વિચાર વાંદરો છે! Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિચાર વાંદરો છે!

વિચાર વાંદરો છે!

અહી લખેલી બે કહાનીઓ મેં અલગ-અલગ સોર્સ માંથી લઈને અનુવાદ કરેલી છે. પહેલી કહાની ખરેખર તો મારા મનગમતા ફિલોસોફર એલન વોટની છે. એલન માણસના વિચારોની સાયકોલોજી બરાબર સમજી શકનારા વ્યક્તિ છે.

બીજી કહાની પ્રોફેસર નેઈલ દે ગ્રેસ ટાઈસન ની એક કોન્ફરન્સ માં કહેલી વાત છે. પ્રોફેસર નેઈલ દે ગ્રેસ ટાઈસન કોણ છે એ જાણવા ગુગલ કરી લેવુ.

૧. વિચાર વાંદરો છે વાંદરો...

આપણા આખા અસ્તિત્વમાં મગજનો શું ભાગ છે? આપણા દિમાગનો સૌથી વધુ મોટો ભાગ ચિંતા કરવામાં જાય છે. એ સૌથી ઊંડો અને સૌથી અગૂઢ પરિબળ છે. મારા દીકરાને કેન્સર હતું. ડોકટરે કહ્યું કે તમારા દીકરાને ઓપરેશન આવશે. અને એ સાંભળ્યા પછી મારા મગજે એક સેટ-અપ ગોઠવી લીધો ચિંતા કરવાનો.

ચિંતાનો જન્મ વિચારથી થાય છે. એ જન્મ લીધા પછી પોતાની જાતે જ મોટી થાય છે. એ ચિંતા તમારી ઊંઘ હરામ કરી નાખે છે, તમારું સીધુંસાદું જીવન ધ્રુજાવે છે, તમારું ‘હું’ પણું, તમારો કુદરતી સ્વભાવ મરવા લાગે છે.

આ તમારા માટે સારું નથી! તમને ખબર છે કે ચિંતા સારી નથી પરંતુ તમે ચિંતા કરવાનું બંધ કરી શકતા નથી. એટલે તમે શું કરો છો? હવે તમને એ વધારાની ચિંતા થવા લાગે છે કે તમને ચિંતા કેમ થાય છે! અને હવે ખુબ સાચી અને વિચિત્ર વાત કહું: તમે ખરેખર તમને તમારી ચિંતાની ચિંતાની ચિંતા થશે. તમને થશે કે મારી ચિંતાનું શું થશે? આને કહેવાય અગૂઢ રહસ્ય.

હવે એક કામ કરશો? તમે તમારા મગજને શાંત થવા માટે મંજુરી આપશો?

એ અઘરું છે નહી? કારણ કે મગજ વાંદરો છે વાંદરો. આખો દિવસ એ ઉપર નીચે જંપ માર્યા કરે છે અને વિચારોની કુદાકુદ થાય છે. જન્મીને તમે જયારે વિચારવાનું ચાલુ કર્યું છે ત્યારથી તમે આ વાંદરાને ચુપ બેસાડી શકતા નથી જ.

કરોડો માણસો પોતાના મગજને કામમાં રાખવા મહેનત કરતા રહે છે. તેમને ડર હોય છે કે મગજ શાંત પડી ગયું તો? તેઓ શાંતિ સાથે ડર નો અહેસાસ કરે છે. તેમને શાંતિ નથી ગમતી. તમે જયારે એકલા હો, કોઈ કશું બોલનાર ન હોય, કશું કામ ન હોય, એ સમયે કોઈ ઘડિયાળના કાંટાની જેમ તમને ઉપાધિઓ જન્મવા લાગે છે. ચિંતાને મારી નાખી શકાય છે, પરંતુ તમારી એકલતામાં એની કુંપળ ફૂંટે છે. તમને ખલેલ જોઈએ છે, તમને બેધ્યાનપણું ઈચ્છો છો. તમને થાય છે કે હું મારી જાત સાથે એકલો રહી ગયો છું, અને મારે મારી જાતથી દુર જવું છે, આ એકલતાથી ભાગી જવું છે. સન્નાટો કોરી ખાય છે. તમને એકલતા કોરી ખાય છે.

હકીકત એ છે કે તમારે હંમેશા તમારી જાતથી દુર જ જવું હતું. એટલે જ તમે મુવી જોવા જાવ છો, કે પુસ્તકો વાંચો છો. ક્યારેક તમે છોકરીઓની સાથે વાતો કરો છો, તો ક્યારેક નશો કરો છો.

મારે મારી જાત સાથે નથી રહેવું. એ એકલતા લાગે છે. ડર લાગે છે. પરંતુ હું પૂછું છું કે: તમારે કેમ તમારી જાતથી દુર જવું છે? એવું તે શું ખરાબ છે એના વિષે? કેમ તમારે એકલતા ભૂલવી છે અને કામમાં વ્યસ્ત થવું છે? કેમ? દોસ્ત...તમને વિચારોનું વ્યસન છે, વ્યસન.

વિચારો ડ્રગ્સ છે. ખુબ ખતરનાક. દિમાગને જોઈતું એક સતત વિચારપણું..સતત..એક પછી એક પછી એક...

આ ટેવ છે. એટલે જયારે ચિંતા થાય છે ત્યારે વિચારો રોકવા ખુબ મુશ્કેલ છે. રોકવા પડે છે તમારે પાગલ ન થવું હોય તો. સીધી વાત છે: જો તમે આખો દિવસ બોલતા જ રહો, તો તમે સાંભળી ન શકો બીજા કોઈ શું બોલી રહ્યા છે. અને અંતિમ સ્થિતિ એ આવશે કે તમારી પાસે વાત કરવા માટે બીજું કઈ પણ નહી પરંતુ તમારી ખુદની વાતો જ બચી જાય છે. એજ રીતે જો હું આખો સમય વિચારતો જ રહું, તો મારી પાસે વિચારવા માટે વિચારો સિવાય કશું જ નહી હોય.

એટલે કશુંક વિચારવા માટે એક સમય આવે છે કે તમારે વિચારવાનું બંધ કરી દેવું પડે છે. ફરજીયાત બંધ કરવું પડે છે. આ તમે કઈ રીતે કરી શકો?

પહેલો નિયમ છે: બંધ કરવા પ્રયત્ન જ ન કરો. કારણકે જો તમે એવું કરશો તો તમે ઉછળતા ઝરણાના પાણીને સપાટ કરી રહ્યા છો એવું થશે. જે તમને હેરાન કરી દેશે. તમારે તમારા મગજને એકલું મૂકી દેવું પડશે. એના વિચારોના વંટોળમાં એકલું. ધીમે-ધીમે તે કોઈ કાદવના ખાડાની જેમ શાંત પડે ત્યાં સુધી. એ પોતાની જાતે જ પોતાની જાતને શાંત કરી દેશે.

એકલતા પછીથી એકાંત બની જશે.

૨. સૌથી અદભુત સત્ય?

“આ બ્રહાંડ-યુનિવર્સ વિષે સૌથી અદભુત સત્યવાત કઈ છે સર?” એક યુવાન પૂછે છે, અને તેની સામે સ્ટેજ પર ઉભેલો માણસ તેને જવાબ આપે છે:

“સૌથી અદભુત સત્ય? યુનિવર્સનું સૌથી અદભુત સત્ય છે: જ્ઞાન. એ જ્ઞાન જે કહે છે કે આ પૃથ્વી પર દરેક જીવ અણુઓનો બનેલો છે. આ અણુઓ કે જે માણસનું શરીર બનાવે છે તે બધા જ કુદરતના બળોની અંદર રંધાયેલ હળવા તત્વો છે જે સાથે મળીને ભારે તત્વો બનાવે છે જે કોઈ એક અણુનો જીવ છે. આ જ રીતે બ્રહાંડ કામ કરી રહ્યું છે. આ તમને દેખાતું અખિલ અવકાશ અને તેની અંદર અણુ જેવા તારાઓ અવિરત તાપમાન અને દબાણ વચ્ચે જન્મ્યા છે, અને મારા શરીરના અણુઓની જેમ આવતા સમયમાં બુઢા થઇ જવાના છે. તેઓ મારા શરીરના તત્વોની જેમ જનમ્યા, અને પ્રચંડ ધડાકાઓ સાથે તૂટી ગયા. મરતા-મરતા તેઓ પોતાની અંદરની ગરમીથી આખા બ્રમ્હાંડને અસર કરતા ગયા. એવું બ્રહાંડ જે નાઈટ્રોજન, ઓક્સીજન, અને કાર્બનથી બનેલું છે. મારું શરીર પણ આ બધાજ મૂળ તત્વોથી બનેલું છે. આ મરતા તારાઓના આ તત્વો ગેસના વાદળો બનાવે છે આવતીકાલે જન્મનારી હજારો સોલાર-સીસ્ટમ માટે ફરી મૂળભૂત તત્વો બનવાના છે.

એટલે હું જયારે રાતના આકાશને જોઉં છું, અને જાણું છું કે આપણે આ યુનિવર્સનો ભાગ છીએ, અને આપણે તેની અંદર છીએ. પરંતુ આ બંને સત્યો કરતા પણ એક સત્ય મને પરમજ્ઞાન તરફ લઇ જાય છે એ છે: હું ખુદ યુનિવર્સ છું. મારામાં યુનિવર્સ છે.

હું જયારે આ સત્યને જીવું છું ત્યારે જાણું છું કે ઘણા માણસો આ બ્રહાંડ પાસે પોતાની જાતને નાની અનુભવે છે, પરંતુ હું મારી જાતને મોટી અનુભવું છું. હું ખુદ બ્રહાંડ છું, કારણ કે મારી અંદરના દરેક અણુ, દરેક તત્વ પેલા તારાઓ માંથી આવ્યા છે. અમારી વચ્ચે એ જોડાણ છે.

અને માણસને શું જોઈએ છે જીવનમાં? તમારે કશુક જોડાણ જોઈએ છે. પ્રેમ જેવી બંધન. એવું બંધન જે તમારું પોતીકું હોય. હું આ બ્રહાંડની અંદર એવું તત્વ છું જેમાં પૃથ્વી પર જન્મ લેતી માણસની દરેક ક્રિયા ક્યાંક મારી સાથે જોડાયેલી છે. હું તેમાં ભાગ લઇ રહ્યો છું. અને મને એ સત્ય સમજાય છે કે માત્ર અહી જીવતા રહીને પણ આપણે તેનો ભાગ છીએ તો પછી અહી આ ધરતી પર સારા કામ કરીને, તેને વધુ સુંદર બનાવીને આપણે જયારે મરીશું, ત્યારેપેલા તારાઓની જેમ આપણે કેટલી ઊર્જાઓ છૂટી પાડીશું, જે આવનારી પેઢીને મૂળ તત્વ તરીકે કામમાં આવવાની છે.

આ પરમ-સત્ય મને ખુબ જ ગાંડો કરી મુકે છે”

(આ જવાબ આપનાર પ્રોફેસર નેઈલ દે ગ્રેસ ટાઈસન હતો, જે હાલના વિશ્વના સૌથી મહાન ભૌતિકશાસ્ત્રી છે. તેના એક ક્લાસમાં પોતાના વિદ્યાર્થીને આ જવાબ આપેલો હતો.)