વિશ્વાસ
“વિશ્વાસ” જીવન માં વિશ્વાસ ની ખુબજ અહેમિયત હોય છે, તે આપણે ખુબજ સારી રીતે સમજી શકીએ છીએ, દરેક જીવન માં વિશ્વાસ ખુબજ જરૂરી છે વિશ્વાસ ને સંબંધ નો શ્વાસ કહેવામાં આવ્યો છે. કોઈ પણ સંબંધ માં વિશ્વાસ ના હોય તો તે સંબંધ નથી પણ તે એક સોદો કહેવામાં આવે છે, અને તે બંને વ્યક્તિ કકે જેના જીવન માં વિશ્વાસ નથી તે બંને વ્યક્તિ જીવન માં અધૂરા હોય છે. પણ આ “વિશ્વાસ” તે ખુબજ મહત્વતા તો ધરાવેજ છે પણ જો તે તૂટે છે ત્યારે માણસ ને હચમચાવી જાય છે અને તે વિશ્વાસ માં વિશ નો વાસ થય જાય છે,
આવીજ એક વાત કહું તો વિશ્વાસ ની જીવન માં કેટલી જરૂરિયાત છે તે એક હકીકત ની વાત છે તે જણાવીશ.
એક કપલ હતું તે એક બીજા ને ખુબજ પ્રેમ કરતા હતા તે પ્રેમી હતા, તે બને એક બીજા સાથે ખુબજ ખુશ હતા અને તે બંને ને એક બીજા ઉપર વિશ્વાસ પણ હતો, પણ જીવન માં જયારે વિશ્વ તૂટે ત્યારે ખુબજ દુખ થાય છે તે હકીકત છે તેમજ તે વચે નો વિશ્વાસ અમુક કારણ થી તૂટયો અને તે વચે નો પ્રેમ શંકા માં બદલાઈ ગયો અને તે બંને ના જીવન માં એક એક વાત માં શંકા ઘર કરી ચુકી અને એટલી નકારાત્મકતા જીવન માં આવી ગઈ કે આજ ના ટેકનોલોજી ના જમાનમાં એક એક વાત માં એક બીજાને લોકેશન અને ફોટા મોકલ તા થાય ગયા અને છતાં પણ મન માં એજ નાકારાત્મ્કતા અને તેજ વિશ્વાસ ના અભાવ ના કારણ થી બંને એક બીજાથી દુર તો થવા લાગ્યા પણ એક બીજા પ્રત્યે આમ ને આમ તે બંને એક બીજાને પ્રેમ તો કરતા હતા પણ તેમાં શંકા ના બીજ એટલા મજબુત થાય ગયા હતા કે તે બને એક બીજા સાથે પણ નોતા રહી શકતા અને એક બીજા વગર પણ જીવી ના શકતા આમ ને આમ જીવન માં શંકા જ હતી પણ જીવન એક અસમંજસ બની ચુક્યું હતું પણ તે બંને શું કરે જીવન માં તે બંને પોતાના ભૂતકાળ ના તૂટેલા વિશ્વાસ ના કારણે માનસિક તનાવ ભોગવી રહ્યા હતા તે બને ને સમજાતું નોતું કે તે અલગ રહે કે સાથે પણ ખબર નઈ તે બંને ને મનમાં એક આશા પણ હતી અને એક સુકુન પણ હતું કે હવે કઈ નઈ થાય કે જેથી દુખી થવું પડે. આમ કોઈ એ સાચુજ કહ્યું છે કે “ સો વાર શંકા કરીને મરવું તેના કરતા એક વાર વિશ્વાસ કરીને મરવું સારું” પણ તે એકવાર તો વિશ્વાસ રાખીને મારી ચુક્યા હતા હવે તે સુ કરે, આમ ને આમ તે બને ને એક બીજાના જીવન માં શંકા સિવાય કશું નોતું બસ એક જ વાત હતી કે કોઈ કોઈનો વિશ્વાસ નથી તોડતું ને અને તેના જીવન માં વિશ્વાસ નહિ પણ વિશ નો વાસ થાય ચુક્યો હતો.
આમ જીવન માં કોઈ નો વિશ્વાસ તૂટે છે ત્યારે માણસ ના જીવન માં વણાંક આવે છે અને કાતો તે માણસ તૂટી જાય છે, અને ભાંગી જાય અને જીવન માં એક નાસીપાસ ની ગ્રંથી બંધાય જાય છે તેથી કોઈ પર ક્રોધ હોય તો તેને સામે કહેવું પણ કોઈ નો વિશ્વાસ ના તોડવો, કારણ કે તે માણસ ના મનમાં થી વિશ્વાસ તૂટવાનો ઘા કદી નથી ભરાતો, તો જીવન માં આવું પાપ કદી ના કરું કે કોઈ ના જીવન માં નિરાશાનું કારણ ના બનવું જોઈએ,
જીવન માં વિશ્વાસ ના ઘણા બધા રૂપો હોય છે, પિતા પુત્રી નો વિશ્વાસ, પતિ પત્ની નો વિશ્વાસ, આવા જીવન માં દરેક સંબંધ વિશ્વાસ હોય છે, જયારે એક પિતા તેના બાળક ને રમાડવા માટે ઉછાળે છે ત્યારે તે ચિંતા નથી કરતુ કે તે પડી જશે પણ તે ખુબજ હશે છે કારણ કે તેને વિશ્વાસ હોય છે કે તેના પિતા તેને પડવા નહિ દે તેને સાચવશે તેના જીવ ની જેમ, આવોજ નાજુક વિશ્વાસ બધા ના અને દરેક ના જીવનમાં અને દરેક સંબંધ માં હોય છે, પણ તે જયારે તૂટે છે ત્યારે ખુબજ દુખ થાય છે, અને હેરાન પરેશાન થાય જાય છે. જીવન માં આવા ઘણા બધા નાજુક પલ અને નાજુક સંબંધ હોય છે, કે તે કોઈના જીવન માં જીવવાનું અને મરવું કારણ પણ બની શકે છે અને તે કારણ માં જીવન માં ઘણા વણાંક પણ આવે છે.
જયારે પતિ પત્ની ના વિશ્વાસ માં ખલેલ પોહ્ચે છે ત્યારે જીવન માં કાતો નિરાશા આવે છે અને કાતો બેદરકારી આવે છે, અને ઘણું દુખ પણ પોહ્ચે છે, અને આમાં બાળકો નો પણ વિશ્વાસ તૂટે છે કે તેના માતા પિતા સુખે થી રેશે તેનો પણ નઈ તે વિશ્વાસ તૂટે છે બાળકોનો તો તે ખુબજ દુખી થાય છે. વિશ્વાસ એક નાજુક કાંચ છે જે તૂટે તેના થી તૂટેલા કાંચ ખુબજ વાગે છે અને તે કાંચ આંખ ના આંસુ બનીને નીકળે છે, પણ જીવન માં ખુબ જ દુખ થાય છે જયારે વિશ્વાસ તૂટે છે.
જીવન ઘણું નાજુક છે, અને જીવન માં સારો ખરાબ સમય બધાનો આવે છે અને તે બધા સમય માંથી માણસ નીકળી શકે છે પણ ધીરજ સાથે ઈશ્વર ઉપર વિશ્વાસ હોય તો ઈશ્વર પર નો વિશ્વાસ કદી નથી તુટતો તે હમેશા માણસ ને ઉપર લાવે છે, અને આત્મવિશ્વાસ થી ભારીદે છે જીવન માં જેને ઈશ્વર પર વિશ્વાસ કર્યો તે હમેશા બધા ના વિશ્વાસ માં ખરા ઉતારે છે અને તે માણસ કદી કોઈ નો વિશ્વાસ તોડતો નથી તે હમેશા બધાને વિશ્વાસ આપે છે, અને જીવન માં જ્યરે કોઈ માણસ દુખી થાય છે, તે માણસ તેના મોહ અને આશા ના કારને દુખી થાય છે જે માણસ દુખી હોય ત્યરે તે માણસ પોતાની જાતને ખુબજ પ્રેમ કરે છે તે દેખાય છે, જીવન માં જ્યરે કોઈ વ્યક્તિ નું ધાર્યું ના થાય ત્યારે તે માણસ ખુબજ દુખી થાય છે કારણ કે તે તેના મન નો માલિક નહિ પણ ગુલામ હોય છે. આમ જીવન માં ક્યારે વિશ્વાસ તૂટે તો એક વિશ્વાસ તો કાયમ જ છે ઈશ્વર ઉપ્પર નો તેમ સમજવું અને દુખી ના થવું.આમ જીવન માં દુખી થવાનું કોઈ કારણ સામે આવે ત્યારે એક વિશ્વાસ છે જે અતુટ છે તે યાદ રાખવું અને આગળ વધી જવું ક્યારે પણ દુખી ના થવું કે મનમાં ગ્રંથી ના બાંધવી બાકી એ ગ્રંથી મારતા સમયે પણ શાંતિ નહિ આપે. હા જીવન માં બધો સમય સરખો નથી હોતો પણ તે જીવન માં ઈશ્વર અને આપણી સાથે છે તેમ સમજવું કારણ કે જીવન માં જયારે કોઈ વ્યક્તિ આપણો વિશ્વાસ તોડે છે ત્યારે તેના નસીબ માં આપણે નથી હોતા આપણા કર્મ અને આપણા નસીબ સરાજ છે તેમ સમજવું
વિશ્વાસ જીવન જીવાવનું કારણ પણ કોઈ છે કોઈ માટે તે યાદ રાખવું જરૂરી છે.