Spark books and stories free download online pdf in Gujarati

સ્પાર્ક

સ્પાર્ક

તમને ખબર છે? ૨૦૧૬ નો પણ પહેલો મહિનો પુરો થવા આવ્યો છે. બસ હવે, આવી જ રીતે એક એક કરીને ૧૧ મહિના પુરા થશે એટલે પાછો એક દિવસ એવો આવશે કે પાછા લોકો હેપી ન્યુ ઈયર વિશ કરશે. પાછું નવું વર્ષ આવવાની ખુશી હશે. અમુક લોકો એવું કહેતા હશે કે પાછી નવી શરૂઆત થશે. પાછા લોકો જિંદગી નું જશ્ન મનાવવાની વાતો કરશે. સફળ થયેલા લોકો પોતાની જીત નું જશ્ન મનાવી રહ્યા હશે. નિષ્ફળ ગયેલા લોકો થોડા દુઃખી થશે અને પાછું એ લોકો એવું વાક્ય કહેશે કે ,” જે થયું તે હવે ભૂલી જવાનું, ચાલો નવા વર્ષે હવે આપણે પણ જીતી જવું છે, પાછી નવી શરૂઆત કરવી છે” બસ, બસ, પાછા આવી જાવ હજી આ વર્ષ નો એક મહિનો ગયો છે.( ચાલ્યો જાય છે..). તો આ જ વર્ષ માં આપણે પણ એવા કામ કરી બતાવીએ કે ૨૦૧૬ પૂરું થાય ત્યાં સુધીમાં આપણા સપનાઓ એ હકીકત માં રૂપાંતરિત થવા માટે દિશા પકડી લીધી હોય. સપનાઓ પુરા કરવા માટે સપનાઓ નું વિચારમાં અને વિચારનું કાર્ય માં પરિવર્તન કરવું પડે. જય વસાવડા એ તેની એક સ્પીચ માં કહ્યું હતું કે જો તમારે તમારી જિંદગી ની નવેસર થી શરૂઆત કરવી હોય તો એક નાની અને મોટી ફિલોસોફી વાળી વાત એ છે કે, એવું નક્કી કરી લો કે “આવતી કાલનો સુરજ એ આપણી જિંદગી નો પહેલો સુરજ છે” એટલે નક્કી કરી લો મીન્સ કે આજ સુધી જે થયું તે થયું... હવે પછી આપણે આ ભૂલ નહિ કરવાની..

અત્યારે મોટીવેશન વિશે વાતો ખુબ વધી ગઈ છે પરંતુ, ખરા સમયે મોટીવેશનલ વાતો તમને ઉપયોગી નહિ થાય, તેવા સમયે તો તમારે સફળ થવું છે તેને જ ધ્યાન માં રાખવાનું હોય છે.. તેના માટે તમારે પોતાના પર ભરોસો રાખી ને દોડવું પડે.. ધૂની બની જવું પડે... ઘડાઈ જવું પડે.. તે તમારી પરીક્ષા હોય છે તેમાં તમારે જ તમારો ઉદ્ધાર કરવાનો હોય છે. જેમ ભાગ મિલ્ખા ભાગ માં મિલ્ખા સિંગ ફર્સ્ટ આવવા માટે પોતાના પગ માં પટ્ટી બાંધેલી હોય છે.. પગ માંથી લોહી નીકળે છે છતાં પુરા જોશ થી દોડે છે તેમ. સાઈના નહેવાલે કહ્યું છે કે , નંબર વન એ પર્વત નું નામ છે જેના પર મહેનત થી જ ચડી શકાય છે જો તેના પર તમે હેલીકોપ્ટર લઈને લેન્ડ કરો તો મરી જાવ. ત્યાં નું વાતાવરણ મહેનત કરે તેને જ લાયક છે.

કામ પ્રત્યે ની આળસ એ મોટામાં મોટો શત્રુ છે. જો તમારા થી કામ નથી થતું તો ઠંડા દિમાગ થી સવારે વહેલા ઉઠી ને પુરા કરવાના કામો નું લીસ્ટ બનાવી લો. સમય ઓછો છે તો મહેનત વધારી દો. બાકી આ શરીર તો નત નવા બહાના કાઢ્યા કરે છે કામ ન કરવાના. તેને ગમતા કામો જ કરવા હોય છે મહેનત કરવાના કામો થી મૂળભૂત રીતે ભાગી જવું હોય છે.

ઘણા લોકો કહેતા હોય છે કે સફળતા મેળવવા વિશે.. પેલા એ આમ કહ્યું છે. તેને આ કહ્યું છે. પણ એને મુકો ને યાર એને જે કરવાનું હતું તે તેઓ એ કરી બતાવ્યું છે હવે તમારે કરી બતાવવાનું છે. તમારે શું કરવાનું છે એ જુઓ.. એવા પણ જોયા છે કે સેમિનાર માં જઈને એવું પૂછે છે કે “કામ કરતાં સમયે મારા માં કોન્ફીડેન્સ નથી હોતો..!” , “ મારું ગમતું કામ કયું છે એ મને ખબર નથી પડતી તો હું શું કરું ?” એ ભઈલા ! એમાં તે શું કરી દેશે જે કરવાનું છે એ તમારે જ કરવાનું છે. તો મુકો બીજું બધું એક બાજુ અને તમારું કામ એક બાજુ..

અને એક વાર તમે સફળ થયા પછી તો મજા જ છે ને, પછી આ ધરતી સ્વર્ગ બની જાય છે.. અને તમને શું લાગે છે? સ્વર્ગ માં બીજું શું હોય ? જાણે પછી આખી જિંદગી ની પાર્ટી નું અરેન્જમેન્ટ થઇ જાય છે, તો અત્યારે એકાદ બે પાર્ટી જતી કરીએ તો ચાલે.

બરફી મુવી માં ‘કયો !’ સોંગ માં એક મસ્ત વાત કહી છે કે, “ સુન ખ્ન્ખનાતી હૈ ઝીંદગી, લે હમે બુલાતી હૈ ઝીંદગી, જો કરના હૈ વો આજ કર, ના ઇસ્કો ટાલ બાવરે..!” તો ફ્રેન્ડ, જસ્ટ ડુ ઇટ.. કાલે કરશું, કાલે આ કામ થઇ જશે.. તેમાં કાઈ થતું નથી.. “ ત્યાં સુધી કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે જિંદગી જીવી લેવી છે મોજ માણી લેવી છે. પણ ભવિષ્ય ઉપર ન નાખો. જે કરવું હોય તે અત્યારે. આ સ્વર્ગ પણ છે અને નર્ક પણ છે જે તમારે જોઈતું હોય તે તમારે નક્કી કરવાનું છે.

કૃષ્ણ ભગવાન પણ એ વિશે જ કહી ગયા છે કે, સ્કીલ કેળવો તો તે આપણી સાથે છે. એ તો સાચી જ વાત છે ને કે તમને ક્યાં જવું છે એ તમને ખબર હોય તો પછી તમે કોઈને રસ્તો પૂછો.. એટલે ધ્યેય નક્કી કરી ને નીકળી પડો.. ધ્યેય હંમેશા મોટું રાખો. પછી સ્ટેપ બાય સ્ટેપ તેને મેળવવા માટે કામે લાગો.

ભલે આપણે વોટ્સેપ અને ફેસબુક વાપરીએ તેનો કોઈ વાંધો નથી. તે આપણી માટે જ છે, પણ તેની રચના કરનાર ની જિંદગી માં પણ ક્યારેક ડોકિયું કરી લેવું તેમાંથી પણ પ્રેરણા મળી રહેશે. પણ આ બધું યુઝ કરતાં પહેલા આપણે આપણા શેડ્યુલ પર ધ્યાન આપવા નું હોય..

તમે વિચાર્યું છે કે આપણને ૨૪ કલાક નો એક દિવસ મળે છે. તમે એ દિવસ નો જેવી રીતે ઉપયોગ કરો છો તમને તેવી જ સફળતા મળે છે. આ ૨૪ કલાક માં પૂરી રીતે ગંભીર થઇ જવાની પણ જરૂર નથી.

ઈચ્છા તથા જીજ્ઞાસા જીવનના લક્ષણ છે. જેનામાં ઈચ્છા જાગે છે, દરરોજ કાઈક નવું કરવાની, નવું શીખવાની પ્રગતિ કરવાની ઉત્સુકતા હોય છે અને દરરોજ નહિ વાતો શીખવાની, જ્ઞાન અને યોગ્યતા વધારવાની જીજ્ઞાસા જાગે છે તે જ વ્યક્તિ વાસ્તવમાં જીવે છે એક જગ્યાએ પડ્યા રહેવું, એક સ્થિતિમાં સ્થિર રહેવું વગેરે જડતાના ચિહ્નો છે. પથ્થર, પહાડ વગેરે જડ વસ્તુઓ છે. એમાં જીવનતત્વ નો અભાવ હોય છે. છોડ-ઝાડ વગેરેને ચેતનની તુલનામાં જડ માનવામાં આવે છે, પણ એમના જીવાન્તાત્વનો અભાવ નથી હોતો. જો કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી, તો પણ દરરોજ વધે છે અને વિકાસ કરે છે. નવા ફળ-ફૂલ આવે છે. પશુઓને ચેતન માનવામાં આવ્યા છે પણ તેઓ માનસિક રૂપથી જડ હોય છે એમનામાં કુદરતી પ્રેરણા સિવાય બીજી કોઈ ઈચ્છા જાગતી નથી. પ્રાચીનકાળમાં જે સ્થિતિમાં હતાં, એ જ સ્થિતિ માં આજે પણ છે. એટલે, એક સ્થાન પર પડી રહેનાર વ્યક્તિને માનસિક રૂપથી જડ કહી શકાય છે.

અનુભવી લોકોનું કહેવું છે કે “ લક્ષ્મી તો ઉદ્યમી પુરુષોને જ પ્રાપ્ત થાય છે. કાયરો દૈવ દૈવ બોલ્યા કરે છે. ભાગ્યના ભરોસે બેસી રહેવાથી તેમજ તરહ તરહ ની કલ્પનાઓ કરવાથી કશું પ્રાપ્ત થતું નથી. પોતાની મહેચ્છા પૂર્ણ કરવા માટે જેઓ નિરંતર ઉત્સાહપૂર્વક પ્રયત્નો ચાલુ રાખે છે તેઓ જ સફળતાના યશભાગી છે.

તો તમારા “સ્પાર્ક” ને જીવંત રાખો... તે પણ બધી બાબત માં...

જિંદગી એક વાર્તા છે. તો તે રીતે જીવો કે તે “બેસ્ટ સેલર” બની જાય...

  • હાર્દિક રાજા
  • e-mail –

    Mo. – 95861 51261

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED