ત્રીજો પુરુષ એકવચન Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રીજો પુરુષ એકવચન

"ત્રીજો પુરુષ એકવચન"

આજે શહેરની પ્રખ્યાત આર્ટ ગેલેરીમાં ખૂબ જાણીતા એવાં વ્યોમ અમીનનાં નવાં પેઇન્ટીગનું પ્રદર્શન હતુ..વ્યોમ અને એની પત્ની શ્યામાં બંને ઉત્સાહથી પ્રદર્શનમાં આવેલાં લોકો સાથે પેઇન્ટીગ વિશે વાતો કરી રહ્યાં હતાં..

વ્યોમનું એક પેઇન્ટીંગ ગામડાની નદી કિનારે બે પ્રેમી યુગલ બેસીને વાતોમાં મશગુલ હોય એવાં પેઇન્ટીગ પાસે લગભગ તેતાલીસ ચુમાલીસની ઉમર એક ખૂબસૂરત યુવતીએ "એકસ્કયુઝ મી મી.વ્યોમ" કહીને બોલાવ્યો..

બીજા સાથે વાતોમાં વળગેલ વ્યોમ એ યુવતી તરફ વળ્યો અને એ યુવતીને જોતા જ વ્યોમની આંખો પહોળી થઇ ગઇ,અને આશ્ચ્રર્ય સાથે બોલી ઉઠયો,"ઓહ!તુલીકા તું..........,ક્યારે અમેરિકાથી આવી........?...કેટલા વરસે તને જોઇ!...કેમ છે તુ..?
"
બસ બસ વ્યોમ એકી સાથે જ બધું પુછી લેવું છે કે શુ...એક પછી એક તારા બધા સવાલનાં જવાબ આપીશ...બસ આ પેઇન્ટીગ જોઇને મને આપણા ગામનો નદી કિનારો,પેલો બાકડૉ,અને જ્યાં તું મારા માટે નવાં ગીત અને ગઝલો સંભળાવવાં ટેપ રેકોર્ડ લઇને આવતો હતો એ દ્રશ્ય જાણે મારી આંખ સામે આવી ગયુ.તુલીકાં ચહેરા પર અને આંખોમાં ઉત્સાહ દેખાડતી પોતાનાં સ્ટ્રેઇટ હેરને કાન પાછળ ઘકેલતી બોલી.
"
તુલી......,સાચી વાત છે તારી,ભૂતકાળને ફરી જીંવત કરી શકાતો નથી માટે એને ચિત્ર રૂપે અથવાં શબ્દો રૂપે લોકો જીંવત રાખવાની કોશિશ કરતાં રહે છે...જો પેલા ચશ્માવાળા ભાઇ સામે ઉભા એ કવિ છે.."આટલું બોલીને વ્યોમે એ ભાઇને બોલાવીને કહ્યું કે કવિરાજ આ ચિત્ર માટે બે લાઇન ફરમાવો.."

એટલે તો આ છબી ચીતરવી પડે
તું ગઝલમાં કોઇને ક્યાં દેખાઇ છે.

બે લાઇન ફરમાવી કવિશ્રી ત્યાની ભીડમાં ખોવાઇ ગયા..વ્યોમ અને તુલીકાં અનઓપચારીક વાતો પરથી સીધાં ભૂતકાળમાં ગરક થઇ ગયા.
"
તુલી......,કેટલાં વરસે તું નજર સામે આવી...મેં તો તને કાયમ છબીમાં જીવંત રાખી છે."આટલું કહેતાં વ્યોમનાં અવાજમાં ભીનાશ આવી ગઇ.
"
જો વ્યોમ.......,કદાચ આપણું નશીબ જ એવુ હશે જેમાં આપણા બંનેનો સાથ લખાયો નહી હોય....નહીતર જેને મળવાનું હોય એને દુનિયાનાં કોઇ પણ બે છેડેથી ભેગાં કરી દે છે.." તુલીકા વ્યોમની આંખો સામે આંખો મેળવીને બોલી.
"
ના........તુલી,ક્યારેક નશીબ કરતાં જીવનમાં નિર્ણય વધારે ભાગ ભજવે છે અને આવા સમયે નશીબ પણ બે ધડી રોકાઇ જાય છે,કોઇનાં નિર્ણય માટે.."

ના વ્યોમ......ખરેખર એવુ નથી...આજે પણ તારા માટે એ જ પ્રેમ છે...જ્યારે હું અને તું અલગ પડયાં હતા એ વખતે હતો.."
"
તુલી.....હવે એ વાતોનો કોઇ મતલબ નથી...જો એ વખતે તું મજબૂત રહીને નિર્ણય લીધો હોત આજે શ્યામાની બદલે તું મારી પત્ની હોત...પણ નાં તુલી.....ત્યારે તને મારા પ્રેમ સામેનાં પલડામાં મુકેલાં તારા ઉજ્જવળ ભવિષ્યનાં સપનાં વધારે વજનદાર સાબિત થયા.."

વોટ વ્યોમ.......??? શ્યામાં તારી પત્ની છે....?હાઉ ઇટ પોસિબલ..??એનાં તો માર લગ્ન થયા એનાં છ મહિનાં બાદ એનાં લગ્ન થયા અને એ તો લંડન ચાલી ગઇ હતી..."તુલીકાં આંખો પહોળી કરીને બોલી.

યુ આર રાઇટ તુલી......,તું જાણે છે કે કોલેજમાં તમે બંને મને એટલો જ પ્રેમ કરતાં હતા પણ મારો પ્રેમ હમેશાં તારા તરફ ઢળતો હતો.તારા લગ્ન થયા બાદ શ્યામાનાં લગ્ન થયા,અને હું અહીંયા એકલો પડી ગયો..ત્યાર બાદ મે મારી જાતને આ ઘટનાઓમાંથી બહાર કાઢવા માટે પેઇન્ટીગ તરફ વળી ગયો."

રાઇટ વ્યોમ...હું જાણું છુ,એક વખત તૂટેલા માણસને ફરી ઉભા થવાં માટે મોટે ભાગે કલાનો જ આશરો લેવો પડે..મારા ફેસબુકમાં ઘણાં એવા કવિ મિત્રો છે,જેને આવી એક ચોટ કવિ બનવાં માટે મજબૂર કર્યાં છે..પણ આમાં શ્યામાં તારા જીવનમાં ક્યાંથી પ્રવેશી..?"આટલું બોલતી વખતે તુલીકાનાં ચહેરાં પર લાલાશ અને શ્યામાં પ્રત્યેનો છુપો અણગમો દેખાઇ આવતો હતો..

તુલી.......,એ પણ કહુ.શ્યામાનાં લગ્ન બાદ પાંચ વર્ષ પછી અહીની કોલેજ વતી અમે ત્રણ લોકો લંડન ગયા હતા,ત્યારે શ્યામાંને મળ્યો હતો.એક દિવસ એનાં ઘરે રોકાયા હતા..ત્યારે જોયું કે આટલી જાહોજલાલી વચ્ચે શ્યામાને કંઇક ખૂટતું હોઇ એવું લાગતું હતુ...પછી એણે કબુલ્યુ કે મારી પાસે બધું છે છતાં કંઇક ખૂટે છે એવું વિચારું ત્યારે તું સૌ પ્રથમ યાદ આવે છે..કાશ તે તુલીકાનાં લગ્ન પછી તુરત મને કહ્યું હોત તો હું લંડનનાં માગા માટે ચોક્ક્સ ના પાડી શકી હોત...ત્યારે મેં શ્યામાંને કહ્યું કે હું તુલીનાં જવાંથી એનાં ખાલિપામાં કોઇ ગોઠવી શકું એ વિચારવા માટે સક્ષમ નહોતો.."

થોડૉ વિસામો લઇ વ્યોમે પાણી પીધું અને વાત આગળ વધારતાં બોલ્યો,"મે શ્યામાંને કહ્યું તુલીનાં લગ્નનાં છ મહિનાં સુધી એક વાર પણ જો મને આ વાત કરી હોત તો પણ તારી સાથે લગ્નની હા ના કહી શક્યો હોત..એટલે શ્યામાં બોલી,'વ્યોમ...આને આપણે કિસ્મતનાં ખેલ કહીને કિસ્મતને બદનામ નહી કરીએ,આ આપણી નિર્ણય શકિતની નબળાઇ જ કહી શકાઇ..'
"
પછી શું થયુ વ્યોમ?"ઉત્કંઠાથી તુલીકા બોલી
"
પછી શ્યામાએ કહું મારા લગ્નને પાંચ વર્ષ થઇ ગયા અને હું સંતાન આપવાં લાયક નથી એવું ડૉકટરોએ તપાશ કર્યાં બાદ કહ્યુ..આ નિદાન પછી મારા હબ્બી કહે છે મારે તો બાળક જોઇએ છે..મે એને એડૉપ્ટ કરવાનું કહ્યું તો ઉલટાનાં એ મારા પર ભડકી ઉઠયા અને મને ના કહેવાનું સંભળાવી દીધુ..ક્યારેક તો એમ થાય છે કે આ બધું છોડીને ઇન્ડીયા પાછી ચાલી જાંઉ..શ્યામાની આ વાત સાંભળીને હું આખી રાત સુઇ ના શક્યો..બીજે દિવસે મે શ્યામાને ફોન કર્યો અને કહ્યુ કે જ્યારે પણ તારી ઇન્ડીયા આવવાની ઇચ્છા થાય ત્યારે હું તને અપનાવવાં તૈયાર છુ...એટલે શ્યામાએ ફિક્કુ હસીને કહ્યુ કાશ આ મારા નિર્ણયને તકદીરનાં કાળા સાયાથી દૂર રાખી શકુ.."

થોડૉ વિસામો લઇને વ્યોમે વાત આગળ વધારી," આ વાત થયાને છ મહિનાં બાદ શ્યામાનો ફોન આવ્યો અને કહ્યુ કે મે ડીવોર્સ લઇ લીધા છે અને કાયમને માટે ઇન્ડીયા આવું છુ...તું અપનાવવાં તૈયાર છો ને.?મે એક પળનો વિલંબ કર્યાં વિનાં શ્યામાને હા કહી દીધી..જો ત્યારે મેં તારી જેમ કર્યું હોત તો મારા બીજા પ્રેમને ના પામી શક્યો હોત.."

આ વાત પૂરી કરીને વ્યોમે તુલીકા સામે જોયું તો કોઇનો વોટસએપ મેસેજ વાંચવામાં મશગુલ હતી..મેસેજ વાંચી લીધાં બાદ વ્યોમ સામે જોયુ..તો વ્યોમે એની સામે માર્મિક હાસ્ય ફેંક્યુ અને બોલ્યો,"તુલી,આજે આપણે એવાં મુકામ પર આવી પહોચ્યાં છીએ,જ્યાં જે હાથમાં એને જ સાચવી રાખવાનુ છે.."

હા વ્યોમ,તારી વાત સાચી છે..તું નશીબદાર છે..તને બે સ્ત્રી પ્રેમ કરતી હતી..જ્યારે સ્ત્રીને પોતાનાં પ્રથમ પ્રેમ ભૂલાવવાં માટે કેટલી હદે અંદરથી પીડાવું પડે છે એ તું કદી નહી સમજી શકે...ચાલ જે થયું તે તને મળીને મને ગમ્યુ..અને આશા રાખું છુ કે તું પણ મને મળીને ખૂશ થયો હશે.."
"
હા....તુલી...ચોક્ક્સ ખૂશ થયો છુ,કારણકે તારા જીવનમાં મારો કોઇ શુન્યાવકાશ હોઇ એવું લાગતું નથી..."

વ્યોમનો આ વ્યંગ સાંભળીને તુલીકાની આંખોમાં ભીનાશ ઉભરાઇ આવી.એ વ્યોમને દેખાઇ નહી એટલે "ચાલ હું નીકળું છું"કહીને ઝટપટ રવાનાં થઇ ગઇ.

ગેલેરીની બહાર આવીને ઝટપટ એનાં પર્સમાથી મોબાઇલ કાઢીને મેસેજ વાંચવાં લાગી...

મેસેજમાં લખ્યુ હતુ," ક્યાં ખોવાઇ ગઇ છે...બે કલાકથી ગાયબ થઇ ગઇ છે તુલીપબેબી.....તારી રાહ જોઇ જોઇને હું થાકી ગયો છુ..."
હસતાં હસતાં તુલીકાએ આગળ મેસેજ વાંચવાં લાગી.
ઓ ઝાકળસુંદરી....બહું વાઇડી ના થા...અને મારો મેસેજ વાંચીને મને ઘાં એ ઘાં ફોન કર...મારાથી રહેવાતું નથી હવે..."

તુલીકાનાં ચહેરાં પર એક અભિમાની સ્મિત આવી ગયુ...અને મનોમન બબડી ઉઠી...."વ્યોમ...તારી યાદમાંથી બહાર નીકળવાં માટે આ પાગલનો પ્રેમ જ કામ કરી ગયો...નહીતર આજે પણ મનોમન મારી જાતને તારી દોષી સમજતી હોત..."

તુલીકાની નજર સામેનાં નાટય થીયેટર પર સાંજનાં નાટકનું બોર્ડ માર્યુ હતુ.."ત્રીજો પુરુષ એકવચન"-
નરેશ કે.ડૉડીયા