શ્રી અજીત દોવલ
ચીનમાં ભારતના સિક્રેટ એજન્ટ
મિત્રો ,
બાળપણમાં આપણે જેમ્સ-બોન્ડની પિક્ચર જોઈને આપણે પોતે પણ સીક્રેટ એજન્ટ બનવાના સપના જોતા...
આજે આ લેખમાં ભારતનાં વાસ્તવિક જીવનના જેમ્સ બોન્ડ , શ્રી અજીત દોવલની વાત કરીશું.
70 વર્ષની વયે ભારતનો એકદમ જટિલ, ગંભીર અને ખતરનાક હોદો ચીવટથી સંભાળનાર વ્યક્તિની કેરીઅર ઇનિંગ્સની હાઈલાઈટસ.
* આઈ.પી.એસ. ઓફિસર
* ચીનમાં ભારતના સીક્રેટ એજન્ટનું કામ
* લાહોર,પાકિસ્તાનમાં ભારત માટે સીક્રેટ એજન્ટનું કામ (સાત વર્ષ )
* ભારત ના કુલ 15 વિમાન અપહરણ (1971-1999) કેસ સંભાળનાર ભારતના એક માત્ર વ્યક્તિ
*કંદહાર વિમાન અપહરણ સમયે આતંકવાદી સાથે ભારત તરફથી વાટાઘાટ નું કામ
* ઓપરેશન બ્લુ સ્ટાર સંભાળનાર
* ઓપરેશન બ્લેક ઠંડર સંભાળનાર
*પાકિસ્તાનમાં ભારત તરફથી હાઈકમિશનર
* ઇન્ગલંડમાં ભારત તરફથી હાઈકમિશનર
* ઇન્ટેલીજેન્ટ બ્યુરોમાં ઓપરેશન વિંગના હેડ (દસ વર્ષ)
* ઇન્ટેલીજેન્ટ બ્યુરોના ડીરેક્ટર
* માત્ર 6 વર્ષ ની કારકિર્દી દરમિયાન "પોલીસ મેડલ" પુરસ્કાર (આ પુરસ્કાર માટે મીનીમમ 17 વર્ષ ની કારકિર્દી જરૂરી છે.)
* ભારતના પાંચમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
આ વ્યક્તિત્વ ભારત રત્ન થી કંઈ કમ નથી. બે-ત્રણ પાનાનો લેખ આ વ્યક્તિ માટે તો એકદમ ટૂંકો પડશે। .. આપણે અમુક રસપ્રદ કિસ્સા ની ચર્ચા કરીએ
કિસ્સો :- 1
સ્થળ :- લાહોર, પાકિસ્તાન
અજીત સાહેબ જયારે પાકિસ્તાનમાં વેશ બદલો કરીને કામ કરતા હતા તે સમયની વાત છે,.. હિંદુ ધર્મ પાળતા અજીત સાહેબ પાકિસ્તાનમાં મુસ્લિમ વ્યક્તિ બનીને રહેતા હતા. અને કોઈને શક ના જાય તે માટે રેગ્યુલર મસ્જીદમાં નમાજ પઢવા જતા. એક સમયે તે મસ્જિદ પાસેથી પસાર થતા હતા ત્યારે એક બુઝુર્ગ વ્યક્તિ એ એમને નજીક બોલાવી ને એક પ્રશ્ન પૂછ્યો। .
" શું તમે હિંદુ છો?"
અજીત સાહેબનો પહેરવેશ પણ મુસ્લિમ હતો. તેમ છતાં એક અનજાન વ્યક્તિએ આ પ્રશ્ન પૂછ્યો તે સાંભળી ને નવાઈ લાગી।
"નહિ.. હું તો મુસલમાન છું.."
"તમે જુઠું બોલો છો. તમે હિંદુ છો. પણ મુસ્લિમ પહેરવેશ માં ફરો છો। જો તમારી પાસે સમય હોય તો મારી સાથે આવો."
અજીત સાહેબને જરા ડર લાગ્યો કે તેમની ઓળખ જાહેર થઇ જશે તો પોતાની સાથે ભારત દેશની પણ બદનામી થશે। .
પરંતુ મકકમ મન રાખી તે બુઝુર્ગ ની સાથે ચાલવા લાગ્યા।.
થોડું ચાલ્યા બાદ બુઝુર્ગ તેમના ઘરે પહોંચ્યા।...ઘરે એક રૂમ માં જઈ ને રૂમ ના બારી અને દરવાજા બંધ કર્યા। ..
અને પાછો એજ પ્રશ્ન કર્યો।..
" સાચું કહો.. તમે હિંદુ છો ?"
"મારો જન્મ હિંદુ માં થયો છે પરંતુ મેં બાદ માં મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે. પરંતુ તમને એમ શા માટે લાગ્યું કે હું હિંદુ છું ?"
તે બુઝુર્ગે થોડું વિચારી ને જવાબ આપ્યો।.
" માત્ર હિંદુ ધર્મ માં જ કાન વીંધાવાની પ્રથા છે. અને તમારા કાન વિંધાયેલા છે. મુસ્લિમ ધર્મ ના લોકો કોઈ દિવસ કાન વીંધાવતા નથી."
બુઝુર્ગ વ્યક્તિએ એ પણ જણાવ્યું કે,
"હું પણ હિંદુ છું. પરંતુ પાકિસ્તાનમાં હિંદુ બની ને રહેવું એક્દુમ મુશ્કેલ છે। મારા પરિવાર ના બધા સભ્યોને એક કોમી રમખાણમાં મારી નાખવામાં આવ્યા હતા. હું સદભાગ્યે બચી ગયો અને મેં બાદ માં મુસ્લિમ ધર્મ અપનાવી લીધો। આજે પણ મારા ઘર માં દુર્ગા માં ની મૂર્તિ અને શિવલિંગ છે."
અજીત સાહેબ ને આ બધું જાણી ને આશ્ચર્ય થયું।
અજીત સાહેબ જયારે નીકળવા જતા હતા ત્યારે બુઝુર્ગ વ્યક્તિ એ સલાહ આપી.
" જો મુસ્લિમ બની ને રહેવું હોય તો પ્લાસ્ટિક સર્જરી કરાવી ને કાન બુરાવી નાખો।"
અજીત સાહેબે તેમની સલાહ તરત માની લીધી અને પ્લાસ્ટિક સર્જેરી કરાવી લીધી।
કિસ્સો :- 2
આ વાત 1989 ની છે. જયારે ખાલીસ્તાન ના આતંકવાદીઓએ ગોલ્ડન ટેમ્પલ , અમૃતસર પર કબજો કર્યો હતો અને નવા રાષ્ટ્ર ની માંગણી કરી રહ્યા હતા. શ્રીમતી ઇન્દિરા ગાંધીની સરકાર સાથે વાટાઘાટો કરી પણ તે વાટાઘાટો નિષ્ફળ રહી. શ્રીમતી ઇન્દિરા ગાંધી તેમનો નિકાલ કરવા માંગતા હતા. આ સમય દરમિયાન અજીત સાહેબે રીક્ષા ચાલક નો વેશ ધારણ કર્યો।..લગભગ 10 દિવસ પછી આ રીક્ષા ચાલકને એક આતંકવાદી સાથે મુલાકાત થઇ. અજીત સાહેબે આતંકવાદી ને સહમત કર્યો કે તે સામાન્ય રીક્ષા ચાલક નથી પરંતુ પાકિસ્તાને મોકલેલા આઈ.એસ.આઈના એજન્ટ છે. અને નવા રાષ્ટ્ર ની ચળવળમાં પાકિસ્તાન સપોર્ટ કરવા માંગે છે, જયારે આતંકવાદી ને ભરોસો આવ્યો ત્યારે તેમણે આ રીક્ષા ચાલકને મંદિર ની અંદર બોલાવ્યો। અજીત સાહેબ આઈ.એસ.આઈના એજન્ટની ઓળખ રાખી ને આતંકવાદીની બધી વાત જાણી।અજીત સાહેબે આતંકવાદીની તાકાત, નબળાઈ, વર્તમાન સ્થિતિ વગેરે જાણકારી મેળવી।તે બહાર આવ્યા અને દરેક જાણકારીથી સરકાર ને વાકેફ કર્યા। અજીત સાહેબે ગોલ્ડન ટેમ્પલથી બહાર આવ્યાના બે દિવસ માં સરકારે ઓપરેશન બ્લેક ઠંડરને અંજામ આપી આતંકવાદીઓનો ખાત્મો કર્યો।
કિસ્સો :- 3
તમને યાદ હશે કે કેરલા ની 45 નર્સ , ISIS ના કબ્જામાં હતી. અને તે અજીત સાહેબ જ હતા જેમની સૂજબુજ થી આ બધી નર્સ એકદમ સલામત ભારત પાછી ફરી હતી.
કિસ્સો:- 4
અજીત સાહેબે માત્ર છુપા વેશ ધારણ કરી ને માહિતી મેળવાનું જ કામ નથી કર્યું। તેઓ આ બધી પરિસ્થિતિ ને કેવી રીતે કાબુ માં લેવી તે પણ સારી રીતે જાણે છે. કહેવાય છે કે તેમના કાશ્મીર ના આતંકવાદી સાથે વાટાઘાટ કરી , બ્રેઈન વોશ કરી અને આ આતંકવાદીઓ ને કાઉન્ટર ટેરેરીસ્ટ બનાવ્યા।
તેમની માનસિક તાકાત અને વાત કરવાની અનોખી કળાથી કાશ્મીરના મોટા માથા કહેવાતા અલગાવવાદીને વાટાઘાટ કરવા મજબૂર કર્યા છે. જેમાં યાસીન મલિક , ગિલાની, મોલવી ફારુક વગેરે લોકો મોખરે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેની શાંતિ મંત્રણામાં ભારતના પ્રતિનિધિ અજીત સાહેબ જ હતા. પાકિસ્તાનની સરકાર એકદમ સરસ રીતે જાણતી હતી કે અજીત દોવલ સાથે વાતચીત એ કોઈ "કેટ વોક" નથી. પણ લોઢા ના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. મંત્રણા પહેલા અજીત સાહેબે મુકેલી શરતો જ એવી હતી કે પાકિસ્તાનનું ફસાવવા નું નકકી હતું। પાકિસ્તાને છેલ્લી ક્ષણે બાળકો બહાનું બનાવે તેવું બહાનું મારીને મંત્રણા રદ કરી હતી.
પાકિસ્તાનની મેડિયાએ કબુલ્યું કે મનમોહન સરકાર સાથે મંત્રણા કરવી સહેલી હતી પરંતુ મોદી સરકાર અને અજીત સાહેબ સાથે મંત્રણા બહુ અઘરું કામ છે.
અજીત સાહેબે પાકિસ્તાનને ચીમકી આપેલી છે કે જો બીજી વખત મુંબઈનો હુમલો રીપીટ થશે તો પાકિસ્તાનના હાથમાં તેમનો પોતાનો પ્રદેશ બલુચિસ્તાન પણ નહીં રહે. કહેવાય છે કે અજીત સાહેબ ની સુરક્ષા સલાહકારની વરણીના એક મહિનામાં દાઉદ ઇબ્રાહીમે પોતાનું નિવાસ-સ્થાન બદલાવી નાખ્યું છે. અને પાકિસ્તાન - અફઘાનિસ્તાન બોર્ડર પર જ્યાં પાકિસ્તાન સરકારનું પ્રભુત્વ ઓછુ અને તાલીબાન નું વર્ચસ્વ વધારે છે તે જગ્યાને નિવાસ સ્થાન બનાવ્યું છે.
હું તો વ્યક્તિગત રીતે માનું છું કે છોટા રાજન ની ધરપકડ પાછળ અજીત સાહેબનો હાથ જરૂર હશે.
મિત્રો।. આપણે એટલુંતો ચોકસપણે કહી શકીએ કે જયારે અજીત સાહેબ ચીમકી દે તો તેની ગંભીરતા દસ ગણી વધારે હોય છે. આ વ્યક્તિ હવામાં ફેંકવા કરતા બોલેલા વાક્ય પાળીને બતાવે એમ છે.
બાકી 130 કરોડ લોકોની સુરક્ષાની જવાબદારી તે પણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન જેવા પાડોશી સાથે રહીને કરવી એ કોઈ નાનીમાના ખેલ તો નથીજ।.
આતો માત્ર અજીત દોવલ ના જીવનની એક માત્ર ઝલક છે. પણ એટલું તો આપણે કહી જ શકીએ કે જો આવા ધુરંધર લોકો પાસે ભારતની સુરક્ષા હોય તો આપણો દેશ સુરક્ષીત છે.
નરેન્દ્ર મોદીની સરકારને એક પ્રતિભાશાળી વ્યક્તિને આ હોદ્દો આપવા બદલ અભિનંદન।.
કૃપા કરી આ લેખ પર તમારા પ્રતિભાવ અને સૂચનો જરૂરથી જણાવશો।.