Facebook love books and stories free download online pdf in Gujarati

Facebook love

રાહુલ આજે કોલેજમાંથી વહેલા નીકળી ગયો હતો. અને તેનું કારણ હતું ફેસબુકવાળી એક દોસ્ત તેની રાહ જોતી હતી.

બે દિવસ પહેલા તેના account માં friend request આવેલી, તે હતી પૂજા પટેલ. શરૂઆતમાં તો તેને request accept કરી ન હતી. રાહુલે તેના friend ને પૂછ્યું કે તેને પૂજા પટેલ નામની છોકરીની request આવી છે. બધા friends કહેવા લાગ્યા જો તું તેને જાણતો હોય તો જ accept કરજે. એકે કહ્યું કોઈ છોકરાએ જ છોકરીનું account બનાવીને request મોકલી હશે. (અને આવું થતું પણ હોય છે. Boys ઘણી વાર Girls નું fake account બનાવતા હોય છે.) ભાઈ તું રહેવા દે, accept નહિ કરતો. આ બધી જ વાત પછી રાહુલ ઘરે ગયો.

રાત્રે ૧૧ વાગ્યે રાહુલે laptop ખોલ્યું. બધી પોસ્ટ જોતો હતો ત્યાં જ તેની નજર પેલા લાલ અક્ષર friend request પર ગઈ. રાહુલે થોડું વિચાર્યું પછી તરત જ તેને ત્યાં રહેલા accept બટન પર click કર્યું અને મેસેજ હતો ‘Pooja Patel now your friend’

રાત્રે ૧૧.૩૦ થયા હતા. રાહુલ જ્યાં logout કરવા ગયો ત્યાં જ Facebook messenger ના pop out પર મેસેજ આવ્યો “Hi !”. તે હતો પૂજા પટેલનો. રાહુલે પણ મેસેજ કર્યો “HII !”.

રાહુલે હવે excited હતો. તેની સાથે વાત કરવા માટે રાહુલે જ પૂછ્યું “How r U ?”, પણ પૂજા offline હતી. તે દિવસે રાહુલ પરેશાન થયેલો તેથી તે facebook બંધ કરીને સુઈ ગયો.

દરરોજ કરતા રાહુલ આજે થોડો વહેલો જાગેલો હતો. કારણકે આજે તેને થોડું કામ હતું. તેને પોતાના જ કામ માટે laptop ખોલ્યું. લગભગ એક કલાક પછી તે free થઇને તેને હલવાસ માટે facebook open કર્યું. અમ ભી લોકો કામ કરતા facebook વધારે use કરતા હોય છે. ત્યાં જ તેને પૂજા પટેલને online જોઈ. તરત જ તેને મેસેજ કર્યો, ‘Have a fantastic good morning’. પણ સામેથી કોઈ જ response નહિ મળતા ફરીથી રાહુલનો mood off થઇ ગયો. તેને laptop બંધ કરીને newspaper વાચવાનું શરૂ કરી દીધું. રાહુલ કોલેજ ગયો ત્યાં તેના મિત્રોને પણ ખબર પડી ગઈ કે રાહુલભાઈ આજે થોડા mood off છે. તેઓએ reason પણ પૂછ્યું પણ રાહુલે કોઈને પણ તેનો જવાબ આપ્યો નહિ.

* * *

રાત્રે ૧૧ વાગ્યા હતા અને રાહુલ પૂજાના online માટે અત્યારે પચાસવાર facebook on-off કર્યું હતું, ત્યાં જ ૧૧.૧૫ એ પૂજા online હતી. રાહુલે તેને મેસેજ કર્યો, “Hey Pooja !!!”. પૂજાએ પણ સામેથી મેસેજ કર્યો. હવે પૂજા થોડી comfortable હતી. તે દિવસે રાત્રીના ૧ વાગ્યા સુધી chatting કર્યું. તેમાં રોજ-બરોજ ની ક્રિયા ઉપરાંત personal life પણ share કરી, અને છેલ્લે good night કહીને બંને છુટા પડ્યા. રાહુલે પૂજાને આ જ સમયે online થવા કહ્યુ અને પૂજાએ promis પણ આપ્યું.

રાહુલ collage cantine માં તેના friends સાથે બેઠો હતો. અને તેના ચહેરા પર smile હતી. તે તેના friends ને ખબર પડી ગઈ હતી. ત્યાં જ એક friend ની comment આવી “ઓહો ! રાહુલભાઈ આજે તો બહુ ખુશ છે ને કઈ!, ભાભી મળી ગયા કે શું?” ત્યાં જ બીજો બોલ્યો “લવ-બવ ક ચક્કર તો નહિ હેના ?” ત્રીજો બોલે તે પહેલા જ રાહુલે અટકાવીને કહ્યું “પેલી facebook માં request હતી ને પૂજા પટેલ, તેની સાથે chat કરું છું. બીજું કઈ જ નથી.” રાહુલે બધાને જણાવતા કહ્યું “૧૦.૩૦ થઇ ગઈ છે, ચાલો હવે lecture ભરવા.” અને બધાએ કોલેજ તરફ પ્રયાણ કર્યું.

આજનો દિવસ રાહુલ માટે જાણે ૩૬૫ દિવસ ભેગા થઈને એક દિવસ બન્યો હોય તેવું લાગતું હતું. માંડ તે દિવસ પસાર થયો. ૧૧ ના ટકોરે રાહુલે પોતાનું laptop on કર્યું, પણ પૂજા પટેલ online હતા જ નહિ. અંતે ૧૧.૩૦ વાગ્યે પૂજા online થઇ. રાહુલને તો જાણે સર્વસ્વ મળી ગયું હોય તેમ લાગતું હતું. આજે કઈ ઉલ્ટુ થયું. પૂજાનો મેસેજ આવ્યો “Hi !” રાહુલ તો કાગડોળે તેની જ રાહ જોઇને બેસી રહ્યો હતો. તેણે પણ “Hii” લખ્યું. ફરીથી long chat ચાલ્યું, પણ આજનું chat કઈ અલગ જ હતું. પૂજાએ તેના ઘરની કહાની શરૂ કરી. “રાહુલ તને ખબર છે, અમારા ઘરમાં શું ચાલે છે ? છેલ્લા કેટલાક દિવસથી મમ્મી પપ્પા દરરોજ ઝગડે છે અને આજે તો પપ્પાએ મમ્મીને ગાળો પણ આપી.” રાહુલે reply આપ્યો “Oh ! can’t believe this” તેને આગળ ધપાવ્યું “આ બધું જોઇને મને બહુ દુઃખ થાય છે. શું કરવું તે કઈ ખબર નથી પડતી. મેં પપ્પાને સમજાવવાના પ્રય્તનો કર્યા પણ તે સમજતા જ નથી.” રાહુલ કઈ જ બોલ્યો નહિ. વાત સાંભળ્યે જ રાખ્યો.

પૂજાએ કહ્યું “ઓ ! તું સાંભળે છે ને? ને હું પણ ગાંડી છું કે મારી life ની વાત કરવા બેઠી છું.”

રાહુલે કહ્યું “It’s ok pooja. Get well soon to your family.”(આજનું chat રાત્રીના બે વાગ્યા સુધી ચાલ્યું.)

* * *

રાહુલ અને પૂજાની એ ક્રિયા દરરોજ ચાલતી. રાહૂલને પણ પૂજા સાથે ગમતું અને પૂજાને પણ. એક દિવસ બંને chat કરતા હતા ત્યાં જ રાહુલે પૂજાને કહ્યું “શું આપણે મળી શકીએ ?” પૂજાના વળતા જવાબમાં ના આવી. રાહુલ તે દિવસે થોડો મૂંઝાયેલો પણ રહ્યો. થોડા દિવસો પછી ફરીથી પૂછ્યું. ફરીથી પૂજાનો same answer આવ્યો. છેવટે ત્રણ થી ચાર પૂછવાથી પૂજાએ હાર સ્વીકારી. બંનેએ એક garden માં મળવાનું વિચાર્યું.

આજે રાહુલ ખુબ ખુશ હતો અને કોલેજમાંથી પણ વહેલો નીકળી ગયું હતો. લગભગ ૫૦ વાર તેને કાચમાં પોતાનો ચહેરો જોયો હતો. મોંઘોડાંટ પરફયુમ છાંટીને નીકળી પડ્યો હતો પોતાની facebook girl પાસે.

પૂજા તો ઓલરેડી ગાર્ડનમાં જ બેઠી હતી રાહુલની રાહ જોઇને. ત્યાં જ રજોલ આવી પહોચ્યો. પણ એ શું? રાહુલની તો આંખો પહોળી થઇ ગઈ. પોતાના પગની નીચેથી જમીન સરકી ગઈ. તેણે જોયું કે પૂજાને પોલીયોના લીધે એક પગ ન હતો. તે જોઇને રાહુલ ચોકી ઉઠ્યો. તેને પોતાનું પણ ભાન ન રહ્યું. જેમ તેમ તેણે તેની જાતને સાંભળી. તેણે પોતાના સવ્પનની facebook girl વિશે કદીયે આવું તો ન હતું વિચાર્યું. તેની આંખો કદાચ આ માનવા જ તૈયાર ન હતી. એક સાથે હજારો વિચારોનું ઘોડાપુર તેના મગજને કોરી ખાતું હતું. મનની અંદર કોઈ પ્રકાશ બતાવીને ઘોર અંધકાર આપી ગયું.

અને એ બાજુ પૂજા ની:સ્વાર્થ ભાવે રાહુલને જોતી જ રહી. એજ રાજકુમાર જે પોતાના સ્વપ્નમાં કંડારેલો હતો. તે રાજકુમાર સાથે આખી જિંદગી વિતાવવા તૈયાર હતી, અણે શું કામ ન હોય. તેણે પોતાનું સર્વસ્વ રાહુલને સમર્પીત કર્યું હતું. પૂજાને રાહુલના મોઢા પર સ્પષ્ટપણે હતાશા વર્તાઈ રહી કે શું રાહુલ મને સ્વીકારશે ? મારો હીરો મને મળશે? એ બધા સવાલો તેના ચહેરા પર કીડીઓની જેમ તરવરતા હતા. અત્યાર સુધી રાહુલ કઈ જ બોલ્યો ન હતો. કદાચ તે બોલશે કે નહિ? તેની પણ તેને ખબર ન હતી. રાહુલે લગભગ પાંચેક મિનીટ વિચાર્યું, તેમાં પહેલાની બધી જ સ્મૃતિઓ તેના ચહેરા પર તરવરતી હતી.

અચાનક જ રાહુલ પૂજા પાસે ગયો. બંને તરફથી એકદમ મૌન છવાયેલુ હતું. કદાચ એ મૌન જ બધું કહી દેતું હોય તેવું લાગતું હતું. છેવટે રાહુલે મૌન તોડ્યું. પૂજા તું ખોટું નહિ લગાડીસ મારે તને કઈ કહેવું છે.

પૂજા : હા, તો બોલને.

રાહુલ બે પગ નીચે રાખીને બે હાથ ફેલાવીને બોલ્યો “Pooja, I love you” પૂજા પણ તેને ભેટી પડી. તેની આંખોમાંથી હરખના આંસુ નીકળી પડ્યા. અને કેમ ના હોય! તેને પોતાનો રાજકુમાર જો મળી ગયો હતો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED