Facebook- A billion dollar idea Manthan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Facebook- A billion dollar idea

ફેસબુક -કેવી રીતે કામ કરે છે?

મિત્રો..

ખાલી આપણે એક જીંદગીની કલ્પના કરીએ।.

એક કોલેજનો ચંચળ વિદ્યાર્થી।...

જે કોલેજની સુંદર દેખાતી વિદ્યાર્થીનીઓ ની તુલના કરે..

કોલેજ બન્ક કરી લેપટોપમાં ટાઇમ પાસ કરે..

અને બસ સપના જુએ કે મારી પણ એક મોટી કંપની હોય અને મોટા મોટા માણસો મારી ઓફીસમાં આંટા ફેરા કરે..

લગભગ તો આપણે બધાએ આજ સપનું જોયું હોય,, પણ માત્ર ચાર વર્ષની અંદર આ સપનું સાકાર કરી બતાવ્યું માર્ક ઝુકેર્બેર્ગ।

તો આજે આપણે વાત કરીશું ફેસબુક ના સર્વેસર્વા માર્ક ઝુકેર્બેર્ગની..

આ વ્યક્તિનો બાયોડેટા

* ફેસબુક નો માલિક અને ચેરમેન

* વાર્ષિક પગાર 1 ડોલર (હા..માત્ર એક ડોલર એટલે કે 55 રૂપિયા )

* કુલ સંપતિ 2 લાખ 35 હજાર કરોડ ( ફરીથી વાંચજો।. એક કરોડ નહિ.. 10 કરોડ નહિ.. 1000 કરોડ નહિ,,,,2 લાખ 35 હજાર કરોડ..)

* કંપનીનો કુલ અનુભવ 10 વર્ષથી પણ ઓછો

* ઉમર વર્ષ 31

* કોલેજના નિયમો નું ઉલંઘન કરવા બદલ કોલેજમાંથી હંકાલી કાઢવામાં આવ્યો હતો

શું આ બધું માત્ર દશ વર્ષમાં શક્ય છે?

શું આ એક ભાગ્યનો ખેલ છે કે કઠોર પરિશ્રમ?

.મિત્રો. આજે એક વસ્તુ આપણે સમજસુ કે દુનિયામાં બધી જ વસ્તુ શક્ય છે,,

100 વર્ષ પહેલા આને ભાગ્યનો ખેલ કહેવાતો.

10 વર્ષ પહેલા અથાગ પરિશ્રમથી શક્ય બનતું।.

પણ આજના યુગમાં મારું માનવું છે કે નવો વિચાર, નવી તક અને કાર્યને પુરતું સમર્પણ કરો તો રૂપિયા કમાવાની કોઈ સમય સીમા નથી.

નવા વિચારે iphone ને જન્મ આપ્યો

નવા વિચારે ઓન લાઈન શોપિંગ નો કોન્સેપ્ટ આપ્યો

નવા વિચારે Google નામનું અદભુત અને અકલ્પનીય સોફ્ટવેર આપ્યું

અને આવો જ એક વિચાર માર્કને આવ્યો...

કોલેજ પહેલાની લાઈફ।

માર્ક શરૂઆત થી જ એક બાહોશ કમ્પુટર એન્જીનીઅર હતો.માત્ર બાર વર્ષની ઉમર થી તે નાના મોટા સોફ્ટવેર બનાવતો।

12 વર્ષ ની ઉમરે તેમણે તેમના ડોક્ટર (ડેન્ટીસ્ટ ) પિતા ને એક સોફ્ટવેર ભેટ આપ્યો હતો.

માતા પિતા એ માર્કની આ કમ્પુટરમાં નિપુણતા જોઈ ને નાની ઉમરમાં જ કમ્પુટર ક્લાસ જોઈન્ટ કરી આપ્યા। માર્કે કોલેજ શરુ કરવા પહેલા જ કમ્પુટરનું મૂળભૂત જ્ઞાન મેળવી લીધું હતું.

બહુ ઓછા લોકો ને ખબર હશે કે હાઈસ્કુલ દરમિયાન માર્કે એક મ્યુઝીક એપ્લીકેશન બનાવી હતી. તેને વધુ વિકસાવવા AOL અને Microsoft જેવી નામી કંપનીએ માર્કને કોલેજ શરુ કરવા પહેલા જ 6 કરોડ રૂપિયાની ઓફર અને આ કમ્પનીમાં કાયમી નોકરીની ઓફર આપી હતી.પરંતુ માર્ક અને તેના માતા પિતાની પણ ઈચ્છા માર્ક કોલેજ નું શિક્ષણ મેળવે તેવી હતી. બાકી કોલેજની મોંઘી ફી ભરીને પછી પણ આવી નામી કંપનીમાંજ કામ કરવાનું હોય તો અપણા જેવા કોલેજને પડતી મૂકી દે

અને સ્કુલ પતાવ્યા પછી માર્કને કોલેજ પણ જેવીતેવી નહી... દુનિયા ની સર્વપ્રથમ આવતી હાર્વર્ડ યુનીવર્સીટી માં એડ્મીસન મળ્યું ..

કોલેજ લાઈફ અને ફેસબુકનો જન્મ

મિત્રો,, ફેસબુકના જન્મ પહેલા આપણે હાર્વર્ડ યુનીવર્સીટીનું કોમ્પ્યુટર નેટવર્ક સમજીએ..

હાર્વર્ડ યુનીવર્સીટી દરેક વિદ્યાર્થીને એક બેઝીક નેટવર્ક પૂરું પાડે છે. જેને ઇન્ટ્રાનેટ કહેવાય. ઇન્ટ્રાનેટ અને ઈન્ટરનેટ વચે એટલો તફાવત કે ઈન્ટરનેટ આપણને દુનિયાથી કનેક્ટ કરે જયારે ઇન્ટ્રાનેટમાત્ર ચોકકસ સીમા પુરતું જ સીમિત હોય અને ચોકસ સાઈટ જ ખોલી શકાય . એમ માંની લો કે મોબાઈલ ફોન અને ઇન્ટરકોમ જેવો તફાવત, આ ઇન્ટ્રાનેટ કોલેજ ની હદ મર્યાદા સુધીજ સીમિત હોય છે. આજકાલતો લગભગ બધી મોટી કોલેજ કે કંપનીઓ પોતાનું ઇન્ટ્રાનેટ ધરાવે છે.

તો આ કોલેજમાં માર્કને જોઈતું નેટવર્ક મળી ગયું। હવે તેમણે ધીમે ધીમે પોતાના ચંચળ સ્વભાવ અનુસાર કામ શરુ કર્યું। આ કોલેજમાં પ્રથમ વર્ષમાં જ એક પ્રોગ્રામ લખ્યો જેનું નામ હતું "કોર્સમેચ ". આ પ્રોગ્રામ વિદ્યાર્થીને તેમના ક્લાસ અને ટાઇમ ટેબલ ગોઠવવામાં મદદ કરતુ. આ પ્રોગ્રામથી માર્ક આખી યુનીવર્સીટી માં પ્રખ્યાતી પામ્યો.

આ પ્રોગ્રામના થોડાજ સમયમાં એક નવી વેબસાઈટ લોન્ચ કરી. જે કોલેજના દરેક વિદ્યાર્થી જોઈ શકતા હતા. આ વેબસાઈટનું નામ હતું "ફેસમેચ ".

માર્કે એક શુક્રવારે રાત્રે સુંદર દેખાતી બે વિદ્યાર્થીનીઓના ફોટા મુક્યા અને એક પ્રશ્ન મુકયો "કોણ વધારે સુંદર છે?" . અને આવી રીતે બે-બે ની જોડીમાં ફોટા મૂકીને તુલના કરે. આ વેબસાઈટ નજીવા સમયમાં લોકપ્રિય થઇ ગઈ.

શુક્રવારે રાત્રે શરુ કરેલી વેબસાઈટ ને સોમવારે સવારે બંધ કરી દેવામાં આવી કેમ કે તે 2 દિવસમાં જ એટલી લોકપ્રિય બની ગઈ હતી કે વધુ પડતા નેટવર્ક યુસેજ થવાથી યુનીવર્સીટીના નેટવર્ક રૂમ ની એક સ્વીચ બળી ગઈ.આ ઉપરાંત અમુક વિદ્યાર્થીનીઓએ ફોટાના દુરુપયોગની ફરિયાદ કરી હતી. માર્કે જાહેરમાં માફી માંગી અને વેબસાઈટ ને તરત બંધ કરી હતી.

એજ સત્ર માં (જાન્યુઆરી, 2004) માર્કે એક નવા વિચાર પર અમલ મુકીને વેબસાઈટનો કોડ લખવાની શરૂઆત કરી અને 4, ફેબ્રુઆરી 2004 માં તેણે તેમના બીજા મિત્રો એડ્વાર્દ, એન્ડ્રુ, દસ્ટીન અને ક્રીસ સાથે મળીને કોલેજના શયનખંડથી વેબસાઈટ લોન્ચ કરી જેનું નામ હતું thefacebook . છ દિવસની અંદર ત્રણ વિદ્યાર્થીએ ફરિયાદ કરી કે માર્કે તેમનો આઈડિયા ચોરી કરી ને આ વેબસાઈટ લોન્ચ કરી છે, ફરિયાદ કરનાર ત્રણ વિદ્યર્થિઓમાના એક વિદ્યાર્થી ભારતીય મૂળના દિવ્ય નરેન્દ્ર પણ સામીલ હતા. (આ કેસ બાદમાં કોર્ટની બહાર સમાધાન કરી બંધ કરવામાં આવ્યો)

આ વેબસાઈટ માર્કે 26, સપ્ટેમ્બર 2006 માં બધા માટે ખુલી મૂકી અને બીઝ નેસ પેજ નું ઓપ્શન આપ્યું. આ બીઝનેસ પેજ લોકોના બીઝનેસ વિકસાવવા માટે ઉપયોગી થવા લાગ્યા અને જોતજોતામાં માત્ર 1 વર્ષની અંદર એક લાખ બીઝનેસ પેજ બની ગયા.હવે આ જગ્યાએથી માર્કે આ વેબસાઈટ વધુને વધુ ઉપયોગી થાય તે માટે નવા નવા આઈડિયા અમલમાં મુકવા માંડયા જેમાં ગ્રુપ, સ્ટેટ્સ, લાઇક જેવા ફીચર્સનો સમાવેશ કર્યો।

અને જોતજોતામાં વેબસાઈટના યુઝ ર દિવસે બમણા અને રાત્રે ચાર ગણા વધવા માંડ્યા। 2009 થી પહેલી વખત તેમની વેબસાઈટથી નફો થયો અને પછી તો જાણે રૂપિયાનો વરસાદ શરુ થયો.

આમતો એક સવાલ તો સળગતો જ છે. મારું ફેસબુકમાં 2009 થી એકાઉન્ટ છે.અને અત્યાર સુધી લગભગ 2000 દિવસો માં રોજ એક વખત નજર નાખું છું. અને આજ સુધી એક નવો પૈસો પણ માર્કે નથી માંગ્યો તો તેની પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી?? લોગીન ફ્રી, અનલીમીટેડ HD ફોટા ફ્રી માં સાચવે અને મારા જેવા કરોડો લોકો ફેસબુક વાપરે છે તો પણ આટલો રૂપિયો આવ્યો ક્યાંથી? તો ધ્યાનથી વાંચજો.

માર્કે પોતાની કંપનીનો માર્કેટિંગ મેનેજર બીજો કોઈ નહિ પણ ગૂગલના જ માર્કેટિંગ મેનેજરને રાખ્યો હતો.

માર્ક ને ખબર હતી કે નવરા લોકો ફેસબુક પર વધારે સમય પસાર કરે છે, આમાટે તેમાં ગેમ્સ નો સમાવેશ કર્યો। અને ગેમ્સ પણ એજ સમયે બંધ થતી જે સમયે રમત રમનાર વ્યક્તિ ઉતેજીત થઇ ગઈ હોય. એટલે જો ગેમ્સ કંટીન્યુ કરવી હોય તો રૂપિયા દેવા પડે.કમસેકમ 10 માંથી 1 વ્યક્તિ તો રૂપિયા દઈને ગેમ્સ રમે જ છે. ફાર્મવિલે ગેમે 3 મહિનામાં 800 કરોડ કમાવી આપ્યા। અને આવી અઢળક ગેમ્સ દર મહીને આવે છે. હાલના તબકકે કેન્ડી ક્રશ મોખરે છે.

ગેમ્સ તો માત્ર બાજુની આવક છે, મુખ્ય આવક તો બીજી કંપનીનું માર્કેટિંગ જ છે, ફેસબુકને સારી રીતે તમારી લાઇક, શોખ, ઉમર, સ્થળ વગેરે માહિતી છે. અને માત્ર આજ માહિતી ફેસબુક ને કરોડો કમાવી આપે છે.

ઉદાહરણ લઈએ તો મારી એક હોટેલ છે, અને મારે મૈસુર માં આવતા મુસાફરોને જાણ કરવી છે કે મારી એક હોટેલ છે. હું ફેસબુકને રૂપિયા આપું અને બદલામાં ફેસબુક જે પણ વ્યક્તિ મૈસુર માં ચેક ઇન કરે તેના ફેસબુક લોગીન માં મારી હોટેલ ની જાહેરાત આપે. એક વ્યક્તિના લોગીનમાં જાહેરાત આપવાના એક ફિક્સ રૂપિયા નકી હોય. વધારે રૂપિયા આપો અને વધારે લોકોને જાણ કરો. આ પ્રક્રિયામાં મને મુસાફરો મળવાની સંભાવના વધી જાય છે કેમકે ફેસબુક માત્ર મૈસુરમાં આવેલા મુસાફરને જ મારી જાહેરાત બતાવાની કાળજી રાખે છે.

આતો માત્ર ઉદાહરણ છે, નાની પેન થી લઈને મોટી ગાડીઓ સુધી બધાજ બીઝ નેસ અત્યારે ફેસબુકનો સહારો લે છે,

સાદી ગણતરી કરીએતો પેપ્સી ના ઓફીસીઅલ પેજની આપણે લાઇક કરીએતો પેપ્સી કંપની 10 રૂપિયા ફેસ્બુકને આપે. આ ભાવ નોર્મલી 10 રૂપિયાથી લઈને 300 રૂપિયા જેટલો હોય છે, દર લાઇક અથવા શેર કરવાના ભાવ નકી છે. પેજ લાઇક , ન્યૂઝ ફીડ, શેરીંગ, પેજ વ્યુઇગં , સ્પોન્સર્ડ પેજ વગેરે અલગ અલગ વિશેષતાના અલગ અલગ ભાવ હોય છે,

ફોર્ડ કાર કંપની, મેક ડોનાલ્ડ હોટેલ ચેઈન અને HSBC બેન્કે પોતાની બ્રાંડ માર્કેટિંગ ના સૌથી વધારે રૂપિયા ફેસબુકમાં રોક્યા છે, નાઈક કંપનીના શુઝ નું માર્કેટિંગ ફેસબુકથી જ શરુ થાય અને પછી TV માં જાહેરાત આવે, સ્ટારબક્સ નામની કોફી કંપનીએ ફેસબુકના સહારે પોતાના ગ્રાહકોમાં 38% નો વધારો કર્યો। ડીઝની ઓનલાઈન ગેમિંગ કંપનીના ફેસબુક પેજમાં 46 કરોડ ચાહકો છે, ડેલ નામની લેપટોપ બનાવનાર કંપનીએ ફેસબુક સાથે મળીને એપ્લીકેશન બનાવી જેની મદદથી માત્ર 1 વર્ષમાં 585 કરોડ રૂપિયાના લેપટોપ વેંચ્યા। જયારે સેમસંગ નામની કંપનીએ લોગ આઉટ પેજ ફેસબુક પાસેથી ખરીદી લીધું। મારા અને તમારા જેવા લોકો જયારે ફેસબુકમાંથી લોગ આઉટ થાય એટલે તરત સેમસંગ ગેલેક્ષી એસ 3 મોબાઈલની જાહેરાત દેખાય। EA sports નામની ગેમીગ કમ્પનીએ માત્ર 18 કરોડ રૂપિયા ફેસબુક માર્કેટિંગ માં રોક્યા અને ફેસબુકે 1750 કરોડ રૂપિયાનું વળતર કરી આપ્યું।

ટીપ્સ :-

આ બધું તો બરાબર। પણ આપણને ફેસબુક અમુક રીતે ખરેખર મદદરૂપ થઇ શકે છે. મારા અંગત અનુભવ વર્ણવું।

અનુભવ 1:-

એક કંપનીનું ઈન્ટરનેટ એક મિત્રએ લીધું હતું। અને અમે 4-5 લોકો તેનો સહિયારો ઉપયોગ કરતા।બાદમાં એક મિત્રની બદલી થતા અમે 3 મિત્રો તેનો ઉપયોગ કરતા।આમ કરતા ધીમે ધીમે બધા મિત્રોએ ઈન્ટરનેટનો ઉપયોગ બંધ કર્યો। એટલે મેં કસ્ટમર કેર માં ફોન કરી ને ઈન્ટરનેટ બંધ કરવાની અપીલ કરી. પરંતુ મારા બેટા બંધ કરેજ નહિ અને જેના નામનું ઈન્ટરનેટ છે તેમનો ફોન આવે તો જ બંધ કરશું એવા ઉદ્ધત જવાબ આપે. બીલ તો રોજનું ચડે અને મારો મિત્ર વિદેશ હોવાથી તે ફોન કરીશકે તેમ ના હતો. છેવટે કંટાળીને મેં તે કંપનીના ફેસબુક પેજ પર આખી કહાની લખી. માત્ર બે દિવસમાં તેમના 4 ફોન આવી ગયા , તેમની ભૂલ સ્વીકારી અને જો હું ઈન્ટરનેટ ચાલુ રાખું તો 1000 રૂપિયાનું ડિસ્કાઊંટ આપવાનું વચન આપ્યું।

અનુભવ 2:

મને મોબાઈલનું બીલ આવ્યું જેમાં મારી જાણ બહાર તેલોકોએ 70 રૂપિયા કાપી લીધા હતા । મેં કારણ જાણવા ફોન કર્યો તો 30 મિનીટ સુધી તો બાપાવાળી ટેપ વાગી કે તમારો કોલ અમારા માટે મહત્વનો છે. પણ કોઈ પણ મેનેજરે વ્યવસ્થિત જવાબ ના આપ્યો। મારો ફોન બે-ચાર વખત ટ્રાન્સફર થઇ ને મને જણાવ્યું કે અમે કઈ કરી શકીએ એમ નથી. આપણે તો ફેસબુક જિંદાબાદ। બધી ભડાસ કાઢી નાખી। બે ચાર મિત્રો ને મજા પડી એટલે તેને લીક અને શેર કર્યું। એટલામાં તો ઓફીસીઅલ પેજથી મેસેજ આવ્યો કે તમે સમય આપો તે સમયે અમે ફોન કરી તમારો પ્રશ્ન સોલ્વ કરશું। (અને ખરેખર મેં નક્કી કરેલા સમયમાં મને એક પણ મીનીટનો વિલંબ ના કરવો પડ્યો। તેજ સમયે મને ફોન આવ્યો )અને તેમણે મારો પ્રશ્ન સમજી ને બીજા મહિનામાં 70 રૂપિયા બાકાત કરી આપ્યા।

નોંધ:- ખાસ યાદ રહે કે તમે ફેસબુક પેજ પર ફરિયાદ કરવા પહેલા તમે સાચા છો તેમની 100% ખાતરી કરો . જો તમે સાચા હસો તો ફેસબુકના ઓફીસીઅલ પેજ પર નિશ્ચિંત થઇ ને લખો. મારી ગેરંટી છે કે તમને ન્યાય મળશે। તેઓ ને ફેસબુક પરનો નકારાત્મક પ્રચાર બહુ કપરો પડે છે.

ફેસબુક એ આપણા માટે ટાઇમ પાસ છે પણ માર્કની કંપની 6 લાખ 55 હજાર કરોડ થી પણ વધારે સંપતિ ધરાવતી કંપની છે. અને આ ફેસબુક કંપનીએ whatsapp સોફ્ટવેરને 19 બિલિયન ડોલર માં ખરીદી લીધો છે, એટલે આપણા whatsapp ના માલિક પણ માર્ક જ છે,

આ બધા ફાયદાઓ છે તો ફેસબુક ને ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે, ફેસબુકથી સાઈબર ક્રાઇમ માં ઘણો વધારો જોવા મળ્યો છે. જેમકે ખોટી પ્રોફાઈલ બનાવીને છોકરીઓને ફસાવવી, ખોટા બીઝનેસ પેજ બનાવીને લોકોને છેતરવા, અયોગ્ય સ્ટેટસ મૂકી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવી વગેરે, અને આ બધા ફેસબુક ના દુરુપયોગ રોકવા માટે માર્ક એકદમ પ્રતિબધ છે, માર્કની એક ટીમ આખો દિવસ આવા ખોટા પ્રોફાઈલ ધરાવતા યુઝ ર્સ ને શોધીને તેની પ્રોફાઈલ ડીલીટ કરવાનું કામ કરે છે. એક આંકડા મુજબ એક દિવસમાં ફેસબુકની આ ટીમ 20,000 નકલી પ્રોફાઈલ ડીલીટ કરે છે.

માર્ક એક ચંચળ વિદ્યાર્થી હતા પણ અત્યારે એક ઉમદા વ્યક્તિની પ્રતિભા ધરાવે છે.રસપ્રદ વાત એ છે એ ફેસબુક પેજનો કલર બ્લુ પસંદ કરવામાં આવ્યો છે કેમકે માર્ક લાલ અને લીલા રંગ પ્રત્યે રંગ અંધત્વની ખામી ધરાવે છે.તે માત્ર બ્લુ કલર જ સારી રીતે પારખી શકે છે.આટલા બધા રૂપિયા હોવા છતાં માર્ક મની ઓરીએન્ટેડ નથી અને પોતાની સંપતિનો અડધો ભાગ તે લોકોના પરોપકાર માટે દાન કરશે તેવી તેણે જાહેરાત કરી છે.જાણીને નવાઈ લાગશે કે માર્કના પાળીતા કુતરાનું પણ એક પેજ છે જેના 20 લાખથી પણ વધારે લાઇક છે, 2008 ની વૈશ્વિક મંદી બાદ 2009માં સ્થિતિની ગંભીરતાને સમજાવવા આખું વર્ષ તે ટાઇ પહેરીનેજ લોકો સમક્ષ આવ્યા હતા, ના ગમતા વ્યક્તિઓને બ્લોક કરવાનું ઓપ્શન ફેસબુક આપે છે પણ માર્ક ની પ્રોફાઈલનેજ એવો વિશેષ અધિકાર છે કે કોઈ બ્લોક કરી શકે નહિ, માર્કે પોતાના ચાહકોને ખુશખબર આપ્યા છે કે તે ટૂંક સમયમાં એક પુત્રીના પિતા બનવાના છે,

માર્કની આ સફળ જીંદગી પર એક ફિલ્મ પણ આવી છે "સોસીઅલ નેટવર્ક". માર્કની મંજુરીથી બનાવવામાં આવેલી આ ફિલ્મના હીરોને માર્કે પોતાના કોલેજ દરમિયાન પહેરેલા વસ્ત્રો આપ્યા હતા. ફિલ્મમાં હિરો ભલે નકલી હોય પણ વસ્ત્ર અસલી હીરોના છે.

ટૂંકમાં કહીએ તો માર્કની માતા જ ખુશનસીબ છે કે તે તેમના સંતાન ને કહી શકે છે "બેટા , બાકી બધું મૂકીને ફેસબુકમાં ધ્યાન આપ. તોજ તારું કલ્યાણ થશે " બાકી આપણે તો મોબાઈલને અડ્યા નથી ને રસોડામાંથી વાસણનો છુટો ઘા આવે..

મિત્રો આશા છે કે લેખ તમને ગમ્યો હશે. સારો નહિ હોય તો ચાલશે પણ સાચો અભિપ્રાય જરૂર આપજો।