Sarnamu Khushio nu books and stories free download online pdf in Gujarati

સરનામું ખુશીઓ નું

વાર્તા: સરનામું ખુશીઓ નું.

નામ: ખુશ્બુ પંચાલ(ખુશી)

e-MAIL:

PH: 8758430696

સરનામું ખુશીઓ નું:

#ZINDAGI FLASHBACK

આજે વિનાયક દાદા નું ઘર સજાવાઈ રહ્યું હતું, ફુગ્ગાઓ,ચળકાટ વાળી પટ્ટીઓ , અને અલગ અલગ પ્રકાર ની ઝીણી ઝીણી LED ફ્લેશ લાઈટ આ સજાવટ માં થોડો ઓર વધારો કરી રહી હતી. આ બધું જ આમ તો પહેલી વાર જ બની રહ્યું હતું, ઘણા વર્ષો બાદ જાણે અને પહેલી વાર. વિનાયક દાદા આમ તો ઉંમર ના દરેક પડાવ માં થી પસાર થઇ ચુક્યા હતા, લાઈફ બીગીન્સ એટ 40 થી લઇ ને ઉમર પચપન કી દિલ બચપણ કા. પણ આ બધા ની વચ્ચે ય કોઈ ખાસ ફેરફાર નહિ. રોજ એક જ જેવી સળંગ જીંદગી પસાર થઇ રહી હતી. પણ કોણ જાણે કેમ આજનું આ જશન એમના માટે પણ ખાસ હતું. આ જશન ની ખુશી અને પેલી રોશની ના અજવાસ ની વચ્ચે વિનાયક દાદા અતીત ની યાદો ના સથવારે ઘણે દૂર ચાલ્યા ગયા.

બહુ નહિ 2-૩ મહિના પહેલા ની વાત છે. વિનાયક દાદા ,તેમનું ઘર અને મૈત્રી ની વાત.

આ ઘર વિષે ની વાત કરીએ તો ઘર ની દીવાલ પર થી કલર દૂર થવા લાગ્યો હતો અને ઠેર ઠેર CEMENT ના પ્લાસ્ટર દરેક જગ્યા પર દેખાવા લાગ્યા હતા. ઘર ની ચાદરો, બારી ના પડદા આ બધું જ જાણે પીળાશ પકડી રહ્યું હતું, ઘર માં સાવ જ સુનકારો, કોઈ ની ખાસ અવર જવર નહિ. સફેદ લાઈટ પણ ધૂળ થી ઢંકાવા લાગી હતી. વર્ષો થી આ મકાન માં એક વ્યક્તિ રહ્યા કરતુ છતાં ઘર પર કોઈના આવકાર ના ટકોરા જ પડ્યા નથી. કોઈ વર્ષો થી બંધ પડેલા દરવાજા ને ખોલવાથી આવતી સુગંધ ને અનુભવી શકાતી હતી, દરેક ખૂણે ને ખાંચરે ગૂંથાયેલા કરોળિયા ના જાળા.

અને આ બધા ની વચ્ચે જ સફેદ વાળ, પીળાશ થી ઘેરાયેલા કપડા લથ્થા , અને જુકેલી કમ્મર ની વચ્ચે વૃધાવસ્થા ને સામે ચાલી ને ભેટી રહેલી એક વ્યક્તિ. એવી વ્યક્તિ જેને માટે સૂરજ ઉગતા ની સાથે સવાર પડે છે, ઢળતાની સાથે સાંજ. તારા ઝાબક્વાનું શરુ કરે એટલે રાત અને બસ આજ ક્રમ રોજીંદા ચાલતો આવ્યો છે આ વ્યક્તિના જીવન માં. ખુદ ના જીવન પ્રત્યે ખૂબ બેદરકાર. આ વ્યક્તિ બીજું કોઈ નહિ વિનાયક દાદા જ.

વિનાયક દાદા ના ઘર તરફ આવતું જતું કોઈ પણ આમતો ખાસ નજર નાખતું નહિ, એમને લઇ ને કોઈ ના મન માં દિલચસ્પી નહિ. ક્યારેક ક્યારેક ખાવા પીવાની બાબતો અને બીજા બધા હાલ ચાલ વિષે પાડોશી ખબર અંતર પૂછી લેતા. રસ્તા પર થી ગુજરતા અને થોડા અંશે સહાનુભૂતિ ધરાવતા લોકો ક્યારેક દયાજનક ભાવ થી કહેતા કે ડોશા નું જીવન કેવું છે કોઈ ધ્યાન સારસંભાળ રાખવા વાળું જ નહિ.

ક્યાં થી હોય સાર સંભાળ રાખવા વાળા દરેક લોકો હવે એમના જીવન માં રહ્યા જ ક્યાં હતા. પત્ની હારી ના ધામ સિધાવી ગયા હતા, અને દીકરી ને પરણાવી દેવાને લીધે તે તો હવે પારકી થાપણ હતી. ક્યારેક ક્યારેક આવી ને તે મળી જતી તેના પિતા ને પણ છેવટ ના તો દાદા એકલા જ રહી જતા એ મકાન માં.

થોડા દિવસ રહી ને દાદા ને અડકી ને જે મકાન હતું ત્યાં નવા પાડોશી રહેવા આવ્યા. એક દંપતી જે ઉદાર દિલ ના , અને એક તોફાન તેમની દીકરી જેનું નામ હતું મૈત્રી. દેખાવે ખૂબ જ માસૂમ, સ્વભાવે મસ્તીખોર, અને એટલી તો મસ્તીખોર કે સામે વાળું તોબા પોકારી દે તેની સામે. મસ્તી ની સાથે સમજણ, કુનેહ ને સૂજ પણ એટલી જ ધરાવે આ 12 વર્ષ ની મૈત્રી. ઘર ની તો લાડકી હતી જ પણ થોડા દિવસ માં આજુબાજુ માં રહેતા દરેક લોકો ની પણ એટલી જ લાડકી બની ગઈ હતી મૈત્રી. બસ વિનાયક દાદા આમાંથી બાકાત હતા . તે પણ વધુ સમય માટે નહિ.

એક દિવસ રમતા રમતા તેની નજર ખાલી ખોખા જેવા લાગતા ઘર પર અને વૃદ્ધ દાદા પર પડી. રોજ મૈત્રી કુતૂહલ વશ તે ઘર ને અને પેલા વૃદ્ધ વ્યક્તિ ને જોયા કરતી. અને એકાદ દિવસ તેની મમ્મી ને તેણે પૂછી જ લીધું, મમ્મી , આ ઘર કોનું છે? અને કેવું છે? ત્યાં પેલા દાદા રોજ એકલા આમ કેમ બેસી રહે છે? કઈ બોલતા જ નથી? કેટકેટલા પ્રશ્નો મૈત્રી એ પૂછી લીધા મમ્મી ને. અને મમ્મી એ કહ્યું કે કાલે તું જ દાદા ને પૂછી લેજે.

અને કહેવાની જ વાર હતી, બીજે દિવસે તો તોફાન દાદા ના ઘરે આવી ચડ્યું, ઘણા લાંબા સમય થી જોઈ રહી તે વિનાયક દાદા તરફ ને પછી એક મીઠી SMILE આપી ને જાત જાત ના પ્રશ્નો નો હોબાળો દાદા સામે કરી જ મુક્યો, પણ દાદા ય ટસ ના મસ ના થયા. એક પણ જવાબ ના આપ્યો અને થોડી વાર રહી ને થાકી ને મૈત્રી જતી રહી.

પછી રોજ મૈત્રી આવતી , રોજ પ્રશ્નો પૂછ્યા કરતી, અને એક દિવસ દાદા બોલ્યા:શું છે તારે? કેમ રોજ રોજ આવી જાય છે?

છતાય, મૈત્રી તો હસતી જ રહી. હવે દાદા રોજ એમ વિચારતા કે હમણાં પેલું તોફાન આવશે અને કેટકેટલા પ્રશ્નો પૂછશે; કાબર કલબલ કરશે.

કેટલા મસ્તીખોર હોય છે આજકાલ ના છોકરાઓ. ખેર વિનાયક દાદા એ આટલા વર્ષો માં કઈ ક તો વિચાર્યું. એમાં વાત એવી હતી કે ઘણા વર્ષો પછી વિનાયક દાદા ના એકલવાયા જીવન ની દિશા માં કઈ રસપ્રદ ઉમેરાયું હતું બાકી તો પત્ની ના અવસાન બાદ તો જીવન જાણે સાવ સુનું જ. આ ઉમેરો મૈત્રી એ કર્યો હતો.

એ કબર જ હવે દાદા ના ખબર અંતર ખાવા પીવા વિષે ની બાબતો પૂછી લેતી, અને મૈત્રી ના મમ્મી પપ્પા ને પણ વાંધો નહિ તે પણ દાદા ને પરિવાર નું એક સભ્ય જ સમજતા હતા.

ક્યારેક સફેદ મૂછ ની , પડતી ટાલ ની હસી ઉડાવી ને મૈત્રી વિનાયક દાદા ને પણ સાથે સાથે હસાવી દેતી. અને હવે દાદા ને પણ આ ગમવા લાગ્યું હતું. ખીલખીલાટ ને કિલ્લોલ હવે ઘર માં ગુંજતો હતો. ઘર ને ફરી થી કલર કરાવ્યો, એમાં કાર્ટૂન ચિતરાવ્યા. દાદા પણ વિડીઓ ગેમ્સ રમવા લાગ્યા. ક્યારેક પાંચેકું, ક્યારેક સાપસીડી ચાલ્યા કરતુ. વિનાયાક દાદા તો જાણે નવું જ જીવન જીવી રહ્યા હતા હવે.

અઠવાડિયા પહેલા ની વાત , મૈત્રી ના મનપસંદ દાદા ના બર્થડે ને લઇ ને. અઠવાડિયા પહેલા થી જ કાબરે હલ્લો મચાવી મુક્યો હતો કે આપણે તો તમારો બર્થડે celebrate કરવાનો જ છે, આપને ફુગ્ગા ફૂલાવીશું, કેક પણ લઈશું અને હા આપણે ડાન્સ પણ કરવાનો છે. તો પાક્કું પ્રોમિસ આપણે તમારો બર્થડે celebrate કરીશું.

દાદા કહે: અરે ! મૈત્રી મારે કઈ નથી કરવું . તને તો બસ મસ્તી કરવા ના નવા બહાના મળવા જોઈએ. અને મારા થી થોડો તારો ડાન્સ થવાનો છે હે? ઉભી રહે તું.. તું મને હેરાન કરી રહી છે ને ઉભી રહે.

મૈત્રી: અરે! દાદુ તમે ગમે તે કહો પણ celebration તો થશે જ.

અને આજ ની વાત છે, સવાર થી ઘર સજાવવા માં આવ્યું . વર્ષો પહેલા અનુભવેલી ખુશી ની લાગણીઓ જાને આજે ફરી થી જીવંત થઇ ઉઠી હોય એમ લાગતું હતું. ઘણો શોરબકોર હતો છતાં દાદુ નું ધ્યાન ક્યાં હતું જ?

અને એટલા માં જ કાબરે આવી ને ફુગ્ગો ફોડ્યો દાદુ ના કાન આગળ, દાદુ ઝબકી ને ભૂતકાળ ની સ્મૃતિઓ માં થી વર્તમાન તરફ પાછા ફર્યા. અને મૈત્રી પૂછી રહી હતી દાદુ તમે ક્યાં ખોવાઈ ગયા હતા ચાલો ડાન્સ કરવા જવાનું છે આપણે.

ક્યાય નહિ કાબર! અને હું કઈ ડાન્સ નથી કરવાનો તું તારે કર જા.

પણ મૈત્રી થોડી સાંભળવાની હતી , ચાલો ને ચાલો ને કરી ને ખેંચી ને લઇ ગઈ દાદુ ને ડાન્સ કરવા. પછી કેક કાપી અને દાદુ નો બર્થડે celebrate કર્યો.

અને વિનાયક દાદુ મન માં આ નાનકડી ને કહેતા રહ્યા : (કાબર! તું મારી જીંદગી જ છે, #JIOZINDAGI , આમ જ કિલ્લોલ કરતી રહેજે.)

અને સાચું જ છે ને ,

જીવન ને કારણ જોઈએ છે કે તે જીવી જાણે;

ઘણા તાર એવા છે જે જીવન ને સીવી જાણે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED