નિશંક Khushbu Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

નિશંક

સ્ટોરી: નિશંક (મર્મ ને વાત્સલ્ય)

by: ખુશ્બુ પંચાલ(ખુશી)

e-mail :pkkhushbu@gmail.com

નિશંક

એક ચંચલ, ખુશમિજાજ , બોલકી , હમેશા અવ્વલ રહેવાનું જનૂન ધરાવતી , મનગમતું પામી લેવા માટે તત્પર, એના માટે બધા સાહસ ખેડી જતી , એક સામાન્ય પરિવાર માં ઉછરેલી છોકરી શાશ્વતા. રહેણી-કરણી માં એક દમ સરળ, દેખાવે આકર્ષક, કળા પ્રત્યે આગવો લગાવ અને જીંદગી આઝાદ પરિંદા જેવી. હમેશા અવ્વલ રહી હતી તે.

અને સામે મીહિર સંગીત પ્રેમી, સંગીત સમ્રાટ હતો તે. સંગીત ની ધારા જ કદાચ રક્ત બની તેની વાહિનીઓ માં થી વહેતી હતી. દરેક કળા ને પ્રાધાન્ય આપે પણ સંગીત અને રંગમંચ એ તેના જીવન ના બે પાસા હતા અથવા તો તેનું જીવન જ કહી શકાય. અને આજ કળા તેના કલાભવન ની શાન હતી. કલાભવન એટલે મિહિર નું એક માત્ર ઠેકાણું, ઘર કરતા વધુ સમય તે ત્યાં જ વિતાવતો.

હમણાં જ તો એ બંને વાત કરી રહ્યા હતા જીવન ના અમુક તમુક વીતેલા વર્ષો વિષે.

મિહિર ને શાશ્વતા એક યુગલ. મિહિર ના ઘરે થી શાશ્વતા ને જોવા જવાની વાત નીકળી, મિહિર ને તો લગ્નજીવન માં બંધાવું જ નહતું, કારણ કે તેને મન તો તેની જીંદગી માં સંગીત ને રંગમંચ સિવાય બીજા કશા જ માટે જગ્યા હતી જ નહિ, પણ એ દિવસે તે ગયો શાશ્વત ને જોવા માટે અને પેહલી નજરે જ તેને તે ગમી ગઈ, મિહિરે શાશ્વતા ની આંખો માં કઈ ક તો મૃગજળ જેવું જોયું ને તેના માં ખોવાઈ ગયો, તેને મિહિર નો પ્રથમ નજર નો પ્રેમ કહી શકાય.

સામે શાશ્વતા ને પણ આ કલારસિક પસંદ પડ્યો હતો. અને બસ પછી તો બંને ના લગ્ન ગોઠવાયા. બંનેનું જીવન ખુબ આરામ થી વીતતું રહ્યું, ઘણા વર્ષો સુધી આ ઘણા વર્ષો ના લગ્નજીવન ની વચ્ચે મળેલી એક નિશાની , ત્યાં ખીલેલું એક ફૂલ વિહાર.બંને નો ખૂબ લાડકો. મીઠું બોલી ને મન મોહી લે તેવો. દરેક માતા –પિતા પોતાના બાળકો વિષે સપના સેવે છે એવા જ ઘણા ખરા સપના શાશ્વતા અને મિહિરે વિહાર માટે સેવ્યા હતા. સુખદ જીવન આમ જ પસાર થઇ રહ્યું હતું. પણ એક ડર હમેશા રહેતો બંને ના મન માં.

એ ડર હતો વિહાર ને ખોઈ દેવાનો, કારણ વિહાર ના દિલમાં છેદ હતો જેના લીધે તેને ક્યારે શું થઇ જાય કઈ કહી શકાય તેમ નહિ. ડોક્ટર પાસે દવા કરાવી પણ ઓપરેશન વિના ચાલી શકે તેમ નહિ.

થોડા વર્ષો સુધી ખુબજ સારી પરીસ્થીઓ વચ્ચે થોડી તંગદીલી ની પરીસ્થીઓ સર્જાવા લાગી, પૈસા ની હોડ માં કળા ને થોડી પાછીપાની કરવા જેવું બન્યું. મિહિર જે કમાતો હતો તે ઘર ચલાવવા માટે પૂરતું નહતું, અને સામે વિહાર ની પણ તકેદારી રાખવી પડે તેમ હતી. આ કપરી પરિસ્થિતિઓ વચ્ચે મિહિર ની અંદર ક્યાંક ને ક્યાંક કઈ ક તૂટી રહ્યું હતું, છૂટી રહી હતી આશાઓ ની આંગળીઓ, અને જાણે કેટકેટલું એના મન પર ગુજરી રહ્યું હતું. અને આવા માં હમેશા તેની પડખે ઉભી રહેતી ,તેની હિંમત આપતી રહેતી શાશ્વતા. હમેશા કાલ સારી આવશે તેમ કહી ને આજ ને પસાર કરી રહ્યું હતું આ યુગલ. પણ કોણ જાણે કાલ કેવી હશે, કોણ જાણે કે હાથ ની લકીરો માં શું ચિતરાયેલું છે?

મિહિર ને તેના પ્રાણ સમાન કલાભવન વેચવાની પરિસ્થિતિ આવી હતી. મિહિર તો સાવ ભાંગી પડેલો, અને સાચે જ ના સહી શક્યો તે આ પરિસ્થિતિ ને. વેચી ને છેલ્લું નાટક ભજવ્યું તેણે, એક જ શ્રોતા, એક જ નાટ્યકાર, અને એક જ શ્વાસ ની હરોળ. એક જ મિહિર, શાશ્વતા નો એક નો એક મિહિર તેણે અલવિદા કહી દીધું હતું અને શાશ્વતા ને તો એ વિષે ની જાણ પણ નહિ.

“દરવાઝે પે દસ્તક કી સદા કહી તુમ તો નહિ?” , સવારે ટકોરા પડ્યા ત્યારે ઉતાવળા પગે દોડી આવેલી શાશ્વતા તે તો આ શું જોઈ રહી હતી ? હૃદય ના ધબકાર નો અવાજ અને ઝડપ બંને વધી રહ્યા હતા, તેના પગતળે થી જમીન સરકી ગઈ જાણે. ત્યાં જ ફસડાઈ પડી તે ના વર્ણવી શકાય તેવી વેદનાઓ ના ભાર થી અને વિહાર ના વિચાર સાથે. કારણ કે વિહાર તો હજી સમજણ ની સીડીઓ ચડી રહ્યો હતો આ બધા વચ્ચે. પપ્પા ક્યાં છે એવું પૂછશે તો પોતે શું જવાબ આપશે? પોતે કેમ કરી જીવશે ? આ બધા વિચાર શાશ્વતા ને ઘેરી વળ્યા હતા. અને હવે એકલા જીંદગી નો સફર ખેડવાનો હતો તેણે.

વિહાર ની તબિયત, ઘર ની પરિસ્થિતિઓ, આંસૂ વહાવી ને કે આંસૂ સૂકાવી ને ગમે તે રીતે સંભાળવાનું હતું તેણે હવે. નોકરીયાત બની ગઈ હતી શાશ્વતા હવે. પિતા વિષે પૂછતો વિહાર અને શાશ્વતા કહેતી પપ્પા દૂર ગયા છે. અને એ દૂરી એ વિખૂટાપણ નું વિશ એનો ઘૂંટ પી જતી. આમ જ ચાલતું રહ્યું થોડો સમય, વિહાર હવે મોટો થઇ રહ્યો હતો, એની વધતી ઉમર ની સાથે વધી રહેલી પીડા, તેની થોડી વધુ કથળતી તબિયત, અને હોસ્પિટલ ની દોડધામ. ને ઓપરેશન ની વધી રહેલી નિકટતા. પૂરા 1,૦૦,૦૦૦ રૂપિયા નકદ ડોકટરે વહેલી તકે ભરી ને ઓપરેશન કરાવવાનું કહ્યું હતું. આટલી મોટી રકમ આખરે ક્યાં થી લાવશે તેની મુંજવણ ની વચ્ચે શાશ્વતા તરફ લંબાયેલો એક સહેલી નો હાથ, છતાં ખુદ જ લડી લેશે કહી ને કરેલો શાશ્વતા નો ઇનકાર. પણ તેની સહેલીએ એક નહિ તો બીજા રસ્તે તેની મદદ કરવાનું વિચારી જ લીધું હતું.

જીવન ની દોડ સાથે , પરિસ્થ્તિઓ ના માર સાથે, હવે શાશ્વતા એ એક સાચી દોડ ને જીતવાની હતી. તેની સહેલી એ આપેલી દોડ સ્પર્ધા ની પર્ચી, અને જીતનાર નું ઇનામ, પૂરા 1,૦૦,૦૦૦ રૂપિયા નકદ. જેની તેને જરૂર હતી ખૂબજ જરૂર. શાશ્વતા ની સહેલી એ કહ્યું કે આ ખુદ જ લડી ને ખુદ જીતવાની દોડ છે, હવે તો ના નહિ કહે ને?

ને શાશ્વતાએ તેમાં ભાગ લીધો, ફક્ત શાશ્વતા બની ને નહિ, મિહિર ની એકલતા માં રડેલી એક અર્ધાંગીની એ, પોતાના બાળક ને જીવ ની જેમ સાચવતી એક માં એ , પરિસ્થિતિઓ ના વમળ ની કશોતી માં હણાતી વેદના ની મૂર્તિએ આ સ્પર્ધા માં ભાગ લીધો હતો. દોડ શરુ થતા ની સાથે થોડી ધક્કામુક્કી, તદન જીવન ની કસોટી જેવી જ.

એમાં ધક્કા ખાતા સ્થિર થઇ, થોડા હોશ સંભાળ્યા ને બસ વિહાર ની જીંદગી ને બચાવવા ની દોડ માં ભાગી છૂટી હવે તે, લાક્ષણિક પળો આંખ સામે થી સડસડાટ પસાર થઇ રહી હતી, વિહાર ની મમ્મી મમ્મી ની સંભળાતી બૂમો, અને શાશ્વતા નો વિહાર તરફ જલ્દી થી પહોચવા માટે લંબાયેલો હાથ, તેને પોતાની બાથ માં ભરી ખૂબ વ્હાલ કરવા આતૂર બનેલી મમતા નો સમન્વય, અને જોતજોતા માં એણે શાશ્વતા ની ઝડપ માં જનૂની ઉમેરો કર્યો, બસ રેસિંગ લાઈન ની પટ્ટી ને અડકવાની વાર હતી, જીતી ગઈ એક માં ની તેના બાળક પ્રત્યે ની મમતા. ફૂલેલા શ્વાસે, ભરાતા ડૂમા એ , અશ્રુઓ ની ધાર સાથે લંબાતો હાથ, બસ એ એક જ ઘડી. એને શાશ્વતા ને દોડ માં જીતાડી દીધી. વિહાર નું ઓપરેશન પણ સમય રહેતા થઇ ગયું, થોડા દિવસ માં એકદમ ફર્સ્ટ ક્લાસ થઇ ગયો વિહાર. માં દીકરા ને જોઇને ખુશ હતી, ને દીકરો માં ને પાસે જોઈ ને. વાત્સલ્ય ની ધારા આમ જ પછી સુખદ રીતે વહેતી રહી. શાશ્વતા આમ જ પડી,ઉઠી ને ચાલતી રહી.

---ખુશ્બુ પંચાલ(ખુશી)