Shanti ni shodh books and stories free download online pdf in Gujarati

શાંતિ ની શોધ

શાંતિ ની શોધ

આજકાલ ટેકનોલોજી એટલી આગળ વધી ચુકી છે કે માણસ પોતે જ બનાવેલા કોયડાઓ માંથી ઉચો નથી આવતો. ટેકનોલોજી એટલી આગળ વધી છે કે માણસ ઘરના કોઈ પણ ખૂણામાં બેસી દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા માણસ સાથે સેકન્ડ માં વાત કરી શકે છે. દુનિયાની કોઈ પણ જગ્યાની સંપૂર્ણ માહિતી અડધી સેકન્ડ માં મળી જાય છે ઘરનો તમામ માલ-સામાન ઘરે બેઠા ૧ દિવસ માં આવી જાય છે માણસે ચંદ્ર પર પગ માંડ્યો છે અને હવે મંગળ તરફ દોટ માંડી છે પરંતુ આ બધી જ ટેકનોલોજી ની વચ્ચે માણસ ની જીંદગી ઘોંઘાટ ભર્યી થઇ ગઈ છે. પછી માણસ કોઈ પણ કીમતે એક વસ્તુ ની ઝંખના કરે છે જે છે શાંતિ.

આ બધી આધુનિક શોધો ને લીધે માનવી દુનિયા ની સાથે કદમ થી કદમ મિલાવતો થયો છે તો માણસ પોતાની જાતને મહાન માનવા માંડ્યો છે.જાણે પૃથ્વી પર એક જ છે તેવી રીતે વર્તન કરે છે. પરંતુ, જો કુદરતે માત્ર માનવ ને જ નજરમાં નથી રાખ્યો તેણે સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખીને સૃષ્ટિ નું સર્જન કર્યું છે પૃથ્વી પર બધા જીવો માનવી ના સાથીઓ છે પરંતુ, માનવ પોતાને જ મહાન ગણે છે જેમ કે આ વૃક્ષો સાબિત કરે છે કે તેના નાના-નાના રોપાને જો પ્રેમ થી અને પોતાના સાથી તરીકે ઉછેરવામાં આવે તો તે ઝડપથી વધે છે. દોસ્તો ! આ દુનિયામાં માત્ર ટી.વી., કમ્પ્યુટર ,ઈન્ટરનેટ જ નથી આ દુનિયા કુદરતે ખુબજ રંગીન બનાવી છે પણ માણસ ને અત્યારે વૃક્ષ વિના ચાલે છે પણ નેટવર્ક નો ટાવર હોવો જોઈએ. આ ટાવર તો માત્ર ઈન્ટરનેટ જેવી સુવિધા આપે છે પણ પેલું તો જીવવા માટેનો પ્રાણ વાયુ ઓક્સિજન આપે છે.

બીજી વાત કરીએ તો જે વસ્તુ માણસ ની પાછળ પડી છે તે છે સોશિયલ મીડિયા. માણસ આવી સાઈટ ને કલાક પણ છોડી શકતો નથી. તેમાં ઓછામાં ઓછું એક વાર તો ડોકિયું કરી જ લે છે. પરંતુ, તેના વિના પણ ચાલે તેમ નથી. તે પણ ભયંકર વ્યસન જેવું થઇ ચૂક્યું છે આ સોશિયલ મીડિયા વિશે લખતા લગે રહો મુન્નાભાઈ ફિલ્મ ની પંક્તિ યાદ આવે કે,

“ઈન્ટરનેટ થી દુનિયાના તો ટચ માં છે પણ પાડોશ માં કોણ રહે છે તેની ખબર પણ નથી.”

“લેન્ડલાઇન અને મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે પણ માં ની ખબર પૂછવાની ફુરસદ પણ નથી.”

આ બે જ લાઈન સરસ સંદેશ આપી જાય છે અને હવે તો તેનાથી પણ આગળ વધ્યું છે કે સોફા પર બેસી ઈન્ટરનેટ પર બીજા સાથે ચેટ કરે છે પણ પોતાની બાજુમાં બેઠેલા ભાઈ કે પોતાના પિતાની સામે પણ નથી જોતા. અને આ બધાની વચ્ચે માણસ શાંતિ ને શોધે છે. એ પણ સ્થાયી શાંતિ જે ટકી રહે.

રોબર્ટ ડી. રો. એ પોતાના પુસ્તક માં સુંદર વાત કહી છે કે, “પૈસાથી આજકાલ બધું ખરીદી શકાય છે, પણ દુઃખ ની વાત એ છે કે કોઈ પણ કેમિસ્ટ ની દુકાન માંથી શાંતિ નું પેકેટ વેચાતું મળતું નથી.”

ક્યારેક એવું પણ બને કે આ બધા પોતાના વ્યવહારો થી ઘેરાયેલો માણસ શાંતિ મેળવવા ઘણું કરે છે પરંતુ અશાંતિ જ વધતી જાય છે પછી તે માણસ આત્મહત્યા કરવા પ્રેરાય છે. જાજરમાન રીતે જીવતા લોકો આરામદાયક પથારી માં સુવે છે છતાં પણ ઊંધ નથી આવતી ઊંઘ ની ગોળીઓ લેવા છતાં ઊંઘ ઓછી થતી જાય છે. અમેરિકા અને જાપાન અતિ સમૃદ્ધ દેશ છે છતાં ત્યાં આત્મહત્યા નું પ્રમાણ ભારત કરતા ઘણું વધારે છે તેથી આ વાત તો સાબિત છે કે પૈસા હોય તો શાંતિ હોય તેવું હોતું નથી.

જયારે વિકટ પરિસ્થિતિ ઓ ઉપજે કોઈ પણ જાતના દ્વાર ખુલેલા ન દેખાય ત્યારે પ્રભુ પર ભરોસો રાખી આ વાત યાદ રાખવી કે ,”આ સમય પણ જશે.” ભગવાન પર ભરોસો રાખવો કે તેમણે એક દ્વાર બંધ કર્યો છે તો તે બીજા બે દ્વાર ખોલશે.

એવા મનુષ્યો ને કદાપી શાંતિ મળતી નથી જેવા લોકોને ખોટા જ કાર્યો કરવા છે જેમ કે ચોરી, હિંસા, કાવાદાવા વગેરે દુષ્કર્મો કરનાર માણસો નો આત્મા જ અશાંત હોય છે તેથી તેવા લોકો ને કદી શાંતિ મળતી નથી. અને ગીતા માં પણ કહ્યું છે કે “ અશાંત માણસ સુખ ક્યાંથી મળે? બીજા ને છેતરી પડાવી લેવું, માલ માં ભેળસેળ કરવી, લાંચ રુશ્વત લેવી આવા ખરાબ કર્યો કરનાર ના આત્મા ને કરેલા ખોટા કાર્યો ને લીધે શાંતિ મળતી નથી. આથી તેના મગજ માં આ ખટક્યા કરે છે અને અશાંત રહે છે.

એક આશ્રમ માં સંત સ્વાધ્યાય પુરો કરી તેમાં આવેલા લોકો ની મુશ્કેલીઓ નું સમાધાન આપતા હતા. તેમાં એક માણસ ત્યારે પણ શાંત બેઠો ન હતો તેનો ચહેરો પણ બગડેલો રાખતો ,પોતાની આજુ બાજુ બેઠેલા માણસો થી ચિડાતો આ જોઈ પેલા સાધુ તુરંત જ સમજી ગયા હતા. જયારે સ્વાધ્યાય પુરો થયો ત્યારે આ મુશ્કેલીઓ નું સમાધાન કરતાં હતા ત્યારે આ અશાંત માણસ પણ તેની પાસે આવ્યો અને પ્રશ્ન કર્યો કે ,“હું દુનિયાના ઘણા ડોક્ટરો પાસે જઈ આવ્યો છું, ઘણા ધ્યાન કેન્દ્રો માં ગયો છું.છતાં મને સ્થાયી શાંતિ મળતી નથી કોઈ ને કોઈ સમસ્યા વિના ટકોરા માર્યે આવી જાય છે શું તમે કોઈ સમાધાન કરી શકો છો? ત્યારે પેલા સંત ખુબ જ શાંતિ પૂર્વક પેલા અશાંત માણસ ને જવાબ આપે છે કે “તું શાંતિ મેળવવા ઘણી જગ્યાએ ભટક્યો છે પરંતુ શાંતિ તો તારી અંદર જ છુપાયેલી છે શાંતિ મેળવવાની પણ કળા છે કે કદી આત્મા ના પડે તેવા કાર્યો ન કરવા, પોતાના કાર્ય ને સમયસર પૂરું કરવું જેથી કામનો બોજો ન રહે, નીતિ થી ચાલવું, અને શાંતિ મેળવવા માટે વધારે પડતું પ્રકૃતિ ની નજીક રહેવું જોઈએ. આ સાંભળી પેલા માણસ ને સમજાયું કે હું ખોટો આમતેમ ભટક્યો શાંતિ તો મારી રીતે જ મને મળે છે અને સ્વામી વિવેકાનંદ ની વાત યાદ કરવું તો “ સુખ હમેશા દુઃખ નો મુગટ પહેરીને જ આવે છે.”

હવે વાત એ છે કે ઘણા માણસો પોતાની ભૂતકાળની અસફળતાઓ ને લીધે પણ અશાંત રહેતા હોય છે તો આને અનુરૂપ એક સત્ય ઘટના કે ,”ઈલેક્ટ્રીક લેમ્પ ના શોધક થોમસ આલ્વા એડીસન કોઈ પદાર્થ એવો શોધતા હતા કે જેનાથી પ્રકાશ ઉત્પન્ન થાય ત્યારે એવા તેને ૧૦૦૦ પદાર્થ જોયા પરંતુ તેનાથી પ્રકાશ ઉત્પન્ન ન થયો ત્યારે એડીસન ના મદદગારે કહ્યું કે ‘આ ૧૦૦૦ પદાર્થો માં આપને અસફળ રહ્યા’ ત્યારે એડીસને કહ્યું કે “આ પણ એક સફળતા છે ત્યારે તેના મદદગાર એ કહ્યું કે “એ કેવી રીતે આ પ્રકાશ તો ઉત્પન્ન ન થયો?” ત્યારે એડીસને કહ્યું કે “ એ એવી રીતે કે આ ૧૦૦૦ વસ્તુ થી પ્રકાશ ઉત્પન્ન થતો નથી તેની શોધ માં આપણે સફળ થયા છીએ “ એટલે કે જો તમે મુશ્કેલીઓ ને અલગ રીતે જોશો તો અશાંતિ ઓછી થશે અને શાંતિ અનુભવાશે.

આ જીંદગી ખુબજ અમૂલ્ય છે તો જ્યાં હસવાની અને શાંતિ મેળવવા ની તક મળે ત્યાં તે તક ન ચુકવી અને જીંદગી મળી છે તો ખુલા દિલ થી જીવી લેવી શાંતિ આપો આપ મળી જશે અને કોઈ પણ શરત વિના જીંદગી ને પ્રેમ કરવો.

  • હાર્દિક રાજા
  • E- mail :-

    Mo – 95861 51261

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED