Graduation Gatha books and stories free download online pdf in Gujarati

ગ્રેજુએશન ગાથા

Graduation Gatha

આજે જયારે આ લેખ લખવા બેઠો છું ત્યારે બહુ દુઃખ થાઇ છે. કોના પર આક્ષેપ મુકવો college પર, આપડા પર, સિસ્ટમ પર, politics પર કે આપણા ભાગ્ય પર ......

Graduation પૂરું થઇ ગયું છે. ઘણા students graduate થયા છે. Enginears, Doctors, M.com, MBA ગણી બધી ડીગ્રીઓં ખબ્ભા પર છે. અને હવે શું કરવાનું ? કોનું placement થયું છે? કોને જોબ મળી છે? ફક્ત આગળી ના વેઢા વડે ગણાય જાઈ તેટલા લોકો ને. બીજાનું શું ? બધાં લોકો એ કહ્યું ભણી લ્યો પણ કોઈએ એ ના કહ્યું કે ભણી લીધા પછી શું કરવાનું?? લોકો ના પગે પડવાનું, company, કે banko ને resumes આપવાના અને આજીજી કરવાની કે “plz give me one opportunity then I will prove myself”

IIM, IIT, NIRMA માં આપણે ભણ્યા નથી એટલે અમારો શું વાંક?? અમે પણ ત્રણ કે ચાર વર્ષ તે લોકો ની જેમ જ ભણ્યા છીએ. હા જીવ રેડી ને. અમારા parents ને શું જવાબ આપવાનો જેને પાઈ-પાઇ ભેગી કરીને કે બેંક માંથી લોન લઇ ને ભણાવ્યા છે અમને. કોઈ જ tellent નથી અમારા માં એટલે બેકાર છીએ અમે? કોઈ company એમ કહી ને ધક્કો મારે છે કે તમે એક subject માં fail છો, એટલે નહિ ચાલો. અમારે fully પાસ લોકોની જરૂર છે. અરે ભાઈ કોઈ ડિગ્રી complete કરવા જાવ ને ત્યારે ૨૫ કે ૫૦ subject આવે છે. તેમાં એક subject અમને ના પણ ગમે એટલે fail થઇ જઈએ. એટલે કઈ ધક્કો મારવાનો, ગાંડ પર લાત મારી ને અમને બહાર કાઢવાના ???

૩ idiots નો એક dailog યાદ આવે છે, “ચાબુક કે ડર સે તો શૈર ભી નાચને લગતા હે” પણ આવા સિંહ નું શું કામ જે ગર્જના પણ ના કરી શકે. જે બીજા પર તરાપ પણ ના મારી શકે ??

આ બધું જ tension એક final year વાળો લઇ ને બેઠો છે. જયારે તમે તેને પૂછવા જાશો ને કે જોબ મળી ભાઈ તને ? ત્યારે શું જવાબ આપે એ કહ્જો મને ...

અત્યાર ની પરિસ્થિતિ એક ચૂંથાયેલા કોન્ડમ જેવી થઇ ગઈ છે, તેનો use પણ ના કરી શકાઈ કે ફેકી પણ ના દેવાય નહીતર તેને ખોટું લાગી જાય. જયારે નાના હતા ને ત્યારે ખુબ જ મોટા સપના લઇ ને બેઠા હતા કે એક મોટો બંગલો હોય, તેમાં A.C. હોય, BMW કાર અને ૫૦ ઇંચ નું LED હોય. જેમ મોટા થતા ગયા તેમ બધું નાનું થતું ગયું કે ભાઈ ખાલી એક રહવા માટે મકાન મળી જાય, two-whiller ગાડી, અને એક પંખો, જમવાનું બનાવી આપે તેવી છોકરી હોય તો બીજું કઈ નહિ આપો ને તો પણ ચાલશે કશું જ નથી જોઈતું અમારે....

અત્યારે જયારે એક phase graduation પૂરું કરે છે અને બીજો phase સ્ટાર્ટ કરે છે, ત્યારે તે ભાઈઓ અને બહનો માટે થોડું કહી દવ..

જયારે અમે graduation સ્ટાર્ટ કર્યું ને ત્યારે એટલી બધી technology પણ ના હતી એટલે તેટલી જ ખબર પડતી કે scince હોય તો doctor કે enginear બનાય અને commerce હોય તો બેંક કે account માં જવાય અને આર્ટસ વાળો ટીચિંગ ફિલ્ડ માં જાય. દોસ્ત હજારો ફિલ્ડ છે તમને કયું ગમે છે તે તમે નક્કી કરો. હા કોઈ ની સલાહ નહિ લેતા કારણકે બધાના જ જવાબ જુદા –જુદા હશે confuse થઇ જશો. એટલે ગૂગલ માં જઈ ને વીખી નાખો બધું અને શોધી કાઢો કે ભાઈ આમાં મજા આવી જશે. હા!! college select કરતા હજારો વાર વિચારજો પોતાની જાત ને પ્રશ્ન પૂછજો અને તેમાં ભણતા student ને મળજો એટલે તમને પુરતું જ્ઞાન મળી રહે. એક જોક યાદ આવે છે ચાલો કહી દવ.

“એક છોકરો college જોવા માટે ગયો બહાર પાણી-પૂરી વાળો ઉભો હતો અને તેનું નામ “enginering પાણી-પૂરી” હતું અને ૧૦ રૂપિયા ની ૫ પાણી-પૂરી. છોકરા ને આ જોઈ ને નવાઈ લાગી એટલે તેને પૂછ્યું કે ભાઈ આ college કેવી છે? સારી છે કે ખરાબ? પાણી-પૂરી વાળા એ જવાબ આપ્યો કે બહું જ સારી છે હું પણ આમાં થી જ graduate થયો છું......

આ બધા જ tension માંથી મારે તમને બહાર કાઢવાના છે, નહિ કે tension માં મુકવાના. થોડીક ટીપ્સ આપું છું, અમલ માં મુકજો પછી જો જિંદગી જીવવાની મજા આવે તે .....

૧ “ભાડ માં ગયો સમાજ”

હા તે શું બોલે છે તે ધ્યાન માં નહિ લેવાનું. મને ખબર છે કેટલાક અસામાજિક તત્વો તમને અને તમારા parents ને દુખતી નસ દબાવીને પૂછે છે, “તમારા છોકરાને જોબ મળી કેટલી sallery છે?” બસ ! આટલી જ તેના કરતા તો હીરાવાળા સારું કમાય છે, અને textiles માં તો શું જમાનો છે boss. તેમને કોઈક business ખોલી આપો BLAh BLAh BLAh … દોસ્ત કોઈ નું જ ધ્યાન માં નહિ લેવાનું. અહી એટલુ જ કહીશ ભલે તમને ૫ હાજર વળી જોબ મળે પણ અત્યારે ઘુસી જાવ જો તમારા માં tellent હશે ને તો company નો manager આવી ને કહશે કે “boss તને ૫ નહિ ૫૦ હજાર કરી આપું છું” તેવો જાદુ કરી નાખો કે તમારા વિના તેની compony ચાલવી જ ના જોઇએ અને તમે વટ થી કહી શકો સાહેબ ૬૦ હજાર ની જરૂર છે. તમે કહેતા હશો કે લેખકડો આજે ફેકા મારવા પર ઉતાર્યો છે કે શું? ના દોસ્ત અમુક કિસ્સા મેં મારી નજરે જોયેલા છે અને અનુભવ કરેલ છે એટલે કહું છું.

2 “ગમતું કામ કરો”

હવે આના પરતો જય વસાવડા, મારા favourite જીતેશ દોંગા એ કલાકો ભાષણ આપ્યા છે. પહેલા હું પણ નહતો માનતો પછી ખબર પડી કે સાચી વાત છે ભાઈ આ તો !!!જયારે કોઈ compny માંથી આવો ત્યારે એક જુસ્સો લઇ ને આવો કે હજુ મારે મારું કામ કરવાનું બાકી છે જેમ તારક મહેતા માં આજ નો એપીશોડ જોવાની મજા આવશે તેવું સેવતા હોય તેમ તમારા કામ નું પણ કરો. પછી ભલે રાત ના ૩ વાગ્યા હોય પણ તે પૂરું કરી ને જ સુવો. પછી જો જિંદગી જીવવાની મજા આવે તે દોસ્ત !!! જો ક્યાય જોબ ના મળે તો પિઝ્ઝા delivery બોય બનો, સોંગ ગાવ, dance કરો, વાંચવાનું શરું કરો (અદભુત દુનિયા માં ખોવાઈ જાઓ ), માસ્ટર ડીગ્રી કરો, ટીચિંગ ફિલ્ડ માં જાઓ એક દિવસ તમારું દિલ કહશે કે ભાઈ મજા પડી ગઈ આ કામ મારા માટે જ બન્યું છે.

૩ struggle કરો

આ વાત જયારે મુબઈ ગયો ત્યારે જાણવા મળી, એક દોસ્ત મળ્યો જે ફિલ્મ industry માં જવા માંગતો હતો. મેં તેને પૂછ્યું કે ભાઈ કેટલા દિવસ થી તું અહિયાં રહે છે તે ભાઈ નો answer શસાંભળી ને પીઠ થબથબાવવી પડી. તેને કહ્યું કે છેલ્લા ૩ વર્ષ થી છું. મેં પૂછ્યું તો કઈ settings પડ્યું કે નહિ. તેને કહ્યું કઈ નહિ પણ અમુક directer ને મારી આવડત ના ગમી તો અમુક ને મારો ચહેરો ના ગમ્યો. પરંતુ એક વાત ચોક્કસ છે boss આ industries માં હું નામ મેળવી ને જ રહીશે. કેટલો attitude હતો હા!!!! હોવો જ જોઈએ પણ ઓવર માં નહિ. મેં જોયું હજારો girls 8૦૦ kms પોતાના ઘર થી દુર મુંબઈ આવે છે director ધક્કા મારી ને બહાર કાઢે છે. પણ અંદર નો director કહે છે એક દિવસ આ જ મારી પાસે આવશે.... well done girls !!!!!!

૪ સપના જોવો

હા!!!! દોસ્ત જેમ આપને બાળપણ માં જોતા હતા એ જ સપના હવે જોવો. અને કોઈ માઈનો લાલ પણ તેને સાકાર કરવા રોકી સકવો ના જોઈએ. અને પછી જુવો જીવન જીવવાની મજા આવે તે. કારણકે આપણી પાસે ખોવા માટે કઈ નહિ હોય પણ મેળવવા માટે ઘણું બધું હશે. જયારે તેમાંનું એક પણ સાકાર થઇ જાય ને ત્યારે રાડો પાડો પોતાનું frustration બહાર કાઢી નાખો.

“દુનિયા સિર્ફ નતીઝો કો ઇનામ દેતી હે કોશિશો કો નહિ”

BY

Bhautik Patel

8866514238

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED