Tara Gaya Pachhi-2 books and stories free download online pdf in Gujarati

તારા ગયા પછી-2

સ્ટોરી: તારા ગયા પછી(ભાગ-2)

by: ખુશ્બુ પંચાલ(ખુશી)

e-mail :pkkhushbu@gmail.com


તારા ગયા પછી -2 : (અરમાન અને ઇચ્છાઓ ની તપીશ માં...... )

કોઈ ના ગયા બાદ ઘણું બધું બદલાઈ જાય છે અને નિશંક પણે પેહલા જેવું થઇ ને કઈ પેહ્લાજેવું નથી રેહતું.

શ્રુતિ સારી રીતે વિદેશ માં SETTLE થઇ ગઈ હતી, તેણે ત્યાં જઇ AASISTANT PHOTOGRAPHER ની પોસ્ટ ઉપર નોકરી શરુ કરી. ઘણા દિવસો વીતી ગયા , સામાન ની જેમ જીવન પણ હવે STEADY થઇ ગયું હતું. હા તો પણ ઇચ્છાઓ ને અવકાશ ખરો. તો પણ અસલ રીતે તો INDEPENDENT જ.
એ પછી પણ ઘણા દિવસો વિતતા ગયા આ બાજુ વિનીત પણ પોતાના કામ તરફ વધુ ને વધુ BUSY બનતો ગયો અને શ્રુતિ ની યાદો પણ સાથે જ રાખી હતી . બંને ના જીવન માં વ્યસ્તતા એ ઘેરો જમાવી લીધો હતો. અને એક દિવસ શ્રુતિ ના મન માં વિચાર આવ્યો. એને કઈ ખૂંચતું રહ્યું હતું વિદેશ આવ્યા પછી. અને બસ એ જ વિચાર એને થોડા સમય આગળ લઇ ગયો, ફ્લાઈટ ની ઉડાન પર આવી એ સમય અટકી ગયો.

શ્રુતિ એ સેલફોન લીધો ને કીપેડ પર આંગળીઓ ફરતા એક નંબર લગાવ્યો, વિનીત.
બેત્રણ રીંગ પછી વિનીતે ફોન લીધો.

વિનીત: હેલ્લો! કોણ? (નંબર અજાણ્યો હતો)
શ્રુતિ: હાઈ, કેમ આટલું જલ્દી ભૂલી જવાનું.
વિનીત: અરે! શ્રુતિ તું?
શ્રુતિ: હા હું જ બોલું છું. પણ મિસ્ટર તમે તો મને ભૂલી જ ગયા.
વિનીત: શ્રુતિ તને શું કહેવું? (આમ કહી ને વિનીત મન માં વિચારવા લાગ્યો : આજ સુધી જેની યાદો ને સહારો બનાવી ને જીવી રહ્યો છું એને કેમ ભૂલી શકું, ને શ્રુતિ તું આ નહિ સમજી શકે)
શ્રુતિ: અરે વિનીત! તું હજી પણ નથી સુધર્યો શું વિચાર કરી રહ્યો છે?
વિનીત: કઈ નહિ.. તું કેહ ઘણા લાંબા સમય પછી યાદ કર્યો.
શ્રુતિ: હા કઈ કેહવા જ ફોને કર્યો છે. તારી જેમ તને લેટર લખતી પણ પહોચતા સમય લેતો અને તું જાણે છે ને જીવન માં રફતાર જરૂરી છે. અને શ્રુતિ એ પોતાની વાટ કેહવાની શરુ કરી.

વિનીત તને એમ લાગતું હશે ને કે હું લાગણીઓ ના સમંદર ને વટાવી ને ઘણી દૂર ચાલી ગઈ છું , તું મને કદાચ લાગણીવિહીન માનતો હોઈશ, પણ સાચું કહું એ દિવસે તારો પત્ર વાંચી ને અનાયાસે જ આંખ માં થી એક આંસૂ સરી પડ્યું હતું.
અહી વિદેશ માં એવી જ લાઈફ છે જેની કલ્પના હમેશા કરી હતી મેં, પણ અચાનક દેખ ને થોડા દિવસ થી કોઈ વસ્તુ પોતાની તરફ મને આકર્ષી રહી હતી, અને એ હતો તારો પત્ર.
હું જ્યાં સુધી તારી સાથે હતી એક સારો સમય રહ્યો છે એ મારો, તને હું મારા જીવન માં મને આવી મળેલી એક અમુલ્ય ભેટ છે.

વિનીત: તો કોઈ આવી રીતે અમુલ્ય ભેટ થી દૂર ચાલ્યું જાય ભલા?
શ્રુતિ :ના! આમ તો કોઈ ના ચાલ્યું જાય. પણ તું જાને છે ને બંધન માં હું બંધાઈ શકું તેમ છું નહિ, અને જવલ્લે જીંદગી ની દોર થામી ને બસ ચાલતું રેહવાનું હોય છે, હું બસ એમ જ ચાલી ગઈ. હા એટલું ચોક્કસ થી કહું તું હમેશા યાદ રહીશ મને, અને હા મેં તને પ્રેમ કરવાનું કે તને યાદ કરવાનું મુક્યું નથી. તને કહ્યું હતું ને હમેશા ચાહતી રહીશ.

વિનીત: આમ ક્યાં સુધી ચાહી શકીશ મને? ક્યારેય મળવાની ઈચ્છા નથી થતી તને? ઘણો સમય વીતી ગયો . આમ એકલા ક્યાં સુધી રહી શકાશે શ્રુતિ? જીવન ને વ્યસ્તતા ની કાળી ચાદર ક્યાં સુધી પરવડી શકે અને યાદો કરતા રેઅલિસ્તિક જીવન માં મજા છે એવું તને નથી લાગતું?

શ્રુતિ: તારા પ્રશ્નો નો હું તને કઈ રીતે જવાબ આપું એ મને સમજાતું નથી. પણ હા તને ચાહતી રહીશ, અને કોઈ ની પાસે રેહવું એ જ પ્રેમ એવું કોને કહ્યું? કોઈ પાસે નહિ હોઈ ને પણ સાથે રહે છે. અહી લિખિતંગ નહિ આવી શકે વિનીત, કે નહિ તો હું અહી અટકી શકીશ, કારણ કે મારી લાગણીઓ નો અંત નથી અને લાવી પણ કેવી રીતે શકું મારા જીવન ની બીજી કડી નો અંત, એટલે તું હમેશા આ મન ની ચાર દીવાલ માં સચવાઈ ને રહીશ, સાથે આ complicated વિચારો માં એક વિચાર તારો હશે, અને દરેક લાગણી માં પણ તું અવ્વલ જ રહીશ. અને તને હું પણ સેન્ટી નહિ કરું. બ્બાય. લવ યુ ...

વિનીત: લવ યુ. મિસ યુ ... આમ જ યાદ ચોક્કસ થી કરતી રેહ્જે. (
અને મન માં હાસ્ય રુદન બંને ની ભાવના સાચવતા બંને એ ફોન કટ કર્યો. આ સાથે જ વિનીત ના મન માં બીજો એક વિચાર)
પાગલ હજી નથી સુધરી, હજી વાતો માં વ્યત બધું કરી દેશે અને આમ કઈ વ્યક્ત થવા પણ નહિ દે. તેરે પ્યાર મેં સબ ઈક્વલ , કઈ હાર્યું કઈ પામ્યું અને છેલ્લે બધું શૂન્ય. તારી
સાથે બધું fantastic...

--ખુશ્બુ પંચાલ(ખુશી)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED