પ્રેમની અભિવ્યક્તિ Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની અભિવ્યક્તિ

પ્રેમની અભિવ્યક્તિ

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રેમની અભિવ્યક્તિ

ગયા સોમવારે જ વેલેન્ટાઈન-ડે સૌએ મોજથી મનાવ્યો અને માણ્યો, અનેકયુગલો પ્રેમની ચાદર ઓઢી એકમેકમાં ખોવાઈ ગયેલા વિવિધ લોકોનો અભ્યાસ કર્યો, એટલે કે નજર કરી તો કેવો અને કેટલો પ્રેમ છે એ માપી શકાયું. એમાં નવપરિણિત કેનવા પ્રેમમાં યુગલોથી માંડી વરિષ્ઠ નાગરિકો સુધીને જોયા. કદાચ તમે ટીવી પર બહું જજૂની એક જાહેરખબર જોઈ હશે. વૃધ્ધ પતિ-પત્નીને વેલેન્ટાઈન-ડેની શુભેચ્છા આપે છે પત્ની કહે છે : ’આ ઉંમરે શું હવે વેલેન્ટાઈન-ડે’ તોય પતિ વીંટી પહેરાવે છે. પત્નીશરમાય છે. વાત તો એ જ છે કે પ્રેમની અભિવ્યક્તિને કોઈ ઉંમર જ નથી. બાકી એક વાત જોવા જેવી છે, સમજવા જેવી છે અને મારા માનવા પ્રમાણે એ સનાતન સત્ય છે.લગ્ન થાય ત્યારે બન્નેને અરસ-પરસ અદ્‌ભૂત પ્રેમ હોય છે પછી અમુક વરસે એમાં ઓટઆવે છે જે અમુક વર્ષો રહે છે. પણ પ૦-પપ વર્ષના બન્ને થાય ત્યારે પાછા નજીક આવીજાય છે. વૃધ્ધત્વમાં સાચો સહારો પતિ-પત્ની જ એક બીજાને આપી શકે. પોતાનું સુખદુઃખ એકલા બેઠા એકબીજાને કહેતા હોય. દીકરા-દીકરી એમને ઠેકાણે એમના કામમાંહોય, પણ આ વૃધ્ધ માં-બાપ જીવનની સંધ્યાએ એકબીજા સાથે હસી પણ લેતા હોયઅને કંઈક ઓછપ કે ઉણપ યાદ આવતા એકબીજાનો હાથ પકડી રોઈ લેતા હોય. (ક્યારેક આવું જોવાનો, જાણવાનો, સમજવાનો અને વિચારવાનો પ્રયત્ન કરજો) એમનીવેદના એ જ જાણે અને આ ઉંમરે પતિ-પત્ની એ જોડીનો એક સાથીદાર અડધે રસ્તે સાથછોડી જતો રહે તો બીજાની હાલત શું થાય...? એ અનુભવી શકે માત્ર એ રહી ગયેલાપતિ કે પત્ની પણ કોઈ સામે વ્યક્ત ન કરી શકે, અને આપણે તો માત્ર કલ્પના જકરવાની, સાથે એ પણ કહું કે, આવું જુવો ત્યારે તમે તમારા વિષે કલ્પના કરી લેજો,અને અત્યારે તમારી સામે જે વૃધ્ધ દંપતિ હોય એમની સાથે બે પળ ગાળી લેજો. એમનેબહું જ સારૂં લાગશે અને એક-બે વાર તમે એમને ભલે થોડી ક્ષણ પણ હૂંફ આપશો તોફરી વાર જ્યારે તમે જશો ત્યારે તમને જોઈનેજ હરખાઈ ઉઠશે. બસ, આટલું બહું થઈગયું. એમને તમારી પાસેથી કાંઈ નથી જોતું પણ જોઈએ છે માત્ર પ્રેમ. જે તમને સમયમળે તો અથવા સમય કાઢીને એમને આપજો, કાલે તમે પણ એ અવસ્થામાં હશો.

આ વાત કરી ઢળતી સાંજ કે ઢળતા સૂરજ જેવી, ઉગતો સૂરજ બધાને ગમે પણઢળતો સૂરજ...? અનેક રીતે કલ્પના કરજો. રૂંવાટા ઉભા કરી દેશે. ધ્રુજાવી દેશે. સૂરજઢળતો હોય એ સમયે નદી કે દરિયા કીનારે કે કોઈ તળાવની પાળે અથવા વૃક્ષોની વચ્ચે ઉભા રહી જો જો. સૂરજ સામે જોઈ આસપાસ નજર કરજો. વધારે લાગણીશીલ હશો તોએક સ્વજન દૂર જતું રહેતું હોય અને તમે ભારે હૈયે આવજો કહેતા હોં એવું લાગશે. એ સમય જ એવો હોય, પવન એવો હોય, શાંતિ એવી હોય, ગમગીની જેવી, ઢળતીસાંજ, દરેક ક્ષેત્રે આવી જ હોય.

જરા વિચારો, ભરબપોરે આવું થાય તો શું થાય...? આપણે આ જ વાતકરવાની છે, એક સુંદર યુગલની. તૃષા અને તુષાર આજથી દસ વર્ષ પહેલા આ યુગલેપ્રેમમાં પડ્યા પછી સાચા હૃદયે એક બીજાને એકબીજાના વેલેન્ટાઈન બનવાની દરખાસ્તમૂકી બીજા જ વેલેન્ટાઈન-ડે પર પ્રભૂતામાં પગલાં માંડ્યા હતા. તુષાર એ વખતે માંબાપ વગરનો હતો એના કાકા-કાકી પાસે જ રહેતો. એને એક માત્ર સગી બહેન હતી જે અમેરિકા હતી. તુષારના માં-બાપ બહેન નીતાને પરણાવી વિદેશ વિદાય કરી એક વર્ષપછી અમેરિકા ગયા હતા ત્યારે તુષાર માત્ર દસ વર્ષનો હતો અને તુષારના માતા-પિતાપાછા ફરતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. હવે તુષારની પરિસ્થિતિ અનાથ બાળક જેવી જ થઈ ગઈ. ના એને એની બહેન બોલાવી શકે કે ના એનું અહીંયા કોઈ છે. એટલે એણે તો કાકા-કાકી પાસે રહેવાનું હતું. જો કે કાકી અને કાકાની રખાવટ, સાચવણીમાંકોઈ જ કમી નહોતી, પણ તોય માં-બાપ એ માં-બાપ કહેવાય. તુષારનું ભણવાનું બહુંજ સરસ ચાલે દરેક ક્ષેત્રે પ્રથમ જ હોય, એને ડોક્ટર થવું હતું પણ ખર્ચાનું શું...?પિતાજીવાળું મકાન વેંચીને જે પૈસા આવ્યા હતા એ કાકાએ તુષારના નામે જ થાપણતરીકે મૂક્યા હતા એને એનું જે વ્યાજ આવે એ તુષારના ખાતામાં જ જમા થાય. જેમાંથીતુષારનો બધો ખર્ચો નીકળે. કાકાની આશા એવી હતી કે આજે નહીં તો કાલે તુષારનેએની બહેન બોલાવી જ લેશે ત્યારે આ બધા પૈસા એને કામ લાગશે. કાકા તુષારના એકપણ પૈસાને હાથ ન લગાડે. એના માટે દર મહિને ચોક્કસ રકમ એના ખાતામાંથીઉપાડીને તુષારને આપે. તુષાર એમાંથી કપડા લે, પુસ્તકો-ચોપડીઓ, ભણવાનું બધું જલે. તુષારના કારણે કાકાના બે બાળકો પણ એની સાથે ભણી આગળ વધવા માંડ્યા.તુષાર મોટો એટલે ભણાવે જ અને બાળકો ભણે. કાકા-કાકીને પણ સંતોષ થાય. આમજચાલતા બે-ત્રણ વર્ષમાં તો બધું જ સમુ ઉતર્યું અને તુષારને નીતાએ બધા જ કાગળિયાપૂરા કરી બોલાવી લીધો. તુષાર ત્યાં ભણ્યો અને નિષ્ણાંત ડોક્ટર થયો. પછી નોકરી શરૂંકરતા પહેલા એ એક વાર પોતાના વતનમાં આવ્યો. એને ખબર હતી કે પછી રજા નહીં મળે.

તુષાર કાકાને ઘેર આવ્યો. કાકા બહુંજ રાજી થયા. કાકીએ કહ્યું બેટા હવે તુંભણી રહ્યો, નોકરી કરીશ, તારૂં ક્લિનિક કરીશ, હવે પરણી જા. તો તુષાર કહે, હાકાકી ત્યાં નોકરી જ કરીશ પોતાનું ક્લિનિક ના કરાય. બહું જ મોટી હોસ્પિટલ છે ત્યાં નક્કી જ છે. પણ પહેલા થયું કે, તમારી પાસે આવું, મારી મિત્ર તૃષાને મળું. એ શું કરેછે...? તો કાકી કહે, ગયા અઠવાડિયે જ તને યાદ કરતી હતી. એને આપણે ફોન કરીયે.એ મળવા આવશે એ પણ ડોક્ટર થઈ ગઈ છે. એ ય એવું કહેતી હતી કે હું તો હમણાનોકરી જ કરીશ. આપણે એને બોલાવીયે. તૃષાને ફોન કર્યો તૃષાએ કહ્યું સરસ હું કાલેમળવા આવીશ સવારે જ. તો કાકી કહે, તારો બાળસખો આટલા વર્ષે આવ્યો છે અને તું છેક કાલે આવીશ...? તૃષા કહે એ જ યોગ્ય રહેશે. કાકી કહે સારૂં જેવી તાર મરજી.પછી ફોન મૂકી બોલ્યા હું જ નકામી છું. મને એમકે એ દોડીને હમણા જ આવશે સાંભળ્યું તુષારના કાકા...? કહે છે આજે નહીં કાલે પાછી કહે છે એ જ યોગ્ય રહેશે તો કાકા કહેએણે શું ખોટું કહ્યું...? અરે કાલે વેલેન્ટાઈન-ડે છે. એટલે યોગ્ય ના કહેવાય...? કાકીઅને તુષાર બન્ને સમજ્યા અને ખુશ થયા.બીજે દિવસે તૃષા સવારમાં આવી એક લાલ ગુલાબનું ફૂલ લઈ અને તુષારને કહ્યું કે,’વીલ યુ બી માઈ વેલેન્ટાઈન...?’ તુષાર કહે ’છું જ. તું બની જા મારી વેલેન્ટાઈન’ તોતૃષા કહે ’હું પણ છું જ તારી જ વેલેન્ટાઈન’ અને આમને આમ એક બીજાને વેલેન્ટાઈનડેના દિવસે એટલે કે છેક વર્ષ પછી બન્ને પરણી ગયા અને બધી કાર્યવાહી પતાવી, અમેરિકા પહોંચી પણ ગયા.

બન્ને ડોક્ટર, બન્ને વ્યસ્ત, જીવન બની ગયું, યંત્રવત, બન્ને એક જ ઘરમાં, એકજ છત નીચે પણ પૈસા પાછળની દોટ, ખ્યાતિની દોટ, સિધ્ધિ-પ્રસિધ્ધી અને નામનાપાછળની દોટ, અંતર વધતું ગયું. બન્ને વચ્ચે કોઈ કડવાશ નહીં, પણ મુલાકાત નહીંઅને ધીરે ધીરે સાત વર્ષના લગ્ન જીવન પછી બન્ને એકલા પડે ત્યારે એકલતા સાલવાલાગે, એમને એમ થયા કરે કે આ શું...? આ કેવું જીવન, હૃદયના રોગોનો નિષ્ણાંતહૃદયથી દુઃખી અને અનેક ગર્ભવતી મહિલાઓને પ્રસુતિ કરાવનાર પોતે જ સંતાનનેજન્મ નથી આપી શકતી આ તે શું જીંદગી...? બન્ને અનુભવે અને બન્ને કહી ના શકે.

એક દિવસ, તુષારે તૃષાને કહ્યું, ’આપણે દેશમાં જઈએ બહું વરસ થયા, ત્યાંજઈશું તો થોડો આરામ મળશે આપણે એક બીજાને મળી શકશું.’ આ વાત પણ ફોન પરથઈ. તૃષા અને તુષાર બન્ને વતનમાં આવ્યા કાકા-કાકી બહું જ રાજી થયા. એ રાતે બધાબેઠા હતા ત્યારે કાકીએ બન્નેને કહ્યું, લગ્નને આટલા વર્ષ થયા અમને દાદા-દાદી બનવાનોલ્હાવો ક્યારે મળશે...? અને બન્ને એકબીજાની સામે જોવા માંડ્યા અને આંખમાંઝળઝળીયા આવી ગયા. કાકાએ આ જોયું અને કાકીને ઈશારો કર્યો કે રહેવા દે બોલનહીં અને કાકી સમજી ગયા ને વાત વાળી લીધી.બીજા દિવસે સવારે દસ વાગ્યા તોય તુષાર-તૃષા એમના રૂમમાં જ હતા કાકી અને કાકાવિચારે દસ વાગ્યા તોય આ લોકો ઉઠ્યા નથી...? પછી વિચાર્યું હશે, હમણા ઉઠશે, તોય કાકીને થયું કે કાલે રાતે મેં સંતાનની વાત કરી તો દુઃખમાં કોઈ પગલું નહીં ભર્યું હોયને...? એમ વિચારી બારણું ખખડાવ્યું અને તુષારને બૂમ પાડી તુષાર-તૃષા બન્ને બહારઆવ્યા. ચહેરા પુર્ણ રૂપે ખીલેલા, સંતુષ્ટ અને આનંદમાં, ચહેરો જ કહેતો હતો કે ઘણાવર્ષે બે પ્રેમીઓ મળ્યા છે. કાકા બોલ્યા, આજે વેલેન્ટાઈન-ડે છે ને...? એટલે બન્નેએકબીજાને શુભેચ્છા આપતા હશે. તો તુષાર કહે, અમારા લગ્નના દિવસે વેલેન્ટાઈનડે હતો. પછી ઘણા વેલેન્ટાઈન-ડે ગયા, પણ આજે અમે મળ્યા, અને કાકા આજે અમેનક્કી કર્યું છે કે, અહીં જ રહેવું છે. એક સરસ ઘર લઈએ, અહીં જ હોસ્પિટલ કરીએ.અમે સાથે જ કામ કરશું. જીવનના ભરબપોરે એકલતા લાગે એ બહું જ આકરૂં પડે છે.ભલે જીવનમાં બધું જ હોય, પૈસો, પ્રસિધ્ધિ, નામ-કિર્તી, પણ પતિ-પત્ની પ્રેમથીએકબીજાને મળી ન શકે એવી વ્યસ્તતા અને આ બધા પાછળ દોડતા રહેવાની તરસનેકારણે પ્રેમ વગર હૃદયની તરસ ન બુજાય એનો અર્થ શું...? તમે માનશો...? આ એકરાતે અમને જીવનનું એક પાસું બતાવ્યું અને કહ્યું કે, તમે પાસુ બદલો (પડખું બદલો)બન્ને જે એકબીજાની વિરૂધ્ધ દિશામાં મોઢું કરી સુતા છો તો પડખું ફેરવી સામસામે આવીજાઓ. વ્યસ્તતા તરફથી મોઢું ફેરવી એકબીજા સામે આવી હૃદયના દ્વાર ખોલો, નહીં તોજીવનનો અર્થ શું...? એટલે હવે બહું થયું, તમે માનશો...? ત્રણ વર્ષથી તો હું બહેનનેનથી મળ્યો. અહી હોઈશ તો બહેન મળવા તો આવશે...? એને ય જીવનનો મર્મ કદાચ સમજાશે.

તુષાર-તૃષાએ ઘર લઈ લીધું. કાકાને એ સજાવવાની જવાબદારી સોંપી જતારહ્યા અને ત્યાંનું બધું જ આટોપી માત્ર કપડા લઈ, નાણાં ટ્રાન્સફર કરી આવી ગયા.અહીં મોટી હોસ્પિટલ કરી, બન્નેની સાથે જ. હાર્ટ હોસ્પિટલ અને મેટરનીટી. નામ તોહતું જ વધું થયું, જામી ગયું, છતાં હવે તો રોજ સવાર-બપોર-સાંજ-રાત બન્ને સાથે જજોવા મળે. સવારે ઘેરથી નાસ્તો કરી નીકળે, બપોરે સાથે જમે, આરામ કરે, સાંજેપાછા આવે, રાત્રે ઘેર જાય અને સતત પ્રેમથી સાથે, બધા સગા-મિત્રોને મળે, ફરવાજાય અને હવે જ લાગે કે જીવન જીવવા જેવું જ છે. પ્રેમની અભિવ્યક્તિ નથી તો કાંઈ જનથી. બે વર્ષમાં તો કાકીની તમન્ના પૂરી થઈ. એ દાદી બન્યા. તુષાર-તૃષાને ત્યાં પારણુંબંધાયું. ઘરમાં પ્રેમના ઉદ્યાનમાં એક ફૂલ ખીલ્યું.

વ્યસ્તતામાંથી બહાર આવો, તમને પ્રેમ એકબીજા માટે હોય જ, પણ એનીઅભિવ્યક્તિ કરો, જીવનને માણો, ભૌતિક સુખ પાછળ દોડવાનું ઓછું કરી, પ્રેમનાસુખને માણો અને જાણો તો જ સાચા અર્થમાં બનશો એકબીજાના વેલેન્ટાઈન...