તારા ગયા પછી-4 Khushbu Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

તારા ગયા પછી-4

સ્ટોરી: તારા ગયા પછી(ભાગ-2)

by: ખુશ્બુ પંચાલ(ખુશી)

e-mail :pkkhushbu@gmail.com

તારા ગયા પછી-4 (રાહ છે)

વિનીત: ક્યારે આવશે હવે આ શ્રુતિ? સમય વીતી જ નથી રહ્યો કેમે કરી..
અઢળક વિચારો વિનીત ની ઈર્ત્ગીર્ત ઘેરો જમાવી ને બેઠા છે. શું કહીશ એ આવશે ત્યારે તેને?
એના માટે શું કરું સ્પેસ્યલ? અને એ પણ સાદગી માં માને છે? એને ગમે તેવું પણ સાદું ભલા શું હોઈ શકે?
વિનીત આવા જ અનેક વિચાર માં ખોવાયેલો હતો. પછી તે તેના સ્ટડી રૂમ માં ગયો અને બે આંખો મીંચી ને બેસી ગયો. જાણે સવાલો નો કોલાહલ શાંત પડી ગયો, દરેક વિચારે એ રૂમ ની બહાર પેહ્રો રાખ્યો . અને એક વિચાર જે કશું જ પૂછ્યા વિના, વિનીત ને પણ જાણ થયા વિના સરકતો સરકતો ચાલ્યો આવ્યો.

વિનીત:હા! આજ ઠીક રહેશે. તેમ કરી ને તે ઉઠ્યો અને હાથ માં કાગળ અને પેન લઇ કઈ લખવાનું ચાલુ કર્યું.

અહી આ તરફ શ્રુતિ પણ અનેક વિચાર માં ડૂબેલી હતી, અને તેને ઉડાન ભરી નવા જીવન તરફ ની. આ નવું જીવન જે વિનીત ના એહસાસ અને બીજા ઘણા નવા surprises થી શરુ થવાનું હતું.

શ્રુતિ વિચારી રહી હતી( શું કહીશ હું એને, એની સામે નજર કેવી રીતે મલાવી શકીશ? આમ તો મેં એને મારી બધી જ મનોદશા જણાવી છે આજસુધી ની. પણ આજે કેમ એવું લાગી રહ્યું છે કે હું ખુબ દૂર છું મારા કિનારા થી?)

(આમ બંને એકબીજા ને મળી ને જાને શું કેહ્શે એના અનેક વિચારો માં અને એક બીજા ને મળવાની રાહ પણ અને જલ્દી મળે એ ચાહ પણ.)

આમ જ વિચારો ને વિચારો માં શ્રુતિ નું પ્લેન પાછુ એના જ શહેર માં જેને તે છોડી ને ગઈ હતી ત્યાં લેન્ડ કરી ચુક્યું હતું. ખુશ હતી શ્રુતિ.

અહી વિનીત પણ તેને મળવાના વિચાર થી એટલો જ ખુશ હતો, અને આખરે બંને મળ્યા.

વિનીત:કેમ છે? આખરે તું આવી ખરી.
શ્રુતિ: હા આવતી જ ને , તે અને તારા વિચારો એ મને એકલી મૂકી જ નહિ ને હું આવી ગઈ. smile emoticon

વિનીત: હાહા.. જાણું છું, તું અને તારી વાતો. સફર કેવો રહ્યો ? કેમ છે?
શ્રુતિ: બધું જ fantastic , હું પણ મજા માં, અને તું મજા માં દેખાઈ જ રહ્યો છે મને.
વિનીત: કેમ ના હોઉં? મારા સુના શહેર ની રોનક જો પાછી ફરી છે આજે.
શ્રુતિ: એ બસ હા વિનીત , હવે એટલું પણ ના આપી દે કે હું ખામી ના શકું તારા પ્રેમ ને.
વિનીત: જઈશું તો એ જ ઘર ની ગલીઓ તરફ, કજીયો અને કલબલ કરતી ઓસરી તરફ. ખુલ્લા આસમાન ની નીચે? પેલી ચાર દીવાલો ની વચ્ચે.
શ્રુતિ: જરૂર. (એને કહું કે નહિ? એને કહું? પણ એને મને કઈ નહિ કેહવું હોય ? મને રાહ છે તે કઈ કહે)
વિનીત: ચલ ત્યારે.(એને કહી દઉં? પણ એ કેમ નહિ કહે? )
શ્રુતિ: તારે કઈ કેહવું નથી આ સિવાય?
વિનીત: ના! શું કહું? ( તે ચાહે છે કે હું કહું, કેટલી રાહ જોવી ચલ કહી દઉં છું)
શ્રુતિ: વિનીત તું અને તારા વિચારો...
વિનીત: કઈ કેહવું છે મારે પણ આમ નહિ , તું ઘરે ચલ અને ત્યાં જ જોઈ લેજે.
શ્રુતિ: ઓકે, તું કહે તેમ. કેહવું તો મારે પણ છે પણ પેહલા તારી વાત પછી મારી.(
વિનીત અને શ્રુતિ ઘરે પોહ્ચે છે, અને વિનીત શ્રુતિ ને સ્ટડી તરફ જવા કહે છે)
શ્રુતિ ત્યાં જાય છે, સરસ આહ્લાદક વાતાવરણ છે ત્યાં નું અત્યારે)
વિનીત:શ્રુતિ! મારે જે કેહવું છે એ ત્યાં પેલા ડેસ્ક પર છે જોઈ લે.
અને શ્રુતિ વિનીતે લખેલો પત્ર વાંચવાની શરૂઆત કરે છે.

ડીઅર શ્રુતિ,

સહુ થી પેહલા તો વ્હાલ. લવ યુ, missed u અ લોટ. મને આશા નહતી કે તું પરત આવીશ. તારા ગયા પછી ઘણો સમય એકલા એકલા કાપવો પડ્યો , ઘણી વખત એમ થયું કે કોઈ ના ગયા પછી જીવન કેટલું બદલાઈ જાય છે. આવા દરેક સમય પર મેં તને ખુબ યાદ કરી છે. આજે મારી ઈચ્છા emotional કે સેન્ટી વાતો કરવાની બિલકુલ નથી પણ આ આજે કેહવું જરૂરી છે એટલે કહું છું. આમ તને હજારો વાતો કહી શકું છું પણ આમ ઘણી વાતો એવી છે જેને બસ લાગણીઓ સમજાવી શકે છે અને શબ્દો નહિ છતાં આજે અહી લાગણીઓ ને શબ્દો માં બાંધવા જઇ રહ્યો છું તું એ શબ્દો ને સાંભળ.

મને કઈ સુજ્યું જ નહિ કે એકદમ સરળ રેહવા વાળી મારી શ્રુતિ ને શું કહું તેથી સ્ટડી માં આવ્યો, તારી બુક્સ ને યાદ કરી ને તારો એક વિચાર જે અચાનક આવ્યો અને મેં આ પત્ર લખ્યો . આ પરસ્પર ની લાગણીઓ નો વ્યવહાર હું પત્ર દ્વારા કરવા માંગું છું તેથી. તારા આવવાની ખબર થી સવાર થી વાતાવરણ માં ચારેકોર એક નવી રોનક ને અનુભવી છે મેં. જાને પેહલા પ્રેમ ની પેહલી અસર. હું તારી સાથે happily ever after જેવી જીંદગી ની તમન્ના લઇ ને બેઠો છું, તું ક્યારે આવી મારી સુની હથેળીઓ ને થામી લે એની રાહ માં, તે ગૃહ પ્રવેશ તો કર્યો પણ પ્રેમ ની બાબતે મેં તારા મંતવ્યો જાણ્યા છેવધુ કઈ નહિ બસ મારા મન માં તું રહે છે હમેશા અને કદાચ આ વખતે તારા મન માં લાગણી ઓ એ થોડી જગ્યા લીધી છે . તારી ચર્ચા તારો ઉલ્લેખ અને છેવટે તારી જ ખુશી આટલી ચાહ લઇ ને જાને ક્યારનો તારી રાહ માં હતો આજે તું આવી તો શબ્દો નથી એ ખુશીઓ નું વર્ણન કરવા માટે આટલું કહી ને અટકું છું કે,

એક સાંજ માં ઢળેલી બે ક્ષણો,
એમાં હાસ્ય વેરતા હું ને તું.
આ જીવન ના રંગમંચ પર;
રંગ હું, નિખાર તું.
દરેક વાત ની શરૂઆત , દરેક વાત નો અંત;
શરુ નો અંત અંત ની શરૂઆત,
અને આખા જીવન ની રજૂઆત બધું જ હું ને તું.

તારું હોવું એટલે બીજું કઈ નહિ આ મારા ધબકાર. કેહ્વાનું ઘણું છે રોજ આવી જ વાતો તારી સાથે કરવી છે મારે, અને તારા પ્રતુતર ની પણ હવે રાહ છે, ચાલીશ ને મારી સાથે સાથે? જલ્દી જવાબ આપજે કારણ કે હજી રાહ છે.
લવ યુ શ્રુતિ... અને આ શબ્દો ચાહે જેટલી પણ વાર કહું ઓછા છે.
લી. તારો વિનીત.

----ખુશ્બુ પંચાલ(ખુશી)