એક અજાણી મિત્રતા - 5 Triku Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અજાણી મિત્રતા - 5

એક અજાણી મિત્રતા ભાગ - 5

(વાચક મિત્રો આ વાર્તા વાંચતા પહેલા આગળના ભાગ, એક અજાણી મિત્રતા, એક અજાણી મિત્રતા ભાગ -2 , એક અજાણી મિત્રતા ભાગ - 3, એક અજાણી મિત્રતા ભાગ - ચાર, વાંચી જવા વિંનતી)

નાગાલેન્ડ કોહીમાનું કામ પૂરું થયું એટલે તારકે ઓન લાઈન ગૌહાટી-ઓખાની ટ્રેનમાં સેકન્ડ ક્લાસ એ.સી. ટિકિટ બુક કરાવી લીધી.

તારકે ફોન પર તેની પત્ની કસકને સમાચાર જણાવ્યા ત્યારે તે ખુશીથી ઝૂમી ઉઠી. થોડા વહેલા

આવ્યા હોત તો મને જાગરણ કરવામાં મજા આવત. કસકના બોલમાં મીઠો રોષ ભભૂક્યો.

ગાંડી બધું મારા હાથમાં થોડું છે? તારક સમજાવટના સૂરમાં બોલ્યો અને ટેલિફોનમાં જ એક ઊંડી કિસ કરી. ડાર્લિંગ મારે સમાન તૈયાર કરવાનો છે. પછી ફોન કરું કહીને તારકે ફોન મૂકી દીધો.

પત્ની સાથે ફોન પૂરો થયો એટલે તારકે રાધિકાને ફોન જોડ્યો.

હેલ્લો, મીઠી સોનાની ઘંટડી સામે છેડેથી રણકી ઉઠી.

સ્વીટ હાર્ટ કાલે હું વડોદરા માટે નીકળી જવાનો.

વ્હોટ? ....તે છેક આજે જાણ કરો છો. રાધિકા ચિતામાં અર્ધી થઈ ગઈ.

સાંભળ, માય લવ..હજુ કાલે જ મારું કામ પૂરું થયું અને મારે પાછું તામિલનાડુ જવાનું છે.

હજુ હમણાં જ વડોદરા માટેની ટિકિટ બુક કરી અને તને ફોન કર્યો.

જાઓને તમે તો લુચ્ચા છો, રાધિકા બોલી.

એક લુચ્ચીને લુચ્ચો જ મળે ને? કોઈ સાધુ મળે તો તેના શું હાલ થાય? તારક મજાકના મૂડમાં આવી ગયો.

તમે કોહીમાથી ગૌહાટી કાલે કેટલા વાગે નીકળશો?

કાલે બપોરે ત્રણ વાગ્યાની બસ છે. કાલે રાતે ગૌહાટી હોટેલમાં રોકાઇશ. તું સાથે હોય તો મજા પડે.

જો ઈશ્વર કરે, મારી તો જીવનભર તમારી સાથે રહેવાની ઈચ્છા છે.

કદાચ કાલે મમ્મી સાથે આવીશ અથવા મમ્મી ન આવે તો એકલી તમને મળવા આવીશ.

સાંજે રાધિકાએ સરિતાને વાત કરી, મમ્મી કાલે તો તારક વડોદરા જવા નીકળે છે.

એમ? તો આજ રાતે અહીં જમવા બોલાવવો હતો ને?

એ તો હું ભૂલી ગઈ મમ્મી પણ કાલ સવારે હું મળવા જવાની, તું આવીશ?

ના હું કબાબમાં હડ્ડી બનવા નહિ આવું , પણ તું એકલી જઈ આવ.

રાધિકાની ચિબુક ખેંચતા તેની મમ્મી બોલી.

પણ બહુ આગળ વધતી નહિ, હજુ તમારી સગાઈ પણ નથી થઇ.

મમ્મી હું તારી દીકરી છું. એટલે ખોટી ચિંતા ન કરતી.

પણ તું સાથે હોય તો તારક છૂટ ન લે.

આજ કાલના છોકરા કેવા છે તેની મને ખબર છે.

પણ જો તારી પર વિશ્વાશ ન હોત તો તને એકલી હોટેલમાં મોકલત?

મારી સ્વીટ મમ્મી કહીને રાધિકા સરિતાને ભેટી પડી. અને ગાલ પર એક કિસ સવારે કોઈ વાગ્દત્તા પોતાના પિયુને મળવા જાય તે રીતે સરસ રીતે તૈયાર થઇ સોળ શણગાર સજીને તારકને મળવા ગઈ.

સરિતા રાધિકાને જોઈ જ રહી, જાણે આરસ પહાણની કંડારેલી મૂર્તિ જેવી રાધિકા લાગતી હતી.

સરિતાએ રાધિકાને નજર ન લાગે તે માટે એક કાળું ટપકું કાનની બુટની પાછળ કર્યું.

સવારે હજુ સુરજ આળસ ફગાવી ઉગવાની તૈયારી કરે અને ધરતીને પ્રકાશિત કરવા પોતાના કિરણો ફેલાવે તે પહેલા રાધિકા તારકને મળવા હોટેલ પર રવાના થઇ ગઈ. હોટેલ પર જઈ રૂમ નંબર 303 ની ડોરબેલ દબાવી. તારકને ખબર હતી કે રાધિકા જ આવી હશે એટલે પલંગમાં સુતા સુતા જ બોલ્યો કમ ઈન ડાર્લિંગ, દરવાજો ખુલ્લો જ છે.

તો હજુ સુધી રાજકુમાર સુતા છે. એમ?

ત્યાં પડેલી ખુરસી પર બેસી રાધિકા બોલી.

મને થોડી ખબર કે મારી રાજકુમારી આટલી જલ્દી આવી જશે? તારક બોલ્યો. અને ઉભો થઈને દરવાજાને અંદરથી બંધ કરી દીધો.

તારકે રાધિકાને પલંગ પર ખેંચી, રાધિકા ઉપર ઉપરથી ના ના બોલતી રહી અને તારકની મજબૂત બાંહોમાં સમાઈ ગઈ.

તમે મને છોડી તો નહિ દો ને રાધિકા તારકના કાનમાં ગણગણી.

એક વાર તારકની બાંહોની ગાંઠ ઢીલી પડી ગઈ.

તારકને પોતે પાપ કરી રહ્યો છે તેવી લાગણી થઇ.

રાધિકા કદાચ મારા પિતાએ મારી માટે કોઈ છોકરી શોધી રાખી હશે તો? તારક બોલ્યો.

તો તેઓ તમને જણાવે નહિ? રાધિકાએ પ્રતિ પ્રશ્ન કર્યો.

તે મારા સિવાય બીજા કોઈને કદી પ્રેમ કરેલો? તારક બોલ્યો.

તારક હું પ્રેમ પંથમાં એક વાર દાઝી ચૂકેલ છું.

અને બીજી વાર કોઈ દગો દે તે સહન નહિ કરી શકું, રાધિકાની કમળ જેવી આંખોમાં આંસુ તગતગી આવ્યા.

રાધિકા હું તને ખુબ જ પ્રેમ કરું છું. પણ બીજી એક છોકરીને પણ એટલી જ ચાહું છું.

એટલે તમે કહેવા શું માંગો છો? રાધિકાની ભ્રકુટી તંગ થઇ.

દરેક પુરુષો એક સરખા, રાધિકાનું મુખ ક્રોધથી તમતમી ઉઠ્યું.

રિલેક્સ, સ્વીટ હાર્ટ, હું તો મજાક કરું છું. આઈ લવ યુ રાધિકે.

તારક અચકાતો અચકાતો બોલ્યો.

તારક અને રાધિકા ક્યાંય સુધી એકબીજાને ભેટીને પડ્યા રહ્યા.

બપોરના ત્રણ વાગ્યે કોહીમાથી બસ નીકળી. અને ગૌહાટી સવારે લગભગ સવારે 4 વાગ્યે પહોંચી.

તારક મનોમંથનમાં હતો, એક બાજુ તે પરણેલો હતો, બીજી બાજુ રાધિકાને પણ દિલથી ચાહતો હતો.

તારક વિચારી રહ્યો હતો કે એક પુરુષ કેટલી સાહજીકતાથી બે સ્ત્રીઓને પ્રેમ કરી શકે.

આવું સ્ત્રીઓમાં શક્ય બને ખરું?

પુરુષોએ એકથી વધારે સ્ત્રીઓ જોડે લગ્ન કર્યા હોય તેવા ઇતિહાસમાં ઢગલાબંધ દાખલા હતા.

દરેક રાજા, મહારાજા, બાદશાહ, સુલતાન વગેરેઓએ એક કરતા વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા.

પણ એક કરતા વધુ પુરુષો સાથે લગ્ન કર્યા હોય તેવો એક અને માત્ર એક જ દાખલો હતો.

દ્રૌપદી જ દુનિયાની એક માત્ર સ્ત્રી હતી કે જેણે એક કરતા વધુ પુરુષો સાથે લગ્ન કર્યા હતા.

પણ આમાં પણ કદાચ દ્રૌપદીની ઈચ્છા પાંચ પુરુષો સાથે લગ્ન કરવાની નહોતી, પણ તેણે સમાધાન ખાતર પોતાની સાથે આ પ્રયોગ થવા દીધો હતો.

અરે હજુ 60 વરસ પહેલા કોઈ પુરુષ બે કે તેથી વધુ સ્ત્રી જોડે લગ્ન કરે તે સાહજિક ગણાતું.

અરે પેલા હિન્દી ફિલ્મના એક્ટર કર્મેન્દ્રે પણ ચમેલી માલિની જોડે ધર્મ પરિવર્તન કરીને લગ્ન કર્યા હતા.

અને ચમેલી માલિની પણ વિખ્યાત હિરોઈન હતી, છતાં પણ તે બીજી પત્ની તરીકે રહેવા તૈયાર થઇ અને બે દીકરીની માં પણ થઇ.

પણ તારક તો સામાન્ય માનવી, તે તેવું ન કરી શકે, તેણે કાં તો પત્ની ગુમાવવી પડે કાં તો પ્રેમિકા.

તેને માટેમાત્ર અને માત્ર એક જ વિકલ્પ. કાં તો રાધિકા, અને કાં કસક.

પલટન બજાર, રેલવે સ્ટેશન જેવી બસ ISBT પર ઉભી રહી એટલે ટેક્ષીવાળા અને ઓટોવાળાની બૂમો સંભળાઈ.

તારકે બધો સમાન નીચે ઉતાર્યો અને પલટન બજાર માટે ટેક્ષી પકડી.

20 મિનિટમાં ટેક્ષી હોટેલ " સંપત પ્લાઝા" પર આવી પહોંચી, ટેક્ષીવાળાને પૈસા ચૂકવી તારકે હોટેલમાં રૂમ બૂક કરી.

બસમાં આખી રાત ઊંઘ નહોતી આવી એટલે હોટેલ મેનેજરને સવારના દશ વાગ્યે જગાડવાનું કહી અને પોતે પણ એલાર્મ લગાવી પોતાના રૂમમાં તારક ઘસઘસાટ ઊંઘી ગયો.

બરાબર સાડા નવ વાગ્યે તારકે મોબાઈલમાં ગોઠવેલ એલાર્મ રણકી ઉઠ્યું, તારક ફટાફટ બ્રશ કરી નિત્યક્રમ પતાવી ઈંટરકોમ પરથી 9 નંબર પર ડાયલ કરી નાસ્તાનો ઓર્ડર નોંધાવી દીધો.

નાસ્તો વગેરે પતાવી, તારક ઝટપટ તૈયાર થઇ ટેક્ષી બોલાવી ગૌહાટી રેલવે સ્ટેશન પર રવાના થઇ ગયો ત્યારે ગાડી પ્લેટફોર્મ પર આવી ગઈ હતી. અને કોચમાં પેસેન્જરના લીસ્ટના કાગળ લાગી રહ્યા હતા.

તારકે પોતાની બર્થ પર સામાન ગોઠવ્યો, તેની સામે એક આધેડ ઉંમરનો પુરુષ હતો, બાજુમાં એક યુવાન કપલ થતું, અને સામેની બર્થ ઉપર સરદારજી હતા.

નિયત સમયે ટ્રેન ચાલુ થઇ. સામેવાળા પેસેન્જરે તારકને પૂછ્યું આપ કહાં જા રહે હો.

બદૌડા તારકે જવાબ આપ્યો.

ઉધર પાટીદાર કાં આરક્ષણ કે લિયે આંદોલન ચલ રહા હૈ, અબ હાલત કૈસે હૈ?

હાલત તો ઠીક હૈ, શુરુઆત કે કુછ દિન આંદોલન ચલા, લેકિન ધીરે ધીરે સબ બંદ હો ગયા. તારકે જવાબ આપ્યો.

હવે સરદારજીએ ચર્ચામાં જંપલાવ્યું, આજ કલ સબ કો આરક્ષણ ચાહિયે, ચાહે કિતને અમીર કયો ન હો?

યુવાન યુગલમાંથી પુરુષ બોલ્યો, મૂળ સમસ્યા બેરોજગારીની છે.

જ્યાં સુધી લોકોને નોકરી ન મળે ત્યાં સુધી આવા બધા ઉધામા તો રહેવાના જ.

તારકે પણ ચર્ચામાં જંપલાવ્યું, આપણી પ્રજા લાબું વિચારતી જ નથી.

કોઈ પણ દેશ ધર્મની રાજનીતિ કરીને વિકાસ નથી કરી શકતો. પાકિસ્તાનના ભાગલા ધર્મના નામ પર પડ્યા. પછી એક જ ધર્મના બે અલગ દેશ થયા કે નહિ?

સરદારે ટાપસી પુરી એક ઐસા દૌર થા કી પુરા પંજાબ આતંકવાદ કી ચપેટમેં થા. હમારા જીના દુશવાર હો ગયા થા. યહ તો ઈન્દિરાજીને કડે ફેંસલે લિયે ઇસલિયે પંજાબ બચ ગયા. લેકિન દેશ કો ઇસકી બડી કિમંત ચૂકાની પડી. ઈન્દિરાજી કો શહીદ હોના પડા. કહેતા સરદારજી ભાવુક થઇ ગયા.

ચાય કોફી લે લો, ના અવાજથી વહેલી સવારે કેન્ટીન વાળાના અવાજથી તારકની ઊંઘમાં વિક્ષેપ પડ્યો. તારકે પૂછ્યું ક્યુ સ્ટેશન આવ્યું તો જાણવા મળ્યું કે ટ્રેન બિહારની સરહદમાં પ્રવેશ કરી ચુકી હતી.

લગભગ સવારના દશ વાગે તારકનો ફોન ટહુંકી ઉઠ્યો, તારકે જોયું તો રાધિકાનો ઇનકમીંગ ફોન આવી રહ્યો હતો. તારકે ફોન કટ કરી રાધિકાને ફોન લગાડ્યો, સામેથી કોયલ ટહુંકી ઉઠી. ઓય ઊંઘણશી સવારના છ વાગ્યાથી ફોન લગાવું છું. ઉપાડતા કેમ નથી?

સોરી ડાર્લિંગ તારક બોલ્યો, રાતે મોડે સુધી ઊંઘ નહોતી આવી એટલે સુઈ રહેલ.

મને એમ કે તમે મને ભૂલી ગયા, ગરજ સર્યા પછી વૈદ વેરી?

ના સ્વીટ હાર્ટ એવું નથી, તું તો મારી જાનેમન છો.

છોકરીઓએ પટાવવાતા સારું આવડે છે. રાધિકા બોલી.

છોકરી પટાવવાની શરૂઆત તારાથી કરી. હવે જોઉં છું કેટલો સ્કોર થાય છે. તારક હસતા હસતા બોલ્યો.

સામેથી રાધિકાના ડુંસકા સંભળાયા એટલે તારક બેચેન બની ગયો.

ડાર્લિંગ હું તો મજાક કરું છું. તું તો બહુ પોચટ.

પણ તારક મને માંડ મારો પ્રેમ મળ્યો છે. એટલે ડર લાગે છે કે તે ઝુંટવાઈ ન જાય.

રાધિકા આંસુ લૂછતાં બોલી.

કેટલે પહોંચ્યા? હજુ બિહારમાં જ ટ્રેન છે તારકે જવાબ આપ્યો.

નાસ્તો કર્યો? રાધિકા બોલી.

ના સ્વીટ હાર્ટ હજુ બ્રશ પણ નથી કર્યું, હજુ સૂતો જ હતો, આ તારો ફોન આવ્યો અને ઊંઘ ઉડી.

સારું તો ફ્રેશ થઈને ચા નાસ્તો કરી લો. હું પછી ફોન કરું.

ઓકે ...લવ યુ. ....ડાર્લિંગ...તબિયતનું ધ્યાન રાખજે.

તમે પણ તમારું ધ્યાન રાખજો. લવ યુ. તારક કહીને રાધિકાએ ફોન મુક્યો.

ઓહ માય ગોડ, તારકના મુખમાંથી હળવી ચીસ નીકળી ગઈ.

અઢાર કસકના મિસકોલ હતા અને સત્તર મિસકોલ રાધિકાના હતા.

કસકનો એક મિસકોલ તો રાતના ત્રણ વાગ્યાનો હતો.

ફટાફટ તારકે કસકને ફોન લગાવ્યો.

એક રિંગ વાગી, બે રિંગ વાગી .....છેલ્લી રિંગ પણ પુરી થઇ.

સામેથી કોઈ જવાબ નહિ.

ફરી પાછો તારકે ફોન લગાવ્યો,

એક રિંગ વાગી, બે રિંગ વાગી .....છેલ્લી રિંગ પણ પુરી થઇ.

સામેથી કોઈ જવાબ નહિ.

તારક ચિંતામાં પડી ગયો, શું થયું હશે?

ત્રીજી વાર, ચોથીવાર, પાંચમીવાર ફોન લગાડ્યો સામેથી કોઈ જવાબ ના મળ્યો

આઠમી વાર ફોન કર્યો ત્યારે કસકે ફોન ઉપાડ્યો.

હેલો કસક ફોન કેમ ઉપાડતી નથી તારક ગુસ્સે થયો.

મેં અઢાર વખત ફોન કર્યો અને તમે એક પણ વાર ન ઉપાડ્યો ત્યારે હું તો ગુસ્સે નહોતી થઇ, ઠંડકથી કસક

બોલી.

પણ ડાર્લિંગ હું તારી જેમ જાણી જોઈએ ફોન નહોતો ઉપાડતો એવું નહોતું. જયારે તું તો જાણી જોઈને એવું કરે છે. સ્વીટ હાર્ટ.

વેઇટ.. તારક આ સ્વીટ હાર્ટ શબ્દ તો તું મને ક્યારેય બોલ્યો જ નથી. સાચું કહેજે ક્યાંથી શીખી લાવ્યો.?

કસુ, મેં તો ઘણી વાર તને સ્વીટ હાર્ટ કહ્યું છે પણ તારું ધ્યાન જ નથી હોતું.

જાઓ ને તમે બહુ લુચ્ચા છો, તમારી કોઈ સગલી મળી ગઈ હશે, તેને કહેતા હશો અને ભૂલથી મને કહી દીધું હશે. તમે છો જ રંગીલા. પણ એ રંગીલાપણું હવે નહિ ચાલે સમજ્યા? કસકનો અવાજ ઊંચો થયો.

અરે છોડને બધી માથાકૂટ, અત્યારે તો પ્રેમની મોસમ છે.

નાસ્તો કર્યો કે નહિ? કસક બોલી.

હજુ ઉઠ્યો જ હમણાં અને તને ફોન કર્યો તારકે જવાબ આપ્યો.

સારું ત્યારે ફ્રેશ થઇ ચા - નાસ્તો કરો. પછી ફોન કરું છું કહી કસકે ફોન મુક્યો.

ટ્રેન વડોદરા પહોંચી ત્યારે ત્રીજી રાતના સાડા ત્રણ વાગ્યા હતા.

કસક જોડે ફોન પર થયેલ વાતચીત મુજબ કસક તારકને લેવા એક્ટીવા લઈને આવવાની હતી.

પણ આટલી મોડી રાતે કસક તારકને લેવા આવે તેમાં સાવચેતી ન હોવાથી તારક રીક્ષા કરીને સીધો ઘેર જ ગયો.

તારકે ડોરબેલ વગાડ્યો, જાણે તારકની રાહ જોઈને બેસી રહી હોય તેમ દોડતી કસકે દરવાજો ખોલ્યો.

તારકે દરવાજામાં જ કસકને ઊંચકી લીધી. કસક શરમાઈ ગઈ. તમેય ખરા છો. કોઈ જોઈ જશે તો?

કોઈ જોઈ જાય તો શાની શરમ? મારી પત્ની છો.

લાજો હવે અને મને દરવાજો બંધ કરવા દો.

તમે મને ફોન કરવાના હતા ને? તમને લેવા માટે? કસક લાડમાં બોલી.

પછી થયું કે સરપ્રાઈઝ આપું. એમ કહી તારકે ગૌહાટીમાં કસક માટે ખરીદેલી સોનાની રિંગ કસકની આંગળીમાં પહેરાવી દીધી.

અરે કસક તે તો લગ્ન વખતનું ઘરઘોળું પહેર્યું છે. અને આ શણગાર કેમ?

તારક શયન ખંડમાં ગયો તો તેનો પલંગ લગ્ન થવાના હોય અને શણગાર્યો હોય તેમ શણગારી રાખ્યો હતો. તારી મમ્મી ક્યાં? તારક આશ્ચર્યથી બોલી ઉઠ્યો.

તેમને તો મેં ગઈ કાલે જ સમજાવીને તેમને ઘેર મોકલી દીધા.

કેમ? તારક હજુ વિસ્મિત હતો.

અરે બુધ્ધુ આપણે સુહાગ રાત નહિ ઉજવવાની? કહેતા કસકની નજરો નીચે ઢળી પડી.

આખો ઓરડો ફૂલોની સુગંધથી મઘમઘી રહ્યો હતો,

પલંગને ખુબ નજાકતતાથી શણગારવામાં આવેલ હતો, આભલા અને મોતીના શણગારથી શયનખંડ ઓપી રહ્યો હતો. પલંગને ફૂલોની સેર, મોતીના જાત જાતના ફ્લાવર વાઝ, નાના નાના રંગીન ફાનસ, ઉપર રૂપેરી તારલા અને ચંદ્રમાની ડિઝાઇન, ચંદરવાની નવી નવી આકૃતિ, તારકને લાગ્યું કે કદાચ તે સ્વર્ગમાં આવી ચડ્યો છે.

થોડીવારમાં કસક નવોઢાના ડ્રેસમાં હાથમાં દૂધનો પ્યાલો લઈને જાણે કોઈ અપ્સરા આવતી હોય તેમ નીચી નજરે આવીને તારકના હાટમાં દૂધનો ગ્લાસ આપ્યો ત્યારે તારકને લાગ્યું કે સ્વર્ગમાંથી કોઈ અપ્સરા માત્ર તેના માટે જ અવતાર લઈને ધરતી પર આવી છે.

તારકે પ્યાલામાનું દૂધ પહેલા કસકને પાયું અને પછી તેણે પીધું ત્યારે જાણે અમૃતના ઘૂંટડા પીતો હોય તેવો કેફ ચડ્યો. અને કેફમાં ને કેફમાં તારકે દૂધને ટેબલ પર ઢાંકી કસકના અધરથી અમીના ઘૂંટડા પીવા લાગ્યો ત્યારે કસક પણ કેટલાય યુગોથી પ્યાસી હોય તેમ પોતાના હોઠ તારકના હોઠ સાથે ચાંપી દઈ એક મેકને વળગીને એવું આલિંગન આપ્યું કે ક્યારેય છૂટું પડવાનું ન હોય.