Samjan ni safadta books and stories free download online pdf in Gujarati

સમજણ ની સફળતા

સમજણ ની સફળતા

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!

છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!

સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!

સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!
દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!

અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.

- અમૃત ‘ઘાયલ’

અત્યારે હું ૨૦૧૫ માં છું એટલે કે આ આર્ટીકલ પ્રકાશિત થયો હશે ત્યારે તો ૨૦૧૬ આવી ગયું હશે. આજે ઘણા લોકો ને એવું થતું હશે કે આપણે ૨૦૧૫ માં શું એચીવ કર્યુ ? સાચી જ વાત છે થવું જ જોઈએ સ્ટીવ જોબ્સ તો તેમ કહેતા કે દિવસ પુરો થાય ને પથારી માં હો ત્યારે પણ દિલ ને પૂછી લેવું કે શું હું ખરેખર આજે સાચા અર્થ માં જીવ્યો ? “જીવ્યો” એટલે એનો અર્થ એ માત્ર એવો જ ન સમજતા કે સાચા અર્થ માં જીવવું એનો મતલબ જીંદાદીલી થી જીવવું અને મોજ થી જીવવું, પળે પળ નો આનંદ માણી લેવો.. નાં...નાં.. આતો સફળતા પછી બધું શક્ય છે. બાકી ઘણા લોકો ને જિંદગી માં જલસા જ કરવામાં મજા આવે છે પણ તેવું જરાય નથી. આ એક વાત ધ્યાન માં રાખો કે આખું અઠવાડિયું ક્યારેય મોજ કરવા માટે હોતું જ નથી, હાં ભલે દિવસ માં થોડી મજાક મસ્તી ચાલે પણ પછી સાવ તેમાં ને તેમાં ડૂબી જ ન મરવાનું હોય, પહેલી પ્રાયોરીટી હંમેશા કામ ને જ આપવાની હોય “પહેલા મારું કામ પછી બીજું બધું”. વીક ને ઉજવવા માટે જ વિકેન્ડ છે અને વિકેન્ડ નો ખરો આનંદ પણ એને જ આવે જેણે આખું વીક તનતોડ મહેનત કરી હોય, જેણે માત્ર વાતો જ ન કરી હોય, પણ મજબૂતાઈ થી કામ કરી બતાવ્યું હોય. વાતો કરવા વાળા તો જુના જમાના થી ચાલ્યા આવ્યા છે એટલે જ કદાચ અખો એ પણ તે સમયે લખ્યું હશે કે “ભાષા ને શું વળગે, ભૂર? જે રણ માં જીતે તે શુર” એટલે કેવાનો અર્થ એ જ મિત્રો કે જે વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરી ને પરીક્ષા આપી ને છેલ્લું પેપર ભરી ને આવતો હોય તેના ચહેરા પર વેકેશન પડવાની જે ખુશી હોય તે ચિટ કરી ને પાસ થવાનો છે તે વિદ્યાર્થી નાં ચહેરા પર હોતી નથી. કામ કરવાની મોજ જ અલગ હોય છે કામ પૂરું થાય ને પછી એક સંતોષ ની અનુભૂતિ થાય છે પણ તેના માટે કામ પર લાગી જવું પડે.

આજે તમને ઘણા એવા લોકો દેખાશે જે કામ ઓછું કરતાં હોય અને બોલતા હોય વધારે કે આપણા પણ દિવસો આવશે, આપણ ને પણ સફળતા મળશે પછી તેને જોઈ લઈશું પણ એવું હકીકત માં નથી થતું કારણ કે સફળતા મેળવવા માટે તો નીકળી પડવું પડે કારણ કે આજે કોઈ ક્ષેત્રે સફળ થવું એટલે નામુમકીન તો ન જ કહી શકુ પણ અઘરું તો છે જ. અને એવા ઓછા જોયા હશે જેણે કામ વધારે કર્યુ પણ બોલ્યા ઓછું અને સફળ પણ થયા.. તે સાચી મહેનત હોય છે કારણ કે જેને નક્કર અને મર્દાનગી નું કામ જ કરી બતાવવું હોય તેણે દુનિયા ને કહેવું નથી પડતું, તેણે દુનિયા સામે થી પૂછવા આવે છે....

આજે ઘણા લોકો મેં કહ્યું તેમ જલસા કરવા માં જ માને છે તેવા લોકો ને કામ થી મૂળભૂત રીતે છુટી જવું હોય છે હાથપગ હલાવવા ની વાત થી ભાગે છે અને પાછું વળતર માં જલસા જોઈએ છે તો તેવા લોકો માટે એક વાક્ય કે ,”આ જે સુંદર સંસાર તમે આજે જોઈ રહ્યા છો તે મહેનત નું જ ફળ છે કળા અને કુશળતા શ્રમના આધાર પર જ વિકસે છે જો મનુષ્યે મહેનત ન કરી હોત તો તે પણ બીજા પશુઓની જેમ જીવન જીવતો હોત. મનુષ્ય ની પ્રગતિ નું કારણ શ્રમશીલતા જ છે. આ આખી દુનિયા માનવ ની મહેનત નું જ ફળ છે તમારા હાથ માં જે આ સરસ મજાનો ફોન છે જો તેના શોધકે પણ મોજ કરી હોત તો, પણ તેવું નથી ત્યારે તેણે રાત જાગી ને મહેતન કરી હોય છે ત્યારે તેનું સપનું પૂરું થાય છે પછી ની મોજ જ અલગ હોય છે જે મહેનત ન કરનાર ને મળતી નથી. કામ કર્યા પછી તો કામ નો આનંદ હોય છે થાક તો કામ કરતાં હોય ત્યારે આપણો શત્રુ બનીને પરીક્ષા લેવા આવે છે, પણ મહાન બનવા મન અડગ કરી ને કામ ને હાથ માંથી ન મુકાય”

મુશ્કેલીઓનો ભય લાગે તો સમજવું જોઈએ કે અંતરમાં કાયરતા છે પોતાની આ કાયરતાને લીધે જ માર્ગમાં આવતી મુશ્કેલી પહાડ જેવડી દેખાય છે, પરંતુ જયારે એ દુર કરવા માટે સાહસ સાથે આગળ વધવામાં આવે તો જ ખબર પડે છે કે તે આપણી કાયરતાનું પ્રતિબિંબ હતું.

સફળતાને સરળ માનીને એને મેળવવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ થોડો ઓછી બુદ્ધી નો કહી શકાય. સફળતા સરળતાથી નથી મળતી. કઠોર સંઘર્ષ કરવો પડે અધ્યયન અને અનુભવ ની સાધના કર્યા વગર ઈચ્છિત સફળતા મેળવવા ની કલ્પના ન હોય. યોગ્યતા મેળવ્યા પછી જ સંકલ્પ સાથે લક્ષ્ય તરફ વધવું પડે. રસ્તામાં આવતી મુશ્કેલી ને એવું માનવું કે તે આપણા સાહસ, નિશ્ચય અને સંકલ્પ ની પરીક્ષા લેવા આવી છે. મુશ્કેલીઓને જોઈને ડર્યા વગર એમનો સામનો કરવો પડે. એમાં કોઈ શંકા નથી કે જે વ્યક્તિ અદમ્ય ઉત્સાહ અને પુરુષાર્થ સાથે આગળ વધશે એના ગળામાં સફળતાની વિજયમાળા પડશે જ.

છેલ્લે એક વાત એ કહી દઉં કે જિંદગી જીવવા માટે તો છે જ પણ ‘જીવવું’ એટલે તેમાં અખિલ બ્રમ્હાંડ માં એક ઈશ્વર જ છે તેવું આમાં એક જલસા જ નથી જીવવું એટલે બોલવું સહેલું છે. ભલે જલસા પણ હોય પરંતુ મહેનત નું પ્રમાણ વધારે રાખવું પડે. જેમ દુઃખ આવ્યા પછી તે જતું રહે ત્યારે આપણ ને સુખ ની અનુભતી થાય તેવી રીતે. તેવી રીતે કામ પૂરું કરવા માંડો એટલે પછી જલસા જ છે. અને કામ ને પ્રથમ પ્રાયોરીટી આપો પહેલા પોતાનું કામ કરો, પછી બીજું બધું.

આ ૨૦૧૬ પણ આંગણે જ ઉભું છે તો ઉઠો, ઉભા થાઓ અને કર્મ યોગી માણસ બની ને વધાવી લો. ભલે સંકલ્પ ન લેતા પણ સમજણ થી ચાલસો કે “મારે શું કરવું જોઈએ ?” અને તેના જવાબ માં દિલ કહે તે કરશો એટલે તમે સફળ.

“આવશે દોડીને મળવા તને નદીઓ બધી,

છે શરત એટલી પહેલા તું સમુદ્ર થઇ જા..”

  • હાર્દિક રાજા
  • Email :-

    Mo. :- 95861 51261

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED