Ranjit Katiyal-hero behind airlift Manthan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ranjit Katiyal-hero behind airlift

રણજીત કતીયાલ

આ નામ સાંભળતા જ આપણને અક્ષય કુમારની મુવી , એરલીફ્ટ યાદ આવી જાય. જબરદસ્ત એક્ટિંગ, નવી સ્ટોરી લાઈન અને એક વ્યક્તિનો તે સમયે કે જે સમયે મોબાઈલ ફોન પણ ના હતા ત્યારે અથાગ પ્રયત્નને અંતે 1 લાખ 70 હાજર લોકોને યુધ્ધના મેદાન જેવા કુવૈતથી ભારતના મુંબઈમાં સલામત જગ્યાએ પહોંચાડ્યા। આ નિ:સ્વાર્થ વ્યક્તિ કે જે પોતે કરોડોપતિ હોવાથી આરામથી પોતે અને પોતાના પરિવારને લઈને ભાગી જઈ શકતો હતો પરંતુ તે છેલ્લા વ્યક્તિને સલામત જગ્યાએ પહોચાડવા સુધી તે તેમની સાથે જ રહ્યો।

આવું કઈક મુવીમાં છે પણ આ મુવી જોઇને અમુક પ્રશ્ન ચાહકોને જરૂર થયા હશે..

1. આ યુદ્ધ કરવાનું કારણ શું?

2. યુદ્ધનો અંજામ શું આવ્યો?

3. શું આવો વ્યક્તિ હકીકતમાં છે? અને જો છે તો તેનું સાચું નામ શું?

4. તે વ્યક્તિ જીવિત છે?

5. આટલું મોટું સાહસ કરવા છતાં આપણને અત્યાર સુધી કેમ ખબર ના હતી?

6. રણજીત કતીયાલ અને તેના જેવા વ્યક્તિઓ કે જે પોતાનો જીવ બચાવીને પાછા ફર્યા તો તે લોકો અત્યારે ક્યાં વસવાટ કરે છે?

7. આવા કોઈ એરલીફ્ટ બાદમાં થયા છે?

ચાલો।. આ મુવી અને હકીકતમાં થયેલ એરલીફ્ટનો સાચો તાળો મેળવવાનો પ્રયાસ કરીએ।.

તો મિત્રો।. વાત શરુ થાય છે ઈરાક-અમેરિકા અને કુવૈતના સંબધો અને શરુ થયેલ ગલ્ફ વોર 1

ઈરાક-અમેરિકાના સંબંધો કંઈક ભારત-ચીન જેવા છે. બન્ને દેશને એક બીજા સાથે અણગમો હોવા છતાં વ્યુહાત્મક દ્રષ્ટીએ દોસ્ત જેવો વ્યવહાર રાખવો પડે. અને કારણતો એક જ.... તેલ. ....કે જે પેટ્રોલ, ડીઝલ આપે. ઈરાક પાસે અઢળક છે અને અમેરિકાને તેની જરૂર છે. અમેરિકા પાસે ઈરાક સિવાય પણ ઘણા દેશ છે જે તેલ પૂરું પાડે।

હવે વાત આમ કંઈક થઇ. કોઈ પ્રોજેક્ટ માટે અમેરિકાએ ઈરાકને ઉછીના રૂપિયા આપ્યા અને બદલામાં તેટલા રૂપિયાનું તેલ ઈરાકે આપવાનું। તેલનો ભાવ વિશ્વમાં એક જ છે. (બેરલ દીઠ ભાવ). સમય જતા પરિસ્થિતિ એવી કંઈક થઇ કે ઈરાક રૂપિયા આપવા અસમર્થ બન્યું। એટલે તેણે તેલને સસ્તામાં વેંચવાનો વારો આવ્યો। અને જો આમને આમ ચાલે તો ફુગાવાની પરિસ્થિતિ આવે અને દેશ તેલ વેંચીને પણ કંગાળ થઇ જાય. (અમેરિકા તો રાજકારણમાં સર્વોતમ જ છે) ઈરાકના સર્વોસર્વા સદામ હુસૈનને એક ઉપાય નજર આવ્યો જે થકી તે અમેરિકાની શરણે થયા વગર તે રૂપિયા ચૂકવી શકે

આ ઉપાય આમ કઈક હતો કે તે પોતાના પાડોશી દેશ કુવૈતને મનાવે કે તે પોતાનું તેલ ઉત્પાદન બંધ કરી દે.જો કુવૈત તેલ ઉત્પાદન બંધ કરે તો આપોઆપ તેલની અછત વધી જાય અને તેના ભાવ ઊંચકાઈ જાય. અને તેનો ફાયદો લઇ સદામ હુસૈન મોંઘુ તેલ વેંચી પોતાનું દેવું પૂરું કરી દે. માની લો કે જમાખોરી જેવો આઈડિયા

પરંતુ આમ કરવામાં કુવૈતનું તો નુકશાન જ. એટલે કુવૈત માન્યું નહિ અને આખરે પોતાનું અમેરિકા પરનું દેવું ચુકવવા કુવૈત પર હુમલો કરી તેનું તેલ છીનવી લેવા માટેનો બળજબરી ભર્યો ખેલ ખેલ્યો।

કુવૈતની મીલીટરી કોઈ બળવાન ન હતી એટલે ઈરાકના હુમલાના પહેલા જ દિવસે હથિયાર હેઠા મૂકી દીધા અને કુવૈત ના રાજા અને રાજસ્વી કુટુંબ પાછલા બારણે બીજા દેશમાં ભાગી ગયું અને દેશવાસીઓ રેઢા થઇ ગયા.

એરલીફ્ટ પિકચરમાં બતાવ્યા પ્રમાણે ઈરાકી સેનાએ કુવૈતી જનતાનો સફાયો કરવાનું શરુ કર્યું પરંતુ બીજા દેશવાસીઓને ખાસ તકલીફ ના આપી. ખાસ તકલીફમાં તો એટલું જ કે તેમને જીવતા રાખ્યા। બાકી તો બનતી તકલીફ ચાલુ જ રાખી। જેમકે લુટફાટ મચાવી, ખાધા ખોરાકી નો સમાન લઇ લીધો બાળકોને ધમકાવવા વગેરે વગેરે।

આ સમયે કુવૈતમાં 1 લાખ 80 હાજર જેટલા ભારતીયો હતા. (જી હા.. એક વેબસાઈટ ના દાવા મુજબ 10,000 જેટલા ભારતીયો એ કટોકટી સમયે પણ કુવૈતમાં જ રહેવાનું પસંદ કર્યું હતું।) અને કટોકટીના સમયે મોટા ભાગના ભારતીયો બેઘર અને નાદાર બન્યા હતા.

હવે વાત એમ આવે છે કે શું આ સમયે રણજીત કતીયાલ નામની વ્યક્તિ હતી?

આ પ્રશ્નનો જવાબ તો નથી મારી પાસે પણ નથી. પરંતુ મેં એક પ્રયાસ કર્યો છે હકીકત જાણવાનો।... મારા પ્રયાસને મેં ત્રણ ભાગમાં વેંચ્યા છે. એક પ્રયાસ એર ઇન્ડીયાના વ્યક્તિઓની જુબાની। . જે લોકો તે વખતે આ ઓપેરશન પાર પાડ્યું।. બીજો પ્રયાસ એરલીફ્ટ ના કલાકારો અને તેમના દિગ્દર્શકની જુબાની તથા રણજીત કતીયાલના સંબંધીની જુબાની।. અને ત્રીજો ભાગ એ એવા લોકોની જુબાની જે લોકો હકીકતમાં કુવૈતમાં હાજર હતા..

તો પ્રથમ ભાગ માં એર ઇન્ડીયાના વ્યક્તિની જુબાની।... એર ઇન્ડીયાના કર્મચારીઓ કે જે તે વખતે ઓપેરેશનમાં ભાગ ભજવ્યો હતો તેમને મીડીયાએ પ્રશ્ન કર્યો કે શું રણજીત કતીયાલ નામની વ્યક્તિ છે? તો તેમનો જવાબ હતો કે...

જી ના.. રણજીત કતીયાલ નામની વ્યક્તિ કે તેમના જેવી કોઈ પણ વ્યક્તિ અસ્તિત્વ માં નથી. પરંતુ એ સમયે 3-4 લોકોનું એક ભારતીય મોટા વેપારીઓનું જૂથ હતું જેણે આ કપરું કામ પૂરું કર્યું હતું।

આ ઉપરાંત તેમના મતે ઓપેરેશનના મુખ્ય મુદાઓ।..

- કોઈ પણ વ્યક્તિએ ઓપેરેશન સફળ નથી કર્યું પરંતુ ભારત સરકારે સફળ કર્યું છે

- સદામ હુસૈન ભારતના સારા મિત્ર હોવાથી તેમણે ભારતીયને કોઈ પણ પરેશાની નથી આપી પરંતુ ઓપેરેશનમાં મદદ કરી છે

- કુવૈતની ટેલીફોન લાઈન ઠપ હોવાથી કોઈ પણ વ્યક્તિ ભારત ફોન કરી શકે તેમ ના હતું એટલે રણજીત કતીયાલનો તો સવાલ જ નથી આવતો।.

- શ્રી આઈ. કે. ગુજરાલ તત્કાલીન વિદેશ મંત્રી હોવાને લીધે ઈરાક જઈ ને મામલો થાળે પાડ્યો હતો અને ભારતીયોને પાછા લાવવાનું વચન આપ્યું હતું અને તે નિભાવ્યું પણ હતું

એર ઇન્ડિયાની સફાઈ જરાક પ્રશ્ન કરે એવી છે. તેમની બધી વાત માનવામાં આવે એમ છે પરંતુ છતાં પ્રશ્ન તો રહે જ છે કે શું

- આપણી સરકાર આટલી સામર્થ હતી?

- શું કોઈ એક મંત્રી પોતાની મહતા વધારવા આ જુઠાણું ફેલાવે છે?

- જે સમયે ભારત આર્થીક રીતે નબળું હતું, સરકાર પણ મિશ્ર હતી, તો તે સમયે સરકારને પોતાની ખુરશી બચાવે કે નોન રેસીડેન્સીયલ ઇન્ડિયન ?

આ પ્રશ્ન જરૂર મનમાં શંકા કરાવે છે કે એર ઇન્ડિયાના મીડિયામાં બયાન માં સત્યતાનો અભાવ તો છે.

હવે બીજો ભાગ લઈએ અને જોઈએ કે એરલીફ્ટના કલાકારોનું શું કહેવું છે..

જયારે અક્ષય કુમારને પૂછવામાં આવે છે તો તે જણાવે છે કે વ્યક્તિ અસ્તિત્વમાં છે પણ તેમની સાથે અક્ષયની મુલાકાત નથી થઇ. અક્ષય તે પણ જણાવે છે કે આ પિકચરમાં થોડા ઘણા ફેરફાર કરીને રણજીતને હીરો ચિતરવામાં આવ્યો છે પરંતુ 3-4 વ્યક્તિનું જૂથ દ્વારા આ કામ પાર પાડવામાં આવ્યું છે.

એટલે હવે એક તાત્પર્ય નીકળે છે કે પિકચરમાં હીરો બતાવવા ચાર પાંચ લોકોની ક્ષમતાને એક વ્યક્તિમાં દર્શાવવામાં આવી છે. પરંતુ પિકચરના અંતમાં તો એક વ્યક્તિનું નામ પણ આવે છે જેના પરથી રણજીત કતીયાલ નામનું પત્ર બનાવવામાં આવ્યું છે..

તો પછી રણજીત છે કોણ?

મિત્રો, આ વ્યક્તિ નું નામ સન્ની મેથ્યુસ છે. પિકચરના અંતમાં તેમનું નામ આવે છે, તેમના સુપુત્ર જ્યોર્જ મેથ્યુસ ખાસ મુંબઈ આ પિક્ચર જોવા આવ્યા હતા. અને મીડિયાને ઈન્ટરવ્યું પણ આપ્યો હતો. નીચેની હકીકતો તેમના ઈન્ટરવ્યું પર આધારિત છે. સની મેથ્યુસના પૌત્રીએ ફેસબુકના એકાઊન્ટમાં પણ થોડી ઘણી વાત કહી છે.

આ જાણકારી ના મુખ્ય અંશો આ પ્રમાણે છે

- સન્ની મેથ્યુસ એક બહુ નામી બીઝનેસ મેન છે અને તેમનો બીઝનેસ હોવાથી ઈરાકમાં પણ સારા કોન્ટેક્ટ છે

- પિકચરમાં બતાવ્યા પ્રમાણે તે ઈરાક ગયા હતા અને જયારે તે ઈરાક ગયા ત્યારે તેમની પત્ની ને એક પત્ર આપી ગયા હતા

- પણ પત્ર ના વાંચવાની શરતે।... જો સન્ની જીવતા પાછા ના આવે તો જ પત્ર વાંચે। સદભાગ્યે સન્ની ઈરાકથી જીવતા પાછા આવ્યા હતા અને ઈરાકમાં ભારતીયોને બચાવવા માટેની વાટાઘાટો પણ કરી હતી.

- શ્રી આઈ. કે. ગુજરાલે ઈરાકની સતાવાર મુલાકાત લીધી હતી એ વાત સાચી પરંતુ તેમણે ,માત્ર 150 ધનાઢ્ય કુટુંબને કુવૈતથી બહાર કાઢ્યા હતા. (જયારે એર ઇન્ડીયાના એક કર્મચારી દાવો કરે છે કે આઈ કે ગુજરાલ સાહેબ કુવૈત જઈને લગભગ 10000 ભારતીયો ને મળ્યા હતા. સાચું તો ભગવાન જ જાણે )

- સન્ની મેથુસે કુવૈતમાં રહીને ભારતીયો ને બચાવવું યોગ્ય સમજ્યું હતું જયારે તેમની પાસે ગુજરાલ સાહેબ સાથે ભારત ફરવાની ઓફર હતી.

જ્યોર્જ એ પણ વાત ને સમજાવે છે કે આટલું મોટું કામ કરવા છતાં તે શા માટે લોકોની નજરમાં ના આવ્યા। જ્યોર્જ સમજાવે છે કે 75% થી વધુ કેરલ વાસીઓને તેમને બચાવ્યા હતા આથી ઘણા ખરા કેરલ વાસીઓ સન્ની મેથ્યુસને જાણતા હશે. પરંતુ માત્ર 2 વર્ષની અંદર મામલો શાંત પડ્યો અને ફરીથી જનજીવન થાડે પાડવા લાગ્યું। અને મોટા ભાગના લોકો જેને બચાવવામાં આવ્યા હતા તે પાછા કુવૈત ફર્યા હતા. અચરજ ની વાત તો એ છે મિત્રો કે પાછા ફરીને લોકોએ ભૂતકાળ ભૂલવામાં પોતાની ભલાઈ માની અને સન્નીએ કરેલી મદદને લોકો ભૂલવા માંડ્યા। અને આ જ મુખ્ય કારણ છે કે જો લોકો એ જ વ્યક્તિની મહત્તા ના સમજી એટલે મીડીયાએ પણ તેમને અવગણ્યા। એરલીફ્ટ પીક્ચરથી તેમણે પોતાનું સન્માન મેળવ્યું। કહેવાય જ છે ને કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી.

શ્રી સન્ની મેથ્યુસ પણ પોતાની મોટા ભાગની મૂડી ગુમાવી ચુક્યા હતા અને તેમને જોઈતું સન્માન પણ ના મળ્યું પરંતુ તે હિંમત હાર્યા વગર નવેસર થી પોતાનો બીઝનેસ માંડ્યો અને સફળ થયા. અત્યારે તે જીવિત છે અને કુવૈતમાં વસવાટ કરે છે. કોઈ કહે છે કે તે પોતાને સન્માન ના હકદાર ગણતા નથી તો કોઈ કહે છે કે તેમને મિડીયાથી દુર રહેવું પસંદ છે અને કોઈ તો એમ પણ કહે છે કે તે સુરક્ષાના કારણોસર મીડિયામાં આવતા નથી. જે કોઈ પણ કારણ હોય, એક સલામ તો બને જ છે આ જિંદાદિલ બંદા માટે।..

તેમના પુત્ર એક નાનકડી હકીકત રજુ કરે છે કે તેમના પડોશમાં એક ભારતીય કુટુંબ રહેતું હતું. તેમને સલામત રીતે ભારત પોચાડ્યા બાદ સન્ની મેથ્યુસ તેમના ઘરે ગયા હતા. અને તેમના ઘરેથી એક તિજોરી લઈને પોતાના ઘરે રાખી હતી. આ તિજોરીમાં સોનાના જવેરાત હતા. 2 વર્ષ બાદ જયારે તેમના પાડોશી પાછા કુવૈત પરત ફર્યા ત્યારે સન્ની મેથ્યુસે આ તિજોરી સહી સલામત પરત કરી હતી. તેમના પડોશીઓનો ખુશીનો પાર ના રહ્યો કેમ કે તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેમની જિંદગીની મૂડી એકદમ સલામત હશે.

મિત્રો।. એક બાજુ એર ઇન્ડિયાના સબુત છે અને બીજી બાજુ જીવતી વ્યક્તિના સંબંધીની બયાની છે. કોણ સાચું તે તો ભગવાન જ જાણે। પણ મારા પ્રયત્નોના અંતે હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છુ કે સન્ની મેથ્યુસે એકલા હાથે લોકોને ના પણ બચાવ્યા હોય પરંતુ તેમના ઉમદા પ્રયત્નોએ રંગ રાખ્યો।

મારા મતે નીચે દર્શાવેલ મુદાઓ હકીકતની નજીક છે.

1990માં થયેલ એરલીફ્ટની રસપ્રદ હકીકત (વાસ્તવિકતાની નજીક)

- આર્થીક રીતે નબળા ભારતે પોતાના વ્યાપારી વિમાનની મદદથી 1,70,000 લોકો ને સલામત પહોચાડ્યા હતા

- આ હકીકત સાકાર કરવા લગભગ 2 મહિનાનો સમય લાગ્યો હતો

- તે સમય દરમિયાન જોર્ડનમાં જ ભારતીયોને આશરો આપવામાં આવ્યો હતો અને તેમનો ખોરાકનો ખર્ચ ભારત, રેડક્રોસ સંસ્થા અને જોર્ડનની સરકારે ભોગવ્યો હતો

- લગભગ 488 ફ્લાઈટ ની ઉડાન બાદ 1,70,000 લોકો બચ્યા હતા

- 50000 જેટલા લોકોને વાયા દુબઈ સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા

- રણજીત કતીયાલ એ એક કૃત્રિમ પાત્ર છે પરંતુ 2-4 લોકો ની હયાતી એ સરકારને મદદ કર્યા એ હકીકત છે જેમાં સન્નીનું નામ મોખરે છે

- પીક્ચરથી જરાક જુદી હકીકત, ભારતીય સરકારે એક કમ્પનીને દરેક ભારતીયોને કુવૈતથી જોર્ડન સ્થાનાંતરિત કરવાનો કોન્ટ્રાકટ આપ્યો હતો. રાતના અંધારામાં ચોરી છુપી થી જવું એ કાલ્પનિક છે

- જોર્ડનની બોર્ડેર ભારતીયો માટે ખુલી રાખવામાં આવી હતી અને કોઈ પણ જાતના ચેકિંગ વગર દરેક ભારતીયોને જોર્ડનમાં પ્રવેશ મળ્યો હતો

- લગભગ 30 જેટલા ભારતીય અધિકારીઓ ને ભારત તથા આસપાસના દેશમાંથી જોર્ડન બોલાવામાં આવ્યા હતા

- મોટા ભાગના લોકો પાસે પાસપોર્ટ ન હોવાથી તેમના બયાન પર આધારિત પત્ર ઇસ્યુ કરવામાં આવ્યા હતા જેમને પાસપોર્ટ જેટલી મહત્તા પ્રાપ્ત હતી

- સૌથી વધુ લોકોને વાયુમાર્ગે સ્થળાંતરીત કરવામાં ભારતનો રેકોર્ડ છે જે 25 વર્ષ સુધી કોઈ દેશ તોડી શક્યું નથી

- આ હકીકત શ્રી જાવેદ અહમદ ના બયાન પર આધારિત છે જે વ્યવસાયે પત્રકાર છે અને છેલ્લા 35 વર્ષથી કુવૈત રહે છે

મિત્રો।. રણજીત કતીયાલ એ માત્ર કાલ્પનિક પાત્ર છે જે ભારતની તાકાતની ક્ષમતા રજુ કરે છે. અતિશયોક્તિ નહિ પરંતુ હકીકત છે કે રણજીત કતીયાલએ ભારતનું એક માત્ર પ્રતિબિંબ છે

દરેક પ્રશ્નનો જવાબ તો મળી ગયો હશે પણ એક પ્રશ્ન હજી પણ બાકી છે.. શું ભારતે એરલીફ્ટ તે બાદ કોઈ દિવસ કર્યું છે?

જી હા.. મોદી સરકારની અગવાઈ માં। . શ્રીમતી સુષ્મા સ્વરાજ અને શ્રી વી કે સિંઘની આગેવાનીમાં ભારતે આ સાકાર કરી બતાવ્યું છે

- એપ્રિલ 2015 માં યેમેનમાં કટોકટી સર્જાઈ

- ભારતે (શ્રી મોદીએ ખુદ ) યેમેનના રાજા સાથે વાર્તાલાપ કરીને ભારતીય વિમાનોને 2 કલાક્ માટે યેમેન માં પ્રવેશવાની પરવાનગી લીધી

- શ્રીમતી સુષ્મા સ્વરાજે સોસીયલ મીડિયા (ટ્વીટર)ની મદદથી યેમેનમાં રહેતા મુશ્કેલીમાં મુકાયેલ ભારતીયોની યાદી બનાવી

- શ્રી વી કે સિંઘ ખુદ આગેવાની લઇ, યેમેનની જમીન પર કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર ઉતર્યા

- યેમેન ની ગલી ગલી માં જઈને લોકોને એકઠા કર્યા અને ભારત લાવ્યા

- કોઈ પણ દેશના મંત્રી બીજા દેશમાં વગર સુરક્ષાએ લોકોને મદદ કરી હોય તેવો આ એક માત્ર દાખલો છે

- અમેરિકા સહિતના 41 દેશોએ ભારતીય મીલીટરીને વખાણી અને મદદ માટેની અપીલ કરી

- જી હા મિત્રો।.. તમને કોઈ બીકાઉ મીડીયાએ સમાચાર નહિ પહોંચાડ્યા હોય પણ ભારતની સેના અને તેમના મંત્રી જે ખુદ સેનાપતિ બનીને માત્ર ભારત જ નહિ... લગભગ 41થી વધુ દેશના લોકોને યેમેનમાંથી જીવતા બચાવ્યા અને એરલીફ્ટ કરીને ભારત પહોંચાડ્યા।.

- આ ઓપરેશનને ઓપરેશન રાહત નું નામ આપવામાં આવ્યું

- ભારતના 4640 અને બીજા વિદેશના કુલ 960 લોકોને 9 દિવસના ઓપેરેશનને અંતે બચાવવામાં આવ્યા,

- ભારતે પાકિસ્તાન, બાંગ્લાદેશ ના લોકોને પણ બચાવ્યા હતા

જરૂર થી કહેવું પડશે।.. મેરા ભારત મહાન।.. જય હિન્દ

મિત્રો।.. આશા છે કે લેખ તમને ગમ્યો હશે.. અને ઘણા કોયડા ઉકેલાયા હશે... અભિપ્રાય જરૂર થી આપજો।..