તારા ગયા પછી-૩ Khushbu Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારા ગયા પછી-૩

તારા ગયા પછી-૩ (સાથ પડછાયા નો સંવાદ આત્મા નો)

શ્રુતિ અને વિનીત નું જીવન એમ જ ચાલી રહ્યું છે દિવસો વીતી રહ્યા છે. આજે વિનીત ને સારી રીતે સમજાયું હતું આ શ્રુતિ નું રફતાર વાળું જીવન એટલે છે શું. જીવન રફતાર કઈ રીતે પકડી લે છે? કઈ રીત સદીઓ આંખ સામે થી સડસડાટ કરતી પસાર થઇ જાય છે. અને વિનીત નો પડછાયો એક તરફ અટ્ટહાસ્ય કરે છે તો બીજી તરફ એક સમજણ બની ને ઉભો રહે છે.

(આ પડછાયો એને કહે છે)
વિનીત , તે શું એક પણ વખત એની સમક્ષ ઉભું રહી ને કીધો હોત તો તને નથી લાગતું કે આજે પરિસ્થિતિઓ કઈ ક ઓર જ હોત? કદાચ જે તે પત્ર માં કીધું એના કરતા એના સમક્ષ જ તારા દિલ ની રજૂઆત કરી હોત તો?

વિનીત: હું એને શું કેહતો, તું જાને છે ને એને કેટલી જલ્દી હતી મને છોડી ને જતું રેહવાની એને તો કઈ વિચાર્યું પણ નહિ બસ આઈ વિલ ફ્લાય કહી દીધું, ધી એન્ડ કરી દીધો. એટલું પણ નહિ સમજી કે હું કેમ કરી રહીશ એના વિના ના આ સૂના નગર માં. ચાહતી રહીશ એમ કહી દીધું પણ આ ચાહત ને જતાવશે કોણ એના વિના?

(પડછાયો)
અરે વિનીત, તને સાચ્ચે જ એવું લાગે છે કે એને કોઈ જ ઈચ્છા નહિ હોય , એના અરમાન નહિ હોય તને લઇ ને? તે એના મન ને જાણવા નો પ્રયાસ કર્યો, એ જઇ રહી હતી એ ઘડી ને તે નિહાળી હતી?

વિનીત: એમાં વળી શું જોવાનું જોયું જ હતું કેટલી ખુશ હતી એ બંધન માં થી મુક્ત થઇ ને.

(પડછાયો): વિનીત એક વાર એ ઘડી ને ફરી થી જો તને તારા બધા જ જવાબ મળી શકશે.
અને વિનીત એ ક્ષણો તરફ પાછો ફરે છે.

(આ તરફ શ્રુતિ પણ વિચારો માં ખોવાયેલી છે ઊંઘ માં ખલેલ કરે તે વિચારો)
શ્રુતિ ના મન માં બસ એક જ ખ્યાલ ચાલી રહ્યો છે ક્યાંક સ્થિર થઇ જવાનો, શ્રુતિ વિચારે છે (ક્યાં સુધી આમ ભાગતું રેહવું હવે , ક્યાં સુધી મન ને એમ કહી રીજવવું કે બધું નોર્મલ છે અને હજી સારું થઇ જશે. ક્યાંક સ્ટેડી થઇ જવું છે હવે, કોઈ એવું કોઈ એવું કે જેની સાથે બધું જ સારું લાગે ; જેને મળવાની; જેની સાથે વાતો શેર કરવાની મજા આવે, જીંદગી આટલું જ તો માંગે છે.. અને તુરંત જ વિનીત નો ખયાલ શ્રુતિ ના આંખ સામે ફ્લેશ માર્યા કર્યો. હું એને જણાવી દવ આ વિષે? શ્રુતિ એ આમ વિચાર્યું, ચલ હું એને કાલે કહી દઈશ.

આ તરફ વિનીત : હું કેમ એને ના જાની શક્યો એનો આટલો સારો મિત્ર અને સાથી હોવા છતાં, શ્રુતિ હું તારા મન ની વાત ને કેમ ના જાની શક્યો? પણ હું તને પાછી લાવી ને રહીશ મારા જીવન માં , આ ઘર માં, મારા સૂના શહેર ની રોનક ને પાછી લાવી ને રહીશ હું. અત્યારે કહું કે પછી? ચલ ને અત્યારે જ કેમ ના કહી દુ, અને વિનીતે શ્રુતિ ને ફોન કર્યો.

વિનીત:હાઈ! કેમ છે?
શ્રુતિ: મજા છે પણ અને નહિ પણ.
વિનીત: શ્રુતિ આર યુ ફાઈન?
શ્રુતિ: હા. તને જ યાદ કરી રહી હતી અને તારો ફોન આવ્યો.
વિનીત: ઓહ વાવ! ગ્રેટ મારો દિવસ બની ગયો, સંભાળ શ્રુતિ મારે તને કઈ કેહવું છે. કહી દઉં?
શ્રુતિ:તને વળી પરમીસન ની જરૂર ક્યારથી પાડવા લાગી? કહે. મારે પણ પછી તને કઈ ક કેહવું છે.
વિનીત:શ્રુતિ તું ખુશ છે જ ને?
શ્રુતિ: હા કેમ આવું પૂછી રહ્યો છે?
વિનીત: કારણ કે મને લાગે છે કે તું નથી, કારણ પણ કહું છું તું ગઈ એ દિવસ થી હું તો મજા માં નથી કઈ ક ઓછપ હમેશા સાલતી રહે છે. કહું તો તારા ગયા પછી મારા રહ્યા જેવું નથી. કદાચ મેં તને રોકી લીધી હોત તો? આવો ખયાલ હમેશા સતાવતો રહ્યો છે, અને કદાચ તું પણ આ બધા થી ભાગી રહી છે મન ને બહાના બતાવી રહી છે? આમ જ છે ને શ્રુતિ?
શ્રુતિ: હા કદાચ ભાગી રહી છું કઈ ક મળી જશે એવી આશ માં. પણ જાને છે વિનીત કઈ મળી જ નથી રહ્યું ને દિશાશુન્ય થઇ ને ભાગી રહી છું.
વિનીત:તો દિશા ને રસ્તો અને મંજિલ તારો હાથ થામવા કહે તો?
શ્રુતિ: કેમ કરી ને એનો હાથ આમ થામી લઉં એના પર વિશ્વાસ કેમ મૂકી દઉં?
વિનીત: એક વાર મૂકી જો.
શ્રુતિ : વિનીત તને કહેવું છે કઈ ક, કાલે મન માં સ્થાયી થઇ ને રહી જવાનો વિચાર આવ્યો છે; કેટલું લડી પણ દૂર નથી જઇ રહ્યો, તને હા કેહવાની ઈચ્છા છે પણ કેમ કહું?
વિનીત: જેમ પેહ્લે થી રહ્યું છે તેમ જ, એક સ્માઈલ અને પ્રેમ થી .
શ્રુતિ: તું જાને છે મને સારી રીતે એ વાત નો ઇનકાર નથી, પણ કહું તો હું પ્રેમ શું છે એ જાણું પણ છું અને નહિ પણ, એના દરેક પાસા થી અવગત છું. તું શું એક નવી દિશા ને નવી સવાર લાવી શકીશ?
વિનીત: તે કહ્યું છે અને મારે કરવાનું છે. એક સારો સાથી બનવાના બધા જ પ્રયત્ન કરીશ હું. અને તું ભાગી ના જતી હા એના પછી .
શ્રુતિ: તું પણ વિનીત. નહિ ભાગું હવે, નાવ ને મજધાર થી હવે કિનારે તારી ને જ રહીશું. તો મારી રાહ દેખજે. ટેક કેર. લવ યુ. તને મળવાની રાહ માં છું.
વિનીત: બ્બાય. લવ યુ. બસ તું મળે એ ચાહ માં છું.

---ખુશ્બુ પંચાલ(ખુશી)