હૂંફ Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હૂંફ

હૂંફ

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


હૂંફ

જીવનની ઘટમાળ કેવી ગજબ છે...? ઘણી વખત કોઈ પરિસ્થિતિ અમુકલોકોને જ નડે. એક વર્ગને એ પરિસ્થિતિમાં બહું જ અસહ્ય લાગણી હોય તો અમુકનેકોઈ જ અસર ન હોય. જામનગરમાં હોય તો અમદાવાદમાં ન હોય, ગુજરાતમાં હોય તોદેશમાં ન હોય અને જો આપણા દેશમાં અમૂક પરિસ્થિતિ હોય તો વિશ્વમાં ન હોય...પણ, આ મંદીનું મોજુ, આખા વિશ્વમાં છે. નાના માણસથી મોટામાં મોટા વ્યવસાયી કેનાના દુકાનદારથી માંડી આ મંદી, ઘણાની નોકરીઓ ગઈ છે. તો નાના માણસોને મજૂરી કરે તો પૈસા મળે એવા લોકોને પણ તકલીફ છે. જેમ હીરા ઉદ્યોગ છે એમજ.આપણા દેશમાં તૈયાર થતો માલ વિદેશમાં જઈ ત્યાંની બાજુનું લેબલ લાગે. એવા ધંધામાંપણ મોટી તકલીફ છે. વિશ્વમાંથી માલનો ઓર્ડર નથી આવતો એટલે માલ ન બને અનેમાલ ન બને તો માલિક એ કારીગરોને શું કામ રાખે અને શું કામખર્ચનો બોજ વધારે...એટલે જ ઘણા કસબીઓ ઘેર બેઠા છે અને આપણે જાણીયે છીએ કે ઘણાએ ભીખમાગવા કરતા મોતને ભેટવાનું પસંદ કર્યું છે. ઘણા તો પરિવાર સાથે આત્મહત્યા કરીમોતને ભેટ્યા છે, તો કેટલાક પરિવારના મોભી વગર નિરાધાર થઈ ગયા છે. પતિ ગયોહોય તો પત્ની, અને જો પતિ-પત્ની બન્નેએ આત્મહત્યા કરી હોય તો બાળકો નિરાધારથઈ જાય. આંખોમાં આંસુ સુકાઈ જાય અને હૃદય અનરાધાર રડતું હોય, માણસ ક્યાંજાય...? શું કરે...? ઉપરા ઉપરી આત્મહત્યાના કિસ્સાથી આપણું મન વ્યથિત થઈજાય છે ત્યારે જે સહન કરતા હશે એનું શું થતું હશે...?એક એવા વ્યક્તિની વાત કરીએ કે જે વર્ષો પહેલા મંદીનો નહીં પણ ગરીબી અનેમાંદગીને કારણે સંજોગોનો શિકાર બન્યા હતા અને આજે ફરી એ જ પરિસ્થિતિ છે. સંજોગો વંટોળની જેમ ઘૂમરાતા જ રહે છે. આ તો એ વંટોળમાં જે સપડાય એ હેરાનથાય. અત્યારે જે વંટોળ મંદીનો છે એ તો હિરકેન છે પણ એક જમાનામાં એટલે કેલગભગ રપ વર્ષ પહેલાની ઘટના અસહ્ય હતી... વાંચો...

સુધીર, સાંજના સમયે અંધારામાં બેઠો હતો, ઘરમાં કોઈ નહોતું. એની આંખોમાંઆંસુ હતા અને એ જ વખતે સુધીરની બહેન સંધ્યા જે એના કરતા માત્ર બે જ વર્ષ નાનીહતી એ આવી એને પહેલા તો થયું કે, ભાઈ ક્યાંય બહાર ગયો હશે...? આમ ઘરખુલ્લું રાખીને...? એણે લાઈટ કરી તો સામે ખુરશીમાં જ ભાઈ આંખ બંધ કરી બેઠો હતો. સંધ્યાને એમકે આરામ ખુરશીમાં બેઠો છે એટલે ડોલતા ડોલતા ઊંઘી ગયો હશે.પણ નજીક જઈ જોયું તો એની આંખમાંથી આંસુ વહેતા હતા. સંધ્યાની આંખમાં પણઆંસુ આવી ગયા, અને હળવે રહી ભાઈ સુધીરના માથે હાથ ફેરવ્યો અને સુધીરે આંખખોલી... એટલે સંધ્યા બોલી કેમ દુઃખી થાય છે ભાઈ, હમણા તારી ફેક્ટરીમાં કામ નથીએટલે ખર્ચાની બચત માટે જ શેઠે બધાને ઘેર બેસવા કહ્યું છે. કોઈની નોકરી તો નથીગઈ, આ તો તમે લોકો કોઈ નોકરીએ ન જાવ એટલે કંપનીની વિજળીથી માંડી કેટલીબધી બચત થાય અને તમારા શેઠ તમને બધાને ઘેર બેઠા અડધો પગાર તો આપે જ છે.આવા શેઠ કેટલા...? તો સુધીર કહે ના બહેન હું એ નથી વિચારતો, પણ બહેન,અત્યારે જે આત્મહત્યા પારિવારિક થાય છે એનું વિચારૂં છું. આ તો આપણે ચારએકબીજાની હુંફથી મોટા થઈ ગયા, બાકી આપણું શું થાત...? એ વખતે આપણા માંબાપ, આપણને સાથે જ ઘરમાં લઈ સળગી ગયા હોત તો કેટલું સારૂં થાત...? મેં હમણાજ બે દિવસ પહેલા વાંચેલું કે માં-બાપે પોતાની બાળકીને લઈ આત્મહત્યા કરી અને માંબાપ સ્થળ પર જ ગુજરી ગયા છે અને બાળકીને બચાવી લેવામાં આવી છે. ડોક્ટરોએબાળકીને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધી છે, બહેન, ઈ એકલી દીકરીનું ભવિષ્ય શું...?મને તો આપણું બાળપણ દેખાય છે.

સુધીરની વાત સાચી છે, સુધીર-સંધ્યા-સપના અને શૈલી... આ ચાર ભાંડરડા,સુધીર સૌથી મોટો ભાઈ પછી ત્રણ અનુક્રમે નાની બહેનો, સંધ્યા, સપના અને શૈલીઅને આ ચારેય વચ્ચે બે-બે વર્ષનો જ ફરક. સુધીર ૧૦ વર્ષનો હતો ત્યારે સ્વાભાવિક સંધ્યા-૮, સપના ૬ અને શૈલી ૪ વર્ષની હોય જ. આ સમયે એના માતા-પિતાએપૈસાની તકલીફ ગરીબી, અને આ બાળકોને શું ખવડાવશું આજે, એ મુંઝવણમાંઆત્મહત્યા કરી, વાત એવી હતી કે, આ બાળકોના પિતા મીલમાં મજૂર હતા.અકસ્માતમાં અપંગ થઈ ગયા. મીલે અમૂક પૈસા આપ્યા. પછી તો મીલો બંધ થવામાંડી. ઘણાએ પાનના ગલ્લા કર્યા, કોઈ રીક્ષા ચલાવવા માંડ્યા, પણ આ અપંગ શુંકરે...? સામાજિક પરિસ્થિતિમાં ભીખ મગાય નહીં, પત્નીથી કોઈના ઘરકામ કરાયનહીં, પૈસા ખૂટી ગયા, અને આ પગલું ભર્યું. ચાલીમાં ઘર હતું. એ એક બપોરે ભડભડસળગ્યું. બાળકો સ્કૂલે હતા. આસપાસ પડોશીઓએ બહુ પ્રયત્નો કર્યા પણ પતિ-પત્નીબન્ને ચૂલામાં બટેટુ બફાય એમ બફાઈને ભડથું થઈ ગયા. બાળકો સ્કૂલેથી આવ્યા.એમને ખબર પડી એટલે એક બીજાને વળગી આક્રંદ કરવા માંડ્યા, બહેનો ભાઈનેવળગી ભાઈ-ભાઈ કરે અને ભાઈ બહેનને માથે હાથ ફેરવી કહે, બહેન આ શું થયું...?અને આ પરિસ્થિતિ જોઈ ચાલીના બધા રહીશો હિબકે ચડ્યા, બન્ને મૃતદેહોને નામપૂરતો અગ્નિદાહ કરવાનો હતો, એ સાંજે પાડોશીઓએ બાળકોને રાખ્યા, જમાડ્યા, સૂવડાવ્યા, આ લોકોનું ઘર તો બળીને ખાખ થઈ ગયું હતું. એ વખતના શેઠીયાઓનેપણ ધન્ય કહેવાય. એ ચાલીના માલિક પણ મીલના જ માલિક, આમ તો એ બધા પાસેમહિનાનું ૧પ રૂપિયા જ ભાડું લેતા, લાઈટબીલ અને ટેક્ષ રહેનારે ભરવાના હતા અને ખાલી તો કરાય જ નહીં. એ શેઠે આ આખું ઘર (આગળ એક રૂમ, પાછળ રસોડુ અનેએની પાછળ ચોકડી) રીપેર કરાવી આ બાળકોને જ કહ્યું તમે આમાં જ રહો, અનેઘરવખરી લાવી આપી. આડોશી પાડોશીએ થોડા જુના વાસણો, સ્ટવ વગેરે આપ્યું,અને બધાએ ભેગા થઈ મહિનાનું અનાજ ભરી આપ્યું. ટૂંકમાં, આસપાસના બધાપડોશીઓએ, ગજબની હૂંફ આપી.

સુધીરે નક્કી કર્યું કે, મારે ભણવું નથી, બહેનોને ભણાવું હું આખો દિવસ કામકરીશ, અને એણે ત્રણેય બહેનોને એક સાંજે કહ્યું કે, તમે ત્રણેય ભણવાનું ચાલુ રાખજો.તમે ભણશો તો સારા ઘેર જશો, હું તો છોકરો છું. મારી ચિંતા નહીં. તો બહેનો રડતારડતા કહે શું કામ ચિંતા નહીં તું અમારો ભાઈ છે. અમને બહેનોને ચિંતા તારી થાયને...? તું એવું નહીં બોલ, તો સુધીર કહે કે બહેનો, આપણને આ બધાએ એક મહિનાનાઅનાજ ભરી આપ્યા છે. ભણવાની ફી તમારી તો ભરવાની નથી, હું કાલથી જ કામકરવા માંડુ તો રોજરોજ પૈસા આવે અને મહિનામાં ભેગા થાય. આપણે આવતા મહિનાથીચિંતા જ નહીં તો બહેનો કહે પણ તને કામ આપશે કોણ...? તો સુધીર કહે, જાતે જ મનેભીખાકાકાએ સરસ રસ્તો બતાડ્યો છે અને પૈસા પણ આપ્યા છે અને મેં કીધું છે કે આ હુંતમારી પાસેથી ઉછીના લઉં છું. કમાઈને ઘરનો ખર્ચો કાઢતા કાઢતા બચત કરી એક-બેમહિનામાં પાછા આપી દઈશ અને એ રાજી થયા. જો બહેનો આ મારી પાલીસની અનેક્રિમની ડબ્બી, આ બે બ્રશ અને આ બે કપડા, બૂટ, પાલીસ કરીશ. બે-બે રૂપિયાકમાતા સાંજ સુધીમાં ઘણી પાલીસ કરીશ. સવારે આપણે જમી બહાર નીકળશું તમેભણવા જાજો હું કામે... સાંજે ૬ વાગે પાછા આવશુ બધા ઘરમાં, અને કામ શરૂં થયું.સુધીર નાહી-ધોઈ ચોખ્ખા લુગડા પહેરી નિકળેલો અને બોલવામાં બહું જ વિવેકી અનેસરળ. ચાલતો ચાલતો કંપનીઓની ઓફિસો, કોમ્પ્લેક્ષ, બજાર વગેરે જગ્યાઓએ ફરતોજાય એમકરતા એણે પહેલા દિવસે ર૦ જણાને પાલીસ કરી ચાલીસ રૂપિયા લાવ્યો અનેસંધ્યાને કીધું લે બેન સાચવીને મૂકી દે. તો બહેન કહે કે ભાઈ થોડા પૈસા તું ખિસ્સામાં તોરાખ, તો સુધીર કહે જો બહેન હું જમીને નિકળું, ચાલતો ફરું, ચા વગેરે કાંઈ પીતો નથીકોઈ વ્યસન રાખવું નથી અને ખર્ચો શું...? મને...? પછી એવું લાગશે તો ફરતો ફરતોદૂર હોઈશ તો છેલ્લે બસમાં બેસી જાઈશ. બસના ભાડા જેટલા તો પાલીસ હું કરી જનાંખીશ. માણસને માણસની માત્ર હૂંફ હોય તો શું નથી થતું. સુધીરની રોજની આવકવધવા માંડી, પાલીસની ડબ્બીઓ, ક્રિમનો ખર્ચો તો ચાર દિવસે થાય પણ કેટલો...? અને સુધીર પાલીસ સરસ કરે એટલે થોડો વખત પછી તો એક થિયેટરની બહાર બેસવામાંડ્યો અને પછી પાલીસના પાંચ અને પછી દસ રૂપિયા લેવા માંડ્યો અને ઘર સરસચાલવા માંડ્યું. સંધ્યા બહેનોમાં મોટી, અને ભાઈથી નાની પણ બચતમાં પાકી. ભણતીગઈ બહેનોને ભણાવતી ગઈ અને સરસ જામી ગયું. આજુબાજુવાળા પણ વિચારવાલાગ્યા કે ધન્ય છે આ ભાઈ-બહેનોને. એકબીજાની હૂંફે પ્રગતિ કરી, બધાએ મદદ કરી,અરે કરિયાણાવાળા પણ ઉધાર આપતા એટલે રોટલે ખોટ નહીં. ઓટલો તો હતો જઅને આમ સુધીર પાલીસ કરે, જુતા સાંધી આપે, અરે ચપ્પલ બનાવી આપે, સરસબનાવે, આ જોઈ એક પગરખા બનાવતી કંપનીના શેઠે સુધીરેને સારામાં સારા પગારથીનોકરીએ રાખ્યો. હવે પાલીસની થેલી, અને એ લાકડાની પેટી સાચવીને મૂકી દીધી અનેરોજ સવારે તૈયાર થઈ નોકરીએ જવા માંડ્યો. બહેનો બહું રાજી થઈ કે અમારો ભાઈપાલીસમાંથી સાહેબ થયો. સંધ્યા બીએડ સુધી ભણી સ્કૂલમાં નોકરી લીધી. પછી બેયનાની બહેનોને પરણાવી, પોતાની વાત આવી ત્યારે સુધીરને કહ્યું, તું એકલો પડી જાઈશ, ઘરમાં ભાભી લાવી પછી હું જાઈશ. હું પણ જતી રહું તો તને હૂંફ કોની...?

આજે આ મંદીના ચક્કરમાં સુધીર ઘેર હતો, બહેન સ્કૂલેથી આવી અને સુધીરસાથે વાત કરતી હતી. સંધ્યા બોલી આપણું નસીબ આપણી સાથે હતું, આપણી મહેનતહતી અને સૌથી અગત્યનું તો આપણને એકબીજાની અને આપણને ચારેયને પાડોશીઓનીગજબની હૂંફ હતી. એમજ આ બાળકીને હૂંફ મળશે તો આગળ વધશે. આ પરિસ્થિતિમાંસૌએ સમજવું જોઈએ કે અસરપરસ ટેકો આપો, હૂંફ આપો, એકબીજાથી ભાગતા નફરો, કાલે સૌ સારાવાના થશે, ચાલ ભાઈ આપણે જમી લઈશું...? શાકભાજી લાવીછું, રોટલા બે બનાવી નાખું છું. આપણા શાંતામાસીને ત્યાં શાકભાજી લાવવાના પૈસા જ નહોતા એટલે એમને અઠવાડિયાનું શાક આપતી આવી. આપણા નાનપણમાં ઈ જબધા પડખે હતા ને... એટલું બોલતા સંધ્યાની આંખ ભરાઈ આવી અને સુધીર પણઢીલો થઈ ગયો. બન્ને ભાઈ-બહેન, એક બીજાની આંખ લૂછી રસોઈ બનાવવા બેઠા.

વાત તો સાચી જ છે, પૈસા તો હશે, નહીં હોય કે ઓછા હશે તો ચાલશે, જોઅરસપરસ આ વિષમ પરિસ્થિતિમાં હૂંફ હશે તો, તકલીફ નહીં લાગે.