History of patidar books and stories free download online pdf in Gujarati

હિસ્ટ્રી ઓફ પાટીદાર

હિસ્ટ્રી ઓફ પાટીદાર

ગુજરાતના પાટીદારો વિષે થયેલા એક સંશોધન અનુસાર પાટીદારો લવ અને કુશના વંશજ નથી. એ જ રીતે લેહક અને કૈટકના વંશજ પણ નથી. એક માન્યતા આવી હતી કે પાટીદારોને ભગવાન શ્રી શંકરે માટીના પૂતળામાંથી પેદા કર્યા હતા તે માન્યતા પણ ખોટી છે. પાટીદારો વિષે વહીવંચા રાખતા બારોટો અને નાગર બ્રાહ્મણોએ ચલાવેલી એ માત્ર દંતકથાઓ જ છે. ગુજરાતના રાજવંશીઓ, રાજપૂતો, ક્ષત્રિયો (પાટીદારો) અસલ ક્ષત્રિય આર્ય પ્રજાના વંશજો છે. તેઓ એક જ એવા ર્કૂમિ ક્ષત્રિય કુળના છે. ગુજરાતના પાટીદારો આર્ય પ્રજામાંથી સીધા ઊતરી આવેલા છે. આ આર્ય પ્રજા મધ્ય એશિયામાં આયુ નદી પાસે પામીરના ઉચ્ચ પ્રદેશોમાં વસતી હતી. તેમાંથી સમયાંતરે આર્યોની બે ટોળીઓ જુદી જુદી બે દિશાઓમાં વહેંચાઈ ગઈ. એક ટોળી ઈરાન તરફ ગઈ અને ત્યાંથી યુરોપના દેશો તરફ ગઈ. બીજી ટોળી મધ્યપૂર્વ દેશો તરફ ગઈ. પામીરમાંથી છૂટી પડેલી આર્યોની એક ટોળી અફઘાનિસ્તાનમાં થઈ ખૈબરઘાટ દ્વારા હિંદુકુશ પર્વતમાળા ઓળંગીને, સિંધુ નદીના ફળદ્રુપ પટમાં આવીને વસવાટ કરવા લાગી. ત્યાંથી વિસ્તરતાં પંજાબ તથા ગંગા-જમનાના ફળદ્રુપ મેદાનોમાં જઈને તેઓ વસવાટ કરવા લાગ્યા.

આર્યો મોટા પ્રવાહની માફક ભારતમાં આવ્યા ન હતા, પરંતુ તેમનું આગમન ધીરે ધીરે કેટલીક સદીઓ સુધી સતત ચાલતું રહ્યું હતું. ઢોરઢાંખર, સ્ત્રીઓ, બાળકો અને વપરાશી વસ્તુઓ સાથે ભારતમાં તેમણે પ્રવેશ કર્યો હતો. એ બતાવે છે કે હુમલાખોરોને બદલે શાંત વસાહતીઓ તરીકે ઠીકઠીક સમય સુધી તેમનું આવવાનું ચાલુ રહ્યું હતું.

લવ અને કુશ:- ભગવાન રામચંદ્રજીના બે પ્રતાપી પુત્રો લવ અને કુશ ઈ.સ. પૂર્વે ૨૦૦૦ ની સાલમાં પંજાબ પર ચડાઈ કરી હતી. ત્યાંના રાજાને હરાવીને ત્યાં લવના નામ પરથી લવકુટી નગરી (હાલના પાકિસ્તાનનનું લાહોર) વસાવ્યું હતું. આ વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યા બાદ ‌‌‍‍ર્કિૂમ ક્ષત્રિયો શાંતિથી ખેતી કરવા લાગ્યા હતા. લવ અને કુશે જે જે પ્રદેશોમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યાં તે તે પ્રદેશો અનુક્રમે લેયા અને કરડ તરીકે ઓળખાયા. હાલના ગુજરાતના પાટીદારો આ સમયે પંજાબના લેયા અને કરડ પ્રદેશોમાં રહેતા હતા. અને કરડ પ્રદેશમાંથી આવેલા કડવા કહેવાયા. ગુજરાતમાં ‌‌‍‍ર્કિૂમનું જ અપભ્રંશ કુણબી અને કણબી થયું છે.

પાટીદારોનું ઉત્તર ભારતમાં આગમન:- હજારો વર્ષ પહેલાં પંજાબમાં આર્ય પ્રજાના ચારેય વર્ણની વસતિ ખૂબ વધી ગઈ જેથી ‌‌‍‍ર્કિૂમઓને ખેડવા માટે અને પશુઓને ચરાવવા માટે જમીનની ખેંચ પડવા લાગી, તેથી ‌‌‍‍ર્કિૂમ ક્ષત્રિયો પંજાબ છોડી ગંગા-જમનાના ફળદ્રુપ પ્રદેશમાં આવ્યા. તેમાંના કેટલાક ટોળાં રાજસ્થાન અને આબુ પાસેના ભિન્ન માલ (શ્રીમાળ) સુધી આવ્યા. હાલમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં મુખ્ય વસ્તી ‌‌‍‍ર્કિૂમ ક્ષત્રિયોની છે. આ પ્રદેશોમાં પણ પંજાબના લેયા પ્રદેશમાંથી આવેલા ‌‌‍‍ર્કિૂમઓને "લોર‌‌‍‍ર્કિૂમ" કહે છે અને કરડ પ્રદેશમાંથી આવેલાઓને "ખારી‌‌‍‍ર્કિૂમ" કહે છે. રાજસ્થાનમાં પણ લોર ‌‌‍‍ર્કિૂમઓને લોર-પટેલ અને ખારી ર્કૂમિઓને ખારી પટેલ કહે છે. આમ, ઉત્તર ભારતમાં વસતા લોર અને ખારી ‌‌‍‍ર્કિૂમઓ તે ગુજરાતના આપણા લેઉઆ અને કડવા પાટીદારોના ભાઈઓ છે. તેમની વસતી ઉત્તર ભારતમાં દસ કરોડ જેટલી છે.

ગુજરાતમાં આગમન:- ઈ.સ. પૂર્વે ૬૦૦ ના અરસામાં ઈરાનના સાયરસ, ડાયરસે અને ઈ.સ.પૂર્વે ૩૨૬ માં સિકંદરે પંજાબ પર ચડાઈ કરી. ઈ.સ. પૂર્વે ૩૦૦ પછી બલ્ક (બાકૂટિયા) લોકોએ પંજાબ પર ચડાઈ કરી. છેવટે તાતાર, શક અને હૂણોનાં ટોળાં પંજાબ પર ચડી આવ્યાં. પંજાબ પર થતાં અનેક આક્રમણોને લીધે ર્કૂમિ પ્રજાને પંજાબ છોડવું પડયું. ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ૨૦૦ ની સાલમાં જે ‌‌‍‍ર્કિૂમઓ એ પંજાબ છોડયું તેઓ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને આનર્ત (વડનગર) સુધી આવી પહોચ્યા. આ ‌‌‍‍ર્કિૂમઓ ક્રમે ક્રમે હાલના વડનગર, ઊંઝા, સિધ્ધપુર, પાટણવાડા, સૌરાષ્ટ્ર અને આખા ઉત્તર ગુજરાતમાં ફેલાયા. લોર ‌‌‍‍ર્કિૂમઓ લેયા પ્રદેશમાંથી નીકળીને અજમેર, મારવાડ, ભિન્નમાલ, અને હાલના પાટણવાડાના માર્ગે થઈ અડ્ડાલય પ્રદેશમાં અડાલજ આવ્યા. ત્યાંથી તેઓ દસકોસ થઈ અનુક્રમે ચરોતર, ભાલ, વાકળ, અને કાનમ સુધી પહોંચી ગયા. ત્યાંથી કઠલાલ, કપડવંજ, અને સવાલીના રસ્તે ચાંપાનેર સુધી ગયા. ચાંપાનેરનું પતન થતાં ત્યાંના લેઉઆ અને કડવા વડોદરા, ભરૂચ અને સુરત તથા વલસાડ સુધી પહોંચી ગયા. છેવટે તેઓ ગુજરાતના ગામડે ગામડે ફેલાયા.

કુળદેવી ઉમિયા માતાજીની સ્થાપના :- ઈ.સ.પહેલી શતાબ્દીના અંત ભાગમાં માળવા પ્રદેશ પાસે આવેલા માધાવતી નગરમાં કુર્મી ઓનું શાસન ચાલતું હતું સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર), ગિરિનગર (ગિરનાર) ક્ષત્રિય રાજા જયદામાના સમયમાં મહેત દેશના રાજા ચંદ્રસેને માધાવતી પર ચડાઈ કરી અને તેણે માધવતીના કુર્મી રાજા વ્રજપાલજીનું રાજય જીતી લીધું. આથી રાજા વ્રજપાલજી માલમિલકત અને નાનો રસાલો લઈ માતૃશ્રાદ્ધ અર્થે શ્રીસ્થળ (સિધ્ધપુર) આવેલા. આ સમયે પંજાબમાંથી સ્થળાંતર કરી આનર્ત પ્રદેશ (ઉત્તર ગુજરાત) માં વસેલા ‌‌‍‍ર્કિૂમ જ્ઞાતિબંધુઓ રાજા વ્રજપાલજીને મળ્યા. આ જ્ઞાતિ બંધુઓ એ વ્રજપાલજીને અહીં રોકાઈ જવા માટે આગ્રહ કર્યો. આનર્ત પ્રદેશમાં તે વેળા કોઈ સ્થિર અને પ્રજાભિમુખ રાજયશાસન હતું નહીં.

રાજા વ્રજપાલજીએ શ્રીસ્થળથી પાંચેક ગાઉ દૂર, વિક્રમ સંવત ૨૧૨ માં ઉમાપુર પટ્ટનામ (ઊંઝા) ગામ વસાવ્યું. રાજા વ્રજપાલ પોતે શિવ ભક્ત હોવાથી, આ ગામમાં પોતાની કુળદેવી તરીકે ઉમિયા દેવીની સ્થાપના કરી, મંદિર બંધાવેલું તે સમયના કડવા ‌‌‍‍ર્કિૂમઓ પોતાની કુળદેવી તરીકે આ ઉમિયા દેવીને સ્થાપિત કરી, તેની પૂજા-અર્ચના કરવા લાગ્યા. આ રીતે ઈ.સ.ના સાતમા સૈકા સુધી ઊંઝાની આજુબાજુનો વિસ્તાર ર્કૂમિ રાજાના શાસન નીચે રહ્યો હતો.

પટેલ અને પાટીદાર કેમ કહેવાયા?:- પટેલ અને પાટીદાર બંને શબ્દો એક હોવાનું સામાન્ય રીતે ઘણા લોકો માને છે, પણ માન્યતા ખોટી છે. કણબી શબ્દ ઘણા પુરાણા કાળથી ચાલ્યો આવે છે. તેમ "પટેલ" શબ્દ પણ એટલો જ જૂનો છે. પટેલ માટે મૂળ સંસ્કૃત "પટ્ટલિક" છે. ગામમાં ખેતરોની જમીન અને ઘરથાળની જમીનના વેચાણ કે ગિરો દસ્તાવેજ થતા તેની એક નકલ ગામના મુખ્ય માણસ પાસે રહેતી. આ માણસો "પટ્ટલિક" કહેવાતા. કારણ કે પટ્ટાઓ (પટ્ટ=વસ્ત્ર) ઉપરના લેખો સાચવવાની જવાબદારી એમની રહેતી. કણબીઓને વેચાણ કે ગિરો દસ્તાવેજ સાચવવાનું કામ રાજાઓ એટલા માટે સોંપતા હતા કે તેઓ પ્રામાણિક અને ઉદાર હતા. કોઈનું કદી હરામનું પડાવી ન લેવું, બીજાને મદદરૂપ બનવાની ભાવના રાખવી. ન્યાયની બાબતમાં સ્પષ્ટ કહેવું આ બધા જન્મજાત ગુણોને કારણે કણબીઓ તરફ બીજી જ્ઞાતિઓ આકર્ષાઈ હતી અને ગામનો વહીવટ હંમેશાં જયાં કણબીઓ હોય ત્યાં તેઓને સોંપાતો. આથી સંસ્કૃત "પટ્ટલિક" ઉપરથી "પટેલ" શબ્દ આવ્યો. વીર વિક્રમે હૂણ, શક પ્રજાને હરાવી હિંદુસ્તાન બહાર કાઢી મૂકી અને અવંતી (માળવા) નો પ્રદેશ ફળદ્રુપ બનાવવા પંજાબથી કુર્મીઓને ખાસ મળવા તેડાવ્યા, કારણ કે વિક્રમ રાજાને કુર્મી ઓની મહેનતકશ જીવનપ્રણાલી ઉપર વિશ્વાસ હતો. માળવામાં તેડાવી કુર્મી કુટુંબોનું સન્માન કર્યું. દરેકને યોગ્યતા પ્રમાણે નાનાં મોટાં ગામ વસાવવા આજ્ઞા કરી. રાજાએ ત્રણસો ગામોના કુર્મીઓને "પટેલ" તરીકે પોતાની અટક લખાવવા લાગ્યા. માળવામાંથી ગુજરાતમાં પટેલો આવ્યા અને ગુજરાતમાં પણ આ અટક શરૂ થઈ.

પાટીદાર:- પાટીદાર શબ્દ હિંદીમાં "પટ્ટિદાર" તરીકે વપરાય છે, જે અપભ્રંશ થઈ પત્તીદાર બન્યો. પત્તી અગર પાતી એટલી પાટી. ગુજરાતમાં "પાંતિ" શબ્દ પણ પ્રચલિત છે. પાટી એટલે જમીનનો ટુકડો, "દાર" એટલે ધરાવનાર. જમીન ધરાવનાર એટલે પાટીદાર એવો પત્તીદાર શબ્દ ઉપરથી ગુજરાતમાં પાટીદાર શબ્દ થયો છે. આ ઉપરથી સમજી શકાય છે કે "પાટીદાર" શબ્દ વ્યવસાય ઉપરથી આવ્યો છે અને પટેલ શબ્દ ખિતાબ કે પદવી ઉપરથી આવ્યો છે. સમય જતાં પાટીદાર શબ્દ લખવામાં લાંબો હોવાથી અને પટેલ શબ્દ માનસિક ખુમારી અને સૂરાતનનો ભાવ છુપાયેલો હોવાથી સમગ્ર પાટીદાર કોમે આજે પટેલ શબ્દ અપનાવી લીધો છે.

પાટીદારોનું ગૌરવ:- આજે ભાગ્યે જ એવું ગામ હશે કે જયાં કુર્મી પટેલની વસતિ નહીં હોય. સામાન્ય રીતે આ જ્ઞાતિના લોકો ખેતી તથા પશુપાલનમાં રોકાયેલા છે. વેપાર ધંધામાં પણ ‌‌‍‍ર્કૂમિ પટેલોની ફાવટ ઘણી સારી છે. આ સમગ્ર કોમ સમય અને સંજોગો પ્રમાણે વર્તી છે. યુદ્ધ ખેડવાનું હોય ત્યારે તે યુદ્ધ કરતી અને ખેતી કરવાની હોય ત્યારે ખેતી કરતી. પોતે જે વિસ્તારમાં ગઈ છે તે વિસ્તારમાં ખૂબ મહેનત અને મજૂરી કરીને પોતાની પ્રતિષ્ઠા જમાવી છે. તે કદી વિકટ પરિસ્થિતિમાંયે પાછી પડી નથી. કુશળતા વાપરીને તેણે રસ્તા શોધ્યા છે. જેમ જેમ વાતાવરણ બદલાતું રહ્યું તેમ તેમ વાતાવરણને અનુકૂળ બનતી રહી છે. તેણે કોઈ જગ્યાએ અકારણ હુમલો કરીને કોઈનું પડાવી લીધુ હોય, લોકોની હત્યાઓ કે કતલ કરી હોય તેવા કિસ્સા જોવા મળતા નથી. પણ જયારે તેના ઉપર હુમલો થાય છે ત્યારે તેણે દૃઢતાથી તે હુમલાઓનો સામનો કરીને જીત મેળવી છે. હજારો વર્ષો સુધી આ જ્ઞાતિ નાના-મોટા જૂથોમાં ફરતી હતી, પણ જયાં જયાં શાંતિનો અનુભવ થયો ત્યાં તે વાસ પણ કરતી રહી છે. જયારે અસલામતી લાગે કે અશાંતિ થાય ત્યારે રસાલા સાથે બીજી સલામત જગ્યાએ તેઓ સ્થળાંતર કરતા. જૂના જમાનામાં આનર્ત પ્રદેશ યુદ્ધો વિનાનો, શાંતિવાળો પ્રદેશ હતો. સરસ્વતી જેવી પવિત્ર નદી ત્યાં હતી. જયારે કુળદેવી ઉમિયા માતાનું મંદિર આ વિસ્તારમાં બનાવાયું ત્યાએ તેઓ માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાના કારણે આ વિસ્તારમાં કાયમ માટે રહ્યા. આજે પણ ગુજરાતમાં સૌથી વધારે કડવા ‌‌‍‍ર્કિૂમઓની સંખ્યા ઉત્તર ગુજરાતમાં છે. ગુજરાતનાં ૧૮૦૦૦ ગામડાં પૈકી ભાગ્યે જ દસ ટકા એવાં ગામો હશે કે જયાં પાટીદાર ન હોય. ધરતીને ફાડીને કાચું સોનું પેદા કરનારા, અન્ય નાની મોટી કોમોને ગુજરાન ચલાવી આપનાર, જગતના આ તાતને ગુજરાતની ધરતી નાની પડી ત્યારે તેમણે દેશ-પરદેશ ખેડાણ કરી લીધું છે. આજે તો આફ્રિકા, યુરોપ તથા અમેરિકામાં બધાં જ મોટાં શહેરોમાં પાટીદારોની મોટી વસાહતો છે. સાહસ, સફરથી તેઓ કદી થાક્યા નથી. તમે ઉત્તર ધ્રુવ પૂરો કરીને છેક દક્ષિણ ધ્રુવ તરફ આવો. તો ન્યુઝીલેન્ડમાં પણ પાટીદારો તો મળશે જ. વિશ્વના ખૂણેખૂણે પથરાયેલા પાટીદારોની વસતિ ગણતરી પણ શક્ય નથી કહે છે કે પાટીદારોની જીભ અન્ય લોકો કરતાં વધુ ધારદાર હોય છે, પરંતુ એમના હૃદયની સાઈઝ અન્ય માનવી કરતાં સહેજ મોટી આપી છે. એ કોઈના પર વારી જાય તો બસ, પાસા પોબાર અને પાછળ પડી જાય, તો જાન જાય તો ભલે જાય, પણ મમત ના છોડે, એનું નામ પાટીદાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED