નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :
મોબાઈલ નંબર – 9898504843
શીર્ષક : આમ રસ્તો એક જોડાઈ ગયો
શબ્દો : 1032
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા
આમ રસ્તો એક જોડાઈ ગયો
પૂરપાટ દોડતી કારને અચાનક જ બ્રેક વાગે ને કાર એક ઝાટકે ઊભી રહે તેમ સડસડાટ ચાલી જતી નૃપા રસ્તા પરથી વ્યોમેશને પસાર થતો જાઈ એકદમ જ ઊભી રહી ગઇ. આગળ ચાલી જતી એક પુરુષ આકૃતિને જાઈ તે થંભી ગઈ. તેના મનમાં વિચારો ઉદભવ્યા, વ્યોમેશ અહી કયાંથી? અને હોય તો શા માટે?
ઝડપથી રસ્તો ક્રોસ કરી નૃપા આગળ ચાલ્યા જતા વ્યોમેશની પાછળ દોડી. તે દોડતી જ રહી અને દોડીને તેણે વ્યોમોશને પકડી પણ પાડયો. ઝડપથી તેની સાથે થઇ તેની સાથે થઇ તેના વાંસામાં ધબ્બો મારતા તે બોલી ઊઠી: ' વ્યોમેશ, તું અહી? પાછળ ફરીને વ્યોમેશે ચમકીને પૂછયું : 'નૃપા, તું?
'
હા, પણ તું અહી કયાથી?'
'
બસ ... મન ફાવે તયાં ભટકયા કરું છુ. '
'
તારી નોકરીનું શું?'
'
મૂડ હો તો જાઉ છું નહિતર... ...'
'
બસ, ભટકવું, રખડવું ...'
'
પણ આમ ઊભા ઊભા તો...'
'
નૃપા! તારી પાસે સમય હોય તો ચાલ 'પિરમલ" માં બેસી આપણે વાતો કરીશું.'
'
અરે, વાહ રે દોસ્ત તને ય 'પરિમલ' નું ઘેલું લાગયું. શું વાત છે?'
'
નૃપા પ્લીઝ... ટેઇક ઇટ ઈઝી ... '
'
કેવી વાત કરે છે? તારા માટે સમય ન હોય તેમ બને? ચાલ... ...'
યુનિવર્સિટીના પટાંગણમાંથી નીકળી બંને જણા રિક્ષામાં બેઠા. થોડીવારમાં તો રિક્ષા ' પંચવટી' આવીને ઊભી રહી. બંને જણા પંચવટી ઊતર્યા ને સામે જ આવેલા 'પરિમલ' માં જઇ પહોચ્યાં. ત્યાં ગયા પછી બંને ડાબા હાથ પર આવેલ લોનમાં એક ઝાડ નીચે બેસી ગયા. પરિમલમાં તો કેટલાય કપલ હતા... સૌ સૌ માં મસ્ત હતા. કોઈને બીજા તરફ જોવાની દરકાર જ જાણે નહોતી. '
'
બોલ, નૃપા શું ચાલે છે ?'
બસ... વહી રફતાર...'
'
સાંભળ્યું છે કે તુ નોકરી કરે છે.'
'
શું કરું ? જીવન જીવવા કંઇક તો આધાર જોઇએ ને?'
'
તો પરણી જા ને.'
'
ના વ્યોમેશ, હવે એ શક્ય નથી.'
'
કેમ?'
'
જિદગી એટલી બદલાઇ ગઇ છે કે ખુદ હું જ મને ઓળખી શકતી નથી.' વળી એક ડાયવોર્સીને અપનાવવા કોણ તૈયાર થાય ? '
'
તારો પેલો ફ્રેન્ડ હતો ને. તેનું શું થયું?'
'
પરણી ગયો.'
'
હેં .. પરણી ગયો, કોની સાથે?'
'
એક કોડભરી ષોડષી કન્યકાને.'
'
પણ એ તો તને પ્રેમ કરતો હતો ને?'
'
પ્રેમ ? એ તો કંઈ કરવાની ચીજ છે?'
'
તો ?'
'
વ્યોમોશ! વ્યોમેશ મને હવે એ શબ્દ જ પોકળ લાગે છે.'
'
તમે બંને રોજ મળતા, નહી?'
'
હા, પ્રેમના નામે જયાં સુધી ચલાવાય તયાં સુધી ચલાવ્યું તેણે અને સમય આવતા કોટુંબિક મજબૂરીના બહાને પરણી ગયો અન્ય સાથે.'
'
તે કોઈ દલીલ ન કરી?'
'
જયાં પ્રેમ જ પોકળ નીવડયો ત્યાં દલીલ શા કામની?'
'
તને દુ:ખ તો ધણું થયું હશે?'
'
પારાવાર. પણ મનને કેળવતા શીખી લીધું.'
'
તારો આધાત સમજી શકાય તેવો છે.'
'
હવે તો ટેવાઈ ગઈ છું આ દુનિયાથી.'
'
પણ તેં ડાઈવોર્સ શા માટે લીધા?'
'
પૈસાદાર મા-બાપની એકની એક છોકરીને તે રૂપિયાથી ખરીદવા માગતો હતો.'
'
મતલબ?'
'
મારા કરતાં મારા માવતરની મિલકત તેને વધારે વહાલી હતી.'
'
તમારું પરિણીત જીવન કેટલું વીત્યું?'
'
માંડ એક મહિનો.'
'
એક મહિનામાં તને છૂટાછેડા મળી ગયા?'
'
બહુ ઇઝીલી.'
'
સારું કહેવાય.'
'
પૈસો શું નથી કરતો ?'
'
હવે પેલો ફ્રેન્ડ મળે છે કે નહી?'
'
ધણીવાર આ જ ગાર્ડનમાં બેસીએ છીએ ને છૂટા પડીએ છીએ.'
'
હવે તેને ન મળે તો ન ચાલે?'
'
મે તેને દિલ આપ્યું હતું વ્યોમેશ. તે ભલે મને બેવફા નીવાડયો.. હું કદી તેને દિલથી જાકારો ન આપી શકું.' '
અચ્છા. નોકરી કેવી રીતે મેળવી?'
'
દેહના બદલામાં. '
'
મતલબ?'
'
જિંદગીના જખમો ભૂલવા નોકરી જરરી હતી તો સામે પક્ષે તે આપનરને શારીરિક જરૂરિયાત હતી '
'
તેને સંકોચ ન થયો?'
'
માણસ કાં તો પ્રેમનાં બળે જીવી શકે છે કાં તો કામની આડશે દુ:ખ ભૂલી શકે છે.'
'
સમજું છું. છતાં કહું છું કે આ રસ્તો સારો નથી.'
'
હવે મારા માટે સારા કે ખરાબની પરિભાષા જ રહી નથી. '
'
તારો મિત્ર પાછો આવે તો?'
'
એ શકય જ નથી. અને છતાં આવે તો હું મારામાં તેને પ્રવેશવા તો ન જ દઉ'
'કારણ ?'
'
તેના પાછા ફરવાથી કોઇ ત્રીજી વ્યકિતની જિંદગી બગડે .' 'બીજાનું સુખ શા માટે જોવું ?'
'
તું શું જાણે વ્યોમેશ. સ્ત્રી દાઝીનેય શાતા અર્પે. તે દાઝેલાને વધારે દઝાડે તો નહી જ. સ્ત્રી સ્ત્રીનું સુખ નહીં ઇચ્છે તો કોણ ઇચ્છશે ?'
'
તને કોઇ અપનાવવા તૈયાર થાય તો?'
'
મારા વિશે આટલું જાણ્યા પછી કોણ હાથ પકડે?'
'
કોઈ દાઝેલો.'
'
ખેર! હવે એ બધી કલ્પનાની વાત છોડ. મારી વાત તો ઘણી સાંભળી. હવે તારી વાત તો કંઇક કર.' '
કહેવા જેવું તો કંઇ જ નથી.'
'
તોય?'
'
મારી કોઇ જિંદગી જ નથી.'
'
તારી પત્ની શું કરેછે?'
'
ભાગી ગઇ.'
'
કેમ? કોની સાથે?'
'
એક પૈસાદાર સાથે.'
'
પણ એવું તેણે કેમ કર્યુ?'
'
મારી બાંધી આવકમાં તેને સુખ ન લાદ્યું .'
'
તારો આટલો પ્રેમ છતાંય?'
'
તેને પ્રેમ નહિ, પૈસો જોઇતો હતો.'
'
સોરી વ્યોમેશ! તને નાહક દુ:ખી કર્યો.'
'
ના નૃપા કોઇ આપણી વાત સાંભળે , સમજે એના જેવું બીજું કયું સુખ હોઈ શકે ?'
'
તારા દિલની વેદના સમજી શકાય તેવી છે.'
'
આ જગત પર બીજાની વાત સાંભળવાનો કોઈને અવકાશ જ કંયા હોય છે?'
'
તારી હમદર્દ બની શકીશ તો આનંદ થશે.'
'
નૃપા! આ જિંદગી બસર કરવાની હવે તાકાત નથી રહી .'
'
મનથી ભાંગી પડીએ તો જીવી ન શકાય.'
'
મન જેવું કંઇ જ રહ્યું જ નથી હવે.'
'
મન એની મેળે કદી ન માને. એને મનાવવું પડે .'
'
હવે? હવે શા માટે મન મનાવવું? આયુષ્યની રેખા જેટલી લાંબી હોય તેટલી જિંદગી ભોગવવાની.'
'
આમ રખડી રઝળીને?'
'
તો શું કરું?'
'
હસીને જીવવાની મઝા જ કંઈ ઓર હોય છે. ગમે તેવા દુ:ખને હસીને પચાવી શકે એ માણસ.'
'
માણસ નશામાં જ બધું ભૂલી શકે.'
'
એ તો જિંદગી સાથે ચેડાં કર્યા કહેવાય.'
'
નૃપા... ચેડાં એ જ જિંદગી છે.'
'
આમ જીવ્યું ન જાય.'
'
આત્મહત્યા તો કાયર કરે.'
'
રડીને, થાકીને જીવે તે અબળા, મરદ નહી.'
'
આપણે બંને ભગ્ન છીએ. સાથે મળી જીવીએ તો બંનેની જિંદગીને એક નવો, સુખદ વળાંક મળે.'
'
કંટાયેલી તો હું ય છું પણ મે જે રસ્તો પસંદ કર્યો છે એ રસ્તે નર્યા કાંટાઓ છે. '
'
કાંટાઓની વચ્ચેય ફલ ખીલવતાં મને આવડે છે.'
'
હું પાછી વળી શકીશ કે નહી તે નથી જાણતી.'
'
મારો પ્રેમ પામ્યા પછી કશું મુશ્કેલ નહીં લાગે.'
'
સર્વસ્વ તો કયારની ખોઇ ચૂકી છું મારી અંગત, અમૂલ્ય કહી શકય તેવી કોઇ મૂડી મારી પાસે નથી.'
'
હૃદયની મૂડી પાસે બીજી કોઈ મૂડી જરૂરી નથી. બધું જ ગોણ છે.'
'
તો , ચાલ સાથે જ ચાલીએ.'
'
તારી પાસે પૈસો છે, મારી પાસે પ્રેમ છે. ચાલ બંનેનો સમન્વય કરીએ.'
'
કબૂલ છે મને.'
નૃપા ને વ્યોમેશ હાથમાં હાથ પરોવી ઊઠયાં. બંનેની ચાલમાં ધીરજ ને સમજણનું બંધન હતું. બંનેના કદમ મકકમતાથી આગળ ધપતા હતા. એકની અતૃપ્તિ બીજાની તૃપ્તિ બની ને 'પરિમલ' નાં ફલો હવાની એક લહેરખી આવતાં .. મઘમઘી ઊઠયાં પ્રેમની મીઠી સુવાસથી.'
નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :
મોબાઈલ નંબર – 9898504843