Ek Ajani Mitrata - 4 books and stories free download online pdf in Gujarati

એક અજાણી મિત્રતા ભાગ - ચાર

એક અજાણી મિત્રતા ભાગ - 4

(વાચક મિત્રો,

વાર્તાનો આ ભાગ વાંચતા પહેલા "એક અજાણી મિત્રતા,એક અજાણી મિત્રતા ભાગ -2 અને એક અજાણી મિત્રતા ભાગ - 3 વાંચી જવા વિંનતી છે. )

રાધિકાને મોડી રાત સુધી ઊંઘ ન આવી. તારક સાથેના પ્રણયનું ઘેન મીઠું દર્દ આપી રહ્યું હતું. શું ગજબનો છોકરો છે, રાધિકા મનમાં ગણગણી હિન્દી ફિલ્મોના હીરો તો તેની આગળ પાણી ભરે.

પ્રણયનું ઘેન હજુ માંડ શરૂ થયું અને એક બેચેનીની તીવ્ર યાદે તેના સ્મૃતિ પટ પર અણધાર્યો આંચકો આપ્યો. તે કોલેજના દિવસોની વિતાવેલી સ્મૃતિમાં અનાયાસ ધકેલાઈ ગઈ.

તે કોલેજના હજુ પ્રથમ વર્ષમાં જ દાખલ થઈ હતી. અને તેની સાથે શહેરના સહુથી શ્રીમંત પરિવારનો નબીરો સંદીપ દવે પણ તેની કોલેજમાં જ દાખલ થયો હતો. તેને તો આ બાબતની ખબર ન હતી પણ તેની સહેલી સંધ્યાએ જણાવેલ કે સંદીપની નજર તેની ઉપર છે.

સંદીપના ચરિત્ર વિશે તરેહ તરેહની વાતો થતી, તેની બહેનપણીઓ કહેતી કે તેનાથી સાવચેત રહેવાની જરૂર છે. તે એક શિકારી છે અને તે પોતાને મનગમતો શિકાર પોતાના પંજા નીચે લાવવામાં મશહૂર હતો.

સંદીપ હંમેશા બ્રાન્ડેડ કપડાં પહેરી, મોંઘી ઘડિયાળ પહેરી, બુલેટ બાઈક લઈને કોલેજે આવતો. તે કોલેજે આવતો તેના કરતા કોલેજની છોકરીઓ પટાવવા આવતો એવું કહેવું વધુ સાચું હતું. તેની સાથે તેના ખુશામતિયાઓનું ટોળું સાથે રહેતું.

કોલેજેથી છૂટીને સંદીપ લગભગ રોજ રાધિકાને લિફ્ટ આપી તેને ઘેર છોડી દેવા ઓફર કરતો જેની રાધિકા નમ્રતાથી ના પાડી દેતી. આ લગભગ રોજનો ક્રમ બની ગયો હતો.

એકવાર કોલેજ બસ કોઈ કારણસર રદ થઈ હતી અને રાધિકા આ વાતથી બેખબર હતી. અને કોલેજનો છેલ્લો પીરીઅડ લાંબો ચાલ્યો. અને અંધારું થવા આવ્યું હતું. વળી કોલેજ શહેરથી દશ બાર કિલોમીટર દૂર હતી.

રાધિકા કોલેજના મેઈન ગેટ પરથી બહાર નીકળી ત્યારે લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓ - વિદ્યાર્થનીઓ નીકળી ચુક્યા હતા. રાધિકા હવે કેવી રીતે ઘેર જવું એની મૂંઝવણમાં પડી ગઈ.

ત્યાં તો ન જાણે ક્યાંથી સંદીપની બાઈકની ઘરઘરાટી સંભળાઈ. સંદીપે બાઈક ઉભું રાખ્યું અને રાધિકા કમને પણ બાઈક પર બેસી ગઈ અને સંદીપે બાઈક રમરમાટ ભગાવી મૂક્યું. રાધિકાને સંદીપને પકડીને બેસી રહેવા સુધી છૂટકો ન રહ્યો.

રાધિકા ક્યારે બાઇકમાં બેઠી અને ક્યારે ઘેર પહોંચી તેની કશી ખબર પડી નહીં, પણ સંદીપ ખરાબ છોકરો છે તે છાપ રાધિકાના મનમાં દૂર કરવામાં સંદીપ સફળ રહ્યો.

હવે ક્યારેક ક્યારેક રાધિકા સંદપિના બાઈકમાં આવતી અને જતી. એમ કરતા કરતા સાથે નાસ્તો કરવા જતા. એકવાર સંદીપે રાધિકાને સિનેમા જોવા જવા આમંત્રણ આપ્યું. રાધિકા તેની બે સહેલીઓ અને સંદીપના દે દોસ્ત આટલું ગ્રુપ સિનેમા જોવા ગયું ત્યારે સહુની સિનેમાની ટિકિટના પૈસા અને નાસ્તાના પૈસા સંદીપે આપ્યા.

ધીરે ધીરે સંદીપ રાધિકાનું દિલ જીતવામાં સફળ રહ્યો, એક તો કાચી ઉંમર અને મુગ્ધતાની અસર. વેલીને તો જેનો સહારો મળે તે તરફ વળી જાય. સંદીપે રાધિકાને નાની નાની ગિફ્ટ આપવાનું શરૂ કર્યું.

ધીરે ધીરે મિત્રતા બંધાણી, અને સંદીપ આ એક માત્ર કામ માટે માહેર હતો. રાધિકાને કોઈ પુરુષ મિત્ર હતો નહીં તે સંદીપ માટે "આકડે મધ અને માખીઓ વિનાનું" જેવું સાબિત થયું.

સંદીપે રાધિકા સાથેની મિત્રતામાં ગજબની કુનેહ દાખવી, તેણે એકાંતમાં રાધિકાનો નાનો સ્પર્શ કરવાનું પણ ટાળ્યું. તે શરીરનો નહીં પણ દિલનો પ્રેમી હતો તેવું સાબિત કરવા માંગતો હતો. અને તેમાં તે સફળ થયો.

સંદીપ જાણતો હતો કે રાધિકાના તાજમહેલ રૂપી શરીરનો માલિક તો તે જલ્દી બનવાનો છે. અને તેના બે મિત્રો સાથે ચેલેન્જ પણ મારી આવેલ કે આવતા ત્રણ મહિનાની અંદર તે રાધિકાના શરીરની એક એક રગમાં પોતાનું પ્રેમ પ્રવાહી પ્રવાહિત કરી ચુક્યો હશે.

આ બાજુ આ બધાથી અણજાણ રાધિકા હવે પોતે સંદીપના પ્રેમમાં ગળા ડૂબ થઈ ગઈ હતી. તે શરમાતી ન હોત તો ક્યારનો પ્રેમનો ઇજહાર કરી ચુકી હોત અને બીજી બાજુ સંદીપ તેને જાણી જોઈને તડપાવતો હતો.

જો કે સંધ્યાએ રાધિકાને ચેતવી હતી. રાધિકા તે તને પ્રેમ નથી કરતો પણ તેને માત્ર તારા શરીરમાં જ રસ છે. પણ રાધિકા હવે કોઈનું પણ માને તેમ નહોતી. કારણ કે રાધિકાને તો તે સ્પર્શતો પણ નહોતો.

રાધિકા વિચારતી કે જો સંદીપને શરીરની જ ભૂખ હોત તો એવા કેટલા મોકા ગયા? અરે હજુ પંદર દિવસ પહેલા તે અને સંદીપ સંદીપના ઘેર ગયા ત્યારે ઘરમાં કોઈ નહોતું. છતાં પણ સંદીપે એક કિસ સુધ્ધાં નહોતી કરી.

પણ રાધિકા તે ઘટનાથી અજાણ હતી કે પંદર દિવસ પહેલા રાધિકા અને સંદીપે જે પલંગ પર વાતો કરી હતી તેની 20 મિનિટ પહેલા જ સંદીપે તેની જ વર્ગની છોકરી સાથે સુહાગ રાત કહો તો સુહાગ રાત અથવા સુહાગ દિવસ કહો તો સુહાગ દિવસ ઉજવ્યો હતો.

થોડા દિવસ બાદ વેલેન્ટાઈન દિવસ આવતો હતો, સંદીપ સહુથી મોંઘા લાલ ગુલાબનો પુષ્પ ગુચ્છ, આખો ઢગલો ચોકલેટ, કેટબરી, રાધિકામાં માટે સોનાની વીંટી, કપડાં આ બધાનું બોક્સ રાધિકાને આઈ લવ યુ રાધિકા કહી ભેટી પડ્યો ત્યારે રાધિકાની આંખો ખુશીના આંસુથી છલકાઈ ઉઠી.

રાધિકા ખુશીથી ઝૂમી ઉઠી, આઈ લવ યુ સંદીપ, યુ આર માય વેલેન્ટાઈન કહીને રાધિકા સંદીપના હોઠથી લઈને અંગે અંગને ચૂમવા લાગી. રાધિકાને પોતાને સ્વર્ગનો એક ટુકડો મળી ગયો હોય તેવું લાગ્યું.

પછીના અઠવાડિયામાં જ સંદીપ રાધિકાને પોતે કોલેજની ત્રણ દિવસની ટુરમાં જાય છે. તેવું તેના ઘરનાને સમજાવે અને તેના ઘરના તેને સંદીપ સાથે જવા દે એવું સમજવવાવામાં સફળ રહ્યો. રાધિકાના પપ્પા તો કોહિમામાં નોકરી કરતા હતા. અને મમ્મી સરિતાને રાધિકા પર પૂરો વિશ્વાસ હતો.

ક્યારેક માણસ પોતાના પતન માટેનો રાહ પોતે ઘડી કાઢતો હોય છે તે ત્યારે ખબર નથી હતી, રાધિકાએ પોતાના પતન માટેનો માર્ગ પોતે જ બનાવી કાઢ્યો હતો.

પોતાના બે મિત્રો સાથે સંદીપ સહુ પોતાના અલગ અલગ વાહન લઈને ગોવા પહોંચ્યા જ્યાં ફાઈવ સ્ટાર હોટેલમાં ત્રણ રૂમ બુક કરાવ્યા. સવારમાં તો ગાવાના બીચ, ચર્ચ અને જોવા લાયક સ્થળે ફર્યા. મોજ કરી. રાધિકાને ખૂબ મજા આવી.

રાધિકાએ આના પહેલા મુંબઇનો દરિયો જોયો હતો, પણ વિદેશી પર્યટકો, ગોવાની બિન્દાસ્ત લાઈફ એક અલગ જ ચાર્મ ઉભો થતો હતો અને તેમાં ઘૂઘવતો દરિયો. રાધિકાએ આવી મસ્તી પહેલી વાર કરી.

દરિયા કિનારે ધીરે ધીરે સૂર્યાસ્ત થયો, રાધિકા ડૂબતા સૂર્યને જોઈ રહી જાણે સમંદરને પેલે પાર સૂરજ ધીરે ધીરે ક્ષિતિજમાં વિલીન થઈ રહ્યો અને લાલ ચટ્ટાક સોનેરી પ્રકાશ આકાશમાં પ્રસરી રહ્યો.

સંદીપ અને તેના બંને મિત્રો દરિયા કિનારેથી હોટેલ પર આવ્યા, સંદીપના બંને મિત્ર રમેશ અને યોગેશ સાથે રાગિણી અને યામનીને લઈને આવ્યા હતા.

હોટેલમાં ત્રણેના બેડરૂમ પહેલા એક કોમન રૂમ હતો, ત્યાં સહુએ મફેફિલ જમાવી. સંદીપે રૂમબોયને બોલાવી વાઈન, બિઅર, સોડા, સોફ્ટડ્રિંક, આઈસ ક્યુબ, મિનરલ વોટર, સી ફૂડ, નાસ્તો વગેરે મંગાવ્યો.

બધી સામગ્રી આવી ગઈ એટલે સંદીપે શેમ્પિયનની બોટલ ખોલી, તેના ફીણથી રાગિણીની અને યામિનીના ચહેરા ચમકી ઉઠ્યા. રાધિકા બોલી તે વાઈન કે બિઅર નહીં લે. સંદીપે કહ્યું કંઈ વાંધો નહીં.

સંદીપ રૂમમાંથી બહાર ગયો અને રૂમ બોયને ઓરેન્જ જ્યુસમાં થોડો વાઈન મેળવવાનું કહ્યું અને કશું બન્યું ન હોય તેમ રૂમમાં આવી ગયો.

ફરીથી પાર્ટી શરૂ થઈ, હળવું મ્યુઝિક વાગી રહ્યું હતું. સંદીપ અને તેના ચારે મિત્રો પી રહ્યા હતા અને નાચી રહ્યા હતા. રાધિકા એકલી બેઠી બેઠી ઓરેન્જ જ્યુસ પી રહી હતી. જો કે ઓરેન્જ જ્યુસનો સ્વાદ થોડો વિચિત્ર લાગી રહ્યો હતો. સંદીપને વાત કરી તો અહીં ઓરેન્જ અલગ પ્રકારની હોય છે એટલે એવો સ્વાદ લાગે તેમ જવાબ મળ્યો.

રાધિકાને હવે થોડી નશાની અસર થઈ, એટલે સંદીપે ગ્લાસ બિઅરથી ભરી દીધો. રાધિકા ધીરે ધીરે ઘૂંટડા ભરવા લાગી. તે અલગ ઉતેજના અનુભવી રહી. હવે તે પણ મ્યુઝિકના તાલે થીરકવા લાગી.

થોડીવારમાં રાધિકા નીચે ફસડાઈ પડી. સંદીપ રાધિકાને પોતાના રૂમમાં લઈ આવ્યો. અને દરવાજો બંધ કરી દીધો. અને રાધિકાને પલંગ પર નાખી દીધી રાધિકા અસ્પષ્ટ અવાજે કંઈ બબડી રહી હતી પણ સંદીપનું ધ્યાન તે બાજુ નહોતું.

સંદીપ રાધિકાનું શરીર જોઈ રહ્યો, આરસ પહાણમાંથી કંડારેલી મૂર્તિ. તેને ઘણી છોકરીઓ, સ્ત્રીઓને ભોગવી હતી. પણ આવું અપ્રિતમ સૌંદર્ય ક્યારેય જોયું નહોતું.

તેણે ધીરે ધીરે રાધિકાના વસ્ત્રો અલગ કર્યા, રાધિકા હજુ પણ ભાનમાં નહોતી. અને તે રાધિકા તરફ ધકેલાયો. એક આછી ચીસ રૂમમાં ફરી વળી, ચાદરમાં લોહીનો ડાઘ પડ્યો અને થોડીવારમાં સંદીપ નસકોરાથી રૂમ પુરાય ગયો.

સવાર પડતા જ રાધિકાએ ચીસાચીસ કરી મૂકી. સંદીપને ત્રણ તમાચા ઝડી દીધા. પોતાની ઇજજજત લૂંટી તે મામલે પોલીસ કેસ કરવાનું વિચાર્યું. પણ તે ગોવા હોટેલમાં સંદીપની સાથે શા માટે આવી તેવા સવાલનો કોઈ ઉત્તર તેની પાસે નહોતો.

રાધિકા લગભગ ત્રણ કલાક રડી તે તેનું સર્વસ્વ ગુમાવી બેઠી. તેને સંદીપ નહોતો ગમતો તેમ નહોતું. પણ તેણે વિચારેલ કે તે લગ્ન બાદ તેનું કૌમાર્ય સંદીપને જ આપવાની હતી તો પછી આવી ઉતાવળ કેમ ?

આખરે સંદીપે તેના બંને મિત્રો સમક્ષ ઈશ્વરના સોગંદ ખાધા ત્યારે રાધિકાને થોડી કળ વળી. પણ રાધિકાએ નક્કી કર્યું કે સંદીપના ઘરવાળાને મળીને પોતે સંદીપ સાથે લગ્ન કરી લે ત્યારે જ તેના દિલને જંપ વળશે.

ઉભડક મને તેણે મુસાફરી પૂરી કરી. જ્યારે ઘેર પહોંચી ત્યારે તેની મમ્મી પાસે તેનો ઉદાસ ચહેરો ચાડી ખાઈ ગયો. પણ તેણે મમ્મીને ઉપજાવી કાઢેલ વાર્તા કહી જો કે તેની મમ્મીને ખબર પડી ગઈ કે મામલો કોઈ બીજો જ છે પણ તેની મમ્મીએ ધીરજ ધરવામાં જ ડહાપણ માન્યું.

બીજે જ દિવસે તે તેની સહેલીને લઈને સંદીપને ઘેર ગઈ. તો ખબર પડી કે સંદીપ કોઈ પરીક્ષાની તૈયારી માટે પંદર દિવસ માટે દિલ્હી ગયો છે. જ્યારે તેના પિતાને મળી તો જવાબ મળ્યો કે સંદીપની મિલ્કતને કારણે કેટલીય છોકરી તેને ફસાવવા આવા બહાના બનાવી અહીં આવે છે.

રાધિકાની તો કાપો તો લોહી ન નીકળે તેવી પરિસ્થિતિ થઈ, પણ તે કશું કરી શકે તેમ નહોતી. ઘણી છોકરીઓએ તેને સમજાવી હતી, પણ તે સંદિપનો પ્રેમ સમજતી હતી. અને સંદીપે જાળ બિછાવી હતી અને તે જાતે જ તે જાળમાં કૂદી પડી હતી.

રાધિકાનો સમગ્ર પુરુષ જાત પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો, આવી રીતે એક છોકરીની લાગણી સાથે રમવાથી તેમને શું મળતું હશે?. અરે પુરુષોને સ્ત્રી શરીર તો બજારમાંથી તો મળે જ છે. ક્યા શહેરમાં વેશ્યા બજાર નથી? પણ ના તેઓને જોઈએ છે અક્ષત કૌમાર્ય. જે કદાચ ત્યાં નહીં મળતું હોય.

રાધિકા અને તેની સહેલી નજીકના મહિલા પોલીસ સ્ટેશન પર ગયા. ત્યાંની ડ્યુટી પર રહેલી મહિલા સમજદાર હતી. તેણે રાધિકાને કહ્યું કે બળાત્કાર થયો વખતે પહેરેલા કપડાં આપો, અને શરીર પર ઉઝરડા કે એવું બીજું કંઈ હોય અને સાથે કોઈ સાક્ષી હોય તો કેસ મજબૂત બને. અને તેની ધરપકડ પણ કરી શકાય.

વળી રાજકારણીઓ જોડે તે સંકળાયેલ હોવાથી પુરાવાનો પણ નાશ થઈ શકે. તમે બળાત્કાર થયો ત્યારે જ આવ્યા હોત તો મેડિકલ રિપોર્ટ પણ આપણી તરફ આવત. પણ હવે મોડું થઈ ગયું છે.

જ્યારે રાધિકાની મમ્મીને આ બાબતની ખબર પડી ત્યારે માં દીકરી બંને ચોધાર આંખોએ રોયા. પોલીસ કેસ કરીને પણ સામેવાળાને સજા મળે તેવું નહોતું, ઉલ્ટું રાધિકા અને તેના પરિવારની બદનામી થાય.

તે રાતોની રાતો સૂતી નહીં, તે ઊંડા ડિપ્રેશનમાં સરી ગઈ. તેને હવે આત્મ હત્યાના જ વિચારો આવવા લાગ્યા. રાત અને દિવસ બેચેન બની તે ચકળ વકળ ડોળા ફેરવવા લાગી.

જીવનમાંથી રાધિકાનો રસ કસ ઉડી ગયો. રાધિકાને ક્યારેક બદલો લેવાનું મન થતું. પણ બદલો લેવો એટલો આસાન નહોતું.

રાધિકાની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ, એક દિવસ તે કીટનાશક દવા ખરીદી આવી, અને બે વાર થોડી થોડી પી દીધી. થોડી વારમાં તો મોઢામાં ફીણ ઉભરાઈ આવ્યા. સરિતાએ ચીસાચીસ કરી મૂકી. આડોશી પાડોશી એકઠા થઈ ગયા. 108 ને ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી.

સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક સારવારમાં રાધિકાને એડમિટ કરવામાં આવી. રાધિકાના પપ્પાને ફોન કરી તેડાવવામાં આવ્યા. કોહીમાથી ગૌહાટી હેલીકૉપટર અને ગૌહાટીથી શહેરમાં મારતે વિમાને તેઓ હોસ્પિટલ પહોંચ્યા.

એક દિવસ તેની બહેનપણી સંધ્યા તેને મળવા આવી. રાધિકાની હાલત જોઈ તેને બહુ દુઃખ થયું. તે વખતે ઓસ્ટ્રેલિયામાં એક પ્રેમિકાએ પોતાના પ્રેમીની બેવફાઈનો બદલો લીધેલ જેનાથી આખી દુનિયાનું ધ્યાન ત્યાં ખેંચાયું હતું. તેની વાત કરી. સંધ્યાએ પોતાની બહેનપણી પર જે વીત્યું તેનો બદલો લેવાનું નક્કી કરી નાખ્યું.

સંધ્યાએ સંદીપ જોડે ફ્રેન્ડશીપ શરૂ કરી, તેની બાઈક પર કોલેજ જાય, મજાક મસ્તી કરતા સંદીપના હોઠ પર કિસ કરી લે. અને સંદીપને તો પાણી પાણી કરી દીધો. સંદીપને પણ થયું કે લગ્ન કરું તો સંધ્યા જોડે. બીજા કોઈની જોડે નહીં. સંધ્યા પોતાનો બદલો લેવાના સમયની રાહ જોયા કરે. તેણે સંદીપને પુરેપુરો પોતાને વશ કરી લીધો. સંદીપ હવે સંધ્યામય થઈ ગયો, હવે સંધ્યા જ તેનું જીવન અને સંધ્યા જ તેનું મોત.

એક દિવસ સંદીપના ઘેર કોઈ હતું નહીં, સંદીપમાં મનમાં વાસના ઉભરાઈ આવી. તેણે સંધ્યાને પોતાના ઘેર મળનાર એકાંતની વાત કરી. સંધ્યાની આંખો પર ચમક આવી, જેનો સંદીપે જુદો જ અર્થ તારવ્યો.

સંદીપે તો વહીસ્કી મંગાવી, સાથે બિઅર, સોફ્ટ ડ્રિન્ક, નાસ્તો, વગેરે પણ લીધું અને ઝૂમતો ઝૂમતો સંધ્યાને લઈને પોતાને ઘેર લઈ આવ્યો.

સંધ્યા તો તકની રાહ જ જોઈ રહી હતી તેને આવો મોકો ફરી મળવાનો નહોતો. સંધ્યા અને સંદીપ ઘરમાં ગયા. ત્યાં એક પલંગ સજાવી રાખ્યો હતો. એકાંતમાં સંધ્યા સંદીપને વળગી પડી.

સંદીપે વાઈનની બોટલ ખોલી, સોડા નાખી, અને પેગ બનવ્યો. અને ધીમે ધીમે રંગમાં આવવા લાગ્યો. હવે તેને નશાનો અનુભવ થવા લાગ્યો. તેને હવે સંધ્યા માદક લાગવા લાગી. સંદીપે સંધ્યાના કપડાં ખેંચવા શરૂ કર્યા.

સંધ્યાએ કહ્યું પહેલા હું તમારા કપડાં ઉતારું પછી તમે મારા કપડાં ઉતારજો એમ કહી સંધ્યાએ સંદીપના કપડાં ઉતારવા શરૂ કર્યા. પેન્ટ ઉતાર્યું પછી અચાનક સંધ્યાએ પોતે સાચવીને લાવી રાખેલ ચપ્પુ કાઢ્યું અને એક જ ઘા માં સંદીપની ઇન્દ્રિય વાઢી નાખી.

ઓ બાપ રે સંદીપની ગગનભેદી ચીસ સાથે સંધ્યા દોડીને સંદીપના ઘરની બહાર નીકળી ગઈ, અને ફટાફટ ઓટો રીક્ષા કરી પોતાના ઘર ભેગી થઈ ગઈ. તેના મનમાં તેની એક બહેનપણી પર થયેલ દુષ્કર્મનો બદલો લીધાની ખુશાલી તેના ચહેરા પર તરવરતી હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED