Ek Ajani Mitrata - 7 books and stories free download online pdf in Gujarati

એક અજાણી મિત્રતા ભાગ - 7

એક અજાણી મિત્રતા ભાગ - 7

(વાચક મિત્રો એક અજાણી મિત્રતાના આ ભાગ વાંચ્યા પહેલા, તેના અગાઉના બધાજ ભાગ વાંચી જવા વિંનતી)

તારક પોતાની ઓફિસમાં બેસી નવા પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યો હતો ત્યાં તેનો ઇન્ટર કોમ રણક્યો. તારક હું કુલકર્ણી બોલી રહ્યો છું તારકના મેનેજરનો ફોન હતો. તારક તમારે કાલે જ ચેન્નઈ આપણી સાઈટ પર જવું પડે તેમ છે. સાઈટ હાલ ડાઉન છે અને તાત્કાલિક જવું પડે એમ છે.

તમારી ફ્લાઈટની ટિકિટ બુક કરાવી દઉં છું. અને ટૂર માટે તૈયારી કરવા માટે અત્યારે તમારે ઘેર જવું હોય તો જઈ શકો છો. આજે સાંજ સુધીમાં તમારી ટિકિટ ઘેર મોકલાવી દઈશ. મેનેજરે વાત પુરી કરી.

નવા પ્રોજેક્ટનું કામ અધૂરું મૂકી થોડી વારમાં તારક ઘેર પહોંચી ગયો.

કેમ શું થયું? હજુ તો હમણાં ઓફિસે ગયા હતા અને કેમ પાછા આવ્યા?

તબિયત બરાબર નથી? પાણીનો ગ્લાસ આપતા ચિંતિત સ્વરે કસક બોલી.

મને તો પાણાય નથી પડ્યા, તબિયત પણ ઘોડા જેવી છે પણ કંપનીના કામે ચેન્નઈ જવાનું છે. તારકે જવાબ આપ્યો.

હજુ હમણાં તો તમે નાગાલેન્ડ જઈ આવ્યા અને વળી પાછું ચેન્નઈ જવું પડશે? કસક ગમગીન બની.

આમ ઢીલા પડવાની જરૂર નથી. હું અહીંયા હોઉં છું ત્યારે પણ કોણ મારો ભાવ પૂછે છે? રમતિયાળ અવાજે તારક બોલ્યો.

એમ કેમ કહો છો? હું તો તમારા માટે જીવ રેડું છું. કસકને તારકનું મહેણું ગમ્યું નહિ.

તારા કાકાની દીકરીના લગ્ન હતા ત્યારે કેવી આઠ દિવસ માટે મને છોડીને જતી રહેલી. અને પાછો ફોન પણ નહોતી કરતી.

તો મારે મારા પિયરમાં પણ જવાનું નહિ? અને જો તમને વારે ઘડીએ ફોન કરું તો તમારી સાળીઓ મને ચીડવે નહિ? કે જોતો અલી આને એકલીને જ વર છે તે વારે ઘડીએ ફોન કરે છે.

ઓકે, ડાર્લિંગ યુ આર સો સ્વીટ, કસકને નજીક ખેંચતા તારક બોલ્યો.

હું સ્વીટ ન હોત તો પણ હું તમને ગમત? નિર્દોષ ભાવે કસક બોલી.

તું સ્વીટ ન હોત તો હું તને સ્વીટ બનાવી દેત, તારકે કહ્યું.

તે કેવી રીતે? કશું ન સમજાતા કસક બોલી.

હું તારી ઉપર ખાંડની ચાસણી નાખી દેત. કહીને તારક હસી પડયો.

રાતને તારક અને કસકે મન ભરીને માણી, લગભગ રાતભર બંને જગ્યા. વહેલી સવારે બંને ઘસઘસાટ ઊંઘી ગયા.

તારક ઉઠયો ત્યારે સવારના સાડા દશ વાગી ગયા હતા. કસક ઉજાગરો હતો છતાં સવારે સાત વાગે જાગી ગઈ હતી. નિત્ય ક્રમ પરવારી પૂજા ખંડમાં પૂજા કરીને તારક માટે બે ત્રણ દિવસ ચાલે તેવા થેપલા, સૂકી ભાજી વગેરે બનવવા રસોડામાં કામ કરી રહી હતી ત્યાં તારકનો અવાજ આવ્યો ડાર્લિંગ બાથરૂમમાં ટુવાલ વગેરે મૂકી દેજે.

નાહી ધોઈ તારક રસોડામાં આવ્યો, એક કિસ કસકના ગાલ પર કરતા બોલ્યો હની આ બધી મહેનત કરવાની શું જરૂર હતી? શું તું રાતે સૂતી જ નથી?

કસક બોલી એક બે કલાક સૂતી હતી પણ તમે જશો એટલે મારે રાત અને દિવસ સુવાનું જ છે ને?

હું હમણાં ફોન કરીને તારી મમ્મીને અહીં આવવાનું કહી દઉં છું, તારકે કહ્યું.

તમારે તો દર મહિને પંદર દિવસે ટુર પર જવાનું થશે. દર વખતે મમ્મીને બોલાવીએ તો સારું ન લાગે. કસક બોલી. આ વખતે એકલી જ રહીશ.

તો એક કામ કર ને? હું જેટલા દિવસ ટુર પર રહું એટલા દિવસ તારા પિયર જતી રહે. ત્યાં તો તને એકલું નહિ લાગે. તારક બોલ્યો.

ઓ મારા એન્જીનીર સાહેબ, ત્યાં હું જાઉં તો મારો સમય તો પસાર થઇ જાય અને મારા મમ્મી - પપ્પા, ભાઈ, બહેનને પણ ગમે. પણ મારા ભાભીને ઓછું આવે કે તેમને તેમનું પિયર દૂર હોઈ પોતાના પિયર જવા મળતું નથી અને આ નણંદ બા તો મહિને ને મહિને પિયર દોડયા આવે છે.

હા તારી આ વાત સાચી છે, પણ એકલી તું શું કરીશ? તારકે કહ્યું.

તમે લાયબ્રેરીમાંથી પુસ્તકો લઇ આવ્યા છો તેમાંથી બે હું રાખીશ તમે ત્રણ લઇ જજો. હું તે વાંચીશ. અને હવે મારે પણ કવિતા લખવાનું શરુ કરવું છે. એટલે તેમાં સમય પસાર થઇ જશે.

અરે વાહ ડાર્લિંગ પછી તો ઘરમાં એક કવિ અને એક કવિયત્રી થઇ જશે, તારક બોલ્યો.

પણ તમે તો કવિની સાથે લેખક પણ છો, જયારે હું તો શરૂઆતમાં જોડકણાં જેવું લખીશ. કસકે કહ્યું.

સારું તું તારી રચના ફેસબુકમાં મૂકજે, તારકે કહ્યું જો સુધારા વધારા કરવાના હશે તો હું ઈન બોક્સમાં જણાવીશ.

બીજે દિવસે તારક અને કસક અમદાવાદ કંપનીની કારમાં નીકળ્યા કારણ કે ચેન્નાઇ જવા માટે અમદાવાદથી ફ્લાઈટની ટિકિટ હતી.

વડોદરા - અમદાવાદ એક્સપ્રેસ હાઈ વે પરથી જવાને લીધે અમદાવાદ એરપોર્ટ પર પહોંચવામાં બહુ વાર લાગી નહિ. એરપોર્ટ પર જ તારકે કસકને વિદાય આપી. તે એરપોર્ટની અંદર પ્રવેશ્યો, તારકે એરપોર્ટ પર રિપોર્ટિંગ કર્યું, થોડીવારમાં તેની ફ્લાઇટ આવવાની ઉદઘોષણા થઇ.

ફ્લાઈટમાં એર હોસ્ટેસ હજુ સૂચનાઓ આપે તે પહેલા તો તારક સીટ બેલ્ટ બાંધી ઊંઘી ગયો. જયારે ફ્લાઇટ ચેન્નઈ પહોંચી ત્યારે બધા પેસેન્જર બહાર નીકળી ગયા હતા, જયારે તારક તો ઘોરતો હતો.

એર હોસ્ટેસે રીત સરનો તારકને ઢંઢોળવો પડ્યો, સર ચેન્નઈ આ ગયા. આટલું બોલી ત્યાં તારક સફાળો બેઠો થયો અને ફટાફટ સામાન લઇ નીચે ઉતર્યો.

એરપોર્ટથી ટેક્સી પકડી તારક હોટેલ તિરુપતિમાં ઉતર્યો. ફ્રેશ થઇ તરત પોતાની કંપનીની જે સાઈટમાં પ્રોબ્લેમ હતો ત્યાં પહોંચી ગયો.

સાઈટની AGM શ્રીમતી મીરા મુરુગને હાથ મિલાવી ઉષ્મા ભેર સ્વાગત કર્યું. તારક સર આપ બહુત દિન કે બાદ આયે.

શ્રીમતી મીરા મુરુગને પોતાની કેબિનમાં પટાવાળાને બોલાવી ઈડલી સંભાર અને પછી કોફી લાવવા કહ્યું.

તારક ના ના કરતો રહ્યો પણ મીરાંએ કહ્યું કે મારે પણ નાસ્તો કરવાનો બાકી છે એટલે નાસ્તો અને કોફી પીને પછી જ કામ કરીએ.

ઔર બતાઈએ તારક સાબ ગુજરાતમેં બારીશ કૈસી હૈં? મીરા મુરુગને પૂછ્યું.

યહાં જૈસી તો નહિ હૈં, લેકિન ગુજરાત કે કુછ હિસ્સોમેં અચ્છી બારીશ હૈં, લેકિન મેરે શહેર મેં થોડી કમ બારીશ હૈં તારકે કહ્યું.

કોફી અને નાસ્તો કરી તારક અને મીરા બંને તારકની કંપનીની સિસ્ટમ જે રૂમમાં લાગી હતી ત્યાં ગયા. તારકે પોતાનું લેપટોપનું સિસ્ટમ સાથે જોડાણ કર્યું. સિસ્ટમ અપ ડેટ કરી અને એક કમાન્ડ આપ્યો અને સિસ્ટમ પૂર્વવત ચાલુ થઇ ગઈ.

ઓહ માય ગોડ, મીરા મેડમના મુખમાંથી આશ્ચર્યનો ઉદગાર નીકળી ગયો. તેમના ચહેરા પર ખુશીની રેખાઓ ફરી વળી.

વેલ ડન, સર આપને હમારી સભી સમસ્યા હલ કર દી. કાફી દીનો સે ઇસ સિસ્ટમ કી વજહ સે હમારા પ્રોડક્શન અટકા હુઆ થા. થેન્ક યુ. મીરા મેડમે કહ્યું.

મેડમ યહી તો મેરા કામ થા, ઇસ મેં થેન્ક યુ કહેને કી કોઈ જરૂરત નહિ. તારકે કહ્યું.

લેકિન ઇસ સિસ્ટમ કી વજહ સે મૈં કાફી તનાવમેં થી, આપને મેરા બોઝ હલકા કર દિયા.

આજ રાત મૈં આપકો ડીનર પાર્ટી દૂંગી. મીરા મુરુગન બોલી.

રાતે મીરા મુરુગન તારકને લેવા પોતાની કારમાં તારકની હોટેલ પર પહોંચી, ત્યાંથી બંને " ફૂડ ફેસ્ટિવલ " રેસ્ટોરન્ટમાં ગયા. મીરાંએ ટેબલનું બુકીંગ કરાવી લીધું હતું. રેસ્ટોરન્ટમાં લાઈવ સંગીત ચાલી રહ્યું હતું, તમિલ ફિલ્મ, હિન્દી ફિલ્મ અને કર્ણાટકની ફિલ્મનું મ્યુઝિક રેલાતું હતું.

ટેબલ પર બેસી મેનુ કાર્ડ હાથમાં લઇ મીરા બોલી આપ કૌન સા ફૂડ પસંદ કરેંગે? તમિલ, પંજાબી, ઔર ફિર કોન્ટિનેન્ટલ? પસંદ આપ કો કરના હૈં? તીરછી નજરે મીરા બોલી.

વૈસે તો મૈં ગુજરાતી ખાના ખાતા હું, લેકિન યહાં મેરે લિયે પંજાબી ફૂડ બેસ્ટ રહેગા. આપ આપ કી ચોઈસ કા ખાના લોગી તો અચ્છા રહેંગા.

મૈને ભી કિતને દિનોસે પંજાબી ટ્રાય નહિ કિયા હૈં, આજ પંજાબી હી હો જાયે. વેજ યા નોન વેજ?

મૈં નોન વેજ નહિ ખાતા, લેકિન આપકો ખાના હૈં તો મુઝે કોઈ એતરાજ નહિ.

ઓકે વેજ હી મંગવાતે હૈં, શરાબ તો પીઓગે ના? મીરા આંખો નચાવતા બોલી.

નહિ, શરાબ તો મૈં નહિ પિતા લેકિન બિઅર ચલેગા, તારકે કહ્યું.

ડીનર પૂરું થયું એટલે મીરાંએ બિલ ચુકવ્યું, વેઈટરને 50 રૂપિયા ટીપ આપી. અને તમિલ ગીત ગણગણવા લાગી. આપ કા અવાજ બહુત સ્વીટ હૈં, તારક બોલ્યો.

થેન્ક યુ, સર આપ કે સાથ ડીનર કરને કા મઝા આયા. લેકિન આગલી બાર હમારી સિસ્ટમ મેં કોઈ પ્રોબ્લેમ આયા તો આપ જલ્દી આ જાના, મૈં આપ કો હી ફોન કરુંગી.

અર્ધી રાતે મીરા તારકને હોટેલ પર મૂકી ગઈ, બીયર થોડો સ્ટ્રોંગ હોવાથી તારકને માથું ભારે ભારે લાગતું હતું એટલે પથારીમાં પડ્યા ભેગી જ ઊંઘ આવી ગઈ. જયારે જાગ્યો તો સુરજ માથા ઉપર આવી ગયો હતો.

કામ તો પૂરું થઇ ગયું હતું અને ફ્લાઈટની ટિકિટ એક દિવસ પછીની હતી. હવે શું કરવું? તારક વિચારમાં પડ્યો.

પુસ્તકો વાંચવાની ઈચ્છા નહોતી. તેણે કસકને ફોન લગાડ્યો.

હેલો ડાર્લિંગ મજામાં? તારકના અવાજમાં હૂંફ વર્તાતી હતી.

હા મજામાં હો, તમે મજામાં?કસક નામની કોયલ ટહુંકી.

કામ પૂરું થઇ ગયું?

હા કામ તો પૂરું થઇ ગયું પણ મારી ફ્લાઇટ પરમ દિવસે છે.

તો તે કેન્સલ કરી આજ કે કાલની કરી નાંખોને? કસક બોલી.

મેં હમણાં જ ચેક કર્યું પણ કોઈ સીટ અવેઇલેબલ નથી.

ડાર્લિંગ તારી યાદ બહુ સતાવે છે, તારકના અવાજમાં કંટાળો સ્પષ્ટ વર્તાતો હતો.

મને પણ તમારી વિના એક પળ ચેન નથી. કસકના અવાજમાં વિરહની વેદના ભળી.

તમે બીજી એવી નોકરી શોધી લો ને જેમાં ટુરમાં જવાનું જ ન થાય, ઓફિસમાં જ કામ કરવાનું હોય. કસક બોલી.

જો ડાર્લિંગ આ કંપનીનું ફ્યુચર બહુ સારું છે, અને કંપનીમાં પ્રમોશન પોલિસી પણ સારી છે. વળી અમારી કંપનીને અમેરિકા અને યુરોપમાંથી પણ ઓર્ડર મળવાની શક્યતા છે.

આને માટે કંપનીના હાયર લેવલમાં મિટિંગ ચાલે છે. અને કદાચ જો તે ઓર્ડર અમારી કંપનીને મળી જાય તો પછી મને કંપનીના ખર્ચે અમેરિકા અને યુરોપ ફરવા મળે. અને કદાચ હું તને પણ સાથે લઇ જાઉં.

પણ આ તો જો અને તો પાર આધારિત છે. બીજું આ કંપનીમાં જે નવી ટેક્નોલોજી છે તે ભારતમાં માત્ર એક કે બે કંપની પાસે જ છે, આ અનુભવ ભવિષ્યમાં કામ લાગે.

અમેરિકા અને યુરોપ ફરવા જવાનું થાય તે સાંભળી કસક રોમાંચિત થઇ, પણ સાથે જો અને તો તો લાગેલ જ હતા.

સારું ખાવા પીવામાં ધ્યાન આપજો, કસક બોલી.

હા ડાર્લિંગ, ઈ લવ યુ કહી તારકે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો.

ફોન પૂરો થયા બાદ તારક નવરો પડયો. તેણે રિમોટથી ટીવીની ચેનલો બદલ્યા કરી. પણ કોઈ ચેનલ જોવામાં મન લાગ્યું નહિ.

તારકે રાધિકાને ફોન જોડયો, સોનાની ઘંટડી ઘણા સમય બાદ રણકી. તારક તમે તો મને ભૂલી જ ગયા કે શું?

રાધિકાએ રોષ મિશ્રિત વ્હાલથી કહ્યું.

ના રાધિકે એવું નથી, પણ મારી કંપનીમાં એક નવો પ્રોજેક્ટ આવ્યો છે અને તે પ્રોજેક્ટ મારે સંભાળવાનો હોઈ બહુ જ કામ કાજ રહે છે. રાતે મોડો ઘર પર આવું છું. અને એટલો થાકી જાવ છું કે જમીને તરત સુઈ જાઉં છું. મારી રાધિકે.

તમે મને છોડી તો નહિ દો ને? રાધિકાએ મનમાં ઉઠેલો સવાલ કર્યો.

ના સ્વીટ હાર્ટ તને નહિ છોડું. અને કસકને પણ નહિ છોડું તેવું તારક મનમાં બબડયો.

રાધિકા હું પછી તને ફોન કરું, એમ કહી તારકે ફોન કટ કર્યો.

ઓકે તમારું ધ્યાન રાખજો તારક કહીને રાધિકાએ તારકને ટેલિફોનિક કિસ આપી.

તારકે ફેસબુક લોગ ઓન કર્યું, અને પોતાના મનમાં કેટલાક દિવસથી ઘુમરાતી કવિતા પોસ્ટ કરી.

થોડી વારમાં જ લાઈક અને કોમેન્ટનો વરસાદ વરસ્યો.

થોડીવારે તારકે આજે તેના જે જે ફેસબુક ફ્રેન્ડની બર્થ ડે હતી તે બધાને વિશ કરી.

સાવ અંગત મિત્રોના મેસેજ બોક્સમાં સળી કરી.

તારકના એવા પણ ફેસબુક ફ્રેન્ડ હતા જેઓ પોતાને ગુજરાતી સાહિત્યના ખેરખાં માનતા હતા. આમાંના એક બે જણ તો સ્ત્રીઓની કોમેન્ટ આવી નથી ને તેમની કોમેન્ટ થઇ નથી એવા હતા.

તારકે તેમની પોસ્ટ પર મમરો મૂકી આપ્યો.

આપસમાં ફેસબુક ઉપર ઉગ્ર ચર્ચાઓ ચાલી.

તારકે શાંતિથી બધું જોયા કર્યું.

થોડી વારમાં તારકના ચેટ બોક્સ પર એક અજાણી વ્યક્તિનો મેસેજ બ્લિન્ક થયો.

સામાન્ય રીતે તારક આવા મેસેજનો જવાબ આપતો નહિ પણ આજે તો તેની પાસે સમય જ સમય હતો.

આપની નવી રચના બહુ સરસ છે, શ્વેતા તિવારીનો ફેસબુકમાં મેસેજ આવ્યો.

આભાર તારકે જવાબ આપ્યો.

આપ પણ હેન્ડસમ દેખાઓ છો, શ્વેતા તિવારીનો બીજો મેસેજ આવ્યો

આભાર તારકે ફરીથી રીપ્લાય કર્યો.

તમે મારી વાત સમજ્યા નહિ શ્વેતા તિવારીએ પોતાનો ફોન નંબર આપ્યો.

તારકે થોડીવારમાં શ્વેતા તિવારીએ આપેલ ફોન નંબર ડાયલ કર્યો.

હેલો કોણ? સામેથી અવાજ આવ્યો.

આપ શ્વેતા તિવારી બોલી રહ્યા છો ને? તારકે પૂછ્યું.

હા, હું શ્વેતા તિવારી, આપ?

હમણાં ફેસબુકમાં કોઈએ આ નંબર મને સેન્ડ કર્યો, તારક બોલ્યો.

ઓહ, તારક......કવિ, લેખક ?

હા, તારકે જવાબ આપ્યો.

તું તમારી દોસ્તી ચાહું છું, શ્વેતા બોલી,

આપણે ફેસબુક મિત્રો તો છીએ જ, તારકે જવાબ આપ્યો.

હું તમારી એકદમ ક્લોઝ ફ્રેન્ડ બનવા માંગુ છું? શ્વેતા બોલી.

તેમાં શું કરવાનું હોય? તારકે ભોળપણથી પૂછ્યું.

સાચે જ તમને જાણ નથી? શ્વેતાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું?

ના તમારા સમ, મને ખબર નથી તારકે જવાબ વાળ્યો.

શ્વેતા ખડખડાટ હસી પડી, તમે મારા સમ ખાવ તો હું જ મરી જાઉં, તમને શું?

જુઓ ક્લોઝ ફ્રેન્ડ સેક્સ ચેટથી કરવાનું હોય છે.

એક છેડે છોકરી હોય સામા છેડે છોકરો હોય.

સેક્સી અને હોટ વાતો કરી આનંદ લેવાનો.

તારક સ્તબ્ધ થઇ ગયો, એક છોકરી કેટલું વલ્ગર બોલી રહી હતી.

તે શું બોલી રહી હોય તેનું તેને ભાન નહિ હોય? તારકે વિચાર્યું.

કે પછી આ બધા નવી પેઢીના દુષણો?

તારક એક દમ જ ઉશ્કેરાય ગયો.

તે શ્વેતા પર રીતસરનો તાડુકી ઉઠયો. તમે શું બોલો છો તેનું ભાન છે?

તમારા માબાપે તમને આવા સંસ્કાર આપ્યા છે?

હવે શ્વેતાએ ગર્જના કરી, હમણાં જ તમે મારા ઈનબોક્સમાં મને અશ્લીલ મેસેજ મોકલ્યા એમ કહી તમારી આબરૂના ધજાગરા કાઢું છું.

શ્વેતાજી તમે મારી આબરૂના ધજાગરા કાઢતા કાઢશો, પણ તમે આ ફોન કરી રહ્યા છો તે રેકોર્ડ થઇ રહ્યો છે. હું હમણાં જ આ ઓડીઓ લિંક મારી ટાઈમ લાઈનમાં મુકીશ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

શ્વેતા થર થર ધ્રુજવા લાગી, એક બાજુ ધડામ દઈને તે પડી, અને બીજી બાજુ તેનો મોબાઈલ ફોન નીચે પટકાયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED