તજજ્ઞ ભાગ 1 Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તજજ્ઞ ભાગ 1

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843

શીર્ષક : તજજ્ઞ - 1

શબ્દો : 1135

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

તજજ્ઞ -1


ટન... ટન... ટન... ટન...ટન...ટન...ટન... આહાહાહા... પ્રતીકે એક મો...ટું બગાસું ખાધું. હાથમાં હાથ ભીડાવી, હાથને ઊંચા કરી, શરીરને ઝટકો આપી તેણે આળસ ખંખેરી, ઝટપટ બ્રશ પતાવી, હાથમાં અખબાર લઈ ઇઝીચેરમાં લંબાવ્યું. ફરી ટન...ટન... ઘડિયાળના નવના ટકોરે તેને અખબારમાંથી નજર સંકેલી લેવા ચેતવ્યો.


આ ઘડિયાળ... હા, આ ઘડિયાળે કયારેય તેનો પીછો છોડયો જ નહોતો. ઘડિયાળના લોલકની જેમ સદાય ફરતા રહેતા મનને ઘડિયાળ ના કાંટા સમયના સરી જવાની સતત ચેતવણી આપતા, પરન્તુ તેની નજર સામે તો ફરતું રહેતું એક માત્ર લોલક. તે સદાય ફરતો, ઘૂમતો અને છતાંય તે આગળ વધી શકયો ન હતો. એ લોલક એટલે પ્રતીકનું બીજું રૂપ, સતત ડોલાયમાન રહેવું એ તેનો ગુણધર્મ.


અચાનક "ડીંગ...ડોંગ'' ના મધુર રણકારે પ્રતીક સળવળ્યો. તેની નજર ડાયલ પર ફરતા કાંટા પર ગઇ. તેણે એ લોલક પર નજર સિથર કરી અને તેની આંખો ફરી ઘૂમતી રહી. ધીમે રહી, ઊભા થઈ થોડા આગળ આવી તેણે બારણું ખોલ્યું, ખોલતાં જ - '' ઓહ! ઝંઝા તું? આમ અચાનક? "


"તમને મળવાનું મન થયું એટલે દોડી આવી. અકલ્પિત મુલાકાતનો આનંદ જ કંઇ ઓર હોય છે. "

"
મને ગમયું તું આવી તે. આમ આવતી રહે અને તેય આમ જ , અચાનક વહેલી સવારમાં તો મને ખૂબ જ ગમે. બોલ, શું સમાચાર છે?"

"
મારે આવતીકાલથી પરીક્ષા શરુ થાય છે. "


"તૈયારી તો કરી છે ને બરાબર?"


"આમ તો કરી છે, પણ પહેલું પેપર જ ગણિતનું છે અને એક દાખલામાં અટવાઇ પડી છું મગજમાં જાણે કંઇ બેસતું જ નથી."


" તો એમાં મૂંઝાય છે શા માટે? હું તને તે દાખલો સરસ રીતે શીખવી દઇશ, રીત બદલવાથી કોઇ પણ અઘરું કામ સરળ બની જાય છે."


"મે બે-ત્રણ રીત અજમાવી જોઈ પણ તોય તાળો મળતો જ નથી."

"
એ બધું પછી, બોલ પહેલાં ચા પીશ કે કોફી ?"


"નો, થેંન્ક્સ... હું ઘરેથી પીને જ નીકળી છું."


"મારા હાથની ચાનો સ્વાદ કંઇક ઓર જ હશે."

"
એ લહાવો ફરી કયોરક લઇશ, અત્યારે તો..."

"
પણ... તમે આમ ફરતાં ફરતાં..."


"જો ઝંઝા! આ સામેની ભીંત પર ઘડિયાળ છે એ દેખાય છે"


"હા."


"એમાં રહેલું લોલક દેખાય છે?"

"
હા..."


"બસ ત્યારે. જો એ અટકે તો હું અટકું. એમાં તો કયારેક ચાવી ખૂટે પણ ખરી. પણ ઇશ્વરે જયારે મારું સર્જન કર્યું ત્યારે જ મારામાં એટલી બધી શકિત ભરી દીધી છે કે મને કદી થાકનો અનુભવ થયો જ નથી. મને ફરતાં ફરતાં બધું વધુ ફાવે છે."

"
પણ કાગળ ને પેન તો..."


"મારે કયારેય કાગળ - પેનને હાથ અડકાડવો જ પડયો નથી. હું પહેલાં મનમાં ગણતરી કરી લઉ છું પછી જ બીજાને શીખવું છું."


"પણ ફરતાં ફરતાં કે ઊભાં ઊભાં તો કયારેય કશુંય જ ન થાય."


"મારી વાત કરું તને તો ઊભાં ઊભાં, બેઠાં-બેઠાં સૂતાં-સૂતાં અને લોલકની જેમ ફરતાં ફરતાં પણ બધું જ ફાવે છે."


"તો આ સમીકરણ ઉકેલી આપો."

"
પહેલાં તું પદ માંડ."

"પછી?" "
પહેલાં પદ તો માંડ. પદ માંડયા વગર સીધું સમીકરણ કદી ન થાય, સમજ..?"

"
પણ તમને..."


" જો ઝંઝા! મેં તને પહેલાં જ કહ્યું ને કે મારે કયારેય કાગળ - પેનની જરર પડતી જ નથી. મારી ગણતરી આંગળીના વેઢે છે. વ્યાખ્યાઓ, અવયવો , પદ, છેદ, સમીકરણ, વર્ગ, ઘાત- એ બધું મારે મન રમત વાત છે."


" તમારી યાદશકિત સારી લાગે છે."


"હા, અને તેમાંય ખાસ કરીને અવયવો."


"એ તો મોઢે કર્યુ કહેવાય, ઉકેલીને યાદ રાખ્યું ન કહેવાય." "જે ઉકેલાય એ ફરી ફરી ઉકેલવું મને ગમે છે. અમુક પ્રશ્નો વાગોળવાની લિજજત જ કંઇક ઓર હોય છે."


"એ આદત ખોટી કહેવાય."

"
જિંદગીછે તો કંઇક આદત તો હોવાની જ, અને જિંદગી પોતે પણ એક આદત કયાં નથી? ઘડિયાળના કાંટાની જેમ જિંદગીની આસપાસ વર્ષો અવિરત ફર્યા કરે છે. કોઇકની જિંદગીની ઘડિયાળ પચીસની, કોઈકની પચાસની તો કોઇકની સોની. જિંદગી એક ડાયલ છે અને વર્ષો તેમાં ફરતાં કાંટા."


"છતાં જિંદગીને કયાં, કયારે, કઇ તરફ, કેવી રીતે વાળવી તે વ્યકિતના ખુદના હાથની વાત છે. કારણ કે માણસને ભગવાને બુધ્ધિ જેવી પણ કંઈક વસ્તુ આપી છે ખરી."


"જો ઝંઝા! મને માત્ર ગણિતમાં, આંકડાઓમાં જ રસ છે, ફિલોસોફીમાં નહી"


"છતાં કોઇ પણ આંક એટલો ઊંચો તો ન જ જવો જોઇએ કે જેથી ભવિષ્યમાં આપણને ખુદને નુકશાન થાય."


"જેમાં રસ હોય, જેના તજજ્ઞ હોઈએ તો તેમાં બેલેન્સ આપોઆપ જળવાય જ."

"
છતાં મર્યાદા સારી, અમર્યાદ ગણતરી ક્યારેક જાખમકારક નીવડી શકે."


"મને મયૉદિત સંવાદિતતા કરતાં અમર્યાદિત વિસંવાદિતા વધુ પસંદ છે, વળી ડાયલ પર ફરતા રહેતા કાંટાના કાટખૂણા કરતાં બાર પર ભેગાં થતાં કાંટા જોવા મને વધારે ગમે છે."


"એક કાંટો ગુમ થવાનો આંનદ તો નાના બાળકને પણ હોય છે."


"પણ એવી નિર્દોષતા હું મારામાં કઇ રીતે જન્માવી શકું?" "તમને શામાં રસ છે એ મારી જાણ બહાર નથી જ."


" દાખલા તરીકે?"


"તમને સમીકરણ વધારે ગમે છે. ફરી ફરીને અટકવું, વળી પાછું ફરવું એ તમારા રસનો વિષય હોય તેમ લાગે છે."


" એમ તો મને છેદ અને ચિહ્નમાં પણ સમીકરણ જેટલો જ રસ છે."


"મને હવે એવું લાગે છે ખરું."

"તે કેવી રીતે જાણ્યું?"

"
મને આ દિવાલો વચ્ચેની હવાએ કહ્યું. "

"
ખેર...! છોડ એ વાત. પહેલાં સાદું સમીકરણ બોલ પછી તને આગળ સમજાવું."


"એક વત્તા એક બરાબર બે."

"
મારી દ્રષ્ટિ એ આ તદ્દન જૂઠ છે"


"હું સમજી નહી."


"જો ઝંઝા! જિંદગી આ કાંટા જેવી છે. કાંટાને પણ બે હોવા છતાં એક સમયે તો એક થવું જ પડે છે અને તો જ લોકોને સાચા સમયનો ખ્યાલ આવે છે અને માટે જ લોકોને મન તેની કીમત છે."

"
એ બધું મારી સમજણ બહારનું છે. "


"તને ધીરે ધીરે બધું સમજાઈ જશે."


"મારે ખોટી વ્યાખ્યાઓ નથી શીખવી."


"પણ એ તો તારે જીવવી પણ પડશે."

"
દરેકને પ્રત્યેક વસ્તુ શીખવી જ પડે એવો કોઈ નિયમ ખરો?"


"નિયમ અને જિંદગી કયારેય એક સાથે ચાલી જ ન શકે."


" માણસ તરીકે જીવનમાં કંઇક નિયમ તો હોવા જ જોઈએ."

"
મને નિયમોમાં રસ નથી, મને નિયમો ફાવે પણ નહી, મને તો ફાવે છે ગણિત, માત્ર ગણિત..."


"માત્ર ગણિતથી જીવન પૂરું ન થાય."


"ગણિતથી બીજું ઘણું બધું બની શકે."

"
દાખલા તરીકે ?"


"દાખલા તરીકે એકથી નવની રકમ."


"પણ તેમાં થવા જેવું કે બનવા જેવું શું છે?"

"
આમ તો કંઈ જ ન થાય પણ જો હળવેકથી તેની બાજુમાં શૂન્ય મૂકી દઇએ તો રકમ દસ ગણી થઈ જાય."


"એમાં નવું શું છે.?"

"
જો એક વત્તા એક બરાબર એક થાય તો જ વર્ગ, ઘાત એ બધું બની શકે.."

"
તમે ફરી ફરી તમારા નવા સમીકરણમાં આવી અટકો છો. શું તમને માત્ર સમીકરણમાં જ રસ છે?"


" પહેલાં અવયવમાં અને પછી સમીકરણમાં."


"કેમ એમ?"


" તું સાવ અણધડ છે અને સારી ભાષામાં કહું તો બુધ્ધુ છે, સાવ બુધ્ધુ."


"પણ... લોકો તો મને નાદાન કહે છે."

"
નાદાન નહી, મૂર્ખી કહે મૂર્ખી."


"પણ શા માટે?"


"કરણ કે તને કશી સમજણ પડતી નથી. અણધડ હોય તેને ઘડવા માટે ખાસ્સો સમય જોઇએ અને તો જ પાયો પાકો થાય. જયારે તારો તો પાયો જ કાચો છે અને સમય પણ ઓછો છે."

"
પણ મારે તો કાલે જ..."


"જો એમ જલ્દી સમીકરણ ન આવડે. તું ધારે છે એટલું તારા માટે તે સહેલું નથી. હા, મારી વાત જરા જુદી છે."


"તમે તો કહેતા હતા કે મને તો બધું જ ફાવે છે."


"સાચી વાત છે, મને તો બધું જ ફાવે છે પણ તારા માટે એ અઘરું છે. એ એમ સહેલાઈથી તને નહી ફાવે."

"
પ્લીઝ..."


" સારું તું પહેલાં પદ માંડ, પછી હું જોઉ ."

"... ... ..."


"જુઓ તો બરાબર છે?"


"હા... આમ તો બરાબર છે પણ આમ ખોટું છે."


"કેમ એમ?"

ક્રમશ:

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843