TITANIC books and stories free download online pdf in Gujarati

TITANIC

ટાઈટાનીક ..

અહહાહા।. શું જબરદસ્ત પિક્ચર।.. શું એક્ટિંગ।. શું જોરદાર ગ્રાફિક્સ।..

આ પિક્ચર રીલીઝ થયાને 19 વર્ષ થયા.. (આપણે પણ એટલા મોટા થઇ ગયા...) અને હજી તો એમ જ લાગે છે કે પિક્ચર તો હમણાં જ આવી છે..

અને પ્રેમીઓનો જે પોઝ આપ્યો છે કેટ વિન્સલેટ અને લિઓનાર્ડો દી કેપ્રીઓએ ... લાજવાબ।.. જે લોકો પ્રેમમાં માનતા ના હોય તેને પણ આ પોઝ આપવાની ઈચ્છા થઇ જાય... આજે એ વાત કરશું ટાઈટાનીકની... પિક્ચરની ઓછી અને હકીકતમાં થયેલ હોનારતની વધારે।..

એવું તે શું હતું આ ટાઈટાનીકમાં.. કે જેના માટે એટલી મોંધી પિક્ચર બનાવવી પડી...

વાત છે ટાઈટાનીક , એક વિશાળ , અકલ્પનીય, સપનાથી પણ ઉપર સ્ટીમર બોટની।.

શરૂઆત કરીએ વીસમી સદીની શરૂઆતની।.. 1910-1911 ની આસપાસનો સમય હશે...એ સમય હતો જયારે યુગ વિમાનનો ના હતો પરંતુ વિદેશ યાત્રાનો તો હતો.. આ સમયે પરિવહન કંપનીઓ મોટા જહાજો ખરીદતી અને વ્યાપાર ઉપરાંત પ્રવાસ માટે ઉપયોગ કરતી।

ઇંગ્લેન્ડમાં આ સમયે બે કંપનીઓ વચ્ચે હુંસાતુંસી જેવી પરિસ્થિતિ હતી. આ કંપનીઓ હતી વાઈટ સ્ટાર લાઈન અને ક્નાર્ડ લાઈન।. 1910ની આસપાસ એક નવો દોર શરુ થયો કે સૌથી મોટી સ્ટીમર કોણ બનાવે। હેતુ તો એ જ કે વધુ મુસાફરો આવે અને વધુ નાણા રળી શકાય। આ ઉપરાંત મોટી સ્ટીમર એટલે સ્ટેટ્સ સિમ્બોલ પણ એમ બને.

ક્નાર્ડ લાઈને પહેલેથી જ શીપીંગ કંપનીને મોટી સ્ટીમર બનાવવાનો ઓર્ડર આપી દીધો હતો એટલે હવે વારો હતો વાઈટ સ્ટાર લાઈન કંપનીનો. સમયની માંગ પ્રમાણે તેમણે પણ ત્રણ મોટી સ્ટીમરનો ઓર્ડર આપ્યો। અને આ મોટી સ્ટીમરની ફેમિલીને નામ આપ્યું "ઓલમ્પિક ક્લાસ ઓસીઅન લાઈનર"

અને ત્રણ સ્ટીમરના નામ આ પ્રમાણે હતા

- ઓલમ્પિક

- ટાઈટાનીક

- બ્રિટાનિક

આ ત્રણેય સ્ટીમરની બાંધગીરીનું કામકાજ "હર્લેન્ડ એન્ડ વોલ્ફ" નામની કંપનીએ સંભાળ્યું હતું

ટાઈટાનીક વિષે તો આપણે જાણશું જ.. પરંતુ ટૂંકમાં તેની બે બહેન સ્ટીમર વિષે પણ જાણીશું ( હકીકતમાં પણ આ ત્રણેય સ્ટીમરને સિસ્ટર સ્ટીમર કહેતા।.કેમ કે તેમની ઈજનેરી ડીઝાઇન પણ લગભગ મળતી આવતી હતી. જેથી ફાયદો એ થતો કે મશીન ખર્ચ, મશીનની કાર્યશક્તિ વગેરેનો અંદાજ મેળવવો સરળ રહેતો।)

1911 માં સૌપ્રથમ ઓલમ્પિક તૈયાર થઈ ગઈ હતી અને તેને વાઈટ સ્ટાર લાઈન ને સોપવામાં આવી. અને ટાઈટાનીકનું બાંધકામ શરુ થયું

ઓલમ્પિક એ એક સફળ સ્ટીમર રહી હતી અને તે સ્ટીમરે લગભગ 24વર્ષ કામ આપ્યું। આ 24 વર્ષમાં તે વિશ્વયુદ્ધ 1 માં પણ ઉપયોગમાં આવી હતી

બીજી સ્ટીમર એ ટાઈટાનીક। જે એક કમનસીબ સ્ટીમર નીવડી।

ત્રીજી સ્ટીમર એ બ્રિટાનિક, તે પણ તેમની મોટી બહેનની જેમ અસફળ અને કમનસીબ નીવડી હતી.બ્રિટાનિક જયારે તૈયાર થઇ ત્યારે તરત વિશ્વયુદ્ધ જાહેર થયું હતું એટલે તેનો ઉપયોગ હોસ્પિટલ સ્ટીમર તરીકે કરવામાં આવ્યો અને તરત 1 વર્ષમાં જ યુદ્ધ દરમિયાન એક સબમરીનથી થયેલ હુમલામાં નષ્ટ પામી। 1600 ની આસપાસ યુધના સિપાહીઓ ને લઇ જતી આ સ્ટીમરમાં લગભગ બધા બચી ગયા પરંતુ કમનસીબ 30 લોકો મૃત્યુ પામ્યા હતા. વિશ્વયુધમાં સૌથી મોટી નષ્ટ થયેલી સ્ટીમરમાં બ્રિટાનિકનું નામ મોખરે છે.

હવે વાત કરીએ ટાઈટાનીકની ..

કહી શકાય કે તે સમયની જીવતી જાગતી અજાયબી એટલે ટાઈટાનીક।. લોકો ખાલી તેની એક ઝલક મેળવવા માટે આતુર હતા. આવું તે શું હતું આ ટાઈટાનીકમાં?

તમને યાદ દેવડાવી દઉં કે આપણે 1911-1912 ના સમયગાળામાં છીએ.. હજી વિમાનની શોધ તાજી છે. ભારતમાં તો અંગ્રેજોનું રાજ છે અને ગાંધીજીને હજી મહાત્મા તરીકે ઓળખાયા નથી. વીજળી બલ્બ શોધાયાને હજી માત્ર 15-20વર્ષ થયા છે. તેનો શોધક થોમસ એડીસન હજુ હયાત છે.

આ સમયગાળામાં ટાઈટાનીક નામની એક અદભુત, વિશાળ અને અકલ્પનીય સ્ટીમર પાસે શું વિશેષતા હતી?

* 3547 લોકોને સંમાવવાની ક્ષમતા। .(એ સમયે તો ભારતના સેંકડો ગામડાઓ પણ એટલી વસ્તી ધરાવતા નહોતા)

* ટાઈટાનીકના ફર્સ્ટ ક્લાસ રૂમ એ તે સમયની બેસ્ટ હોટલ (હોટલ રીટ્ઝ અને હોટલ એમ્પાયર)ની ડીઝાઇન પરથી રાખવામાં આવી હતી

* ટેલીફોન સીસ્ટમ, લાયબ્રેરી, વાળંદની દુકાન, જીમ્નેશીયમ, સ્વીમીંગ પુલ વગેરે પણ આ સ્ટીમરની શોભા વધારવાના હતા

* ટાઈટાનીક પોતાનું અખબાર સુધા પ્રદર્શિત કરતું હતું

માનીલો કે આ એક સ્ટીમર નહિ પણ પાણીમાં તરતી ફાઈવ સ્ટાર હોટલ।.

અને આ ટાઈટાનીકનું પરિમાણ (ડાઈમેન્સન) જાણીએ તો 269 m (લંબાઈ) x 28 m (મહતમ પહોળાઈ) x 32 m (ઉંચાઈ) (મીટર માં )

આ પરિમાણ જાણવા માટેનો એક પ્રયાસ કરીએ તો ક્રિકેટનું એક મોટું ગ્રાઉન્ડ મેલબોર્ન ક્રિકેટની લંબાઈ 172 મીટર છે. (તેના કરતા પણ લગભગ દોઢું)

પહોળાઈ જાણવી હોય તો માની લોકે લગભગ 9 નેનો કાર એક લાઈનમાં ઉભી હોય..

અને 8-10 માળની ઈમારત જેટલી ઉંચાઈ।.

એટલે કે તોતિંગ ઈમારત। . અને નવાઈ એ કહેવાય કે આવા વિશાળ બાંધકામનો પાયો કોઈ નહિ... અને તેમ છતાં તેણે પાણી પર તરતા રહેવાનું।.આજકાલની કમ્પ્યુટર દુનિયામાં પણ આવી ડીઝાઇન બનાવવામાં ઈજનેરોને પરસેવા પડી જાય છે। પણ આ વાત છે તે સમયની કે જયારે લેન્ડલાઈન ટેલીફોન હોવા એ પણ એક મોટી શોધ હતી.

આ બધી વાત તો મુદાની। તદુપરાંત સગવડતા અને તોતિંગ બાંધકામનું સમન્વય કરવું એ તો એક હટકે કામ હતું। અને ઈજનેરોએ આ સ્ટીમર એવી કુશળતાપૂર્વક બનાવી હતી કે ઈજનેરોએ છાતી ઠોકીને કહ્યું હતું કે આ સ્ટીમરને કોઈ ડુબાડી શકશે નહિ.. એટલે તે વખતના અખબારમાં મથાળું હતું।.

ટાઈટાનીક- અન્સીન્કેબલ (કોઈ દિવસ ના ડૂબે તેવું)..

એક અખબારે તો મથાળું રાખ્યું ટાઈટાનીક- ધ શીપ ઓફ ડ્રીમ્સ (સપનાની સ્ટીમર।) ( આ સપનુંતો ટૂંક સમયમાં દુ સ્વપ્ન બનવાનું હતું)

આતો ઈજનેરોનો ખોટો આત્મવિશ્વાસ હતો કે તેમના ફૂટેલા નસીબ!!!! એ તો કોઈ ને ખબર ના પડી..

ઈજનેરોનું કામ તો પૂરું થઇ ચુક્યું હતું।. હવે કામ હતું વેપારનું..

અઢળક નાણા રળવા માટે વેપારીઓએ બુદ્ધિ વાપરવાનું શરુ કર્યું।. ટીકીટ ત્રણ ક્લાસમાં રાખી। ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3....

ક્લાસ 1 ને બધી સગવડતા। .

તેમના એક મોંઘામાં મોંઘા રૂમની કિમત આજના જમાનામાં 42 લાખ રૂપિયા થાય.. (અધધધ કિંમત દેવા લોકો હાજર પણ હતા)

જયારે ક્લાસ 3 માટે બહુ જ લીમીટેડ સગવડ હતી. કહેવાય છે કે 700 જેટલા ક્લાસ 3માં મુસાફરી કરી રહેલા મુસાફરો માટે માત્ર 2 જ બાથરૂમ હતા

પણ જયારે ટીકીટો વેંચવા નાખી ને જોત જોતામાં દરેક ટીકીટો વેચાઈ ગઈ. આ હજારો લોકોમાં 13 જોડી એવી પણ હતી કે જે પોતાના હનીમુન માટે ટાઈટાનીકને પસંદ કર્યું હતું

આંકડાકીય માહિતી

* લગભગ 699 કર્મચારીઓએ જવાબદારી સંભાળી હતી જેમાં માત્ર 23 સ્ત્રી સભ્ય હતા

* ટાઈટાનીકમાં 20 લાઈફ બોટ હાજર હતી જે1178 લોકોને બચાવવાની ક્ષમતા ધરાવતી હતી

* કર્મચારીઓને લાઈફ બોટમાં લોકોને કેમ બચાવવા તે અંગે ની તાલીમ છેલ્લી ઘડી એ સમયના અભાવે રદ કરવામાં આવી હતી

અને એ દિવસ આવ્યો કે જેનું વિશ્લેષણ વર્ષો સુધી થવાનું હતું।

14 એપ્રિલ, 2012

આ દિવસે ટાઈટાનીકને 6 ચેતવણી મળી ચુકી હતી કે હિમપહાડથી અચૂક ખતરો છે. પરંતુ દરેક ચેતવણી પર ધ્યાન દેવામાં આવ્યું નહોતું।

સમય રાતના 11:40

એ રાતે અત્યંત ઠંડી હોવાથી બહુ દુર સુધીનું જોઈ શકવું અઘરું હતું તે પણ તે સમયે એટલા અત્યાધુનિક સાધનો પણ ના હતા. 24 વર્ષના યુવાન ફેડરિક ફ્લીટે સૌ પ્રથમ એક હિમ પહાડ જોયો અને તરત કેપ્ટનને જાણ કરી. જયારે હિમપહાડ દેખાયો ત્યારે ફેડરિક ફ્લીટે રાડ પાડી। .

" હિમપહાડ!! એકદમ સામે।.."

(ફેડરિક ફ્લીટ આ અકસ્માતમાં બચી જવાપમ્યો હતો અને સમય જતા તેમણે વિશ્વયુદ્ધ 2 માં પણ જવાબદારી નિભાવી હતી.)

આ અથડામણનો જર્ક દરેક જાણે અનુભવ્યો હતો. જાણીને નવાઈ લાગશે કે આ હિમ પહાડ નવો નવો ના હતો પરંતુ 2000 વર્ષ થી અસ્તિત્વ ધરાવતો હતો.

આ હિમ પહાડ કેપ્ટનને દેખાયો ત્યારે તે ચકાચોંધ થઇ ગયો હતો.. કહી શકાય કે તે શૂન્યમનસ્ક થઇ ચુકયો હતો અને સ્ટીમરની દિશા બદલવાનો હુકમ કરવામાં 30 સેકન્ડથી વધારે સમય લીધો હતો. ઘણા તજજ્ઞો કહે છે કે આ હોનારત નિવારી શકાઈ હોત જો આ 30 સેકન્ડનો કીમતી સમય વેડફ્યો ના હોત.. હકીકત તો એ પણ છે કે બુમ સાંભળી અને કેપ્ટન કોઈ નિર્ણયલે તે પહેલા માત્ર 37 સેકન્ડમાં તો હિમપહાડ સાથે ટક્કર થઇ ચુકી હતી..

આ અથડામણના 10 મીનીટમાં હકીકતનો ખ્યાલ આવી ચુક્યો હતો. હકીકત એ હતી કે પાણીમાં તરતા ક્મ્પાર્ટમેન્ટમાંથી જો 4 ક્મ્પાર્ટમેન્ટમાં પાણી જાય ત્યાં સુધી સ્ટીમર ડૂબે એમ ના હતી. પરંતુ અથડામણમાં 5 ક્મ્પાર્ટમેન્ટમાં મોટી તિરાડ પડી ચુકી હતી અને પાણી ભરાવવાનું શરુ થઇ ચુક્યું હતું। એટલે કે હવે સ્ટીમરને બચાવવું અશ્કય થઇ ગયું હતું

દરેક લોકોએ પોતાના બચાવની બનતી પ્રક્રિયા શરુ કરી દીધી હતી. આ લેખના શરૂઆતમાં કહ્યું એમ કોઈએ વિચાર્યું પણ ના હતું કે ટાઈટાનીક ને ડૂબવાનો વારો આવશે એટલે બચવાની કોઈ પણ જાતની પૂરી સુવિધા હતી જ નહિ.. એટલે બચાવ કામગીરીમાં પણ ક્લાસ 1 ના લોકોને અગ્રીમતા આપવામાં આવી... લોજીક શું??? એ લોકોએ વધુ રૂપિયા આપ્યા છે એટલે તેમને જીવવાનો હક?

અને ઘણા પૈસાદારની લોકોની આડાઈ કહો કે તે લોકો ને લાઈફ બોટ મળી ત્યારે તેની લાઈફ બોટ ક્ષમતા કરતા પણ ઓછા લોકોને બેસાડીને સ્વ બચાવ કર્યો।

હિમ પહાડ સાથે ટકરાયા બાદ આખી સ્ટીમરને જળ સમાધિ લેતા 2 કલાક અને 40 મિનીટ લાગ્યા હતા. કહી શકાય કે આટલા સમયમાં 3000 થી પણ વધુ લોકો ને બચવાનું હતું। એટલે કે દર મીનીટે 20 થી પણ વધુ લોકોને બચાવવાના।

ટાઈટાનીક પિકચરમાં આ વાત એકદમ સાહજિક રીતે દર્શાવી છે.

રાતના 2.20 વાગે ટાઈટાનીકના 2 ટુકડા થયા અને ક્ષણ વારમાં અત્યંત ઠંડા સમુદ્રમાં ગરકાવ થઇ ચુકી હતી. એ વખતે સમુદ્રનું તાપમાન -2 ડીગ્રી હતું। જે લોકોને લાઈફ બોટ મળી ના હતી તે દરેક લોકો આ સમુદ્રમાં ગરકાવ થયા હતા. આ ઠંડીમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ 15 મિનીટ સુધી જીવિત રહી શકે તેમ હતું। (માત્ર એક વ્યક્તિ બચી શક્યો હતો.. આ વ્યક્તિની વધુ વિગત લેખમાં આગળ આપેલ છે.)

રાતના ચાર વાગે (લગભગ 2 કલાક પછી) કાર્પથિયા નામની સ્ટીમર ટાઈટાનીકના બચી ગયેલા મુસાફરોની મદદે દોડી આવી હતી અને તે દરેક વ્યક્તિને અમેરિકાના ન્યુયોર્કમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમયે 40000 ન્યુયોર્ક વાસીઓએ મુસાફરોને આવકાર્યા હતા.

આ ટાઈટાનીકની હકીકત જાણ્યા પછીના આ તમામ શહીદોને પ્રણામ। ..

* 30 ઈજનેરો ટાઈટાનીકમાં કામગીરી બજાવતા હતા અને તેમનું સંચાલન કરતા હતા. હકીકત જાણ્યા પછી પણ તેમણે સ્ટીમરને ચાલુ રાખવા કમર કસી કે જેથી ટાઈટાનીક થોડી મોડી ડૂબે અને વધુ લોકોને બચાવી શકાય।.. આ દરેક ઈજનેરો શહીદીને વહોર્યા હતા

* તોતિંગ સ્ટીમરને કાર્યરત રાખવા 159 મજૂરોની જરૂર હતી. આ દરેક વ્યક્તિને પોતાની જિંદગીનો અંત ખબર હતી તેમ છતાં પણ ટાઈટાનીકને સતત ચાલુ રાખી। કેમકે જો ટાઈટાનીક ઉભી રહી જાય તો તરત ડૂબી જાય તેમ હતું। આ દરેક વ્યક્તિ શહીદ થયા હતા.

* સાંજના સંગીત વગાડવાનું કામ કરતા કલાકારો પણ ટાઈટાનીકની જળ સમાધિ સુધી સંગીત વગાડતા રહ્યા। દરેક કલાકારો શહીદીને વહોર્યા।

છેલ્લી ઘડીએ ટાઈટાનીકના કપ્તાન સ્ટીમરની વેસલ પાસે ગયા હતા જ્યાં દરેક મજુરો ટાઈટાનીકને તરતી રાખવાના પ્રયત્નો કરી રહ્યા હતા. કપ્તાન એડવર્ડ સ્મિથના છેલ્લા વાક્યો " વેલ મિત્રો।. તમે તમારી ફરજ બજાવી છે અને તે પણ એકદમ ઉત્ક્રુસ્ટ રીતે બજાવી છે. હું આનાથી વધુ કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખી શકું તેમ નથી. હું તમને તમારી કામગારીથી મુક્ત કરું છુ. અને તમે દરિયાના નિયમ તો જાણો જ છો. આ દરિયો દરેક માટે છે. ભગવાન તમને સલામતી બક્ષે "

એડવર્ડ સ્મિથનું બાવલું તેના ગામમાં રાખવામાં આવેલ છે.

અમુક રસપ્રદ હકીકતો જાણીને નવાઈ લાગશે।.

* લગભગ 24 મહિના ટાઈટાનીકને બનાવતા લાગ્યા અને આ બાંધકામ દરમિયાન 2 મૃત્યુ અને 246 લોકોને ઈજા થઇ હતી

* આ સ્ટીમર માં ચાર ફ્નલ હતા. જેમાંથી માત્ર ત્રણ ફ્નલ જ કાર્યરત હતા. ચોથું ફ્નલ એ માત્ર સ્ટીમરનો દેખાવ વધારવા માટે રાખવામાં આવ્યું હતું। પણ ઈજનેરી દ્રષ્ટીએ તેનો કોઈ ઉપયોગ ના હતો.

* કહેવાય છે કે જયારે ટાઈટાનીક સ્ટીમર તૈયાર થઇ હતી ત્યારે તેને નિહાળવા 1 લાખ લોકો આવ્યા હતા.

* જોન જેકોબ એસ્ટર નામની વ્યક્તિ આ સ્ટીમરમાં મુસાફરી કરનાર સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતી. તેમની સંપતિ આજના યુગમાં લગભગ 6000 કરોડ જેટલી હોત .આ વ્યક્તિએ પણ ટાઈટાનીક સાથે જળસમાધિ લીધી હતી. તેમનું વેઈટરને કહેલું વાક્ય જયારે ટાઈટાનીક બરફ ના પહાડ સાથે ટકરાઈ " મેં તો વિસ્કી સાથે બરફનો નાનો ટુકડો માંગ્યો હતો પણ આ તો હદ થઇ ગઈ"

* શ્રીમતી મીલ્વીના ડીન એ સૌથી છેલ્લા જીવિત વ્યક્તિ હતા જે ટાઈટાનીક અકસ્માત વખતે બચવા પામ્યા હતા. 2009 માં 97 વર્ષે તેમનું મૃત્યુ થયું હતું। ટાઈટાનીક ના અકસ્માત વખતે તેમની ઉમર માત્ર 2 મહિના હતી.

* સૌ પ્રથમ ટાઈટાનીક આધારિત પિક્ચર હોનારતના એક મહિનામાં આવી હતી અને તેમાં લીડ એક્ટ્રેસ એ બીજું કોઈ નહિ પરંતુ આ હોનારતમાંથી હેમખેમ બચેલી એક યુવતી હતી.

* નોર્થ કોરિયાના શોધક શ્રી કીમ સુંગનો જન્મ તે જ દિવસે થયો હતો જે દિવસે આ હોનારત સર્જાઈ હતી

* મનુષ્યો ઉપરાંત 12 પાળેલા કુતરાઓ પણ ટાઈટાનીકમાં સવાર હતા અને તેમાંથી માત્ર ત્રણ નસીબદાર કુતરાઓ બચવા પામ્યા હતા

* એક માત્ર જાપાનીઝ મુસાફર માંસબુમી હોસોનો આ હોનારત દરમિયાન બચવા પામ્યી હતો. પરંતુ જાપાનીઝ લોકોએ બીજાને બચાવવાને બદલે પોતે સ્વાર્થ સમજી બચ્યો હોવાથી તેની નિંદા અને બહિસ્કાર કર્યો હતો..

* હિમ પહાડથી ટકરાયા બાદ જળ સમાધિ લીધી હોય તેવી આ પહેલી સ્ટીમર હતી

* હર્શી ચોકલેટના પ્રણેતાએ પોતાની ટાઈટાનીકની ટીકીટ અન્ય મજબુરીના લીધે છેલી ઘડીએ કેન્સલ કરી હતી.

* કોણ કહે છે કે દારૂ પીવાથી લોકો ધીમે ધીમે મૃત્યુ તરફ ધકેલાય છે? એક વ્યક્તિ ચાર્લ્સ જોઉગીન ટાઈટાનીકમાં એટલો દારૂ પીધો હતો કે તે ટાઈટાનીકની જળ સમાધિ બાદ હાડ થીજાવી દે તેવી કડકડતી ઠંડીમાં પણ માત્ર દારૂ પીવાથી મળેલી ગરમીથી 2 કલાક પાણીમાં રહ્યા બાદ પણ જીવિત રહ્યો હતો

* 1985માં આ ટાઈટાનીક સ્ટીમરનો ભંગાર મળ્યો હતો જે દરિયાથી 12000 ફૂટ નીચે સ્થિત હતો.

મિત્રો।. આશા છે કે મારો આ નાનો પ્રવાસનો પ્રયાસ હકીકતને સમજવામાં ઉપયોગી થશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED