બેટી બચાવો Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેટી બચાવો

બેટી બચાવો

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


બેટી બચાવો

ઘરનું કામકાજ પતાવી હાશ અનુભવી નીશા શિયાળાની ઠંડકમાં હુંફાળો તડકોખાવા બાલ્કનીમાં આવી, નીશા સવારે પાંચ વાગે ઉઠે અને દીકરાને સ્કૂલે જવાનીબધીજ વ્યવસ્થામાં લાગી જાય. દીકરો સાત વાગે સ્કૂલે જતો રહે ત્યાં પતિદેવ ઉઠે એટલેએમના માટે ચ્હા-નાસ્તો બધી જ વ્યવસ્થા કરે પછી, સાફસૂફી કરી રસોઈની બધીતૈયારી કરે પતિદેવ ચ્હા પીતા હોય ત્યારે એ બેઠી બેઠી શાક સમારે ત્યાં વચ્ચે પતિદેવ પૂછે મારૂં ગરમ પાણી મુક્યું છે...? તો હું નાહી લઉં. નીશાને જાણે આ સવાલ આવશેએ ખબર જ હોય એ રીતે એણે તૈયારી રાખેલી જ હોય. એટલે તરત કહે કે હા, પાણી ગરમ મુકેલું જ છે કહો તો આપું નહીં તો લઈ લો. આ વાર્તાલાપની ફળશ્રુતિ રૂપે નીશાશાક સમારતી ઊભી થાય અને ગરમ પાણી બાથરૂમમાં મૂકી આવે કપડા-ટુવાલ બધું જગોઠવી આપે ત્યારે સાહેબ ન્હાવા જાય અને નીશા પાછી શાક સમારવા બેસે, પતિદેવનાહી લે ત્યાં સુધીમાં નીશા શાક સમારી લે અને પોતાની ન્હાવાની તૈયારી કરે ત્યાંપતિદેવ એમનું બધું તૈયાર થવાનું વગેરે પતાવે, નીશા નાહીને રસોઈમાં લાગી જાય,પતિદેવને જમવાનું આપે અને આ બધી પ્રવૃત્તિમાંથી નીશા પાર પડે ત્યારે અગિયારવાગે પતિદેવ જાય પછી તો કપડા ધુવે, કચરા કાઢે ત્યારે બાર વાગે, અને એ વખતેનીશાને હાશ અનુભવવાનો અડધો કલાક મળે. કારણ કે સવારે સ્કૂલે ગયેલો દીકરોસાડા બાર પછી પાછો આવે એ ભૂખ-ભૂખ કરતો આવે એને કપડા બદલાવી જમાડવાનો હોય, એ જમીને પોતાનું લેશન કરે અને પછી ર વાગે ટ્યુશનમાં જાય તે છેક સાંજે પાંચવાગે આવે. બસ, નીશાને બેથી પાંચ અદ્‌ભુત નિરાંત હોય અને ઊંઘી જ જાય, સ્વાભાવિકછે પાંચ વાગ્યાની એ ઊઠી હોય, એ થાક આ જ સમયે ઉતારે, આ તો નીશાની વાત કરીબાકી લગભગ સ્ત્રીઓની પરિસ્થિતિ આ જ હોય છે. ભલે નોકરી કરતી હોય કે માત્ર ગૃહિણી હોય.

નીશા બાલ્કનીમાં આવી અને બાલ્કનીની ખુરશીમાં છાપુ પડેલું તે લઈ બેઠીએણે એક તરફ વાંચ્યું, દીકરી પર સગા બાપે બળાત્કાર કર્યો, અને બીજી તરફ સમાચારહતા બેટી બચાવો અભિયાન. નીશા બન્ને વસ્તુ વાંચતી રહી અને આંખમાં ઝળઝળિયાઆવી ગયા, એને થયું કે કેટલો વિરોધાભાસ છે...? બરાબર છે વાત ’બેટી બચાવો’કારણ છેલ્લા ઘણા સમયથી દીકરી છે એમ ખબર પડે એટલે ગર્ભપાત જ કરાવી નખાય.

એટલે જ તો ગર્ભપાતને ગુનો ગણાવામાં આવે છે. આ ઉપરાંત વિશેષ તો દીકરો છે કેદીકરી એની તપાસ તો અસહ્ય ગંભીર ગુનો બને છે, અને આ સજાને પાત્ર છે. સરકારેદીકરીઓ માટે ઘણી જ સુવિધાઓ આપી છે. જન્મથી જ અનેક લાભ, શિક્ષણથી નોકરીઅને ઘણું બધું પણ બીજા ઘણા એવા છે જે જોવામાં જ નથી આવતા. નીશા આ જવિચાર કરતી હતી કે ભલે હું એક ગૃહિણી છું તોય સવારથી અત્યાર સુધીમાં લોથ થઈજાઉં છું. પણ સમય સાથે બાથ ભીડવા, મોંઘવારીને પહોંચી વળવા જે સ્ત્રીઓ નોકરીકરતી હોય એમની હાલત તો એથી પણ વિશેષ બદતર હોય છે. સવારથી કામે લાગીજાય, જો ઓછો પગાર હોય ને નોકર રાખે તો બચે શું...? નોકરીએ આવવા-જવાનો ખર્ચ, ત્યાં નાનો ખર્ચ, નોકરનો પગાર, પછી રહે શું...? એના માટે વેઠ...? એટલેનોકર રાખે જ નહીં. બધું પતાવી સમયસર ઓફિસે પહોંચી જવાનું અને સાંજે આવીરસોઈ તો કરવાની જ, અને રાત્રે બધું જ પતાવી સુવાનું.

આ વાત થઈ આપણા સમાજની, મધ્યમવર્ગની અને જરા વિચારો જે મજૂરવર્ગ છે અથવા જે રોજ કમાઈ રોજ ખાય છે એ પરિવારમાં દીકરીનું શું...? બીચારી,મજબૂરી, લાલચ અને બળાત્કાર, એ કન્યાની ઈચ્છા ન હોય અને મજબુરીનો લાભ લઈએની સાથે શરીરસંબંધ બાંધો એને બળાત્કાર જ કહેવાય અને ઘણા કિસ્સામાં આવું રોજથતું હોય છે. સામે ચાલીને શરીર વેંચે, એ જુદી વાત છે પણ એ કરતા પહેલા પ્રથમવખત જે થયું હશે એ બળાત્કાર જ હશે. જે મજબૂરીથી ઈચ્છા ન હોવા છતાં સમર્પણ કર્યુંહશે. કોઈ આરો જ ન હોય એવા સમયે, આમાં બેટીનું શું...? નીશા આ જ વિચારકરતી હતી એ સાથે એમ થતું હતું કે, આને બાદ કરો તો આપણું શું...? દીકરી જન્મીત્યારથી ભલે લાડ હોય પણ કહ્યામાં રહેવાનું, મોટી થાય એટલે સૂર્યાસ્ત પહેલા ઘરમાં આવી જવાનું, સ્કૂલ-કોલેજ સિવાય આડુઅવળું જવાનું નહીં અને જવાનું હોય તો કહીનેજવાનું, એમાંય જો દીકરી કોઈ યુવક સાથે ઊભી હોય, ચાલતી હોય, મુસાફરી કરતીહોય કે એના વાહન પર બેઠી હોય ત્યારે દીકરીના ભાઈએ જોયું તો ખલાસ, પોતે જાણેદૂધે ધોયેલા હોય એમ બહેનનો ઉધડો લેશે, ’ક્યાં ગઈ હતી...? કોણ હતો એ...? શુંસંબંધ છે, એનું સરનામું આપ, એને જોઈ લઈશ.’ વગેરે વગેરે... આપણને થાય, અરેકોડા, તેં કોઈ દિ કોઈ છોકરી સાથે રોડ વચ્ચે ઊભા રહી વાત નથી કરી...? વાહનમાંબેસાડી નથી...? ન તક મળી હોય તો ઈચ્છા તો થઈ જ હશે પણ લાભ નહીં મળ્યોહોય, અને એથી વિશેષ સ્કુટર પર જતાં સારી છોકરી હોય તો બે ગાઉ સુધી ડોકી તાણીપાછળ વળી જોયું નથી...? હાલી જ મળે છે. એટલે વાત એમ છે કે દીકરીએ સીધીલીટીએ જવાનું અને આવવાનું, અને માં-બાપને પૂછો તો એમ કહેશે ઈ તો પારકીથાપણ છે. સાસરે વળાવવાની છે. કોઈ જાતનો બટ્ટો ન લાગવો જોઈએ, આપણને એમ થાય કે તમે એને સંસ્કાર તો આપ્યા હશેને...? એ સંસ્કાર ત્યાં દીપી ઉઠશે, આ લાખરોકટોક કે પાબંદી લગાવશો તેથી શું...? અને માનો કે સાસરૂ મળી ગયું, દીકરીનેવળાવી, તો દીકરીનું, સાસરામાં શું...? પિયરમાં ભાઈનું માનવાનું, માં-બાપનુંમાનવાનું, માં-બાપ કહે એમ જ કરવાનું અને સાસરે જાય તો ત્યાં જમેલો પતિદેવ કહેએમ કરવાનું, સાસુ-સસરા કહે એમ કરવાનું, (જો હોય અને જો સાથે રહેતા હોય તો),નોકરી કરવાની હોય તો પતિદેવ કહે તો જ અને નોકરી કરે તો પતિદેવ કહેશે, ઘરનું બધુંજ જોવાનું, મારા માં-બાપનો ખ્યાલ રાખવાનો, જમવાનું સમયસર બનાવવાનું, અનેએ બધું ન થઈ શકતું હોય તો નોકરી કરવાની જરૂર નથી, ઘેર બેસો, પરસ્પરની સમજુતીથીરહેતા પતિ-પત્ની, વહુ-સાસુ-સસરા, વહુ-દિયર-ભોજાઈ, છે પણ બહું ઓછા, પત્નીનેભાભીને વહુને તકલીફ ન પડે એવો ખ્યાલ ઘણા પરિવારમાં રખાય છે અને એનોઆપણને આનંદ છે જ. પણ એની ટકાવારી બહું જ ઓછી છે. આપણે એની વાત કરતાજ નથી પણ જે બહું વિશાળ વર્ગ છે, એની વાત છે. ’સ્ત્રીએ બધાનું માનવાનું જ,બધાની મરજીનું કરવાનું જ, ક્યાંય જવું હોય તો પુછીને જ જવાનું.’ આ બધું શા માટે...?અરે હમણા આપણે કોઈ સિરિયલમાં જોઈએ છે બાળવિવાહની વાત, મોટા દીકરાનાપોતાની દીકરી જેવડી છોકરી સાથે લગ્ન કર્યા કેમ...? તો કહે વારસદાર માટે અનેનાની દીકરીને પરણાવી પણ વળવાવવી નથી, કેમ...? તો કહે નાની છે છોકરાવાળાધ્યાન ન રાખે અને પોતાના ઘરમાં નાના દીકરા માટે વહુ લઈ આવ્યા એ ચાલે, પણવહુએ દાબમાંજ રહેવાનું, સાસુ નહી વડ સાસુ કહે એમજ કરવાનું, ગમે તેટલા હોંશિયારહોય તો ય ભણવાનું નહીં. આ બધું હકીકતમાં ચાલે જ છે રાજસ્થાનમાં બાળવિવાહગુનો છે તોય થાય છે.

સ્ત્રીના શરીરની રચના જ એવી છે કે, ભલે બાઈક ચલાવે, કરાટે શીખે પણપુરુષોનો શારીરિક સામનો અમુક હદ સુધી જ કરી શકશે. પરણે એટલે લગભગ સામાજિકઢાંચામાં બંધાઈ જવું પડે, ભલે પોતાની જાતને ફોરવર્ડ કહેતા હોય પણ વહુ એટલે વહુ.એણે આમ કરવાનું, નહીં કરવાનું એ તો છે જ. બહાર દંભ કરતા હોય અમારે એવું કંઈછે જ નહીં, અમારી વહુ એ દીકરી છે, પણ સાચી વાત એ છે કે, સાસુ કોઈ દિવસ માંબની શકવાની નથી જ. ચાલો સાસુ પોતાની દીકરીને સવારે ઉઠાડવા જાય અને વહુનેઉઠાડવા જાય ત્યાં જ ફરક હોય અહી વર્ણવાય નહીં. દીકરી માં પાસે કંઈ માંગણી કરે અને સાસુ પાસે કરે ત્યાં જ ફરક હોય, એટલે વાત ખોટી.આપણે વાત છે એક જ ’બેટી બચાવો’ આ અભિયાન છે. એ અભિયાનને સલામ છે પણપછી શું...? બેટીની સુરક્ષાનું શું...? આવી છે...? એના માન-સન્માન, એની ઈચ્છાઓ,આકાંક્ષાઓ, ગમા, અણગમા, હુકમ પાલન એ બધાનું શું...? છોકરી ગમે તેટલું સારૂં ભણી સાસરે નોકરી પણ સારી પોસ્ટ પર કરે પણ પતિ કે સાસુ કહી દે કે, સાંજે વહેલી આવી જજે. આ કામ છે કે, અહીં જવાનું છે કે ઘેર મહેમાન આવવાના છે અને એણેઆવી જવાનું. ઓફિસમાં બોસને સમજાવવાના, કારણ એ પુરુષ છે, અને એણે એમતોકહેવાય જ નહીં, કે હું થાકી ગઈ છું. એ સ્ત્રી છે. સ્ત્રીએ શાકભાજી લાવવાના જ અનેપતિને લાવવા હોય તો જ લાવે. આ ગમે તેટલા ફોરવર્ડ હોય એની ધાક છે. આપણે ૧૦થી ૧પ ટકા પરિવાર કે જેમાં આવું નહીં બનતું હોય, એને બાદ કરીને ૮પ ટકા પરિવારોનીવાત કરીએ છીએ, હા, કોઈ કહેશે કે અમારે તો એવું નથી, કદાચ કહેવા ખાતર દંભમાંઅને સાચા હોય તો એ પંદર ટકામાં.

મૂળ વાત એ જ છે કે, માત્ર દીકરીને બચાવવાના અભિયાનથી વાત પતીજતી નથી. દીકરી જન્મીને સાસરે શાંતિથી જીવે ત્યાં સુધી દરેક તબક્કે સુરક્ષા, શાંતિ,હક્ક, ગમા, અણગમા, જોર-જુલમ બધાનો ખ્યાલ રાખવો જોઈએ. હમણા જ આપણેસાંભળેલું કે કરિયાવર માટે વહુ પર ત્રાસની ફરિયાદ થઈ હતી. આ બધું થાય જ છે. આબધાનો ખ્યાલ કરો તો કંઈક વાત બને, અને ગૌરવથી કહી શકીયે કે ’બેટી બચાવો’સાર્થક છે. બાકી માં-બાપને માટે દીકરી ધન છે, સાજે-માંદે તકલીફમાં દીકરી પહેલાઆવશે, એની આંખમાં આંસુ વહેલા આવશે. માં-બાપની નાની ઠેસ પણ દીકરી સહનનહીં કરે તો પછી દીકરીને ઠેસ કેમ પહોંચે...? જરા વિચારો.આ કથા બીજ માટે આભાર નમી દલાલ સુરતના લેખિકાનો.