એક યુવાન પુત્ર નો પોતાની માં ને પત્ર Bhautik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક યુવાન પુત્ર નો પોતાની માં ને પત્ર

Bhautik Patel

8866514238

bhautikpatel889@yahoo.com

મમ્મીને પત્ર

વ્હાલી મમ્મી,

મમ્મી હું આજ ૨૩ વર્ષનો યુવાન થઇ ગયો છુ. કાલે સવારે તો હજુ તુ મારું ડાયપર બદલાવતી હતી ને આજ હું જીન્સ પહેરતો થઇ ગયો છુ. પણ આજે પણ હું તને જોવ છુ તો એક પ્રેમી તેની પ્રેમિકાને જેટલો વ્હાલ કરે છે તેના થી પણ વધારે તુ મને પ્રેમ કરે છે.

હજુ તુ મને એટલો જ પ્રેમ કરે છે. જે ભગવાન શ્રી કૃષ્ણ રાધા ને કર્યો હતો. હા ! દરેક માં પોતાના પુત્ર વધુ વહાલો હોય છે. હું પણ જાણું છું તારો આ વહાલનો દરિયો હું ૬૦ વર્ષનો બુઢો થઇ જાવ ત્યારે પણ મારે જોવો છે માં !.

તુ જયારે દીકરો કહીને સંબોધે છે ત્યારે મને લાગે છે કે સ્વર્ગનું સુખ તારા ચરણોમાં જ છે.

મને રમકડા ખરીદી આપતી, મને એકડા અને બારક્ષરી શીખવાડતી હતી અને આજે જો તારો દીકરો તારા ઘુટેલા એકડાથી એન્જીન્યર બની ગયો છે. મારી દરેક પરિક્ષા જે ૧૦ની હોય કે પછી ૧૨ની હોય કે પછી કોલેજની હોય તે બધી પરિક્ષા જાણે તુ પણ ના આપતી હોય તેમ તે મારો સાથ આપ્યો છે. રાત્રે ૩.૦૦ વાગ્યે પણ જાગીને તે મારા માટે ચા બનાવી છે. મારી સાથે જાગીને તે પણ રામાયણ, મહાભારતના પુસ્તકો વાંગોળ્યા છે. જયારે મને કઈ પણ થતું ત્યારે તુ ૨૪.૦૦ કલાક મારી પાસે ઉભી રહી જતી અને કહેતી : “બેટા ચિંતા ના કરીશ તને વહેલા સારું થઇ જાય તે માટે મેં ભગવાનને પ્રાથના કરી છે.” કેવી સરસ નિખાલસતા, કરુણા, દયા જે તારી પાસે છે તે બીજા કોઈની પાસે નહિ હોય તેવું કદાચ હું માનું છું.

અત્યારે હું આ પત્ર લખવા બેઠો છુ ત્યારે મારા હાથ ધ્રુજે છે. મમ્મી હું તારી સરખામણી કોની સાથે કરું ભગવાન સાથે ? નહિ !

“તુ જ મારી ભગવાન છે તું જ મારી ઈશ્વર અને અલ્લાહ છે.”

જયારે તને કોઈ પૂછે કે તમે શું કરો છો ? અને તું તેમ કહે કે હું તો માત્ર ગૃહિણી છુ અને સામે વાળા વ્યક્તિની તારા પ્રત્યેની પ્રતિક્રિયા જોઈ ને મને ખુબજ ઘીન્ન ચડે છે. મારે તેવી પ્રતિક્રિયા આપતા વ્યક્તિઓને ગૃહિણીની સાચી વ્યાખ્યા સમજાવવી છે : “આ એ માં છે જે સવારે વહેલા ઉઠીને પોતાના દીકરા માટે નાસ્તો બનાવે છે, ટીફીન બનાવે છે (જે પહેલા પૂછે છે કે બેટા આજે શેનું શાક બનવું ?), કપડા ધોવે છે, વાસણ માંજે છે અને તે ઉપરાંત પણ તે પરિવાર માટે બીજું કેટ કેટલું કામ કરે છે આ બધુજ નિસ્વાર્થ ભાવે કોઈ પણ અપેક્ષા વગર કરે છે.અને મુખ પરનું સ્મિતતો એવું કે આખા ઘરનું દીલ જીતી લે.

માં જેમ તે મારો સાથ આપ્યો છે તેમ તે અર્ધાંગીની બનીને મારા પપ્પાનો પણ એટલોજ સાથ આપ્યો છે. સુખ હોય કે દુખ બધામાં સરખો હિસ્સો બની છો.જયારે પપ્પા મને POCKET-MONEY આપતા ત્યારે તું પણ તારા પોતાના પૈસા મને વાપરવા આપતી. જયારે હું નાનો હતો ત્યારે બાજુવાળા માસી કોઈ શીકાયત કે ફરિયાદ લઈને આવે ત્યારે તને ખબર હોય કે મારો વાંક છે છતાં મારા બચાવ માં તુ તારો જીવ રેડી દેતી.હમેશા મારો દીકરો છે તેમ કહી ને બોલાવતી ત્યારે મન માં જ મને ગર્વ થતું.

અને આજે પણ મને ગર્વ છે કે હું તારો દીકરો છું.કોઈ તને કઈ પણ સંભળાવી દે એ તુ સહન કરી શકે માં ! પણ હું તેને સહન નહિ કરી શકું જોર થી બે વળગાવી દઈશ.પછી ભલે તે કોઈ પણ હોય.

મમ્મી તુ મને હમેશા કહેતી કે હું વૃદ્ધ થઇ જઈશ પછી તું મને સાચવીશ કે વૃધ્ધાશ્રમમાં મૂકી આવીશ ? કદાચ આ એક એવો સવાલ છે જે દરેક માંના મનના ખૂણામાં રહીને ખપે છે. અને આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. કારણકે આવા પ્રશ્નો આપણા આસપાસ ના જીવનમાં બનતા હોય છે.

પણ મમ્મી હું તને એટલું ચોક્કસ પણે કહેવા માંગીશ કે આજે સવાલનો જવાબ હું “હા” પાડીને આપી તો દઈશ પરંતુ સાચું તો એજ છે કે આને હું નિભાવીને આપીશ.

મમ્મી હું તને પ્રોમીશ આપું છું કે હું તને મારાથી ક્યારેય છૂટી નહિ પડવા દઉં. તે પછી ભલે ગમે તે સંજોગો વેઠવા પડે આપણે બને સાથે સુખ:દુખ માણીશું અરે તું જયારે વૃધ્ધ થઇ જઈશ ત્યારે લાકડીનો ટેકો બનશે આ તારો છોકરો.

અને જયારે તું જાતે જમી નહિ શકે ને ત્યારે મારા હાથેથી કોળીયો આપીશ તને એ મારું પ્રોમીશ છે તને.

મમ્મી તને યાદ છે જયારે હું નાનો હતો ત્યારે આપણી કાકાની દુકાન માંથી મેં કોઈને પુછીયા વિના ૫ રૂપિયા ની નોટ લઇ લીધી હતી. ત્યારે તો તે કશું જ ન હતું કહયું પરંતુ ઘરે આવીને મને બે લફાટ મારી દીધી હતી તારા સંસ્કારો હજુ અકબંધ છે મારી પાસે જ મને ખોટું કરવા બેસું ત્યારે મને તું યાદ આવી જાય છે તેના કારણે જ મેં આજ સુધી દારૂ, ઈંડા જેવી કઈ પણ વસ્તુને હાથ નથી લગાડ્યો.

હા ! મારા દોસ્ત લોકો બિન્દાસ બધું કરે છે પણ હું તેની સાથે બેસીને તેનો તમાશો જોવ છું.

મારે તને એ પણ કહેવું છું કે હું કોલજ માં આવીને એકવાર ભાન ગુમાવીને SMOKING કરેલું પરંતુ પાછળ થી પસ્તાવો પણ થયો હતો. તું આના માટે મને લફાટ મારી શકે છે. પરંતુ તું આવું નહિ કર એ મને ખબર છે. તું મને માફ કરી દઈશ.

મમ્મી તને યાદ છે. આપણે બંને એકવાર “તારે જમીન પે” જોઈ રહ્યા હતા.તને પેલું ગીત યાદ છે જે “તુજે સબ હે પતા હે ના માં મેરી માં”

તે જોઈ ને તે સાંભળીને હું કેટલી વાર રડ્યો છું. દીલ મુકીને રડ્યો છું. અરે તે ગીત સાંભળીને દરેક માં ના ચહેરા પર પણ આંસુ આવી જાય છે.

ક્યારેક કોઈ કારણોસર તું બહારગામ જતી અને હું ઘરમાં એકલો પડી જતો ત્યારે એક દિવસ માં હજારો વાર તું મને યાદ આવતી હતી પણ હું તને ફોન નહોતો કરી શકતો કારણકે હું તને ફોન કરું તો મારું પુરુષત્વ ઝાંખુ પડી જાય તેનો ડર હતો. તને ખબર હતી કે મારો દીકરો એકલો હશે એટલે જ તો તું મને ફોન કરતી અને પૂછતી બેટા ! જમ્યો કે નહિ ? કોને ત્યાં જમ્યો ? અને કેટ કેટલાય સવાલો !

માં પછીની પેઢીએ મમ્મી નામનો શબ્દ ઉચ્ચાર્યો અને હવે મોમ નામનો શબ્દ ઉચ્ચારી રહી છે. પરંતુ મને તો મમ્મી કહીને જ બોલાવતા આવડે છે. બીજા ઘણા બધા મોમ કહેતા હશે. પરંતુ મારા માટે તો તું મમ્મી જ છે અને રહીશ.

મમ્મી આપણે કાલે બેઠા હતા ને તે મારા લગ્ન માટેની વાત ઉચ્ચારેલી તે એ પણ કહયું જો તને ગમતી છોકરી હોય તો કે જે આપણે તેના મમ્મી પપ્પા પાસે જઈશું અને વાત કરીશું અમે ખોટું નહિ લગાડીએ.

હા ! મમ્મી મને છોકરી ગમશે પરંતુ મારી પસંદ કરેલી નહિ. તારી પસંદ કરેલી. હું તું જ્યાં કહીશ ત્યાં લગ્ન કરવા તૈયાર છું પણ મમ્મી મને એક વાર નો ડર છે. મારા લગ્ન પાછી તારી સાથેના પ્રેમ ઓછરતો તો નહિ જાય ને ?

મમ્મી મારે તને એ ત્રણ words કહેવા છે, જે હું અજ સુધી બોલી શક્યો નથી. કદાચ પુરુષોનું જીવન જ એવું હશે જે સહેલાઈથી કહી શકતા નથી. પણ આજે મારે કહેવું છે.

“ મમ્મી ! I LOVE YOU “

હું તને ખુબ જ પ્રેમ કરું છું. હું હજુ ભગવાનણે એ જ પ્રાથના કરીશ કે આવતા જન્મમાં તું જ મને મળે. તારું મ્રાતુંતત્વ પામીને હું ધન્ય થઇ ગયો છું.

તું આ પ્રત્ર વાચીશ ત્યારે તારી આખોમાં આંસુ હશે, પરંતુ એમ માનીશ કે તે હરખના આંસુ હશે.

મમ્મી હજુ એક word તો રહી જ ગયો જે most important છે.

“ THANK YOU !”

“રાત ભર જન્નતકી શેર કર રહા થા,

જબ સુબાહ આખે ખુલી તો પતા ચલા માં કે કદમો મેં સો રહા થા !”

લી.

તારો વ્હાલો પ્રુત્ર

BY

BHAUTIK PATEL

8866514238