Comedy Nights with Kapil Manthan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Comedy Nights with Kapil

મિત્રો... આજે આપણે વાત કરશું ભારતીય જગતના કોમેડીના બાદશાહ કપિલ શર્મા અંને તેના બહુ ચર્ચિત શો "કોમેડી નાઈટ વિથ કપિલ"

સાધારણ નામ અને માત્ર 26 વર્ષની ઉમરમાં "ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જ"ના વિજેતા અને 31 વર્ષે ભારતના સૌથી લોકપ્રિય સીરીયલના નિર્માતા અને સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્માની શરૂઆતી જિંદગીની વાત કરશું અને આ સામાન્ય માનવીથી હાસ્યના બાદશાહ સુધીની સફર કેવી રહી તે પણ જાણશું। આપણે એ પણ જાણવાની કોશિશ કરશું કે તેવું કપિલ શર્મામાં શું ખાસ છે કે જેથી તેમણે પ્રસીધ્ધિના શિખરો સર કર્યા। આ નસીબનું જોર નથી પરંતુ પડદા પાછળની મહેનત, કપરા દિવસોમાં અથાગ મહેનત અને સૌથી ખાસ પ્રસીધ્ધિ પછી પણ પગ જમીન પર રાખવા તે કપિલ શર્મા પાસેથી શિખવા જેવું છે.

શરૂઆતી જીવન:

કપિલ શર્મા એક પોલીસ હેડ કોન્સ્ટેબલના ઘરે જન્મ્યા હતા. તેમના માતા ગૃહિણી છે. પોલીસ કવાટર્સમાં રહેતા કપિલ શર્માને એક મોટાભાઈ(અશોક શર્મા) અને એક નાની બહેન (પૂજા શર્મા) છે. બળપણથી જ તોફાની સ્વભાવના કપિલ શર્માનો શોખ અને ઈચ્છાતો ગાયક થવાની હતી. તેમણે સ્કુલ અને કોલેજ સમયમાં સ્ટેજ શો પણ કરેલા છે. અને "સ્ટાર યા રોકસ્ટાર" નામના સંગીત રીયાલીટીશોમાંપણ પર્ફોર્મન્સ આપેલ હતું।

તમને જાણીને નવાઈ લાગશે કે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહે પણ એ જ કોલેજમાંથી ભણતર મેળવ્યું હતું જે કોલેજમાંથી કપિલે ભણતર મેળવ્યું।

કપિલ શર્માનો જીંદગીનો કપરો ભાગ શરુ થયો લગભગ 1998-99માં. જયારે તે માત્ર 16-17 વર્ષના હશે.ત્યારે તેમના પિતાને કેન્સર થયું। અને તેમને દિલ્હીની AIIMS માં ભરતી થવું પડ્યું। તેમના પિતા બહુ ખુશ મિજાજ હતા. અને જયારે તેમને કેન્સર ડિટેકટ થયું ત્યારે પણ તેમના પિતાને આંચકો લાગ્યો ના હતો. AIIMS ના તબીબી ક્ષેત્રના વિદ્યાર્થી પણ હેરાન હતા. તેઓ કપીલ ને કહેતા કે અમે આજ સુધી આવા દર્દી નથી જોયા કે જેમને કેન્સરનું લાસ્ટ સ્ટેજ હોવા છતાંપણ ખુશ મિજાજ રહે છે. કેન્સર હોવાથી તેમના પિતાનું મૃત્યુ થયું। કપિલ શર્મા તેને પોતાની જિંદગીનો સૌથી કપરો સમય ગણે છે. સરકારના કાયદા અનુસાર કોઈ પણ કર્મચારીનું તેમની નોકરી દરમિયાન મૃત્યુ થાય તો તેમના પરિવારના એક વ્યક્તિને તેમની કાબેલિયત અનુસાર નોકરી મળે. હવે કપિલ અને તેમના ભાઈ અશોકમાંથી કોઈ પણ એક વ્યક્તિને નોકરી મળે એમ હતી. કપિલની માતાનું માનવું હતું કે જો કપિલ નોકરીનો સ્વીકાર કરશે તો તેમના બઢતીના ચાન્સ વધી જશે કેમ કે તે અશોક કરતા વધારે ભણેલા હતા.

કપિલ શર્મા આ વાત ને યાદ કરી ને કહે છે "તે સમયે મારે કઈક કરવાની ઈચ્છા હતી પરંતુ મારા પરિવારના હાલત એવા ના હતા કે હું મારા સપનાને સાકાર કરી શકું." તેમને બહુ દુખી હ્રદયે તેમની માતાને માફી માંગી હતી અને તેમને મનાવ્યા હતા તેમના સપના પુરા કરવા માટે

તેમના માતાનું કહેવું હતું કે આજના જમાનામાં બહુ જ ગાયકો બહાર પડે છે અને સ્ટેન્ડ અપ કોમેડિયનનું તો કોઈ ભવિષ્ય જ નથી જયારે પોલીસ ની નોકરીથી દેશ ની સેવા પણ થશે અને સરકારી નોકરી હોવાથી ભવિષ્ય પણ સલામત રહેશે। પરંતુ તેમની માતાનું કપિલ સામે ના ચાલ્યું અને કપિલને તેમણે સપના પુરા કરવાની પરવાનગી આપી. તેમના પિતાનું મૃત્યુ થયું હોવાથી તેમને સરકારી ક્વાર્ટર્સ પણ ખાલી કરવું પડ્યું। અને તે સમયે તેમની નાણાકીય સ્થિતિ પણ સારી ના હતી. તેઓ ભાડાના ઘરે રહેવા ગયા. એક સમય એવો પણ હતો કે કપિલને માત્ર 300 રૂપિયા સ્ટેજ શો માં સમૂહ ગીત ગાવાના મળતા। આ સમયે પણ કપિલ નાસીપાસ ના થયા હતા અને પોતાના સપનાને સાકાર કરવામાટે મથ્યા રહ્યા હતા.જયારે રૂપિયાની જરૂર હતી ત્યારે તેણે PCOમાં પણ કામ કર્યું હતું અને કોલ્ડ-ડ્રીન્કસના કેન પણ ઉપાડ્યા છે. આ દરેક કામ કરવામાં તેમણે કોઈ પણ ઓછપના અનુભવી હતી.

મિત્રો। .. 10 ધોરણ પાસ થયા બાદ તેમણે એક મિલમાં કામ કર્યું જે મિલ કાપડ પર પ્રિન્ટ બનાવતી હતી. આ કાર્ય માટે તેમને દિવસના 80 રૂપિયા મળતા। આ કામ તેમણે નાણાકીય સંજોગોને લીધે નહિ.. પરંતુ તે પોતાને એક મ્યુઝિક સીસ્ટમ ભેટ આપવા માંગતા હતા અને તેમના પિતાના કહેવા છતાં તે પોતાના સ્વમાન ખાતર આ કામ કર્યું હતું। સલામ છે આ બંદાને।.

તેમને એકદમ સલામત અને રુઆબદાર નોકરી મળતી હતી. મારા અને તમારા જેવાને જો સરકારી નોકરી મળે તો "ભગવાન નો પાડ" માનીને ખુશી ખુશી નોકરીને ગળે લગાવી લઈએ. પરંતુ આ બંદના દિમાગમાં તો ગાયક અથવા તો સટેજના કલાકર બનવાનું પાગલપન સવાર હતું। મિત્રો। .. હકીકત તો એ છે કે તેમને કોઈ સપનામાં વિચાર્યું ના હતું કે તે કોઈ પિક્ચર માં હીરો બનશે અથવાતો પોતાનો કોઈ એક શો કરશે જેમાં મોટામોટા એક્ટર પણ કપિલના શોમાં આવવામાં લાઈન લગાવી ને ઉભા રહેશે। મિત્રો।.. રીયાલીટી એ જ હોય છે જે આપણને દેખાય છે. અને સપના પણ કપિલે કઈક કરવાના કર્યા હતા કઈ બનવાના નહિ. આ જ જિંદગીનું રહસ્ય છે.

તેમને થીયેટર અને સ્ટેજ શોમાં ગીત ગાવાનો અને જોક્સ સંભળાવવાનો ઘણો શોખ હતો. કોલેજ પતાવ્યા બાદ તે તેમના મીત્રો સાથે મુંબઈ આવતા અને નાના મોટા સ્ટેજ શો કરતા અને કોઈ પણ રીયાલીટી શો માટે ટ્રાય કરતા રહેતા। જયારે તેમની પાસે પૈસા પુરા થઇ જતા ત્યારે તે પાછા પોતાના ગામ અમ્રીતસર ચાલ્યા જતા. અને તેમણે આમને આમ 3-4 વર્ષ વિતાવ્યા હતા.

અને એક દિવસે "ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જ"ના પ્રોગ્રામમાંથી ફોન આવ્યો તેમનું કલાનું પ્રદર્શન કરવા। અને ચોંકી ના જતા કેમ કે તેમના પ્રદર્શનથી નાખુશ "ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જ"ના નિર્માતાએ તેમને અસ્વીકાર કર્યા। કપિલતો ઉદાસ પણ થયા પરંતુ નાસીપાસ ના થયા. બે-ત્રણ દિવસ પછી કપિલ પાછા દિલ્હી ગયા અને બીજી વખત તેમનું તેજ શો માં સિલેકશન થઇ ગયું।. અને જયારે તે TV પર આવ્યા ત્યારે તેમનો કિરદાર લોકો ને બહુજ ગમ્યો। "ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જ" ના ત્રીજા ભાગના પ્રથમ એપીસોડની શરૂઆત તેમનાથી થઇ અને પ્રથમ એપીસોડથી ફાઈનલ સુધી તેણે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા અને તે અંતે આ શોમાં વિજેતા બન્યા।

તેમની જિંદગીનો આ એક સૌ પ્રથમ વળાંક હતો. અને પછી તો તેમણે પાછુ વળીને જોયું નથી. તે વિજેતા બન્યા ત્યારે તેમને 10 લાખ રૂપિયા નો ચેક મળ્યો હતો. તેમના પરિવારે જોયેલી આ સૌથી મોટી રકમ હતી. અને જોવાની વાત તો એ છે કે તેમાંથી ટેક્સ તો કપિલ શર્માને જ ભરવો પડ્યો એટલેકે લગભગ 2,10,000 જેટલા કપાઈ ને હાથમાં આવ્યા। તે સમયે તેમની નાની બહેનની સગાઈ થઇ ચુકેલી હતી એટલે કપીલ ભગવાનનો આભાર માંને છે અને કહે છે કે મને રૂપિયા ત્યારે જ મળ્યા જયારે જરૂર હતી. તેમણે બધા રૂપિયા બહેનના લગનમાં આપી દીધા। અને આ લગન શર્મા પરિવારે જોયેલા સૌથી મોંઘા લગ્ન હતા. સાચું કહીએ તો બહેનના આ આશીર્વાદ જ કપિલને તેમની ઉંચાઈઓ પ્રાપ્ત કરવા કામે લાગ્યા.

હવે એ સમય હતો કે કપિલ પોતાનું નામ બનાવી ચુક્યો હતો અને તેમને સારા એવા સ્ટેજ શો મળતા રહેતા હતા અને તેમાં રૂપિયા પણ સારા એવા હતા. પરંતુ કપિલને તો આગળ વધવાની ધગશ હતી. તે દરમિયાન "ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જ"ની સફળતા પરથી લગભગ તેમના જેવો જ શો સોની ટીવી એ બહાર પડ્યો। "કોમેડી સર્કસ". આ શો તો "ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જ"ને મળતો આવતો હતો અને તે શોમાં કપિલ લગાતાર 6 સ્પર્ધા જીતી ચુક્યો હતો. આ દરમિયાન કપિલે હાસ્યની વ્યાખ્યા બદલી નાખી હતી. લોકો આ શો ને માત્ર કપિલ શર્માને લીધે જ જોતા હતા.

એ સમય હતો કે જયારે ફિલ્મફેર એવોર્ડના એન્કરતરીકે કોઈ ગંભીર પાત્ર આવતું। ધીમે ધીમે સમય જતો ગયો તેમ સુંદર હિરોઈનને મોકો મળવા લાગ્યો। પછી આ એન્કરીંગમાં રમુજી પાત્ર પણ ધીમે ધીમે આવતા ગયા. અને કપિલ શર્માના સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકેના પ્રવેશથી એન્કર એક માત્ર કપિલ શર્મા બન્યા હતા.

તેમની આ સફળતા પછી તેમની ઉપલબ્ધતા પણ બહુ ઓછી થઇ કેમ કે તેમણે સોની ટીવી ઉપરાંત દેશ વિદેશમાં પોતાના શો આપવાના શરુ કર્યા। કપિલ બહુ વ્યસ્ત હોવાથી બીજી ચેનલે કપિલની સફળતાને ધ્યાન માં રાખીને સ્ટેન્ડ અપ કોમેડીના શો શરુ કર્યા અને ધીમે ધીમે રીયાલીટી શોમાં કપિલ શર્મા જેવા પ્રતિભાશાળી વ્યક્તિઓ ગોતવાના શરુ કર્યા। અને ચોકકસ આ દરેક ચેનલ અમુક હદે સફળ પણ રહી પરંતુ કોઈ પણ ચેનલને કપિલ શર્માને ટક્કર આપી શકે તેવો કોમેડિયન ના મળ્યો। એક વાત તો જરૂર કહી શકાય કે જયારે 2000-2008 સુધીનો સમય સાસુ-વહુની ધડ માથા વગરની સીરીયલનો હતો તે કપિલના આગમનથી અમુક અંશે નાશ પામ્યો।

કપિલની આ સફળતાનું મુખ્ય કારણ છે તેમની હાજરજવાબી આદત અને કોઈ પણ સમય દરમિયાન તેમની સતર્કતા। આ ઉપરાંત એક મૂળભૂત આવડત છે એ તેમની કોઈ પણ વાતને સામાન્ય આદમી સાથે જોડીને જવાબ દેવાની। ભારતદેશમાં 70% થી પણ વધારે લોકો સામાન્ય આવક ધરાવે છે અને તેમના પ્રશ્નો અને તેમનો જુગાડ કપિલ સારી રીતે જાણે છે કેમ કે કપિલ પોતે પણ તે જ બેકગ્રાઉન્ડમાંથી આવે છે.

કપિલ તેમની આ આવડત માટે કહે છે કે તે કોઈ પણ વ્યક્તિનું અવલોકન કરે છે અને તેમાંથી શીખવાની કોશિશ કરે છે.

કહેવાય છે કે પ્રશ્નોતો દરેકની જીંદગીમાં હોય છે। એક સમયે કપિલને નાણાકીય જરૂરિયાત હતી અને તેમણે મેળવી હતી. સ્ટાર વન અને સોનીના શો ને લીધે તેમને આ બધું મળ્યું પરંતુ હજી પણ કઈક ખૂટતું હતું। ઘણા જાણકાર કહે છે કે સોની ટીવીમાં તેમને તેમનો પગાર કોઈ પણ કારણસર ટાઇમ પર નહોતો મળતો। કપિલને એ વાતનું દુખ થતું કે સોની ટીવીનો શો કપિલ પર જ નભે છે તેમ છતાં તેમને એક સામાન્ય કલાકારનીજેમ જ ટ્રીટ કરવું તે યોગ્ય ના કહેવાય। કપિલની માંગણી કોઈ હાઈ ફાઈ નહોતી પરંતુ મૂળભૂત વાતનું ધ્યાન રહે તે હતું।

અને ઘણી વખત કલાકાર અને શોના નિર્માતા વચે મતભેદ પણ થયા હતા. મિત્રો।.. સામાન્ય વ્યક્તિ જયારે મતભેદ વખતે જગડો કરે અથવા કોઈ વ્યક્તિ વિરુધનું વિચારે।.. કપિલે કંઈક અલગ જ વિચાર્યું। એક વખત તે પોતાના અંગત મિત્રો સાથે પાર્ટી કરતા હતા અને મતભેદની વાત ઉપડી। ત્યારે કપિલે નકકી કર્યું કે હવે કોઈ નિર્માતાની નીચે કામ નથી કરવું। તેના કરતા આપણે પોતેજ નિર્માતા બનીએ। અને તેમણે પોતાનું પ્રોડક્શન "K9"ની સ્થાપના કરી.

તેમણે અથાગ પરિશ્રમ કરીને એક એવા શોને રજુ કર્યો કે જે ભારતીય સિનેમામાં નવો કોન્સેપ્ટ હોય. નવું પ્રોડક્શન, નવા નિર્માતા,સીમિત મર્યાદાનું બજેટ વગેરે જેવા પ્રશ્નો હોઈ તેમને કલર ચેનલે બ્રેક આપ્યો। તે સમયે કલર ચેનલમાં પણ સારા શો નો અભાવ હતો. આ શોનું નામ તો દરેક જાણે જ છે. "કોમેડી નાઈટ વિથ કપિલ". આ શોનો આઈડિયા કપિલને એક બ્રિટીશના શો " કુમાર એટ નંબર 42" પરથી આવ્યો છે. આ શોમાં દરેક પાત્રને એકદમસાહજિક રીતે દર્શાવામાં આવેલ છે.

પ્રથમ શોમાં જ મહાન કલાકાર ધર્મેન્દ્ર આવ્યા હતા. અને પહેલા શો થીજ આ શો સફળ સાબિત થઇ ચુક્યો હતો. અને બાદમાં તો દરેક કલાકારે લાઈન લગાવી હતી આ શોમાં આવવા બદલ.માત્ર અભિનેતા નહિ પરંતુ ગાયકો, ક્રિકેટના સિતારાઓ, રમતગમતની ખ્યાતનામ હસ્તીઓ, પોપ સિંગર્સ વગેરે વગરે આવ્યા હતા. અને ઘણા લોકોતો એકથી વધુ વખત પણ આવ્યા હતા. આ શો પછીતો તે એક ફિલ્મી જગતના નામી વ્યક્તિ બની ચુક્યા હતા. પરંતુ આ સફળતા બાદ પણ કપિલે પોતાનો સ્વભાવ બદલ્યો નહતો। તમે જે ગીટારિસ્ટ ને " કોમેડી નાઈટ વિથ કપિલ"માં જુઓ છો તે કપિલનો મિત્ર છે. જયારે સંઘર્ષ કરતા હતા ત્યારે આજ મિત્ર તેમની સાથે હતા. કપિલ જયારે કામિયાબ બન્યા ત્યારે તેમણે પોતાના સંઘર્ષ દરમિયાનના મિત્ર ને ભૂલ્યા નહિ. તમને પણ અનુભવ હશે કે તે પોતાના શોમાં ઘણી વખત જમીન પર પણ બેસતા હોય છે। આ કઈ શોની માંગ ન હતી પરંતુ તે કામિયાબી બાદ પણ કોઈ પણ જાતનું અભિમાન નહોતું આવ્યું અને તેમને કોઈ પણ કામ માં ઓછપ નહોતા અનુભવતા। આ વાત એ કોઈ જમીનમાં બેસવાની કે શોની માંગની નથી. પણ આ વાત છે માનસિકતા। કપિલની માનસિકતા બદલાઈ નથી. અને તેમણે તે શો માં બતાવેલ ઘરને પોતાના ઘરની જેમ જ રાખ્યું છે. બાકી ઘણા ફિલ્મી કલાકારે શોમાં એન્કર તરીકે કામ કર્યું છે પરંતુ કોઈ પણ શો માં તે લોકો એટલું સાહજિક નહી રહી શક્યા હોય. આ શો એ દુરદર્શનમાં આવેલ સીરીયલ બાદ સૌથી વધારે જોવાયેલ સીરીયલ છે. અને તેની સફળતા તેના પરથી આંકી શકાય કે આ શોનો ઉલ્લેખ શ્રી નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી વખતના ભાષણમાં પણ કર્યો હતો. ઉલેખનીય છે કે એક વખત આ શોમાં આગ લાગવાથી તેમનો સ્ટેજ ભસ્મ થઇ ગયો હતો આથી તેમણે પોતાના બે એપિસોડનું શુટિંગ બીગ બોસ ના સેટ પર કર્યું હતું।

તેમણે ટેલીવીઝનની દુનિયામાં એક મોટું નામ કમાયું હતું અને દશ વર્ષની અંદર તેમણે "ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ" ઉપરાંત "છોટે મિયાં", "ઉસ્તાદો ક ઉસ્તાદ", "સ્ટાર યા રોકસ્ટાર", "જલક દિખલાજા"માં પણ કામ કર્યું હતું અને અડધા ડઝનથી પણ વધુ સીરીયલમાં મહેમાન ભૂમિકા નિભાવી છે.

કહેવાય છે કે આ સમય દરમિયાન કપિલને ઘણા મૂવીની પણ ઓફર મળી હતી અને યશરાજ ફિલ્મ્સ સાથે તેમણે ત્રણ પિક્ચર પણ સાઈન કરી હતી પરંતુ ડીલ કોઈ સંજોગવાસાત રદ કરવી પડી હતી. તે બાદ તે શોના જ લેખકે એક પિક્ચરની સ્ક્રીપ્ટ લખી. અને અબાસ મસ્તાને આ સ્ક્રીપ્ટ પર પિક્ચર બનાવવાનું વિચાર્યું। અને તે પિક્ચર એટલે "કિસ કિસકો પ્યાર કરું".

આ પિક્ચર દરમિયાન તેમણે જીમમાં વધુ પડતી કસરત કરી હતી અને તેથી તેમને સ્લીપ ડિસ્કની બીમારી થઇ ગઈ હતી. પરંતુ તેમ છતાં કપિલે પેઈન કિલર લઈને પિક્ચર પૂરી કરી હતી. તેમની સ્લીપ ડિસ્ક માટે તેમણે ભારતીય ક્રિકેટના સ્પેસીયાલિસ્ટ ડોક્ટર અલી ઈરાનીની સલાહ લીધી હતી. આ સમય દરમિયાન તેમણે થોડોક આરામ લીધો હતો અને તે દરમિયાન તેમણે ટ્વીટર લખ્યું હતું " હું આજે લગભગ 8 વર્ષ પછી આરામ લઉં છું"

કપિલ પોતાના શોમાં દર વખતે કહે છે કે " પ્રાનીઓસે પ્યાર કરે..." અને હકીકતમાં પણ તે પ્રાણીઓ માટે સહાનુભુતિ ધરાવે છે. કપિલે જુલાઈ, 2014 માં એક હોમલેસ કુતરાને એડોપ્ટ કર્યો છે અને તે કુતરાને નામ "જંજીર" આપ્યું છે. આ "જંજીર" એ સામાન્ય પ્રાણી નથી પરંતુ તેણે મુંબઈ પોલીસ માટે કામ કર્યું છે.

અને ખાસ વાત.... તમને યાદ હશે પઠાનકોટ પર આતંકવાદીઓનો હુમલો... આ હુમલા બાદ કપિલ શર્માના ભાઈ શ્રીઅશોક શર્મા પણ પોલીસમાં હોવાથી વળતી લડાઈમાં ભાગ લઈને આતંકવાદી પર વળતો પ્રહાર કર્યો હતો.

એકદમ સાહજિકતાથી કપિલે અનેક સફળતાના શિખરો સર કર્યા અને ભવિષ્યમાં પણ વધુ ને વધુ સફળતા મેળવતા રહે તેવી શુભેચ્છા।

સારાંશ:- "હસો...ઔર હસાયા કરો...."

મિત્રો।.. આશા છે કે આ લેખ તમને ગમ્યો હશે... જરૂર થી તમારા અભિપ્રાય જણાવજો।..