India 2020 Khushbu Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

India 2020

आज तक जो जी ने चाहा वही किये है;

बच्चे बन कर आये थे बच्चे बन कर जिए है...INDIA 2020

ઇન્ડિયા 2020 એટલે નવા શિખરો સર કરવાની દરેક કોશિશ. નવી દિશા માં પ્રગતિ કરવાની પહેલ. એક યુગ નું નિર્માણ કરવું નવા યુગ ના વિચાર સાથે.અને જ્યારથી આ સાંભળ્યું છે ત્યારથી ઘણી જ આતુર છું કે આખરે આ 2020 શું લઇ ને આવશે ,એક વિચાર હતો કે આ પેલી 2020 ક્રિકેટ રમાય છે એવું જ કઈ ક છે કે ?પણ ....

એકદમ કટોકટી અને ડ્રો થાય જયારે એક સદી ની સાલ સાથે એ વર્ષ 2020, એનું મુખ્ય સાધન યુથ ને માનવા માં આવે છે. અને આ યુથ એટલે આજ ની પેઢી , તેની સુજ ,તેની સમજ અને તેની વિચારધારા જે કઈ નવું કરવાની સક્ષમતા ધરાવે છે. આ યુથ એટલે એક PASSIONATE સમૂહ. બધા HORMONS , DNA ના અલગ અલગ લોજીક જે કઈ પણ કરી શકવાની પ્રબળતા ધરાવે છે.

INDIA 2020 એ INNOVATIVE યુગ હશે, ઘરે પ્રયાણ કાર્ય વગર એક VIRTUAL ઘર સુધી નો દરવાજો ખુલ્લો કરી દેશે એ અવકાશ ના ધોરણો સુધી જન્મભૂમિ ને પોહ્ચાડવા માટે હાથ ધારેલું એક નવું જ પ્રયાણ બની ને ઉભું રેહવાનું છે.

આ સાથે એક ધારના એવી રાખવામાં આવે છે કે ભારત ના દરેક કર્મયોગી ને તેના કર્મ માટે ની કર્મભૂમિ સુધી ની એક જીવાદોરી તેના સુધી લંબાવવા માં આવે. એક કર્મનિષ્ઠ ને પ્રબળ સમાજ ને ઉભું કરવાની દરેક OPPORTUNITIES.

દરરોજ મેટ્રો ની જેમ દોડતી ભાગતી જીંદગી ને અસલ મેટ્રો ની સહેર કરાવવી , EDUCATION ના આંક માં વધારો કરી દરેક વ્યક્તિ શિક્ષિત બને અને કુનેહ પૂર્વક દરેક તબક્કે આગળ વધી શકે તે માટે ની યોજનાઓ. એને અર્બનાઈઝેશન નો સોનેરી યુગ બનાવવો એ પ્રકાર ની એક ભાવના ભારત ના તંત્ર દ્વારા સૂચવવા માં આવી છે.

ને વિદેશ ની જેમ અહી પણ ઉંચી તોતિંગ જેવી ઇમારતો નો સમૂહ હારમાળા બનાવી ને ઉભો હશે. ગામડા નો ભૂરિયો પણ આઈફોન ને આઈપોડ વાપરતો હશે, દરેક છુટકી ને કદાચ ઉત્તમ ઘડતર ની સાથે જીવન નું નવું સામર્થ્ય મળશે, એક બીઝનેસ મેન ની સાથે એક બીઝનેસ વુમન પણ પ્રોફેસનલ રીતે સજ્જ થઇ ને ઉભી હશે.

ખેર આ બધું તો હશે ની વાત છે ખબર નહિ આ દરેક વસ્તુ કેટલા પ્રમાણ માં સાચી છે, ટેકનોલોજી ના યુગ માં કઈ પણ કહી શકવું મુશ્કિલ છે. એના પરિવર્તન આમ તો ઘણા મોજીલા લાગે છે, દેખો ને જોતજોતા માં સદંતર કેટલું બદલાઈ જાય છે, દોડતી ભાગતી જીંદગી માં કમ્ફર્ટ ના OPTIONS વધી જાય છે, AUTOMETED જીંદગી ,ત્યુબ્લાકડી ની જગ્યા પર આવેલી જીની જીની LED નો અજવાસ, મુઝીક બીટ પર થીરકતો આધુનિક માનવ અને લાલ, લીલા ને વાદળી કલર વચ્ચે પથરાઈ ગયેલું નવા યુગ નું અજવાળું. દરેક નવકાર નો રણકાર ઘણી નવ્યતા તો લાવે છે પણ સાથે સાથે ઘણું આદત પડેલું જુનું હળપ્તું જાય છે ને ક્યાં પચાવી પાડે છે એ નથી સમજાતું. ખરેજ એક નવી જ રોશની ની ચાહ લઇ ને ઉભું છે આ INDIA 2020 , વેસ્ટર્ન સાથે ઈસ્ટ વેસ્ટ પણ જળવાઈ રહે એટલી જ ચાહ સાથે આ નવા યુગ ને વાર્મ વેલકમ કરવા ઘણી આંખો આતુર છે. પૂરી ઇન્નીંગ ઘણી રોમાંચિત હશે એતો નક્કી.

---ખુશ્બુ પંચાલ(ખુશી)

pkkhushbu@gmail.com