Zindagi na milagi dobara books and stories free download online pdf in Gujarati

જિંદગી ના મિલેગી દોબારા

જિંદગી ના મિલેગી દોબારા

જગત માં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું,

નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.

- મરીઝ

પહેલી વાત કહું ચહેરો હસતો રાખજો. સ્ટ્રેસ ફ્રી થઇ જજો. થોડું દિલ થી હસી લ્યો.... ચહેરા પર નું પ્લાસ્ટિકયું સ્મિત હવે ઉખાડી ફેંકો... બહાર જઈને ચમકી રહેલા સરસ મજાના આકાશ ને જોઈ લો.. કોઈ વૃક્ષ ની નીચે જઇ ને ચોખ્ખો પ્રાણવાયુ લઇ લો... શું કામ ખબર છે? Because, you are alive nothing is impossible and do not take life too seriously, you wont get out alive. હવે તો હસી લો મહાશય.... આ તમારી પોતાની જિંદગી છે...

ચાલો આજે હું તમને એક સફર પર લઇ જઉં.... એટલે કે એવું ધારો કે તમારી ઉમર 60-70 વર્ષ છે. તમારી પાસે હવે જીવવા માટે માંડ એકાદ કલાક વધી છે. શું વિચારશો ? માણસો શું કહેશે અને જિંદગી જીવી લેવી છે તેમાં આખી જિંદગી પુરી થઇ ગઈ તે જ ને... એ આખું મુવી તમારા મગજ માં ચડી જશે... જે તમે જીવ્યા.. અને વિચારો આવશે કે, આ કરવું છે તે કરવું છે. તેમાં આખી જિંદગી નીકળી ગઈ પણ ન થયું... વર્ષો તમને પણ બરાબર મળ્યા હતા.. દિવસો ની કલાકો પણ બરાબર.. શક્તિ પણ બરાબર પણ પડી ગઈ ને જિંદગી ટૂંકી.. બાકી રહી ગઈ ને અમુક મોજ કરવાની, પોતાની જાત ને પડકારી ને પોતાના થી જ જીતી જવાની ખુશી મેળવવાની, એકલા રખડવાનું ને તેમાં પોતાની જાત સાથે વાત કરવાની...... બસ, બસ હવે પાછા આવતા રહો.. તમારી પાસે એવી એક કલાક નહિ અસંખ્ય કલાકો છે. મરીઝ સાહેબ એ પણ કદાચ આવું જ વિચારી ને એક પંક્તિ લખી હશે કે,

જિંદગી ના રસ ને પીવામાં કરો જલ્દી 'મરીઝ',

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે..

ઘણા માણસો એવું કહેતા હોય છે કે મને પેલી જોબ મળી જાય પછી હું આ કરીશ કે પછી xyz આ થાય પછી મારે આ કરવું છે પરંતુ, આ કેસ માં એવું બને છે કે ઘડિયાળ ઉભી રહેતી નથી અને માણસ ને સંતોષ થતો નથી, એટલે એવું ન વિચારવું કે આ ઠેકાણે પહોંચી ને જ મારે આ કામ કરવું છે. મારી પાસે અત્યારે ટાઈમ છે. મારામાં ખરેખર તે કરવાની શક્તિ છે તો ચાલુ કરી દો... બંને વસ્તુ પેરેલલ ચાલે તો શું પ્રોબ્લેમ છે ? જેમ કે એક વૈજ્ઞાનિક ને રિસર્ચ ની સાથે ગાર્ડનિંગ નો શોખ હતો તો તેઓ ટાઈમ મળે ત્યારે ફુલ છોડ રોપતા... તેઓ ની મોજ તેમાં હતી એટલે તેમાં તેનું મગજ ફ્રેશ થતું અને પછી પાછા પોતે તે પોતાનું રિસર્ચ નું કામ પ્રસન્નતા થી કરી શકતા.. ત્યારે તેમણે તેવું ન વિચાર્યું કે મારે આ રિસર્ચ પૂરું થાય પછી હું સફળ થાઉં પછી એક ગાર્ડન બનાવીશ... એટલે તમે પણ તમારા ગમતા કામ માટે દિવસ ની ચોવીસ કલાક માંથી સમય કાઢો, કારણ કે યે જિંદગી ના મિલેગી દોબારા.. દિલ ક્યારેક કહેતું હોય અને તે કરવાનું વિચારતા ચહેરા પર મુસ્કાન આવી જતી હોય તો ... just do it.. વાત ને દબાવી ન દો.. શરીર સલામત છે. દિલ ધડકે છે લાગણીઓ પણ છે તો પછી દિલ કહે તો ક્યારેક મનગમતું મ્યુઝિક સાંભળી લઈએ.. ગમતું મુવી જોઈ લઈએ.. જો દિલ કહે તેમ કરશો તો દિલ એક દિવસ એવું પણ કહેશે કે આજે તો 12 કલાક મહેનત કરવી છે. અને ત્યારે તમે એકાગ્રતા થી મહેનત પણ કરી લેશો..

જિંદગી એક લ્હાવો છે જીવી લેવાનો.. તો હળવાશ થી કેમ ન જીવીએ. ચહેરા પર હંમેશા હળવું એવું સ્મિત રાખીયે. કોઈની સામે તાડૂકવા ને બદલે બને તેટલા પ્રેમ થી બોલાવીએ.. તે પણ યાદ રાખે. એટલા બધા ગંભીર પણ ન બની જઈએ કે આ અંદર પડેલું રમતિયાળ બચપન મરી જાય. એ વાત તો સો ટકા સાચી છે કે જયારે બાળપણ મરી જતું હોય છે ત્યારે જિંદગી પણ રહેતી નથી. કામ કરવા બેઠા તો પછી પુરી એકાગ્રતા થી કામ કરીએ, શરીર નીચોવી નાખીએ. મંઝિલ ને પણ મજેદાર બનાવતા શીખીએ. ખોટો બળાપો ન કરીએ. નરમાશ અને વિનમ્રતા થી રહીએ. ભલે જીવન મોજ મસ્તી ભર્યું હોય પણ તેમાં કોઈને દુઃખી ન કરીએ. જો તમને રાત્રે બે વાગ્યે કોઈ ગમતા સિંગર નાં ગીતો સાંભળવા ગમતા હોય તો પછી તમારે લાઉડ સ્પીકર માં પ્લે ન કરાય. તેના માટે ઈયર ફોન લઇ લેવાય.

જેમાં કરીઅર બનવાનું છે તે કામ કરવામાં શરીર ક્યારેક આળસ કરે છે. પરંતુ, તેમાં જરાય ચલાવી લેવાય તેવું નથી. તે તો પેલા હોલસ્ટી ના મજેદાર લાઈફ મેનિફેસ્ટો માં પણ લખ્યું છે, કે જો તમારી પાસે કામ વધારે અને સમય ઓછો હોય તો સમય બગાડો નહિ. બધાને મોજ કરી લેવી છે દરેક માણસ માત્ર ને પણ તમને ખબર છે શું આડે આવે છે ? પૈસા. હા, રૂપિયા હોય તો જ જિંદગી ની મજા છે અને આ કરીઅર નું પણ એવું જ છે કે કઈ હોદ્દો હોય તો જ રૂપિયા મળે છે એટલે, કરીઅર તો સારું જ બનાવવું પડે તે વાત તો માનવી જ રહી.

જય વસાવડા એ એક વાર તેમના લેખ માં લખ્યું હતું કે, 'તમારા દિમાગ ને માથામાં પ્રવૃત રાખો અને માથાને શરીર સાથે જોડાયેલું રાખો અને શરીર ને પ્રવૃતિમય અને જીવંત રાખો. ભેજું, સ્ફૂર્તિ અને હવામાં ઉડવાને બદલે જમીન પર ચાલવાનું ડહાપણ હશે તો એક વાત ની ગેરંટી એક મીઠો વિજય જરૂર મળશે. તમને પેલા દુશ્મન જેવા બૂડથલો પર.એ લોકો પર જે પોતાના ટેબલ પર જ બંધાઈ ને બેઠા છે, જેમણે એમના દિલ સેફ ડિપોઝીટ બોક્સ માં જમા કરાવ્યા છે. અને જેમની આંખો મોબાઈલ થી હિપ્નોટાઇઝ થઇ ગઈ છે, એ લોકોને તમે ઓળંગી જશો પ્રોમિસ" છે ને મસ્ત સંદેશો...

આ પૃથ્વી આપણા માટે સ્વર્ગ સમાન જ છે. અહીં શું ઘટે છે ? એટલે સેફ્ટી ઝોન માંથી બહાર નીકળી, દુનિયા ના પટ્ટ માં જીવન નામનું નાટક જે બધાએ ભજવવા નું જ છે. તે તમે કેવું ભજવી રહ્યા છો તે જોવાનું છે. તમારા થી બીજાને આનંદ થાય છે કે નઈ... અને તમે બીજા માટે કેટલા ઉપયોગી થયા અને તમને મજા આવી કે નઇ... આ વિષે ટૂંકમાં એમ કહી શકાય કે જિંદગી એક વાર્તા છે તો તમે એવી જીવો કે તે બેસ્ટ સેલર બને....

એટલે થોડા આદર્શ રાખીને. આપણે પણ એવા કામ કરીએ કે લોકો આપણી પણ મિસાલ આપે અને કોઈના આદર્શ બનીએ. બાકી આ જિંદગી માં ખંત થી કામ કરતા શીખીએ. શરીર યુવાન છે તો સારા કામ કરીએ. મગજ અને દિલ થી મહેનત કરી લઈએ. બીજું બધું જ ભૂલીને ક્યારેક બાળક ની જેમ મોજ કરી લઈએ. ક્યારેક મન ભરીને હસી લઈએ. કોઈને હસાવીએ. મન ભરીને આ લીલુડી ધરતી ને જોઈ લઈએ. દિલ ખોલીને ક્યારેક રાત્રી ના અંધારા માં તારાઓ થી ઝબકતા આકાશ ને જોઈએ. ક્યાંક નદી કિનારે બેસીને નદી ના અવાજ માં ધ્યાન લગાવીએ. આવી રીતે ક્યારેક દિલ કહે તે કરશું તો આ જિંદગી પણ ઉત્સવ બની જશે અને એક જિંદગી ટૂંકી પડે.

જિંદગી એક આઈસ્ક્રીમ જેવી છે ઓગળે તે પહેલા માંણી લો....

  • હાર્દિક રાજા
  • Mo – 95861 51261

    Email-

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED