ્ચન નું ટાઈમ શેડ્યુલ જ્યારે તેઓ ‘પા’ નું શુટીંગ કરતા ત્યાર નું જાણવા જેવું છે. રોજ રાત્રે ૧ વાગે મેકઅપ માટે બેસી જવું તેના ચહેરા ઉપર ખભા સુધી ખાસ મટીરિયલ્સ નાં ચાર જાતના પદાર્થો લગાવી ને માસ્ક ચોટાડવામાં આવતા હતા. તેવી જ રીતે દાંતના ખાસ ચોકઠાં ફીટ કરાતા હતા. પાણી પણ પીવાનું નહી, અને હલવાનું પણ નહી. પાંચ કલાક એવી જ રીતે એક જ સ્થાને હાલ્યા વિના આખી રાત્રી ઉજાગરો કરવાનો અને તૈયારી કરવાની. તે દરમિયાન કોઈ ફિલ્મ ની સ્ક્રીપ્ટ વાંચે તેના પર ધ્યાન આપવાનું અને સાથો સાથ નિર્દેશક દૃશ્ય સમજાવે.

આ પ્રમાણે સવાર સુધી ની તૈયારી બાદ સવાર થી ફિલ્મ નાં શુટીંગ માં લાગી જવાનું તો, તેનું શુટીંગ બપોર નાં ૨ વાગ્યા સુધી ચાલે. ત્યાર પછી ચાર વાગ્યે ભોજન લીધા બાદ સીધા ‘રણ’ મુવી નાં શુટીંગ માટે ચાલ્યું જવાનું તો, તે રાત્રે ૧૦ સુધી ચાલુ રહેતું. રાત્રી નાં ૧૦ થી ૧ એમ ત્રણ જ કલાક ની ઊંઘ બાદ ફરી ઉઠી જવાનું અને લાગી જવાનું મેકઅપ માટે. તો બોલો, જ્યારે પા નું શુટીંગ ચાલતું હતું ત્યારે બીગ બી ૬૭ વર્ષ નાં હતા. તો કોણ કહે છે કે રીટાયરમેન્ટ એજ ૫૮ હોય છે. જ્યારે ૬૭ વર્ષે પણ માણસ ૨૦ કલાક એક ધારું કામ કરી શકે ત્યારે તે લેજેન્ડ કહેવાય.

કોઇપણ કાર્ય પાછળ જોશ અને જનુન હોય તો નિષ્ફળ જવાની શક્યતા નહિવત હોય છે. જનુન તેમજ સમર્પણ નાં ભાવ થી જ સફળતા નાં દ્વાર ઉઘડી જાય છે. તેની મહેચ્છા એક પાંચ મિનિટ ની લઘુ ફિલ્મ બનાવવાની હતી. આવી નાની ફિલ્મ ન ચાલે તે જાણતો હોવા છતાં ઉરૂગ્વે નાં આ નવોદિત ફિલ્મકાર ત્યારે ઓછા બજેટ ની ફિલ્મ બનાવી. વાર્તા એ હતી કે, અંતરીક્ષ પ્રાણીઓના આક્રમણ: ઉરૂગ્વે ની રાજધાની માટે વિડીયો ઉપર વિશાલ એલીયન રોબોટ્સ ની સેના અને અંતરિક્ષયાન દ્વારા હુમલાઓ દર્શાવવામાં આવેલ તેના નિર્માણ પાછળ ૩૦૦ ડોલર ખર્ચ થયેલ. હોલિવુડ ની ફિલ્મ ‘વોર ઓફ ધ વર્લ્ડ’ ની જળમ આ ફિલ્મ સ્પેશ્યલ ઈફેક્ટસ થી ભરપુર થઇ. બનાવવા માં પુરતો સમય, ઉતમ ઢબ થકી કોઈને એમ ન લાગે કે તે શિખાઉ ફિલ્મમેકરે બનાવી છે.

આ ફિલ્મ બે દિવસ માં નેટ પર લોકપ્રિય થઇ અને લોકોના ઈ-મેઈલ ની વર્ષફ થઇ. ૧૫ લાખ હિટ્સ મળી. ‘સ્પાઈડર મેન’ ફિલ્મ નાં ડાઈરેક્ટર સેમ રેમી એ કહ્યું, તમે ૩૦૦ ડોલર માં જે કામ કર્યુ છે તે અમે જોયું, હવે ૩ કરોડ ડોલર માં તમે શું કરી શકો છો તે જોવા માંગીએ છીએ, આવો અમારી સાથે.”

તો આ જ તો હોય છે ઈન્ટેલીજન્સ, કોઈ આપણ ને સામેથી બોલાવવા આવે, જેમ કે કૃષ્ણ ને હસ્તિનાપુર થી બોલાવવા આવ્યા હતા, તે તેને જ બોલાવે જેણે મહેનત થી પોતાની દ્વારિકા બનાવી હોય. અને તેવા જ માણસો પોતાની સ્ટોરી આ દુનિયામાં છોડી ને જાય જેણે બધું પડતું મૂકી ને પોતાનાં કામ ને ગમતું કર્યુ હોય.