Dil Se Indian Manthan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dil Se Indian

દિલ સે ઇન્ડીયન

હું આ દેશભક્તિ પર લખવાની ટ્રાય કરું છું...આ લેખ એ એક મારા મનનો વિચાર છે, મારા મનની એક ગડમથલનો એક ભાગ છે.. આ ગડમથલ એ જ કે "દેશભક્તિ એટલે શું?"

હવે જયારે પણ કોઈ વાત કરવા જાય કે દેશભક્તિ એટલે આમ હોય , હું તો મોટો દેશભક્ત ।. એટલે બુદ્ધિજીવીઓ કઈક અઘરા શબ્દો વાપરી ને ચુપ કરી દે.. આવા અલ્ટ્રા શુદ્ધ "સહિષ્ણુતા, દેશ દ્રોહ, સેક્યુલર" વગેરે શબ્દો બોલે તો મારા મનમાં તો થ્રી એડિયટ્સનો પ્રોફેસર યાદ આવે.. "ભાઈ.. કહેના ક્યાં ચાહતે હો??" એટલે હારું એમ થાય.. કે છોડને।.. ક્યાં હવે માથાકૂટ કરવી।. છોડને।.

મિત્રો।.. જયારે પણ તમે આવી પરિસ્થિતિમાં મૂકાઈ જાઓ.. કે તમે સાચા હો પણ સામે વાળી વ્યક્તિ આવું કઈક બોલે એટલે તમારે મારી આ લાઈનો યાદ રાખવી।. અને બેજીજક ઠપકારી દેવી।. " હે બુદ્ધિજીવીનો ખોટો ડોળ કરતા મુર્ખજીવી।..કહેના ક્યાં ચાહતે હો??"

યાદ રાખો।. કે આવો વ્યક્તિ મોટા ભાગે માત્ર એક ગ્રુપમાં હીરો બનવાની ટ્રાય કરતો હોય છે અને ગ્રુપમાં હાજર યુવતીને ઈમ્પ્રેસ કરવાની ટ્રાય કરતો હોય છે. ગ્રુપમાં રહેલ યુવતીને વાતની કંઈ ખબરના હોય એટલે વાત ટાળવા માટે અલ્ટ્રા શુદ્ધ શબ્દો પર "વાહ વાહ " બોલી દે. અને સો કોલ્ડ બુદ્ધિજીવીતો ફોર્મમાં આવી જાય.. આવા લોકોની અક્કડ ઠીકાને ત્યારે આવે જયારે આજ યુવતીઓ મુર્ખજીવી પર હસે.. એટલે તમ તમારે આવા વ્યક્તિ પોતાની વાત મુકે કે તરત કહી દેવું।.. 2-4 યુવતી તેના પર હસી લે એટલે બસ.. કલાક સુધી સચવાઈ જશે..

આ બધું તો ચાલતું રહેશે પણ વાત તો એક મોટી છે કે રાષ્ટ્રભક્તિ એટલે શું?

આજે આપણે રાષ્ટ્રભક્તિ કરીએ છીએ એ બીજું કઈ નહિ પણ કઈક એવું છે કે..

* ડાયલોગ મારીને ફેસબુકમાં વધુ લાઇક મેળવવા

* 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીને રજાનો દિવસ માની, સફેદ કુર્તો પહેરી સ્કુલ, કોલેજ કે ઓફિસમાં રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી લેવું

* ભારત પાકિસ્તાનની મેચ હોય એટલે બધી વસ્તુ પડતી મૂકીને મેચ જોવી અને ભગતસિહને જેમ ત્યારના યુવાનોએ હિમત આપી તેમ આપણે ફેસબુક અને ટ્વીટરમાં હિમત આપવી

* અને હા। . જો કઈક પાકિસ્તાનના રાજનેતાઓ ભારત વિરુધ્ધ બોલી જાય તો તો પતિ ગયું।.. દરેક વ્યક્તિમાં દેશભક્તિનો ઉમળો આવી જાય કે જાણે આજે સામે હોય તો તો પાકિસ્તાનનું આવી બન્યું।..

(આ બધામાં હું પણ બાકાત નથી)

બસ.... વાત થઇ પૂરી।.. એટલું કરો એટલે રાષ્ટ્રભક્ત।.... શું ખાખ રાષ્ટ્રભક્ત।....વાત આવે સફાઈની , વાત આવે બજેટની, વાત આવે સારા દિવસોની।. તો પછી મણ મણ ની દેવા તો પબ્લિક તૈયાર જ હોય છે.

મિત્રો।.. મારી વાત લખી રાખજો।.. ભારતમાં રાષ્ટ્રભક્તિ ભારત પાકિસ્તાનની મેચ અને ભારત પાકિસ્તાનના યુદ્ધ સુધી જ સીમિત છે. બાકી તો કોઈને પડી પણ નથી. થેન્ક્સ ટુ ફેસબુક, ટ્વીટર, વોટ્સઅપ। . કે જેથી દેખાદેખીમાં લોકો 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીમાં વહેલા ઉઠતા તો થયા...

બાકી આ કોઈ પણ જાતની રાષ્ટ્રભક્તિ નથી.. એટલો એવો દેખાવ કરતા હો તો ના કરતા।.. મારા મતે રાષ્ટ્રભક્તિએ તો કઈક અલગ જ હોવું જોઈએ।.

જો આ દરેક વ્યક્તિને કહેવામાં આવે કે તું તારું ભવિષ્ય કેવું જોઈએ।.. એટલે બોલશે।..

* એક ઈંગ્લીશ બોલતી વાઈફ

* ઇન્ટરનેશનલ સ્કુલ જતા બાળકો

* મર્સીડીસ કે એવી કોઈ હાઈ ફાઈ ગાડી

* અને મારે તો અમેરિકા સેટ થવું છે અથવા જો યુરોપ હશે તો પણ ચાલશે।....

* મારે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવું છે

હરામ જો કોઈ કહે કે મને

* ઈંગ્લીશ નહિ બોલે તો હાલશે પણ દેશભક્ત પત્ની જોઈએ

* મારે તો સરકારી સ્કુલમાં બાળકોને નાખવા છે

* આપણે તો નેનોનું કોઈ લેટેસ્ટ વર્સન કે કોઈ પણ ઇન્ડીયન ગાડી લેવી

* મારે તો ઇસરોમાં કામ કરવાની ઈચ્છા

અને વિદેશમાં સેટ થવાની વાત આવે તો આપણે જ પહેલા ઉંચી ઉંચી ઠોકીએ।. કે મારા કાકા તો અમેરિકામાં છે...અમેરિકામાં તો આવું હલાવી જ ના લે... (એ જ તો પ્રશ્ન છે... ભારત દેશ ચલાવી લે છે। .).. અને પછી કોઈ તેની વાત કરે કે મારા ઓળખીતાતો ઈંગ્લેન્ડમાં।. એટલે પછી તેને સારા કેવું પડે..

"ગીવ રીસ્પેક્ટ ટેક રીસ્પેક્ટ" જેવું કઈક...

કોઈ પણ એમ કહે કે મારા ફલાણા તો અમેરિકા।.. હિમત હોય તો કહેજો।.. "અમેરિકા।... ઠીક... કેમ ભારતમાં નથી મેળ પડતો?..."

જયારે ભારત દેશને બીજા દેશથી ઉંચો જોવાની શરૂઆત કરશો તો જ ફરક પડશે।..બાકી તો અમેરિકા અમેરિકા કરીને આપણે તો આપણા જ દેશનું પતન કરીએ છીએ। ..

અને આજકાલના યુવાનો તો એક કંપનીને પણ લોયલ નથી રહી શકતા। દેશ તો દૂરની વાત છે..

વાત ત્યાજ આવીને અટકી જાય છે.. કે કંપની છોડવાની સગવડતા છે એટલે છોડી દેવાની।.. દેશ છોડાતો નથી એટલે ગાળો દેવાની।..

અથવા તો લોકોની માનસિકતા આવી કઈક થઇ ગઈ છે

- જો આપણી કંપની પગાર વધારો ના આપે તો મન મનાવીએ કે દુનિયાની ઈકોનોમી ડાઉન છે પણ જો સરકાર એક વર્ષમાં એક વસ્તુ પણ કરવાનું ભૂલી ગઈ તો "ક્યાં ગયા સારા દિવસો બોલવા વાળા?"

(હકીકત તો એ છે કે કંપની વિરુધ બોલીએ તો કંપની પાટું મારીને કાઢી મુકશે।. પણ દેશતો નહિ કાઢે।..)

- જો કંપની તરફથી બહાર જવાનું થાય તો શક્ય એટલા ખોટા બીલ બનાવશે, કાયદાની આંટા ઘુટીના દરેક ફાયદા લેશે। અને પછી કહેશે કે તમને ના ખબર હોય શી તકલીફ છે અમેરિકામાં। . પણ જો આપણો વડાપ્રધાન તેનું કાર્ય કરવા અને ભારતનું માન વધારવા બીજા દેશમાં જાય અને ત્યાંથી કરોડો રૂપિયાની ડીલ કરે તો પણ બોલશે।. આપણો વડાપ્રધાનતો રખડું।..

- સ્વચ્છતાની વાત આવે તો કહેશે કે હું તો ટેક્ષ ભરું છુ। . હરામ જો કોઈ સાચી આવક અને સાચો ટેક્ષ ભરતા હોય... ઉલટાના ટેક્ષ કેમ બચે તેની ચર્ચા કરતા હોય। .. ટેક્ષ ભરવા કરતા ઇન્કમ ટેક્ષ રીટર્નના ફોર્મ વધુ ડાઉનલોડ થાય છે

- બુદ્ધિજીવીઓ વાત કરશે કે ભારતમાં તો કાયદો બહુ ધીમો।. ચીનમાં તો આતંકવાદીને 5 દિવસમાં ફાંસી આપી દે.. તો આવા મુર્ખજીવી ને કહેવું કે ચીનમાં ચીન વિરોધી 50 લોકો ને પણ 4 દિવસમાં ગોળીએ વીંધી નાખ્યા હતા.. અને તે પણ ખાઈ પાસે ઉભા રાખીને।. એટલે તેમના પરિવારજનો તેમની બોડીનો કબજો ના લઇ શકે...

(કાશ આવો મુર્ખજીવી ચીનમાં જન્મ્યો હોત તો ખોટી લપલપ ના કરત)

આ દરેક લોકો એ જ ઝાડના મુળિયા છે જે ભારત પાકિસ્તાન યુદ્ધ અને મેચ વખતે દેશભક્તિ દર્શાવે છે.

દેશને ખાલી પાકિસ્તાન જ કોઈ ઇસ્યુ નથી. બીજી ઘણી વસ્તુઓ છે જેમાં દેશ દાઝ ની જરૂર છે..

- ભારતમાં ટ્રાફિક ની સમસ્યા છે અને આ જ મુર્ખજીવીઓ ટ્રાફિક સિગ્નલ પહેલા તોડે છે

- ભ્રષ્ટાચાર વિરુધ લાંબુ ભાષણ આપતા આ જ મુર્ખજીવીઓ ટ્રાફિક પોલીસ સાથે સેટીગ પાડતા હોય છે

- ટ્રાફિકના નિયમોને જાણનાર આ જ મુર્ખજીવી હેલ્મેટ હાથમાં રાખીને પલ્સર ચલાવવાને હીરોપંતી સમજે છે

- આ મુર્ખજીવીઓ હેલ્મેટ પોતાની જિંદગી બચાવવા નહિ પરંતુ પોલીસના દંડના 100 રૂપિયા બચાવવા માટે પહેરે છે

- દરેક લોકોએ મત દેવો જોઈએ એમ કહેનાર આજ મુર્ખજીવીઓ તે દિવસે ફેસબુકમાં લખે છે "એન્જોયિંગ હોલીડે, ફિલિંગ રિલેક્સ્ડ "

- અનામત વિરોધી નારા લગાવનાર આ જ મુર્ખજીવીઓ "હું ગુજરાતી", "હું અમદાવાદી" "મારું શહેર એ જ સર્વશ્રેષ્ઠ" જેવા ગ્રુપનો એડમીન હોય...

( હું જ ગુજરાતી અને હું જ સાચો એ અનામતની વિચારસરણી નું પ્રથમ પગથીયું છે. વાત સમજજો )

- જો વિદેશીઓ તૂટ્યું ફૂટ્યું હિન્દી બોલે તો "વાહ। . કેવા સમજુ છે.. કેવા ક્યુટ છે। . હિન્દી બોલવાની ટ્રાય તો કરે છે".. પણ જો કોઈ ભારતીય તૂટ્યું ફૂટ્યું અંગ્રેજી બોલે તો તો "ગવાર।.. ગામડાઈ... "

આ બધા એ વ્યક્તિઓ છે જેમના પોતાનાતો લગ્ન નથી થયા પણ બીજાને છુટાછેડાની સલાહ આપે। .

એટલે મિત્રો।.. સૌ પ્રથમ તમે આવા ના બનો... બીજા કોઈ આવા હોય તો તેમને ઓળખો।.. અને પછી ઇસુ ખ્રિસ્તનું વાક્ય યાદ કરો। . " હે ભગવાન।.. આ લોકો શું કરે છે તેની તેમને પોતાને પણ કાઈ ખબર નથી. તેમને માફ કરજો।."

[ભલું થાય જો તેમને સદબુધ્ધિ આપે...)

હવે મૂળ વાતતો એ.. કે હું બીજાને દેશભક્ત કે દેશદ્રોહી કહું તે પહેલા હું તો સાચો દેશભક્ત બનું। .

દેશભક્ત કોને કહેવું।..

અટલ બિહારી વાજપાયીની આ લાઈન સાંભળો। .

"ભારત કોઈ ભૂમિ કા ટુકડા નહી, એક જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ..

યે વંદન કી ભૂમિ હૈ, અભિનંદન કી ભૂમિ હૈ, યે અર્પણ કી ભૂમિ હૈ , એ તર્પણ કી ભૂમિ હૈ..

ઇસકી નદી નદી હમારે લિયે ગંગા હૈ, ઇસકા કંકર કંકર હમારે લિયે શંકર હૈ..

હમ જીયેંગે તો ઇસ ભારત કે લીયે। . હમ મરેંગે તો ઇસ ભારત કે લિયે।..

ઓર મરને કે બાદભી ગંગાકી નદી કો કોઈ કાન લગાકર હમારી અસ્થીઓકો સુનેગા।.

તો ભી એક હી આવાઝ આયેગી।.

ભારત માતા કી જય। .."

આને કહેવાય દેશભક્ત।.. દેશ વિશેના આ વિચારો તેમને દેશ ભક્ત બનાવે છે..અદભૂત વિચારો।.. એક જોશ આવી જાય આ વાંચીને।..

એક કરન્ટ પસાર થઇ જાય ભારત ના નામનો।.

. નહિ કે કોઈ વ્યક્તિ રૂપિયા દઈને ખરીદેલી સ્પીચ બોલે અને મુર્ખજીવીઓ તેમને હીરો ગણે...

એક હીરો બતાવો આ દેશ માં। . જે માત્ર 2 દિવસ કે 4 દિવસના બફાટથી હીરો બન્યો હોય...

અટલ બિહારી વાજપેઈને વડાપ્રધાન બનતા 50થી વધુ વર્ષ લાગ્યા।... સચિનને સચિન બનતા 20 વર્ષ લાગ્યા।.. અમિતાભ બચ્ચનને પણ 30 વર્ષથી પણ વધુ યોગદાન આપવું પડ્યું।.. ચોકકસ આ દરેક વ્યક્તિને નાની ઉમરમાં જ માન મળી ચુક્યું હતું।.. પરંતુ તે માન કંટીન્યુ કરવા તો એટલા વર્ષનો પરિશ્રમ કરવો પડ્યો।..

અરે સાચા દેશ્ભક્તને દેખાડો કરવાની જરૂર ના હોય...

કલામ સાહેબે નાસાની કરોડો રૂપિયાની નોકરીની ઓફર ઠુકરાવી.. માત્ર ભારત માટે (25-30 વર્ષની ઉમરે)

ગાંધીજીએ આફ્રિકાની આરામદાયક જિંદગી છોડી।.. માત્ર ભારત માટે (25-30 વર્ષની ઉમરે)

ભગત સિહે ફાંસી ના ફંદાને પ્રેમથી ગળે લગાવ્યો।.. માત્ર ભારત માટે (24 વર્ષની ઉમરે)

પણ આજના યુવાનોને ન્યુઝ ચેનલમાં પોતાનું નામ જોઈએ છે.. લો કરલો બાત..

આમ કઈ બે-ચાર ન્યુઝ ચેનલ ટી આર પી વધારવા માટે કોઈના ઈન્ટરવ્યું આપે.. અને આપણે મૂરખની જેમ તેની ચર્ચા કરીએ।.. ધિક્કાર છે આપણા ઉપર...

પ્યાર કા પંચનામા નો ડાયલોગ યાદ છે ?

" અગર લડકિયોં કે સામને ઉંગલી ઉઠ ગઈ તો સારી બાત વહી પે આકે અટક જાયેગી કી ઉંગલી કયું ઉઠાઈ?"

આપણા ન્યુઝ ચેનલનું પણ એવું જ છે... કે આખી વાત એક બાજુ માં રાખી ને બસ એક વાત પર ઢંઢેરો વગાડે છે..કે સરકારે ક્યાં ખોટું કર્યું।..

મને મારા પિતાજીએ એક વાર્તા કહી હતી.. કે હાથી કેવો હોય...

એક વખત બીરબલે એવા ચાર માણસોને બોલાવ્યા જે લોકોએ કોઈ દિવસ હાથી જોયો નથી. આ લોકોના આંખ પર પટ્ટી બાંધી। એક માણસને સુંઢ તરફ, એક ને પગ તરફ, એક ને પૂંછડી તરફ અને એક ને તેના કાન તરફ રાખ્યો।.

આ દરેક માણસોએ માત્ર સ્પર્શથી જે બીરબલે બતાવ્યું તે પ્રમાણે વર્ણન કર્યું

કાન તરફ રહેલ માણસ કહે કે હાથીતો સુપડા જેવો

સુંઢ તરફ રહેલ માણસ ક્હે કે મને તો કઈ ખબર ના પડી

પૂંછડી તરફ રહેલ માણસ કહે કે હાથી તો દોરડા જેવો

પગ તરફ રહેલ માણસ કહે કે હાથી તો થાંભલા જેવો।.

બસ... આપણું પણ કઈક આવું જ છે. દરેક ન્યુઝ ચેનલ પોતાના એજન્ડા રજુ કરે. અને આપણે જે ન્યુઝ ચેનલ જોઈ હોય કે જે પેપર વાચ્યું હોય તે જોઈને દે ધના ધન શરુ થઇ જાય આપણી।.. હકીકત થી તો આપણે સભાન જ નથી.

મિત્રો।.. જયારે દેશની વાત આવી જાય તો મારે રાજ રમત રમવાનું મન થાય. જો ભાજપ કામ કરે તો ભાજપ ને મત, કોંગ્રેસ કરે તો તેને અને આપ કરે તો તેને।... સૌથી મુર્ખ વ્યક્તિ એ છે કે જે એક વ્યક્તિને સપોર્ટ કરવા દેશનું પણ વિરોધી વિચારે।.. કેમ કે। .. મારો હીરો નીચો નમવો ના જોઈએ।. (પછી ભલે ને દેશ નમી જાય ) . જો IPL માં આપણે 2-3 ટીમને એક સાથે સપોર્ટ કરતા હોઈએ તો પછી ભારત માટે થઈને બે પાર્ટીને એક સાથે શા માટે સપોર્ટ નહિ?

આ બધું ત્યારે જ થશે કે જયારે અપણે બધા એક જ વિચારશું । "ભારત"

ચાલો આપણે પ્રણ લઈએ

- જ્યાં સુધી મને કોઈ હકીકતની ખબર નહિ હોય ત્યાં સુધી દોઢ ડાહપણ નહિ કરું

- હકીકત જાણવા માટે 3થી વધુ ન્યુઝ ચેનલ, 2થી વધુ અખબાર ઉપરાંત ઓનલાઈન સર્ચ કરીને જ કોઈ નિષ્કર્ષ પર આવીશ

- ભારત વિરુધનું તો કાંઈ પણ ચલાવી લઈશ નહિ

- મોદી 2GB ફ્રી આપે છે કે મોદી વિદેશ જઈને એટલા રૂપિયા વાપરે છે એવા કોઈ પણ સંદેશો મોકલી મુર્ખ બનીશ નહિ

- મોદીની પ્રશંશા માટે આપની ટીકા કે આપના વખાણ માટે મોદીની ટીકા નહિ કરું।

- જો મારો લીડર ખોટું કરતો હશે તો તેના વિરુદ્ધ બોલવાની હિમત રાખીશ (હકીકત તો યે હૈ કી દુસરે તો લડને કી તાકાત દેતે હૈ પર અસલી દર્દતો અપને હી દેતે હૈ...જો આપણો લીડર ખોટું કરે તો દર્દ તો દેવું જ પડે ભાઈ)

ભારત દેશનું નામ આવે એટલે શરીરમાં જણજણાટી થવી જોઈએ। તેના વિરોધીનો કોઈ સાથ આપે તો આપણું લોહી ઉકળવું જોઈએ। એક વખત આપણું એક ગ્રુપ બનશે અને તે જયારે સાથે હશે તો કોઈની હિમત નહિ કે આપણને કઇ બોલી જ શકે.

તમારા અભિપ્રાય જરૂર આપજો।.

email :- manthanchhaya @gmail.com

whatsapp:- +91 99864 17622