વેકેશન : લાંબી રજા Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેકેશન : લાંબી રજા

વેકેશન : લાંબી રજા

આજના આ ભણતર ના યુગ માં ભણવું ખુબ જ જરૂરી બની ગયું છે. ભાર વિનાનું કે ભાર વાળું એ મુદ્દો નથી ભણતર એ જ બધું અને એટલે જ એ જરૂરી છે. કારણ કે, શિક્ષિત વ્યક્તિ જ દેશ અને દુનિયા ના વિકાસ માં મદદરૂપ થાય છે અને ‘ભણે તે સુખી થાય’ એ તો સાચું જ. એટલે જ માં-બાપ પોતાના સંતાનો ને કોઈ ઉચ્ચતમ કોટી ની યુનિવર્સીટી કે બોર્ડ ણે સંલગ્ન હોય તેવી શાળા/કોલેજો માં ભણાવે છે જેમાં સેમેસ્ટર ની શરૂઆત થી પરીક્ષા સુધી ભણવું એ જ ધ્યેય હોય છે આ સમય દરમિયાન અમુક મજા કરવાની છુટતી જાય છે જેની બધી જ આશા વેકેશન પર છોડી દેવામાં આવે છે અઢળક કલ્પનાઓ તો હોય છે પણ તે કલ્પનાઓ ના પોટલા ને વેકેશન માં જ ખોલાય છે એટલે જ તો વેકેશન તે વિદ્યાર્થી કાળ નો વિસામો છે ઉનાળા ના લાંબા દિવસો, એવો જ પાછો ઉનાળા નો ભયંકર તડકો, અને સાંજ નો ઠંડો પવન આવા ઉનાળા માં ભલે તડકો ખુબ પડે પણ વિદ્યાર્થીઓ ને તો વેકેશન તોએ ગમે.

‘હવે વેકેશન ને માત્ર એક મહિનો રહ્યો છે.’ એવી ગણતરીઓ વેકેશન પહેલા જ ઘરમાં થવા માંડે

છે વિદ્યાર્થી ની નજરે વેકેશન ની ચાતક નજરે રાહ જોવાય છે. અને પરીક્ષા માં સારા માર્ક્સ મળે તેની રાહ ન જોવાતા વેકેશન ની રાહ જોવાય છે. આખું વર્ષ સારા પરિણામ ની તૈયારી કરી ને અંતે કંટાળો આવતો હોય છે પરંતુ આ વેકેશન ની યાદો અને વેકેશન માં મજા માણવાની કલ્પનાઓ મગજ ને ઈંધણ પૂરું પડે છે અને એવા વિચારથી ગાડી ચાલે છે કે,” હમણાં વેકેશન પડી જશે પછી ક્યાં કોઈ વાંચવા નું કેવાનું છે’ આવી રીતે વેકેશન માં મજા માણવા ની કલ્પનાઓ ઘડી ઘડી ને પરીક્ષાઓ પૂરી થાય છે અને ત્યાર બાદ વેકેશન પડે છે.

અને છેલ્લું પેપર પૂરું કરી ઘરે આવતા વિદ્યાર્થી ને જાણે કોઈ એનર્જેટિક લીક્વીડ આપી દીધું હોય તેમ મો પર એક રોનક, એક મુસ્કાન છવાઈ જાય છે. શરીર માં લોહી નવી જ રફતાર થી દોડવા માંડે છે કોઈ જગ્યાએ શાંતિ થી બેસાતું નથી. અને એક જ વાક્ય મગજ માં રીવાઇન્ડ થયા કરે છે. ‘આજ થી મારે વેકેશન.’ અને આ દિવસો ખરેખર ખુબ જ આહલાદક હોય છે ત્યારે ખરેખર જ કહી શકાય કે ,’ ખુશી કા કોઈ ઠીકાના નહિ રહતા...’

અત્યારે સમય સાથે તાલ મિલાવી ને ચાલવું પડે તેથી પરીક્ષા ની તૈયારી અને સારા માર્કસ મેળવવા પાછું વાળી ને જોવાનું જ ના હોય, પરંતુ આ બધી સારા પરિણામ કરવાની તૈયારી માં મગજ ને જોઈએ એવી મજા આવતી જ નથી. એટલે જ આ વેકેશન જિંદગી નો આનંદ માણવાની એક સરસ મજાની તક છે જેમાં ઢગલાબંધ કલ્પનાઓ પડેલી છે જેને પૂરી કરવાનો સમય છે અને વેકેશન ને તો કહી શકાય કે, ‘સુરજ ડુબા હૈ યારો દો ઘૂંટ મસ્તી કે મારો, રસ્તે ભુલા દો સારે સંસાર કે....’

હવે, આપણે વાત કરીએ મોસમ ની તો આપણે ત્યાં ઋતુ વિશેના ત્રણ નિબંધો વધુ લખાય છે અને પરીક્ષાઓ માં પુછાય પણ છે, શિયાળા ની સવાર, ઉનાળા ની બપોર અને ચોમાસા ની સાંજ...આ ત્રણ માં થી શિયાળો અને ચોમાસા ના રસિકો ઘણા હસે પરંતુ, એવું નથી કે ઉનાળા ના રસિકો ઓછા છે..તો તમે કહેશો કે ઉનાળા ના રસિકો કોણ હોઈ શકે ? તો તેમનો મોટો વર્ગ છે વિદ્યાર્થી નો. વિદ્યાર્થીઓ ને ઉનાળો બહુ ગમે છે કારણ કે, વેકેશન ઉનાળા માં જ હોય છે. અને ઉનાળા ના દિવસો પણ લાંબા હોય છે તેથી રમવા માં પણ એકાદ ઇનિંગ વધારે થઇ શકે. અને આ ઉનાળા ની ગરમી માં આઈસ્ક્રીમ ની બે-ત્રણ બાઇટ મળી જાય તો તો ટેસડો પડી જાય.. આવા તો વકેશન ને માણવા ના ઘણા બધા નુસ્ખાઓ છે એટલે કહેવું પડે કે , ‘જીને કે બહાને લાખો હૈ.’ બસ..જીવતા આવડવું જોઈએ...

ઉનાળા ની સાંજ નો ઠંડો પવન ખરેખર કાબીલે તારીફ હોય છે. તેમાંય થોડાક સારા એવા મિત્રો સાથે સાંજ ના ઠંડા પવન માં કોઈ કુદરતી સ્થળ ને ડેસ્ટીનેશન બનાવી ત્યાં જવાનું હોય તો પછી કહેવું જ પડે કે, ‘યેહ શામ મસ્તાની, મદહોશ કિયે જાય’ આવી જ રીતે ઉનાળા ની સાંજે થોડા થોડા પ્રકાશ માં અગાશી પર બેસી ને કોઈ સંગીત સંભાળવાનો આનંદ પણ મજાનો છે અને મ્યુઝીક સાંભળ્યા વગર પણ નરી આખે ખુલ્લા આકાશ સામે જોવા ની મજા માણવા જેવી છે. જેમાં મંદ-મંદ ઠંડો પવન ફૂંકાતો હોય, ચંદ્ર સોળે કળા એ ખીલવા માટે આતુર હોય. ટમ-ટમ તારાઓ ટમકી રહ્યા હોય અને આ દ્રશ્ય સાવ આપણી સામે જ હોય, તો ‘ફિર જીનેકો ઔર ક્યાં ચાહિયે?’

ઉનાળા ની સવાર પણ સુંદર રીતે ચાલુ થાય છે વેકેશન માં કોઈ ટેન્શન હોતું નથી એટલે સવાર ના વહેલા ઉઠી ઠંડા પવન માં ચાલવા જવાની પણ મજા આવે છે. પંખીઓ નો કલરવ મજાનો હોય છે અને આવું તો ઘણું બધું મોહિત કરી દે તેવું હોય છે.

ઉનાળા ની બપોરે તો ક્યાંય જવાય તેવું હોતું નથી કારણ કે, સુર્ય નારાયણ પૃથ્વી ની નજીક આવે છે. એટલે બપોરે એક નુસખો અજમાવવા જેવો છે આખા વર્ષ દરમિયાન ન જોવાયેલી અને હીટ ગયેલી ફિલ્મો નો ગમે ત્યાંથી કે ખરીદી ને જોડ કરી બપોર વચ્ચે ફિલ્મોત્સવ નો આનંદ લેવો જોઈએ. અને ઘર ને સિનેમા હોલ માં બદલી ફિલ્મ નો આનંદ માણવો. થીયેટર ની ઉણપ તો વર્તાય પણ તોય દરેક ફિલ્મ ની મજા માણી લેવી. બાકી તો જીને કે બહાને લાખો હૈ તેવી રીતે વેકેશન ને જોયફુલ બનાવવાના રસ્તા ઘણા બધા છે તો મગજ ના ખૂણામાં રહેલી કલ્પનાઓ ને પૂરી કરવી અને વેકેશન ને યાદગાર બનાવવું....

આ બધા તો મેં બનાવેલા નુસ્ખાઓ થયા પરંતુ, વેકેશન નો સમય કલ્પનાને પૂરી કરવાનો સમય છે. એટલે વેકેશન ની ભરપુર મજા માણી જ લેવી જોઈએ. તે પછી દિવાળી નું વેકેશન હોય કે ઉનાળા નું. વેકેશન નું લેશન શું હોય છે? ખબર છે, ‘જિંદગી ને ભરપુર માણો’

વેકેશન પૂરું થયા પછી ફરી પછી સ્કુલ/કોલેજ ચાલુ થાય છે તેની શરૂઆત પણ પુરા ઉત્સાહ સાથે જ કરવી જોઈએ. વેકેશન ની મજા માણવી જોઈએ પરંતુ, સ્કુલ/કોલેજ ની મજા એમાં જ છે જો ભણવામાં મહેનત કરવામાં આવે. એટલે એક સીધો સાદો વિચાર છે જે તમને આનંદ આપે છે ‘કામ સમયે કામ અને રમત સમયે રમત’ કારણ કે વેકેશન છે એ તો વિસામો છે. એટલે વિદ્યાર્થીકાળ માં જિંદગી નો આનંદ માણવાનો સમય છે. જયારે સ્કુલ/કોલેજ ચાલુ હોય ત્યારે આપણો વિકાસ કરવાનો સમય છે.

અને છેલ્લે એટલું કહેવાનું કે,’ પરીક્ષા આપવા જતા હશો ત્યારે તો તમને ઘણા એ બેસ્ટ ઓફ લક કહ્યું હશે પરંતુ હું હવે જયારે વેકેશન ની મજા માણવા જઈ રહ્યા છો ત્યારે કહું છું કે આ વેકેશન નો લુંટાય એટલો આનંદ લુંટજો.......એ માટે ALL THE BEST.

  • હાર્દિક રાજા
  • E-mail :-

    Mo. :- 95861 51261