માવતર એ માવતરો Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માવતર એ માવતરો

“સંવેદના”

વાત સૌની......

સંવેદનાથી જાગ્યા સૂર જીંદગીના

એ સૂરથી રચાયા સંગીત આત્માના

આત્મિય સંગીતથી ગુંજ્યા તાલ સંબંધોના

સંબંધોના તાલથી બન્યા ગીત લાગણીઓના

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


માવતર એ માવતરો

’વાહ’

વંદના આજે સવારથી ટેન્શનમાં હતી. મિહિરને રાડ પાડી ઉઠાડવાના પ્રયત્નોકરતી હતી. જ્યારે મિહિર તો ક્યારનો ઉઠી ગયેલો અને બાથરૂમમાં હતો. વંદનાએબેડરૂમની લાઈટ કરી અને ગોદડું ખસેડ્યું તો ગોદડામાં તો કોઈ નહીં. એ ફરી ત્રાટકી’કોણ જાણે સવારના પહોરમાં આ શું થાય છે...?’ એનો આ રઘવાટ ચાલતો હતો ત્યાંજ બાથરૂમનું બારણું ખોલી મિહિર બહાર આવ્યો. એની આદત પ્રમાણે એ ચૂપચાપકપડા પહેરવા માંડ્યો પછી પૂજાના રૂમમાં જઈ પૂજા કરવા બેસી ગયો. પછી વંદનાનેખ્યાલ આવ્યો કે મિહિર તો મારા કરતા પણ વહેલો ઉઠ્યો છે કારણ કે મિહિર કોઈ દિવસચ્હા પીધા વગર કોઈ કામ કરે નહીં. એ નિયમિત રીતે સવારે બ્રશ કરી ચા પીએ પછીસીધો જ બાથરૂમમાં ઘૂસી જાય અને દાઢી, સંડાસ, નહાવાનું પતાવી બહાર નીકળીપૂજાના રૂમમાં જતો રહે, પછી તૈયાર થાય. તો આ હિસાબે મિહિરે ચ્હા પીધી જ નથી...?હવે તો નાસ્તાનો ટાઈમ થયો, હે ભગવાન, ચાલો ચ્હા-નાસ્તો બનાવો વંદનાદેવી.એમ બોલી રસોડાના પ્લેટફોર્મ પાસે ગઈ. તો જોયું કે ચ્હાની કિટલી ભરેલી હતી. ચ્હાપીને કપ-રકાબી ધોયેલા પડ્યા હતાં અને ગેસના ચૂલા પર એક કડાઈમાં કંઈક ઢાંકેલુંપડ્યું હતું. ખોલીને જોયું તો મસ્ત ગરમ-ગરમ કાંદા પૌંવા બનાવેલા પડ્યા હતાં. વંદનાનેથયું મેં ખોટી રાડો પાડી મિહિર તો કેટલો વહેલો ઉઠ્યો. પ્લેટફોર્મ સાફ છે, કાંદા સમારીકચરો પણ બાસ્કેટમાં છે. દાડમ તો કાલે રાતે જ એ સમારતો હતો. મને તકલીફ આપ્યાવગર એણે પૌંવા બનાવી, ચ્હા પી કીટલી ભરી બાથરૂમમાં જતો રહ્યો. આ હિસાબેએનો બાથરૂમનો અડધો કલાક ગણો તો કલાક પહેલા ઉઠ્યો હશે. ભગવાન માફ કરજો મેં આ શાંત માણસ પર ખોટી રાડો પાડી એમ કહી, પોતાનો ચ્હાનો કપ ભર્યો પછીશાકની છાબડી લેવા ગઈ એમ વિચાર્યું કે ચ્હા પીતા શાક સમારી રાખું. તો ત્યાં એક લોયુંઢાકેલું પડ્યું હતું. એમાં વાલોળ-રીંગણા સમારેલા હતાં. વંદના તો તાજુબ થઈ ગઈ.એને થયું, આ મિહિર રીંગણા જોઈ રાડો પાડે એ પોતે રીંગણા લાવ્યો અને વાલોળરીંગણા સમારી પણ નાંખ્યા. આજે શું થાય છે...? એના પિતાજી એટલે કે મારા સસરાઆવવાના છ. એ પણ અમારે ઘેર પહેલીવાર, દીકરો કેટલી તૈયારી કરે છે, ઓ મિહિર,તું કેમ આટલો સરસ છે, સરળ છે. છતાં તેં આવેશમાં મા-બાપનું ઘર છોડી નીકળીપડ્યો અને આજે આટલા વર્ષોના અબોલા જાણે તૂટવાના છે. આ મારો મિહિર, ઉત્સાહમાં છે કે ચિંતામાં સમજાતું નથી. એમ વિચારતી આંખમાં હળવા ઝળઝળિયા સાથે ચ્હાપીવા બેસી ગઈ. એ મિહિરનો ચહેરો જ જોયા કરતી હતી અને વિચારતી હતી કે આણેશું જોઈ એ વખતે લગ્નના એક જ મહિનામાં ઘર છોડ્યું. મને લઈ ફટાફટ જુદો થઈ ગયો. હા, શાંત સરળ મિહિર, મા-બાપને છોડી અલગ બીજા જ શહેરમાં રહેવા જતો રહે એ વાત કોઈને ગળે ના ઉતરે. મિહિર તો શાંત ખરો જ પણ એના પિતા ચિંતનભાઈ તોએનાથી પણ શાંત, ભાગ્યે જ બોલે, ગમે તેટલી તકલીફ પડે તોય કોઈ આગળ બંધ મુઠ્ઠી કે મોઢું ના ખોલે ચૂપચાપ સહન કરી લે અને રસ્તો કાઢે. પોતાની તકલીફ વિષે કોઈનેકોઈ દિવસ વાત ન કરે. હા, એનો એક માત્ર અંગત મિત્ર આનંદને દિલ ખોલીને વાતકરે. ખુશીની, તકલીફની, મુશ્કેલીઓની કોઈપણ વાત ચિંતન અને આનંદ માત્ર એકબીજાસાથે કરે. મિહિર, ચિંતન અને નિશાનો એકનો એક પુત્ર એમને બીજું કોઈ જ સંતાનનહીં. ચિંતનના પિતા શિક્ષક હતાં અને ચિંતન પણ શિક્ષક જ થયો. એ પોતે વિજ્ઞાનઅને ગણિતમાં નિષ્ણાત. ઘણા વિદ્યાર્થીઓ માત્ર એની પાસે ભણે. ચિંતન પહેલેથીમાત્ર સ્કૂલમાં જ ભણાવે અને પૂરી લગનથી. એ ટ્યુશન ન કરે. હા, કોઈને સમસ્યા હોયતો શીખવે ચોક્કસ. ચિંતનની ભણાવવાની પધ્ધતિ જ એવી કે વિદ્યાર્થીને માત્ર ઘેરરીવીઝન જ કરવાનું. તકલીફ પડે તો પૂછવાનું. એટલે કોઈપણ વિદ્યાર્થી ચિંતનના એકપણ પિરિયડ છોડે નહીં. એની ભણાવવાની પધ્ધતિ જ એવી કે કોઈને કંટાળો ન આવેરસ પડે. ગણિત કોઈને ગમતું ન હોય તો ગમવા માંડે. વિજ્ઞાનમાં વધુ રસ પડવા માંડે.એટલે ગણિત-વિજ્ઞાનમાં વધુ રસ પડવા માંડે. એટલે ગણિત-વિજ્ઞાનના ટ્યુશન વગરવિદ્યાર્થી સરસ માર્ક લઈ આવે, લોકો આ સ્કૂલમાં એડમીશન એટલા માટે લે કે અહીંચિંતનસર ભણાવે છે. અન્ય શિક્ષકોને એની ઈર્ષા આવે કારણ એ બધા પૈસા બનાવવા ટ્યુશન કરે ક્લાસમાં પૂરૂં ના ભણાવે (આપણે જેને ટ્યુશનીયા શિક્ષક કહીયેને...?) ટ્યુશનમાં જ ભણાવે.

આ ચિંતનસરને ત્યાં જન્મ્યો મિહિર. તેજસ્વી તો હોય જ, યાદશક્તિ સરસ,ભણવામાં તેજ, પ્રથમ નંબરે જ હોય, એને કંઈક સમસ્યા હોય તો પિતાને ન પૂછેઆનંદકાકાને પૂછે એ પણ ગણિત-વિજ્ઞાનના જ શિક્ષક હતાં. મિહિર એમની સ્કૂલમાંહતો, ચિંતને પોતાની સ્કૂલમાં એડમીશન લેવડાવ્યું જ નહીં. એક જ વિચારથી કે સારામાર્ક લાવશો તો કોઈને થશે મેં લાગવગ લગાડી. એના કરતા જાતે જ ચમકે. એ મિહિરનેભણાવે જ નહીં. કારણ એને અને દીકરાને ફાવે જ નહીં. એ આનંદકાકા પાસે જ ભણે.

આમ કરતા કરતા મિહિર કોલેજમાં આવ્યો. એન્જિનિયર થવું હતું અનેએન્જિનિયર થયો એ એમ.બી.એ. પણ થયો અને આ અભ્યાસ પાછળ ચિંતનસરે પૈસા ખર્ચવામાં કંઈ જ બાકી ના રાખ્યું. એક શિક્ષક જે સિધ્ધાંતવાદી હોય, ટ્યુશન વગરસ્કૂલના પગાર પર જ સંસાર ચાલતો હોય, એ શિક્ષક પાસે બચત ક્યાંથી હોય...? આતો ઠીક છે પિતાજીએ મકાન બનાવેલું, એટલે એ ચિંતા નથી. બાપ-દીકરાને રોજ એકવાર તો ચણભણ થાય જ. દીકરો જીદ્દી, મહત્ત્વકાંક્ષી, પિતા ચિંતનભાઈએ પોતે તકલીફવેઠી દીકરા મિહિરને આગળ વધવા માટે પૈસા આપ્યે જ રાખ્યા. અરે, પત્નીની માંદગીનીદવામાં હાથ ટૂંકો પડે, મિહિરની મા કહે, આપણે તો કેટલા વરસ મિહિરનું જીવન બનેછે ને...? એને પહેલા પૈસા આપો મારી દવા તો થશે, મિહિરે સરકારની યોજનાનોલાભ લઈ દૂર એક શહેરમાં ઔદ્યોગિક વસાહતમાં શેડ નાંખ્યો. બેંકમાંથી લોન લીધી,ફેક્ટરી મોર્રગેજ કરીને, પિતાજીએ બહું જ ના પાડી પણ ના માન્યો. ચિંતને કહ્યું, ભાઈતું માત્ર નોકરી કર, પગાર સારો મળશે. જીવન મોજથી જીવાશે પણ મિહિર ના જમાન્યો. આ ટેન્શનમાં મિહિરે દવા ના થવાના કારણે મા ગુમાવી. ચિંતન તો પડી ભાંગ્યો,મિત્ર આનંદ આ બધું જ જોતો હતો એણે મિહિરને સમજાવ્યો કે ’તને ભાન પડે છે તારોબાપ તારા ભણતર અને ઘડતર પાછળ ખલાસ થઈ ગયો. તારી મા ની દવા ના કરી શક્યો. તારી મા જ કહેતી હતી, હું તો આજે નહીં તો કાલે જવાની જ છું, સાજી હોઈશતો ય ઉંમર થશે ત્યારે જઈશ, મારા ઈલાજમાં પૈસા ન વેડફો. દીકરાની જિંદગી બનાવો. લોકો પોતાના મોઢાનો કોળિયો સંતાનના મોઢામાં મૂકે અહીં તો જીવતર તારી પાછળખર્ચી એ મા એ જીવનલીલા સંકેલી લીધી મારો ભાઈબંધ એકલો પડી ગયો. આવડામોટા ઘરમાં એકલો પડી ગયો. તારા લગન કર્યા, વંદના જેવી સુંદર સુશીલ કન્યા છે. તુંદેવું કરી આટલે દૂરના શહેરમાં જઈશ. તું વિચાર તો કર...? નોકરી કર. બાપને દુઃખીના કર.’ તો મિહિર કહે ’જુઓ કાકા તમારા મિત્ર જાતે દુઃખી થાય છે એમને શોખ છેટ્યુશન કર્યા હોત તો બીજાની જેમ લાખોપતિ હોત. તમે બંનેએ માત્ર પંતુગીરી જ કરી.’આ સાંભળી આનંદ ડઘાઈ ગયો એટલો આઘાત લાગ્યો કે આગળ બોલી જ ના શક્યો.મિહિર એ શહેર છોડી ગયો. પિતાજીએ કહી દીધું તારે ફરી આ ઘેર નહીં આવવાનું.આપણો સંબંધ પૂરો. તો મિહિર કહે નહીં આવું. કંઈક બનીને જ રહીશ મોટો ઉદ્યોગપતિબનીશ. એમ કહી જતો રહ્યો. વંદનાએ અનીચ્છાએ પણ જવું પડ્યું એની સાથે.

સમય જવા માંડ્યો, મિહિર પ્રોડક્ટ બહું જ સારી બનાવતો લોકો વખાણતાઅને સ્વીકારતા, મિહિરે કંપનીનું નામ જ મા ના નામ પર રાખેલું ’નીશા એન્જિનિયરીંગ’શરૂઆતમાં સરસ ચાલ્યું. એક વર્ષમાં ઘર પણ ખરીદ્યું. પણ હરિફાઈના કારણે માલઓછો ઉપડે. દર મહિને બેંકના હપ્તા તો ખરા જ. એમાંય વચ્ચે એક બે મહિના ના ભરીશક્યો તો પેનલ્ટી ચડી ગઈ એટલે તકલીફો બહું પડવા માંડી. એમાંને એમાં એને પહોંચીવળવા ઘર બેંકને મોર્રગજ કરી પૈસા લીધા. આગલા હપ્તા ચૂકવ્યા પણ પરિસ્થિતિ તો વિકટ થવા જ માંડી. હવે મશીનરી બનાવવા માટે બીજા વેપારી માલ ઉધાર ન આપે. તકલીફોનો પાર નહીં.

એની આ બધી તકલીફોની માહિતી ચિંતનને નિયમિત મળતી રહે. ચિંતનેએના મિત્ર આનંદને કહ્યું, તું એક વાર મિહિરના ઘેર જઈ આવને...? મારે તો જવાયએમ નથી. મને કહ્યું જ છે એણે કે ’હું અહીં તમારે ઘેર નહીં આવું અને તમારે મારે ઘેરનહીં આવવાનું, મારે તમારી સલાહ કે મદદની જરૂર નહીં પડે, તમને તકલીફ પડે ત્યારેકહેજો.’ એટલે તું જઈ આપને છોકરો મુંઝાતો હશે. ગમે તેમ તોય દીકરો છે મારો છોરૂકછોરૂં થાય માવતર કમાવતર થોડા થાય...?

આનંદ આ ઉંમરે ય મિત્ર માટે ગયો. મિહિરે આનંદકાકાને પ્રેમથી આવકાર્યા.પોતાની તકલીફનો અણસાર પણ ન આવે એ સતત ધ્યાન રાખ્યું. આનંદે ફેક્ટરીમુલાકાતની ઈચ્છા વ્યક્ત કરી તો કહ્યું કાલ લઈ જઈશ. એ દિવસે ફેક્ટરીમાં એવું ગોઠવ્યુંકે જોનારને બહું ધંધો છે એવું લાગ્યું. બીજાની ફેક્ટરીમાંથી પાંચ-દશ માણસો એકદિવસ માટે બોલાવ્યા. જેથી આનંદકાકાને થાય કે ખૂબ કામ છે, ખૂબ સ્ટાફ છે.બીજા દિવસે આનંદ આવ્યો. ફેક્ટરી પર જોયું તો કામ ચાલતું હતું. ઘણા માણસો દેખાયા,અંદર ઓફિસમાં જઈ બેઠા. આનંદ જોયા જ કરતો હતો, એ લોકો બેઠા હતાં ત્યાં જ એકમાણસ આવીને કહે શેઠ બહાર પેલા ઈલેક્ટ્રીકના અધિકારી આપને બોલાવે છે. મિહિરગભરાઈને ઉભો થઈ બહાર દોડ્યો. આનંદને વિચાર આવ્યો કે શું થયું આ...? એટલેએ ઉભો થયો પેલા માણસની સાથે શેડમાં ગયો એ માણસના ખભે હાથ મૂકી પૂછ્યું,’ક્યા અધિકારી છે...? તો પેલાએ કહ્યું શેઠને નહીં કહેતા પણ બહું બીલ બાકી છેઆજની મુદત હતી, ના ભરીયે તો લાઈટ કપાય.’ તો આનંદ કહે ’તો તો તકલીફ આકામ જ અટકી જાય આટલા બધા માણસોનું શું થાય...? તો પેલો માણસ કહે, આ તોઆજના માટે જ છે તમે આવ્યા છો એટલે. બાકી કામ જ નથી. હવે અમે ત્રણ જ છીએ.શેઠનો માલ બહું જ વખણાય છે પણ પૈસા નથી.

આનંદે બધું જ જાણી લીધું. પછી ગયો. ઘેર આવી ચિંતનને માંડીને વાત કરીકે ’બેંકના પૈસા બાકી છે, ફેક્ટરી અને ઘર બન્ને ગીરવે છે, કાર વેંચી મારી છે, હવે ઘરઅને ફેક્ટરી બધું જશે. અંતે ક્યાં જશે...? અહીં જ આવવું પડશે નોકરી શોધવીપડશે.’ તો ચિંતન કહે, કેટલા જોશે પૈસા...? તો આનંદ મશ્કરીમાં હસીને કહે, બેંકના,વીજળીના અને બીજા પૈસા ભરાય. નવો કાચો માલ લેવાય. નવા માણસો લેવાય.પ્રોડક્શન ચાલે અને બેંકના કોઈ જ પૈસા બાકી ના હોય તો ધમધમાટ કમાતો થાય, પણએના માટે એક કરોડ જોઈએ. ક્યાંથી લાવશો...? ચિંતન વિચારવા માંડ્યો.મિહિરની પૂજા થતી એટલે વંદના કહે ’તમે તો ખૂબ કામ કર્યું. રીંગણા તો તમને ભાવે નહીં તોય લાવીને તૈયાર કર્યા...? અને આ નાસ્તો...?’ તો મિહિર કહે, પિતાજીનોપ્રિય નાસ્તો છે સવારનો કાંદા પૌંઆ અને શાકમાં અતિપ્રિય રીંગણા એટલે મેં કર્યું. મારાપપ્પા, બધો ગુસ્સો ભૂલી અહીં આવે છે મેં એમના આત્માને દુઃભાવ્યો એનું મને ફળમળ્યું. એમના કહેવા પ્રમાણે મેં નોકરી કરી હોત તો કાંઈ જ નહોતું. હવે હું બરબાદ થઈજઈશ. ઘર-ફેક્ટરી જપ્ત થશે, નીલામી થશે. પિતાજીને તો કાંઈ ખબર નથી એટલે આઘાત લાગશે.

આ વાત ચાલતી હતી ને રીક્ષા આવી. ચિંતનભાઈ કોકને પૂછતા હતાં કેમિહિર ક્યાં રહે છે. મિહિર અને વંદના બહાર દોડ્યા. પિતાજીને પગે લાગી લઈઆવ્યા. નાસ્તો જમવાનું પત્યું. પછી મિહિર ગયો અને ચિંતન ગયો મિહિરની બેંક પર.ઓફિસરને મળ્યો બધી જ વિગત જાણી. પછી કહ્યું, આપણે સેટલમેન્ટ કરીયે. તમેવ્યાજ પેનલ્ટી જતી કરો, હું આ ક્ષણે નાણાં ચૂકતે કરી દઉં. ઓફિસરે પોતાના સાહેબનેપૂછ્યું અને બધાએ પ્રેક્ટિકલ રસ્તો કાઢી, રકમ નક્કી કરી. ચૂકવી દીધા. ’કોઈ રકમબાકી નથી’ એવો કાગળ લીધો. મોર્રગેજ મુક્ત ફેક્ટરી ઘર થઈ ગયા. બધા ગાળો લઈલીધા. પછી ઈલેક્ટ્રીકમાં ગયો. ત્યાં પણ પૈસા ભરી દીધા. રસીદ લઈ લીધી અને પાવરસપ્લાય ચાલુ કરાવવાનું કઈ દીધું. મિહિર ફેક્ટરીમાં બેઠો હતો ને અચાનક પાવર આવી ગયો.

સાંજે ઘેર આવ્યો તો વંદના કહે, તમે ગયા ત્યારના પપ્પા ગયા છે હજી નથીઆવ્યા. કાલ સવારે તો એ નીકળી જવાના છે ત્યાં જ પિતાજી આવ્યા અને બધા ઘરમાંબેઠા. પિતાજીએ બધી રસીદ આપી અને કહ્યું, જો હવે તું દેવામાંથી સંપૂર્ણ મુક્ત છે, મેંબધે પૈસા ભરી દીધા છે. બેંક-લાઈટ-તમારૂં એસોસિએશન અને તારો સપ્લાયર અને તોય તારા ખાતામાં રપ લાખ છે. હવે તું મોજથી ધંધો કર. મિહિર તો પગમાં પડી રોવામાંડ્યો. માફી માંગી પછી પૂછ્યું આટલા પૈસા આવ્યા ક્યાંથી...? તમે મને રપ લાખઆપ્યા. આ બધા ચૂકવ્યા એ તો એક કરોડ થાય. ચિંતને કંઈ જ ના કહ્યું. ખાલી સ્મિતઆપ્યું.

બીજા દિવસે ચિંતન નીકળી ગયો. મિહિરનો ધંધો ફરી શરૂ થયો. કાચો માલઆવ્યો. ઓર્ડરો મળ્યા. માણસો રાખ્યા. નાણાંનું ટેન્શન ન હોય તો બધું જ થઈ શકે. નહીં તો આવડત કોઈ જ કામ ન લાગે. એક વરસમાં તો મિહિર પૈસામાં આળોટવામાંડ્યો. ગાડી લીધી, બંગલો લીધો પછી થયું, પિતાજીને અહીં લઈ આવું એમના લીધેજ આ થયું. એ સવારની ફ્લાઈટમાં જ પહોંચ્યો. પિતાજીના બંગલે ગયો તો બીજું જકોઈ રહેતું હતું. એણે એના માલિકને પૂછ્યું તો કહે, આ બંગલો મેં ચિંતનભાઈ પાસેથીસવા કરોડમાં એક વર્ષ પહેલા લીધેલો. એમના દીકરાને કાંઈક તકલીફમાંથી બહાર કાઢવાનો હતો. એ તો એકલા જ હતાં, વૃધ્ધાશ્રમમાં આજીવન સભ્ય તરીકે દશ લાખભર્યા અને ૧પ લાખ બેંકમાં. એ ત્યાં જ રહે છે.મિહિર પાછળ ફરી ગયો અને ચાલતા ચાલતા ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડ્યો. આગળ ગયોતો સામેજ આનંદકાકા ઉભા હતાં એમને ભેટી રોવા માંડ્યો અને બોલ્યો મેં મારા પપ્પાનેકેટલો અન્યાય કર્યો. પણ એમણે મને જણાવ્યા વગર, મોટો ઉદ્યોગપતિ બનાવ્યો, આનંદકહે, એય સુખી જ છે. એનું ય નામ છે, પોતે જ સંચાલન કરે છે. બન્ને રહો મોજમાં.એનો નિર્ણય યોગ્ય જ હતો. એકલો શું રહે...? ઘરને શું કરે...? એના સાથીદારોમળ્યા, તને સહારો મળ્યો, તારા ધંધા ખીલ્યા, તું માનતો હોય કે એ તારે ઘેર રહેવાઆવશે તો ભૂલી જા. હવે એને શાંતિથી જીવવા દે અને તું ય શાંતિથી જીવ.મિહિર પિતાને મળ્યો. કોઈને કોઈ અફસોસ નહોતો. પિતાએ કહ્યું, તારી ફેક્ટરી ચાલી.તારી મા નું નામ ગાજતું થયું. મને પણ લોકો સાથે સારૂ રહે છે. આપણને થાય વાહ...સરસ કહેવાય... ગુરુદેવનો નિર્ણય.